જો તમને પણ વારંવાર થાય છે પેટમા દુખાવો તો આજે જ કરીલો આ ઉપાય,તરત જ મટાડી દે છે પેટનો દુખાવો……

0
681

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને હાલની જીવનશૈલીમાં પેટની સમસ્યાઓ ગેસ, કબજિયાત એસિડિટી સહિતના ખરાબ ખાવા અને દિનચર્યાઓના કારણે થાય છે તે સામાન્ય છે અને આ સમસ્યાઓ જીવનશૈલીથી પ્રભાવિત થાય છે અને તેથી તેઓ દવાઓને બદલે જીવનશૈલી બદલીને ઉકેલી શકાય છે જીવનશૈલીને સકારાત્મક બનાવવા અને આરોગ્યની સમસ્યાઓથી છૂટકારો મેળવવાનો એક ખાતરીપૂર્વક માર્ગ પેટના ગેસ, કબજિયાત, એસિડિટી અને અન્ય સમસ્યાઓથી રાહત મેળવવા માટે ભુજંગાસન ખૂબ જ અસરકારક છે અને તે કરવાની રીત પણ સરળ છે.

મિત્રો એસિડિટી અને ગેસની સમસ્યા એવી છે કે લગભગ દરેક વ્યક્તિ તેનાથી પરેશાન હોય જ છે અને ઘણા બધા ઇલાજ અને દવાઓ પછી પણ આ સમસ્યા યથાવત્ છે.મિત્રો સતત કબજિયાત ની અસર શરીરના પાચક તંત્ર પર પડે છે અને તેથી માથાનો દુખાવો, ગેસ, ભૂખ ઓછી થવી, નબળાઇ, ઉબકા આવવા જેવી સમસ્યાઓ ઉભી થાય છે એટલું જ નહીં ગેસ કે એસિડિટી થી પીડિત લોકો આળસથી ભરેલા રહે છે અને તેમને નિંદ્રા, નિરાશા, કામનો અભાવ, ભૂખ ઓછી થવી જેવી સમસ્યાઓ પણ ઉભી થાય છે જો કબજિયાતની સારવાર માટે એલોપેથીક દવાઓ લેવામાં આવે છે તો આડઅસરો થવી શક્યતા નોંધપાત્ર છે તેથી આ સમસ્યા માટે સ્થાનિક બજાર તરફ ધ્યાન આપવું વધુ સારું છે.

મિત્રો અમુક લોકો ગેસ અથવા એસિડિટી ને એક સામાન્ય બિમારી માણે છે પરંતુ તે એક ગંભીર સમસ્યા છે. ક્યારેક ગેસ થવાથી પેટ, છાતી અને માથામાં ભયંકર દુખાવો થતો હોય છે.આને અવગણશો નહીં કારણ કે આજની જીવનશૈલી એટલી ખરાબ થઈ ગઈ છે કે આપણે જ આ રોગને શરીરમાં આવવા દઇએ છીએ.અને તેથી તે જરૂરી છે કે તમને એ ઘરેલુ નુસખાની જાણ હોય જેથી તમારી આ સમસ્યા તરત જ સમાધાન થઈ જાય.

લીંબું.મિત્રો લીંબુ એ પેટમાં દુખાવો, અપચો, એસિડિટી, પેટનું ફૂલવું, જાડાપણું જેવી બધી સમસ્યાઓ માટેનો ઉપચાર છે મિત્રો એવા ઘણા તત્વો લીંબુના રસમાં જોવા મળે છે જે ઘણા રોગોથી બચવા માટે ખૂબ જ મદદગાર છે. અને આજ રોજ લીંબુ પાણીનું સેવન કરવાથી તમારી પ્રતિરક્ષા પણ વધી શકે છે તેના ઉપાય માટે તમારે લીંબૂનો રસ અને આદુ એક ચમચી લો અને ત્યારબાદ તેમાં થોડું કાળું મીઠું ઉમેરો અને આ જમ્યા પછી ફાકી જાઓ.મિત્રો આ પ્રયોગથી તમારી પાચન શક્તિ સારી બને છે અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે.

અજમો.મિત્રો જો તમને એસિડિટીની સમસ્યા છે તો પછી અજમા નું સેવન કરવાથી ફાયદો થઈ શકે છે.કારણ કે તેમાં એન્ટાસિડ ગુણધર્મો હાજર હોય છે જે એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.અને તેનો ઉપયોગ પેટને લગતા રોગોથી રાહત આપવા માટે પણ થાય છે તેમજ આ તમારા ચયાપચયને પણ સુધારી શકે છે.અજમાના પાવડરને ગરમ પાણી સાથે ખાઓ મિત્રો તેનાથી ગેસ અને અપચોની સમસ્યા દૂર થાય છે. દરરોજ 2થી 3 નાની હરડે ખાવાથી પણ એસિડિટીથી રાહત મળે છે.

મુળો.મિત્રો મૂળા પર કાળા મીઠું અને કાળા મરી છાંટીને ખાવાથી એસિડિટી મટે છે મૂળાના જ્યુસમાં કાળું મીઠું અને હીંગ મિક્સ કરીને પીઓ મિત્રો દિવસ દરમિયાન પાણી પણ વધુ પીઓ તેનાથી પેટ સાફ આવશે અને શરીરમાં વાયુ નહીં બને તેમજ ડુંગળીના રસમાં કાળું મીઠું અને હીંગ મિક્સ કરીને પીવાથી પેટ અને ગેસનો દુખાવો પણ દૂર થાય છે મિત્રો મીશ્રી મા નરમ મૂળા નાખીને ખાઈ લો અથવા મૂળાના પાંદડાના 10-20 મિલી રસમાં ખાંડ મિક્ષ કરી લો મિત્રો આ એસિડિટીમાં લાભ થાય છે.

આદુ.મિત્રો આદુ ગુણોનો ખજાનો છે અને આદુમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈ ન્ફ્લામેટરી ગુણ હોય છે. જેથી જો તમારી પેટ ખરાબ હોય કે પેટમાં દુખાવો રહેતો હોય તો આદુ ઔષધીનું કામ કરે છે. તમે જમ્યા પહેલાં એક ટુકડો આદુ ખાઈ શકો છો અથવા તો પેટમાં દુખે ત્યારે આદુના રસમાં મધ મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય છે.

સફરજન.મિત્રો જો ફળો વિશે વાત કરવામા આવે તો ઘણાં પોષક તત્વો સફરજનમાં વિટામિન એ અને સી સાથે મળી આવે છે.અને જો દરરોજ ખાલી પેટ પર એક સફરજન ખાવાથી પેટની સમસ્યાઓ જેવી કે ગેસ, કબજિયાત અને એસિડિટી દૂર થાય છે. તેમજ મિત્રો આદુ પેટની સમસ્યાઓ માટે શ્રેષ્ઠ દવા છે જેમકે ગેસ, એસિડિટી, ભૂખ ઓછી થવી વગેરે સમસ્યાઓ તેના નિયમિત સેવનથી દૂર થાય છે સફરજનના પલ્પને બે ચમચી ગરમ પાણીમાં મિક્સ કરી પીવાથી ગેસની સમસ્યામાં તરત જ રાહત મળી જશે. તેમજ ચપટી જીરૂ, કાળું મીઠું અને ફૂદીનો છાશમાં મિક્સ કરીને જમ્યા બાદ પીવાથી ગેસની સમસ્યા થતી નથી.

મેથી ના બીજ.મિત્રો મેથીના બીજ અને ગોળને ઉકળતા પાણીમાં બોઇલ કરો અને આ પાણી ગાળીને પી લો. જે લોકોનું શરીર નબળું છે અથવા જેને ચક્કર આવતા હોય તે મેથીના બીજનો ઉપયોગ ન કરે. બે ચમચી હળદરના પાવડરમાં ચપટી મીઠું ભેળવીને પાણી સાથે ફાકી જવાથી ગેસ નથી થતો નથી તેમજ રિફ્લક્સ, એસિડિટી અને કબજિયાત સાથે વ્યવહાર કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે અને નિયમિત રીતે મેથીના બીજનું સેવન કરવાથી આપણા શરીરમાં ફ્રી રેડિકલનો નાશ થઈ શકે છે તેથી તે ચહેરા પરની કરચલીઓ અને કાળા ડાઘથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

હીંગ.મિત્રો હીંગ પાચન માટે વરદાન છે. હીંગમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીવાયરલ ગુણ હોય છે. તે ઘણી બીમારી ઓથી પણ બચાવવામાં મદદ કરે છે. હીંગના આયુર્વેદમાં ઔષધી માનવામાં આવે છે. પેટમાં દર્દ, ગેસ કે અપચો થાય તો પેટ પર હીંગનો લેપ કરો અથવા તો એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી હીંગ મિક્સ કરીને પી લો.

વરિયાળી.મિત્રો પેટના રોગો માટે વરિયાળી બેસ્ટ માનવામાં આવે છે. એટલે જમીને મુખવાસમાં વરિયાળી ખાવામાં આવે છે. વરિયાળી પેટ દર્દ, પેટમાં ગેસ, પેટમાં બળતરા, પેટમાં સોજાની સમસ્યાને ખતમ કરે છે. તમે વરિયાળીની ચા બનાવીને પી શકો છો. પેટ દુખે ત્યારે એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળીને પી લો.