જો તમે પણ બ્રેકઅપ પછી થઇ રહ્યા છો ડિપ્રેશન ના શિકાર,તો આજે જ કરી લો આ કામ..તનાવ થશે દુર

0
94

જ્યારે પણ કોઈ સબંધની શરૂઆત થાય છે તો કોઈ નથી જાણતું કે એ સબંધ ક્યારે છેલ્લા સ્ટોપ પર જતો રહશે અને અંતર આવી જશે. દરેક પ્રેમ સફળ નથી થતો અને બ્રેકઅપના સમય પરથી પણ પસાર થવું પડે છે. કેટલીક વાર બ્રેકઅપનો આ નિર્ણય તમારે કરવો પડે છે તો કોઈ દિવસ સામે વાળો જ વિચારે છે તમારી સાથે પણ બ્રેકઅપ થઈ શકે છે. બ્રેકઅપ હમેશા સારી રીતે થાય એ જરૂરી નથી કેટલીક વાર આ ખુબજ તનાવપૂર્ણ હોય છે. બ્રેકઅપ તમે પણ મરજીથી કરો છો, પરંતુ કોઈનો સાથ છોડવો સરળ નથી હોતું.

 

કેટલીક વાર લોકો બ્રેકઅપ પછી પણ મિત્રતા રાખવા વિશે વિચારે છે, પરંતુ આવું નથી થઈ શકતું. જો બ્રેકઅપ પછી પણ તમે મિત્ર રહી શકો છો તો એનો મતલબ છે કે તમે બન્ને એ એક બીજાને કોઈ દિવસ પ્રેમ કાર્યો જ નથી. કેટલાક લોકો બ્રેકઅપથી તૂટી જાય છે અને તેમને પોતાનું જીવન જ બેરંગ લાગવા લાગે છે. એક ચાલ્યો જાય છે તો એક ત્યાં જ ઉભો રહે છે. બ્રેકઅપના થોડાક સમય પછી તમે નોર્મલ નથી થઈ રહ્યા તો આ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તમને કહીએ છીએ કે બ્રેકઅપ પછી તમે પોતાને તણાવ કેવી રીતે દૂર કરી શકો છો.

પેટ થૈરેપી.ઘરમાં જો પાલતુ જાનવર હોય તો તમારો દિવસ સારો જાય છે. ખાસ કરીને કૂતરાની સાથે જ્યારે તમે સારો સમય વિતાવો છો તો તમારો દિવસ ખુશ થઈ જાય છે. આનાથી એક રીતેની પેટ થૈરેપી કહી શકીએ છીએ. તમને જે પણ જાનવર સારું લાગતું હોય કૂતરું, બિલાડી, સસલું, જે પણ તેની સાથે થોડો સમય વિતાવો. આનાથી તમારો દિવસ પણ સારો રહેશે અને મૂળ પણ સારું રહેશે.

ચાલવા જાઓ.વારંવાર બ્રેકઅપ પછી લોકો પોતાને એક રૂમમાં બંધ કરી દે છે અને દિવસભર એક જ સ્થિતિમાં પડ્યા રહે છે. ડિપ્રેસન અને તણાવ થવાનું સૌથી કારણ આ પણ હોય છે. ખુલ્લી હવામાં જાઓ બહાર ચાલવા નીકળો. એકલા નીકળી જાઓ પોતાની સાથે સમય પસાર કરો. ફૂલ ફળ જોવો નવા ચહેરાને જોવો અને એવી જગ્યાએ ફરો જ્યાં પહેલાના ગયા હોય તમને સારું લાગશે.

ગીત સાંભળો.બસ વાગવું જોઈએ ગીત. ગીતમાં એ જાદુ હોય છે જે કેવા પણ તમારા મૂડને સારું કરી દે છે. જોકે રડવા વાળા સેડ અને વધારે રોમેન્ટિક ગીત સાંભળવાથી બચો. સકારાત્મક ગીત સાંભળો અથવા તો એનર્જીથી ભરેલા ગીત સાંભળો. એવા ગીત જેને સાંભળીને નાચવાનું મન કરે. એવા ગીત સાંભળો જેને સાંભળીને તમે થોડાક સમય માટે બધું ભૂલી જાઓ. ગાવા અને નાચવાથી મન સારું થાય છે અને જીવનમાં ખુશહાલી આવે છે.

ગળે લગાવો.તમારી અંદર થઈ રહી કશમકશથી જાતે જ ન ઝઘડો પરંતુ આને કોઈની સાથે શેર જરૂર કરો. કોઇ એવા વ્યક્તિ સાથે વાત કરો જે તમારી વાત સમજતું હોય અને તેની સાથે દિલ ખોલીને વાત કરો. સાથે જ ગળે પણ લગાવો. જ્યારે તમે કોઈને ગળે મલો છો તો તમારા અંદરના લાગણીઓ બહાર આવે છે. આના માટે તમારી ફીલિંગ્સને વ્યક્ત કરવી જરૂરી છે.