જો તમે પણ રોજ સવારે નાસ્તો નથી કરતા તો ચેતી જાવ,નહીં તો મૃત્યુ પણ થઈ શકે છે,જાણી લો એનું કારણ…

0
302

ખાવા પીવાની સ્વસ્થ ટેવ વ્યક્તિને આખો દિવસ ઉર્જાથી ભરપૂર રાખે છે. ચિકિત્સક દિવસનુ પ્રથમ મીલ, એટલે કેબ્રેકફાસ્ટને ક્યારેય સ્કિપ ન કરવાની સલાહ આપે છે.એક પ્રચલિત કહેવત છે કે સવારનો નાસ્તો રાજાની જેમ કરો, બપોરનુ ભોજન યુવરાજની જેમ કરો અને રાતનુ ભોજન એક ફકીરની જેમ કરો.બ્રેકફાસ્ટનો અર્થ છે તમારો આખી રાતનો ફાસ્ટ તોડવો.જો તમે રાત્રે 9 વાગ્યાની આસપાસ ડિનર કર્યુ હતુ અને કોઈ કારણે સવારે નાસ્તો ન કરી શક્યા તો મતલબ તમે બપોરે સીધુ લંચ કરશો. બે મીલ્સ વચ્ચે 15-16 કલાકનુ અંતર સ્વાસ્થ્યના હિસાબથી ખૂબ નુકશાનદાયક હોઈ શકે છે.

આપણા શરીરમાં મગજ આપણને કામ કરવાની ક્ષમતા આપે છે પરંતુ જરા વિચારો કે મગજને કોઈ મુશ્કેલી આવે છે તો તેની અસર માત્ર આપણાં વિચાર, સ્મૃતિ અને સંવેદના પર પણ પડે છે. આથી જ જરૂરી છે કે આપણે આપણું મગજ સ્વસ્થ રાખીએ. જો મગજ સ્વસ્થ ના રહે તો આપણે બ્રેન ડેમેજનો શિકાર થઈ શકીએ છીએ. પરંતુ તમે વિચાર્યું કે આપણને કેવી રીતે ખ્યાલ આવે કે આપણું મગજ સ્વસ્થ છે કે નહીં. તો આજે અમે તમને જણાવીએ છીએ કે એ ચાર આદતો, જેને કારણે બ્રેન ડેમેજ થઈ શકે છે.

સવારે નાસ્તો ના કરવોઃ

આજની ફાસ્ટ લાઈફમાં આપણે ઘણીવાર સવારે નાસ્તો કરતા નથી, જેની સીધી અસર મગજને થાય છે. તેને પૂરતા પોષક તત્વો મળતા નથી. આ સાથે જ આપણું મગજ વ્યવસ્થિત કામ કરી શકતું નથી. આ બધી નકારાત્મક અસરને કારણે બ્રેન ડેમેજ જેવી સમસ્યા થઈ શકે છે.

ફોનનો વધુ પડતો ઉપયોગઃ

મોબાઈલ ફોનનો વધુ પડતા ઉપયોગથી ઊંઘ આવતી નથી અને તેને કારણે સ્ટ્રેસ રહે છે. એઈમ્સના રિસર્ચ પ્રમાણે, વધુ પડતો ફોનનો ઉપયોગ બ્રેન ટ્યૂમર થવાની સંભાવના વધારી દે છે.

મીઠું (સોલ્ટ) વધુ ખાવું:

રિસર્ચ પ્રમાણે, વધુ મીઠું ખાવાથી અનેક પ્રકારની મુશ્કેલી આવે છે. આ સાથે જ બ્લડ પ્રેશર વધી જાય છે, જેને કારણે તમારી યાદશક્તિ ઓછી થઈ જાય છે અને બ્રેન સ્ટ્રોક આવી શકે છે. આ સ્ટ્રોકને કારણે મગજને નુકસાન પહોંચે છે. આથી જ હંમેશાં મીઠું ઓછું લેવું.

ભૂખ કરતાં વધુ જમવું:

વધારે પડતું ભોજન લેવાથી માત્ર વજન જ નથી વધતું પરંતુ તમારા મગજની કાર્યક્ષમતા પણ ઘટી જાય છે. કેલરી વધારે લેવાથી કોઈ પણ વ્યક્તિની યાદશક્તિને અસર થવાની શક્યતા વધી જાય છે.જાણો કેમ જરૂરી છે બ્રેકફાસ્ટ ? નિયમિત રૂપે સવારનો નાસ્તો છોડનારા યુવાઓને પાછળથી ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનો ખતરો વધુ રહે છે. આખો દિવસ એક્ટિવ રહેવા માટે ભરપૂર ઉર્જાની જરૂર હોય છે. જે દિવસભરના ગોલ્સથી પૂર્ણ થાય છે.એ યુવાઓએ પોતાના ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવુ જોઈએ જેઓ જીમ જાય છે કે રમત ગમતની ગતિવિધિમાં વ્યસ્ત રહે છે.

આ મગજની કાર્યપ્રણાલી માટે અનિવાર્ય ગ્લુકોઝના સ્તરને રીસ્ટોર કરે છે. જેનાથી વ્યક્તિની યાદગીરી અને એકાગ્રતાનુ સ્તર સુધરે છે.નિયમિત રૂપે બ્રેકફાસ્ટ ન કરનારા લોકોને બ્લડ પ્રેશરના લો થવાનો ખતરો રહે છે. જેનાથી ચક્કર આવવા કે આંખોની આગળ અંધારુ છવાય જવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. સવારના નાસ્તામાં હાઈ ફાઈબર અને લો કાર્બોહાઈડ્રેટ યુક્ત વસ્તુઓ સામેલ કરો. તેનાથી આખો દિવસ એક્ટિવ રહી શકશો અને થાક પણ ખૂબ ઓછો અનુભવશો

પેટ ભરેલુ હોય તો ચિડચિડાપણુ પણ ઓછુ થાય છે અને આખો દિવસ મૂડ પણ સારું રહે છે. મીલ્સમાં વધુ કલાકનુ અંતર થવાથી એસિડિટી કે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. દરેક ત્રણ કલાકના અંતરે કંઈક ખાતા રહેવાની સલાહ આપવામાં આવે છે.નિયમિત રૂપે નાસ્તો સ્કિપ કરનારાઓને લો ઈમ્યુનિટીની ફરિયાદ રહે છે. જેનાથી તેમને શરદી વધુ લાગે છે અને તોબીમાર પણ જલ્દીપડે છે.