જો તમે પણ મીઠા નું વધુ પ્રમાણ માં સેવન કરો છો તો ચેતી જાવ,નહીં તો થઈ શકે છે આ ગંભીર સમસ્યા…..

0
105

માનવશરીર એક રાસાયણિક કારખાનું છે. અનેક રાસાયણિક તત્વો શરીરને ટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.તેમાનું એક તત્વ એટલે સોડિયમ, આ સોડિયમનો મુખ્ય સ્ત્રોત એટલે રસોઈને સ્વાદિષ્ટ બનાવતું મીઠું. માનવીના દૈનિકજીવનમાં રસોઈમાં જે મીઠાનો ઉપયોગ કરાય છે તે સોડિયમ અને ક્લોરાઈડ – આ બંને તત્ત્વોનું બનેલું છે. આ મીઠામાં સોડિયમ ૪૦ ટકા અને ક્લોરાઈડ ૬૦ ટકા જેટલું હોય છે.સોડિયમ શરીરના કોષો અને અંતઃસ્ત્રાવોનું મહત્ત્વનું અને અનિવાર્ય તત્ત્વ છે. શરીરના સ્નાયુઓ, અસ્થિઓ, હૃદય, કિડની, મગજ, ચેતાતંતુઓ એમ આ બધાં અંગોની ક્રિયાઓમાં સોડિયમ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

શરીરના કોષોમાં પાણીનું પ્રમાણ બરાબર જાળવવાનું કાર્ય સોડિયમ કરે છે. આ ઉપરાંત સોડિયમ શરીરમાં લોહીનું દબાણ અને લોહીનું પ્રમાણ સામાન્ય સ્થિતિમાં જાળવવાનું કાર્ય પણ કરે છે. વળી, શરીરના સ્નાયુઓ, મગજના જ્ઞાનતંતુઓ બરાબર કાર્ય કરી શકે તે માટે પણ સોડિયમ અનિવાર્ય છે. એવી જ રીતે ક્લોરાઈડ પણ ચયાપચયની અનેક પ્રકારની ક્રિયાઓમાં ઉપયોગી અને ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. આ રીતે સોડિયમ અને ક્લોરાઈડ આ બંને તત્ત્વો એટલે કે મીઠું શરીર માટે આવશ્યક છે.

સોડિયમ એ આપણાં શરીર માટે એક મહત્વપૂર્ણ ખનિજ છે જે કુદરતી રીતે વિવિધ પ્રકારના ખોરાક માં હાજર હોય છે.મીઠું (સોડિયમ + ક્લોરાઇડ) ના સ્વરૂપમાં સોડિયમ, બધી વાનગી ઓ માં ઉમેરવામાં આવે છે, પછી તે ઘરે કે રેસ્ટોરન્ટમાં હોય. આજ ના સમય માં આપણે મીઠાના સ્વાદ માટે એટલા ટેવાયેલા થઈ ગયા છે કે, મીઠા વિનાનો ખોરાક ફિક્કો અને સ્વાદહીન લાગે છે.મીઠા વગર નો ખોરાક લગભગ ખાવો અશક્ય છે. ઘણા લોકો રેસ્ટોરંટ માં કે ઘરે જામતી વખતે ખાવા નું ટેસ્ટ કર્યા વગર જ એમાં ટેબલ પર પડેલું મીઠું નાખી દે છે અને એ ખોરાક કહે છે, આ વસ્તુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

તમે ખોરાક માં જરૂરી માત્ર માં જ મીઠું ખાવ તો એ તમારા શરીર માટે એક સારી વસ્તુ છે. વધારે પડતાં સોડિયમ નું સેવન હૃદય, કિડની, ધમનીઓ, મગજ, યકૃત અને આંતરડાના રોગોના વધતા જોખમ સાથે જોડાયેલું છે. તેથી, સોડિયમ નું વધુપડતું સેવન અટકાવવું મહત્વપૂર્ણ છે.બીજી બાજુ, ઓછી સોડિયમનું સેવન જોખમી અને જીવલેણ પણ હોઈ શકે છે. તેથી, તંદુરસ્ત વ્યક્તિ માટે તે જાણવું મહત્વપૂર્ણ છે કે તેણે દરરોજ કેટલું સોડિયમ લેવું જોઈએ, કેટલાક આરોગ્ય અધિકારીઓએ તંદુરસ્ત વ્યક્તિઓમાં સોડિયમના વપરાશ માટેની માર્ગદર્શિકા સ્થાપિત કરી છે. તેમણે મીઠું લેવાની ભલામણ કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) મુજબ, પુખ્ત વયના લોકોમાં મહત્તમ સોડિયમનું પ્રમાણ 2 ગ્રામ હોવું જોઈએ, જે દરરોજ લગભગ એક ચમચી (આશરે 5 ગ્રામ) મીઠું જેટલું છે.

આ ભલામણ સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતા સહિત તમામ વ્યક્તિઓને લાગુ પડે છે. હૃદય, યકૃત અથવા કિડનીના રોગોવાળા વ્યક્તિઓએ સોડિયમનું સેવન જાણવા માટે તેમના ડોક્ટર અને ડાયટિશિયનની સલાહ લેવી જ જોઇએ, ડબ્લ્યુએચઓએ આગળ એવી ભલામણ કરી છે કે હાઈ બ્લડ પ્રેશરવાળા પુખ્ત વયના લોકો અને જેમને સ્ટ્રોક, રક્તવાહિની રોગ અને કોરોનરી હૃદય રોગનું જોખમ હોય છે, તેઓએ સોડિયમનું સેવન 2 ગ્રામ / દિવસ કરતા ઓછું કરવું જોઈએ.2 ગ્રામ પ્રતિ દિવસની નીચે સોડિયમનું સેવન ઘટાડવાની માર્ગદર્શિકા એવા લોકો પર લાગુ પડતી નથી કે જેઓ એથ્લેટ, રમતવીરો અને મોટા તાપના તણાવમાં આવનારા કામદારો જેવા પરસેવામાં મોટા પ્રમાણમાં સોડિયમ ગુમાવે છે. આ વ્યક્તિઓએ તેમના આરોગ્યસંભાળ પ્રદાતાના નિર્દેશન મુજબ સોડિયમ લેવાની જરૂર છે.

ભારતમાં મીઠાનું સેવન કેટલું છે?સંશોધનકારોએ શોધી કાઢયું છે કે ભારતમાં મીઠાનો વપરાશ વધારેપ્રમાણ માં થાય છે. હકીકતમાં, ઇનટેક 5 ગ્રામ / દિવસ કરતા વધુ વધારે છે, જે ડબ્લ્યુએચઓ દ્વારા ભલામણ કરવામાં આવેલી મહત્તમ મર્યાદા છે. મીઠું ઘટાડો કાર્યક્રમ અકાળ મૃત્યુ અને અપંગતાને ટાળવાની સંભાવના છે.તમે તમારા મીઠાના સેવનને કેવી રીતે ઘટાડી શકો છો ?શરૂ કરવા માટે, તમારા ખોરાકમાં દરરોજ ઓછું મીઠું ઉમેરો. જાણો કયા ખોરાકમાં મીઠું વધારે પ્રમાણમાં હોય છે. ખાદ્ઉત્પાદન ખરીદતા પહેલા ફૂડ લેબલ તપાસો. પેકેજ્ડ નાસ્તાની વસ્તુઓમાં મીઠુંનો મોટો જથ્થો હોય છે. નાસ્તામાં સ્ટોક અપ કરો જેમાં ઉમેરવામાં આવેલા મીઠાની માત્રા ઓછી હોય છે. વધુ કુદરતી ખોરાક લો અને પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ખોરાકને ના કહો. ચટણી અને ડૂપ્સને ઘરે બનાવેલા ચટણીથી બદલો. સલાડ અને ફળોમાં મીઠું ન નાખો. આ ખોરાકના કુદરતી સ્વાદનો આનંદ લો.

(૧)હંમેશા તાજા શાકભાજી અને ફળોનો જ ઉપયોગ કરવો. (૨) ઉપરથી મીઠું ન લેવું. (૩) ઘણા પરિવારોમાં રોટલી કે રોટલામાં પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ કરવાનું ટાળો. (૪) સલાડ કે છાશમાં ઉપરથી મીઠું લેવાને બદલે જીરું કે મરીના પાવડરનો ઉપયોગ કરી તેને સ્વાદિષ્ટ બનાવી શકાય. (૫) બજારમાં મળતા રેડી ટુ કૂક અથવા ઈન્સ્ટન્ટ ફૂડ પેકેટ્સ ન વાપરવાં. (૬) સોયા સોસ, મસ્ટાર્ડ સોસ, મેયોનીઝ કે બીજા તૈયાર સોસ પણ બગડી ન જાય તે માટે તેમાં વધુ પ્રમાણમાં મીઠું હોય છે. આથી આવા સોસનો ઉપયોગ ન કરવો. (૭) ટિનફૂડ લેવા જ પડે તેમ હોય તો તેને સ્વચ્છ પાણીથી બે-ત્રણ વાર ધોઈને પછી જ ઉપયોગમાં લેવા. (૮) હોટેલમાં કે રેસ્ટોરાંમાં મળતા ફાફડા, ગાંઠિયા, કચોરી વગેરે ફરસાણો તથા નાસ્તાની લારીઓ પર મળતી વાનગીઓમાં મીઠાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આથી આવી વાનગીઓ ખાવાનું ટાળો કે બંધ કરો. (૯) અથાણાં, પાપડ, વેફર્સ, ચેવડો, નમકીન, ખારી શીંગ, મીઠું વધારે હોય તેવા ડ્રાયફ્રૂટ્સ, વિવિધ ચટણીઓ વગેરેમાં પણ મીઠાનું પ્રમાણ જરૂર કરતાં વધારે હોય છે. આથી તેનો ઉપયોગ ટાળો.

નિષ્ણાતોના મત મુજબ કોઈ પણ સ્વાદ કેળવતાં વ્યક્તિને ૬થી ૮ અઠવાડિયા લાગે છે. આથી આહારમાં જો ધીમે ધીમે મીઠું ઓછું લેવાની ટેવ કેળવવામાં આવે તો એ સુસ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે. ઉલ્લેખનીય છે કે રોજિંદા આહારમાં માત્ર ૧.૬ ગ્રામ જેટલું મીઠું પણ ઓછું કરવામાં આવે તો હૃદયરોગ અને હાયપર ટેન્શનની તકલીફોમાં ૩૦ ટકા ઘટાડો કરી શકાય છે.તમારા બાળકોને સ્વસ્થ આહાર ખાવા માટે પ્રોત્સાહિત કરો.બાળકોને એવા ખોરાકથી દૂર રાખો કે જેમાં સોડિયમની માત્રા વધારે હોય.તમારા બાળકને કુદરતી ખોરાક ખવડાવવાની ટેવ પાડો પ્રોસેસ્ડ ફૂડ થી તમારા બાળક ને દૂર રાખો. આનાથી તેને કુદરતી ખોરાકનો સ્વાદ વિકસાવવામાં મદદ મળશે આથી તે પુખ્તાવસ્થામાં ઓછા મીઠાવાળા આહારમાં સરળતાથી ગોઠવી શકે છે.

દૈનિક જીવન માં મીઠાના સેવનને મર્યાદિત કરો.દિવસમાં એક ચમચી કરતા ઓછા પ્રમાણમાં તમારા મીઠાના સેવનને મર્યાદિત કરો. મીઠાથી ભરેલા ખોરાકને કુદરતી ખોરાકથી બદલો. ઓછી મીઠાવાળા આહારનો સ્વાદ વધારવા માટે લીંબુનો રસ, કાળા મરીનો પાવડર, જીરું અને અન્ય ઔષધિઓ જેવા મીઠાના વિકલ્પો ઉમેરો.વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ સપ્રમાણ મીઠું જુદી જુદી વ્યક્તિઓ માટે જુદા જુદા પ્રમાણમાં આવશ્યક છે. ઉદાહરણ તરીકે એમ કહી શકાય કે પુખ્ત વયની તંદુરસ્ત વ્યક્તિ માટે ૨ ગ્રામ સોડિયમ જરૂરી છે જે તેને પ્રતિદિન પાંચથી છ ગ્રામ મીઠું લેવાથી મળી રહે છે.હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, કિડનીના રોગોના દર્દીઓ તથા ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ મુજબ સપ્રમાણ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. વળી, જે બાળકો રમતગમત અને અધિક શારીરિક શ્રમ પડે તેવી રમતોમાં ભાગ લેતા હોય તેમને થોડી વધુ માત્રામાં મીઠું અને અન્ય તત્ત્વો જરૂરી છે.

જો રોજિંદા આહારમાં વધુ પડતું મીઠું લેવામાં આવે તો મીઠામાં રહેલા વધારાના સોડિયમને કિડની પેશાબ વાટે બહાર ઠાલવે છે. જો આહારમાં કાયમ વધુ પડતું મીઠું લેવાની આદર હોય તો કિડનીને વધુ પડતું કામ કરવું પડે છે અને વધારાનું સોડિયમ લોહીમાં ભળે છે. આવા સંજોગોમાં હાયપર ટેન્શન, હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યર, લકવો, પગમાં રહેલી નસોનું સંકોચન, કિડનીનો રોગ વગેરે થવાની શક્યતા વધે છે.શરીરમાં પાણીનો વધારો થતાં હાથ-પગમાં સોજા આવવા, હાથ-પગ જકડાઈ જવા, સાંધામાં દુઃખાવો થવો, વજનમાં વધારો થવો વગેરે બીમારીઓને પણ નિમંત્રણ મળે છે.વળી, સોડિયમની સાથે સાથે જો કેલ્શિયમ પણ શરીરમાંથી વધુ પ્રમાણમાં બહાર ઠલવાય તો હાડકાં નબળાં પડવાની કે હાડકાનાં ફ્રેક્ચર થવાની શક્યતા વધે છે. આ ઉપરાંત મીઠાંનો વધુ પડતો ઉપયોગ જઠરના કેન્સરની શક્યતા પણ વધારે છે. આજકાલ મળતા ટેબલ સોલ્ટમાં મીઠાંમાં ભેજ ન લાગે તે માટે તેમાં કેટલાંક રસાયણો પણ ઉમેરવામાં આવે છે જે શરીરને વધુ નુકસાન પહોંચાડે છે.