જો તમે પણ ખરજવું કે ધાધર થી છો પરેશાન તો અપનાવો આ ઘરેલુ ઉપચાર, મળી જશે આ સમસ્યા માંથી છુટકારો….

0
258

ખસ, ખરજવું, ધાધર કે ચામડીના રોગોમાં આ રામબાણ 12 દેશી નુશખા તમને ખુબ જ કામ લાગી શકે છે.ધાધર એક ફંગલ ઇન્ફેકશન છે જે માથું, પગ, ગરદન કે કોઈ અંદરના ભાગમાં ક્યાય પણ થઇ શકે છે. તે લાલ કે હળવા ભૂરા રંગના ગોળ આકારના હોય છે. તે માણસ, જાનવર કોઈનાથી પણ ફેલાઈ શકે છે. પણ ડરશો નહી તે સરળતાથી ઠીક થઇ શકે છે. તે કોઈ જીવાતથી થતો નથી તે તો એક ફંગલ ઇન્ફેકશન છે. જો તમને આ ફંગલ ઇન્ફેકશન છે તો તમને તમારા શરીરના કોઈ પણ ભાગ ઉપર લાલ ગોળ નિશાન જોવા મળશે. તે ખુબ ઝડપથી ફેલાય છે જે જગ્યા ઉપર થયેલ છે તેની આજુ બાજુ ની જગ્યાએ પણ ફેલાવા લાગે છે. તેનું ઇન્ફેકશન ખુબ વધવાથી તમે શરીર ઉપર ઉપસેલું તથા ફોડકી પણ જોઈ શકો છો.

આજે આપણે જાણીશું ખસ, ખરજવું કે ધાધર મટાડવાના અસરદાર ઘરેલું ઉપચાર વિષે. જે લોકોને દવા કર્યા પછી પણ આ સમસ્યામાં કોઈ ફાયદો ન થયો તેમને પણ આ ઘરેલુ ઉપાયથી રાહત મળી શકે છે. આવો જાણીએ અસરકારક ઉપાય વિષે. ગાજર : આ ઉપાય કરવા માટે ગાજરને સારી રીતે વાટીને તેમાં મીઠું નાખી તેને ગરમ કરીને ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.

  1. સીસમના પાન : સીસમના પાનને સારી રીતે લસોટીને 10 દિવસ સુધી રાત્રે ખરજવા પર તેનો લેપ લગાવવાથી ખરજવું મટે છે.
  2. ભોંય રીંગણી : ભોંય રીંગણીના પાનનો રસ ખરજવા પર લગાવવાથી તે આરામથી મટી જાય છે.
  3. ઇન્ડ્રવડના ફળનો રસ : ઇન્ડ્રવડના ફળનો રસ ખરજવા પર લગાવવાથી ખરજવું ઝડપથી મટવા લાગે છે.
  4. તુલસી અને સીસમના પાન : તુલસીના પાન અને સીસમના પાનને સારી રીતે વાટીને રોજ રાત્રે ખરજવા પર લગાવવાથી તે ઝડપથી મટવા લાગે છે.
  5. કોપરેલ તેલ અને લીંબુનો રસ : કોપરેલ તેલ અને લીંબુનો રસ મિક્સ કરીને ખરજવા પર માલિશ કરવાથી ખરજવાની ખંજવાળમાં રાહત મળે છે.
  6. સરસવનું તેલ : ખરજવા પર ખંજવાળ આવતી હોય તો સરસવના તેલથી માલિશ કરવાથી ખંજવાળમાં આરામ મળે છે.
  7. પપૈયાનું દૂધ : પપૈયાનું દૂધ અને ટંકણ ખાર ઉકળતા પાણીમાં મિક્સ કરી લેપ કરવાથી ખરજવું ઝડપથી મટવા લાગે છે.
  8. રાય અને દહીં : રાયને દહીંમાં વાટીને ચોપડવાથી ખરજવું મટવા લાગે છે
  9. તુલસીના મૂળ : તુલસીના મૂળનો ઉકાળો પીવાથી ખરજવું ઝડપથી મટવાનું શરૂ થઈ જાય છે.
  10. લીમડો : લીમડાના બાફેલા પાન લગાવવાથી અથવા અડધો કપ લીમડાના પાનનો રસ સવાર – સાંજ પીવાથી ખરજવું મટવા લાગે છે.
  11. ખજૂરના ઠળિયા : ખજૂરના ઠળિયાની રાખ, કપૂર અને હિંગ મિક્સ કરીને રોજ રાત્રે ખરજવા પર બાંધવાથી ખરજવું ઝડપથી મટવા લાગે છે.
  12. ટમેટા ખાટ્ટા હોય છે. તેની ખટાશ લોહીને સાફ કરે છે. લીંબુમાં તે મુજબના ગુણ હોય છે. રક્તશોધન (લોહી સાફ કરવું) માટે ટમેટા એકલા જ ખાવા જોઈએ. રક્તદોષ (લોહીની ખરાબી) થી ચામડી ઉપર જયારે લાલ ચકામાં ઉઠે છે, મોઢાના હાડકા સુજી જાય છે, દાંતમાંથી લોહી નીકળે છે, ધાધર કે બેરી બેરી રોગ હોય તો ટમેટાનો રસ દિવસમાં ૩-4 વાર પીવાથી લાભ થાય છે. થોડા અઠવાડિયા સુધી રોજ ટમેટાનો રસ પીવાથી ચામડીના રોગ ઠીક થઇ જાય છે.

14.અંજીરનું દૂધ લગાવવાથી ધાધર માટી જાય છે.

15. પાકા કેળા માં લીંબુનો રસ ભેળવીને ધાધર, ખરજવું, ખંજવાળ, વગેરે પર લગાવા થી અ રોગોમાં લાભ થાય છે.

16.ધાધર, ખરજવું અને ખજવાળમાં મગફળીનું અસલી શુદ્ધ તેલ લગાવવાથી આરામ મળે છે.

17.ચામડી માટે કોઈપણ પ્રકારના રોગ માં મૂળાના પાંદડાનો રસ લગાવવાથી લાભ થાય છે.

18.લીંબુના રસમાં આંબલી નાં બીજ વાટીને લગાવવાથી ધાધરમાં લાભ થાય છે.

18.શરીરની ચામડી ઉપર ક્યાય પણ ચકામાં હોય તો તેની ઉપર લીંબુના ટુકડા કાપીને ફટકડી ભરીને ઘસવાથી ચકામા હળવા પડી જાય છે અને ચામડી ખીલી ઉઠે છે.

19. લસણમાં કુદરતી રીતે એન્ટી ફંગલ તત્વ હોય છે, જે ઘણી જાતના ફંગલ ઇન્ફેકશનને ઠીક કરવામાં ઉપયોગી છે. જેમાં ધાધર પણ એક છે. લસણને છોલીને તેના નાના નાના ટુકડા કરી ધાધર ઉપર મૂકી દેવાથી તરત આરામ મળે છે.

20.કુવારપાઠુંનો અર્ક દરેક જાતના ફંગલ ઇન્ફેકશન ને ઠીક કરી દે છે. તેને તોડીને સીધું જ ધાધર ઉપર લગાવી દો ઠંડક મળશે. બની શકે તો રાતભર લગાવીને રાખો. કુવારપાઠુંનો નિયમિત ઉપયોગ કરવો અને અસરવાળી જગ્યા ઉપર લગાવવાથી ધાધર અને ખંજવાળ માં ખુબ આરામ મળે છે.

21. લીંબડાના પાંદડાને પાણીમાં ઉકાળીને સ્નાન કરવું જોઈએ.

22. કાળા ચણાને પાણીમાં વાટીને ધાધર ઉપર લગાવો. ધાધર માં આરામ મળશે.
શરીરના જે ભાગ ઉપર ધાધર છે, ત્યાં મોટી હરડેને ઘસીને લગાવો.

23.ફોતરાવાળી મગની દાળને વાટીને તેનો લેપ ધાધર ઉપર લગાવો.

24. ધાધર થાય ત્યારે હિંગને પાણીમાં ઘસી ને નિયમિત અસરવાળા ભાગ ઉપર લગાવો. તેનાથી ધાધર માં ઘણો આરામ મળશે.

આ વાતનું ધ્યાન રાખો
નાઈલોન કે સેંથેટીક વસ્ત્રોની જગ્યાએ સુતરાઉ વસ્ત્રોનો ઉપયોગ કરો તથા તે વસ્ત્રોને હમેશા ચોખ્ખા રાખો.
ખરજવું એક વિશેષ પ્રકારનો સુક્ષ્મ પરજીવીની ત્વચા ઉપર લોહી ચૂસવાથી તે જગ્યાએ છાલા કે ફોડકી નીકળી આવે છે. તે પછી ખરજવું ઉત્પન થાય છે. ખરજવું એક ચામડીઓ રોગ છે જેમા ખંજવાળ આવ્યા કરે છે. જ્યાં સુધી ચામડી બળવા ન લાગે ત્યાં સુધી ખંજવાળ શાંત થતી નથી. તે રોગમાં સૌથી વધુ શરીરની સફાઈ ઉપર ધ્યાન આપવું જોઈએ. કેમ કે આ રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ઝડપથી પહોચે છે માટે સંક્રમણ ના કપડા જુદા રાખીને તેને ગરમ પાણીથી ધોવા જોઈએ.