જો તમે પણ કરો છો અથાણાનું સેવન તો ખાસ જાણીલો,આ વાત થાય છે આટલાં નુકશાન.

0
326

જો તમે અથાણું ખાવાના શોખીન છો તો જરા ધ્યાન રાખજો. અથાણું ખાવું ઘણા લોકોને ખુબ ગમે છે કેમ ન ગમે કેમ કે બને છે એટલા બધા અથાણા જેને જોઇને જ ખાવાનું મન થાય છે અને જે ખાવાથી સ્વાદને વધારી દે છે. ઘણા લોકો એટલા બધા અથાણાના શોખીન હોય છે કે દરેક વસ્તુ સાથે અથાણું ખાય છે ભલે દિવસ હોય કે પછી રાત શાક ના બદલે અથાણું ખુબ ખાય છે. શું તમને ખબર છે કે વધુ અથાણું ખાવું આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. આવું એટલા માટે છે કે અથાણું બનાવતી વખતે વધુ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા આરોગ્ય માટે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.

ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે અથાણુ પિરસવામાં આવે છે. જમવાનું ભલે ફિક્કું હોય, પણ સાથે અથાણું હોય તો ટેસ્ટ બની જાય છે. ઘણા લોકોને જમતા વખતે અથાણું ખાવાની આદત હોય છે. પરંતુ તમને ખબર નહિ હોય, પણ અથાણું ખાવાની આદત તમારા માટે નુકશાનકારક બની શકે છે. આ ચટપટો સ્વાદ તમારા સ્વાસ્થ્ય માટે જરાય સારો નથી.

જો તમને પણ વધારે માત્રામાં અથાણું ખાવાની ટેવ હોય, તો તમારે પણ આજ થી જ તમારી આદત બદલવી જોઈએ, નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.અથાણું આપણા ભોજનનો સ્વાદ બે ગણો વધારે છે, જેના કારણે મોટાભાગના લોકો ભોજન સાથે અથાણાંનું સેવન કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના દ્વારા થતાં નુકસાન વિશે. અથાણાંના વધુ પડતા વપરાશથી પુરુષો માટે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

ઘણીવાર લોકો અથાણાં એટલા માટે પણ ખાય છે કે, જેથી તેનો સ્વાદ ચટપટો રહે. આમ તો, તમે બધા જાણો છો કે કોઈ પણ વસ્તુની વધારે સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક હોય છે. પરંતુ અથાણાંનો અતિશય સેવન કરવું એ પુરુષો માટે એક જોખમ સમાન છે. અમે અહીં તમને અથાણાંના નુકસાન વિશે જણાવીશું.

કેરીનું અથાણું સ્વાદને ખાટું બનાવવાની સાથે એને ચટપટું પણ બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેરીના અથાણામાં મળતા ઘટકો પુરુષોના જાતીય સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આ જ કારણ છે કે કેટલાક લોકો પુરુષોને કેરીનું અથાણું ખાવાની ના પાડે છે. પરંતુ લોકો આ વાત દંતકથા અથવા અફવા લાગે છે. એક અધ્યયન મુજબ પુરુષોએ હંમેશા ખાટી વસ્તુના સેવનથી દૂર રહેવું જોઈએ.

કેરીના અથાણાંમાં જોવા મળતું તત્વ અસટામિપ્રિડ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. ચાલો તમને જણાવી દઈએ કે અસટામિપ્રિડ એક કાર્બનિક સંયોજન છે. આ ઘટકો કેરીની સુરક્ષા માટે વપરાય છે. આ અધ્યયનમાં એવું બહાર આવ્યું છે કે કેરીનું અથાણું પુરુષની જાતીય શક્તિ ઘટાડવાનું કામ કરે છે. આ સિવાય વીર્ય ઘટાડવાનું જોખમ રહે છે.ડાયાબીટીસ રોગીઓ માટે મધુમેહ રોગીઓ માટે અથાણું ખાવું સારું નથી. અથાણું બનાવતી વખતે જે ખાંડ નાખવામાં આવે છે તે ડાયાબીટીસના દર્દીઓ માટે સારી નથી અને તેમનું શુગર લેવલ વધી જાય છે. માટે ડાયાબીટીસ દર્દીઓ અથાણું બિલકુલ ન ખાવું જોઈએ.

જ્યારે પણ અથાણું તૈયાર કરવામાં છે ત્યારે તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે વધુ તેલ અને વધુ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકર્તા હોય છે. અથાણામાં તેલ વધુ પ્રમાણમાં હોવાને કારણે અને તેમાં વપરાતા મસાલા પણ રાંધેલા હોતા નથી. જેના કારણે કોલેસ્ટરોલ અને અન્ય શારીરિક સમસ્યાઓ ઉભી થઈ શકે છે.અથાણાને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે તેમાં વધુ માત્રામાં તેલ, મીઠું અને મસાલા નાખવામાં આવે છે, જે હેલ્થ માટે સારા નથી. તમે તેને ઓછી માત્રામાં લો તો ચાલશે, પણ તેને રોજના આહાર સાથે ન લો. ક્યારેક ખાવાનું રાખો.

આવા ઘણા સંશોધન બહાર આવ્યા છે જેમાં વધુ અથાણાં ખાવાની મનાઈ કરવામાં આવી છે. આનાથી આપણા શરીરમાં ગેસ્ટ્રિક કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે. વળી, તેમાં મીઠાની માત્રા વધારે હોવાને કારણે બ્લડપ્રેશરના દર્દીઓ માટે તે સારું હોતું નથી. આ સિવાય, આવા લોકોએ પણ અંતર બનાવવું જોઈએ, જે લોકો હાયપરટેન્શનના દર્દીઓ છે.અધ્યયનોએ બતાવ્યું છે કે વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી હંમેશા સ્ટ્રોક અને હાર્ટ એટેક થવાનું જોખમ રહે છે. મોટાભાગના લોકો બજારમાં બનાવેલા અથાણાં ખાવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે બજારમાં બનાવવામાં આવતા અથાણાંમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે.

અથાણાને સંરક્ષિત રાખવા માટે જેટલી પણ સામગ્રીનો ઉપયોગ થાય છે, તે બધા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. સામાન્ય રીતે અથાણામાં તેલ વધુ માત્રામાં હોય છે, જે તમારા શરીરમાં ટ્રાયગ્લિસરાઈડના સ્તરને વધારવાનું કારણ બને છે. પછી ભલે ગમે તે પ્રકારના તેલનો ઉપયોગ કરાયો હોય.અથાણાને બનાવવા માટે મીઠાનો વધુ ઉપયોગ થાય છે. જેમાં સોડિયમ વધારે હોય છે. આ સોડિયમને કારણે તમારું શરીર પાણીના વધુ રાશિને યથાવત રાખવા માટે પ્રતિક્રિયા આપતું રહે છે, જે આપણા શરીરના આસમાટિક સંતુલનને બનાવી રાખે છે. તેને કારણે શરીરમાં સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે.અથાણાનું વધુ સેવન બ્લડ પ્રેશર માટે પણ તકલીફ કરે છે.

ખાસ કરીને એવા લોકોને જેમના પરિવારમાં બ્લડ પ્રેશરની તકલીફો વારસામાં મળતી હોય છે. આવા લોકોએ અથાણાથી દૂર જ રહેવું.અથાણું ખાવાથી ગળાને લગતી બીમારીઓ થઇ જાય છે જેથી ગળામાં દુઃખાવો અને સોજાની સમસ્યા થઇ જાય છે.મિત્રો જોયું અથાણું ખાવાથી આપણા આરોગ્ય માટે કેવું નુકશાનકારક છે. પણ જે તાજું અથાણું (ઓછુ મસાલેદાર) બનાવે છે તેમાં મસાલા, તેલ અને મીઠું ઓછુ છે તો નુકશાન નહિ થાય. જેમ કે આ અથાણું એક કે બે દિવસ માટે બનાવે છે જેમ કે સીઝનની શાકભાજી નું અથાણું કે પછી આંબળાનું અથાણું આવે છે તો મિત્રો છતાં પણ તમે ધ્યાન રાખીને અથાણું ખાવ.