જો તમારું ગળું પણ કાળું પડી ગયું હોયતો,કરો આ એક જબરજસ્તી ઉપાય,10 મિનિટમાં જ થઈ જશે એકદમ સફેદ…..

0
1569

આજકાલના સમયમાં દરેક વ્યક્તિ ગોરી ત્વચા મેળવવા માંગે છે, છે.ખાસ કરીને છોકરીઓ અને મહિલાઓ .તે પોતાના ચહેરા પર કંઈક વધારે જ ધ્યાન આપે છે. પોતાના ચહેરાને ગોરું બનાવવા માટે બજારમાંથી મળતી ઘણી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, પરંતુ આ બધાથી તેમનો ચહેરો ગોરો તો થાય છે પરંતુ તેમનો ગળું કાળું રહી જાય છે.પરંતુ, સ્વસ્થ અને સુંદર શરીર મેળવવા માટે તમારે અથાગ પરિશ્રમ કરવો પડે છે. આપણે આપણાથી શક્ય તેટલી શરીરની સારસંભાળ રાખીએ છીએ પરંતુ, ઘણીવાર અમુક બેદરકારીઓના કારણે આપણુ સ્વાસ્થ્ય કથળી જતુ હોય છે, જેના કારણે તેમના ચહેરાની સુંદરતા તેમના ગળાની કાળાશથી ફીકી પડી જાય છે.ડોક પણ આપણા શરીરનો આવો જ એક ભાગ છે. જો તમારા શરીરની ત્વચા કરતા ડોકના ભાગની ત્વચા વધુ પડતી કાળી પડી જતી હોય તો તે સ્થિતિને “અકેંથિસિસ્નિગ્રિકેન્સ” તરીકે ઓળખવામા આવે છે. ઘણીવાર આપણી બેદરકારીના કારણે ડોકના ભાગ પર મેલ ભરાઈ જતો હોય છે અને તેના કારણે ડોક કાળી અને ખરાબ દેખાતી હોય છે. આ સિવાય જો તમને વધુ પડતો પરસેવો વળતો હોય તો પણ તમારી ડોક કાળી પડી શકે છે. લાંબો સમય પરસેવો આપણા શરીર પર રહેવાથી અમુક રસાયણિક પ્રક્રિયાના કારણે આપણી ડોકની ત્વચા કાળી પડી જતી હોય છે.

હાલ, ગરમીના કારણે લોકો ખુલતા અને ચુસ્ત કપડા પહેરવાનુ વધુ પડતુ પસંદ કરે છે પરંતુ, સારી રીતે સફાઈ ના કરવામા આવે તો ત્યા મેલ જમા થઈ જાય છે અને સમય જતા ત્યા કાળા દાગ પડી જાય છે. આ સમસ્યાથી બચવા માટે મોટાભાગે લોકો માર્કેટમાં મળતી ક્રીમનો ઉપયોગ કરે છે પરંતુ, આવુ કરવાથી લાભ ઓછા અને આડઅસર વધારે થાય છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ અને તેમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો આજે અમે તમારા માટે અમુક ઘરગથ્થુ ઉપાયો લાવ્યા છીએ, તો ચાલો તેના વિશે વિસ્તૃતમા જાણીએ.

મુલતાની માટી

મુલતાની માટી, ચંદન પાઉડર અને હળદરમાં દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરદન પર 15 મિનિટ લગાવી રાખો અને તે બાદ ધોઇ લો. આમ કરવાથી ગરદનની કાળાશ દૂર થશે.

દહી.

દહીં એ ફક્ત ખાવા માટે જ ઉપયોગી સાબિત નથી થતુ પરંતુ, તે શરીરની સુંદરતા નિખારવા માટે પણ સહાયરૂપ બને છે. ડોકના ભાગ પર જામી ગયેલા મેલને દુર કરવા માટે એક મોટી ચમચી દહીંમા હળદર ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરી લો અને તેને ડોક પર લગાવી છોડી દો. ૧૫ મિનિટ બાદ હૂંફાળા પાણીથી મસાજ કરી તેને ધોઈ નાંખો. થોડા જ દિવસમાં ફરક દેખાશે.

લીંબૂ :

લીંબૂમા ભરપૂર પ્રમાણમા વિટામીન સી સમાવિષ્ટ હોય છે જે પ્રાકૃતિક બ્લીચનુ કામ કરે છે. નહાવા જાવ તે પહેલા આ લીંબુનો રસ હળવા હાથે ડોકના ભાગ પર લગાવી દો અને ત્યારબાદ ગરમ પાણીથી ધોઈ લો. જેથી તમારી ત્વચા મુલાયમ અને આકર્ષક બનશે.લીંબુ અને ગુલાબજળને મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ મિશ્રણને ગરદનમાં જે જગ્યા પર કાળાશ હોય ત્યા લગાવી આખી રાત રહેવા દો. સવારે તેને ઠંડા પાણીથી ધોઇને સાફ કરી લો. આમ કરવાથી ત્વચા કોમળ અને સુંદર લાગશે.

બેકીંગ સોડા :

જણાવી દઈએ કે ખાવાનો સોડા ગળાની કાળાશને દુર કરવા માટે ખુબ અસરકારક છે. એના માટે તમારે 1 ચમચી પાણીમાં 2 ચમચી ખાવાનો સોડા મિક્ષ કરીને. ત્યારબાદ આ પેસ્ટને તમારી ડોકનો જે ભાગ કાળો છે ત્યા લગાવો અને જુઓ તમને થોડા જ દિવસમા ફરક દેખાશે.

મધ :

જો તમે મધમા લીંબુ ઉમેરી એક પેસ્ટ તૈયાર કરી આ પેસ્ટને તમારી ડોક પર લગાવો 20-25 મિનિટ સુધી રહેવા દો અને નવશેકા પાણીથી ધોઇ લો. સતત થોડાક દિવસ આ ઉપાય કરવાથી ગરદનની કાળાશ દૂર થશે અને ચમક આવશે. તમારી ડોક પર પડેલી કરચલી તેમજ શુષ્ક ત્વચા દૂર થઈ જશે.

પપૈયુ :

જો તમે કાચા પપૈયાને ક્રશ કરીને તેની પેસ્ટ તૈયાર કરી તેમા ૧ ચમચી રોઝ વોટર અને દહી ઉમેરી અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી આ પેસ્ટને ડોક પર લગાવો. આ પેસ્ટ સુકાઇ ત્યા સુધી લગાવી રાખો અને ત્યારબાદ ધોઈ લો. અઠવાડિયામાં આ પ્રયોગ એકાદ-બે વાર કરવાથી તમને આ સમસ્યામા રાહત મળશે.

ચણાનો લોટ

ચાર ચમચી ચણાના લોટમાં એક ચમચી દહીં મિક્સ કરો. આ પેસ્ટને 20-25 મિનિટ સુધી તમારી ગરદન પર લગાવી રાખો. સૂકાય બાદ તેને બરાબર રગડીને સાફ કરી લો અને નવશેકા પાણીથી ધોઇ લો. આમ સતત કરવાથી ગરદનની કાળાશ દૂર થાય છે અને તમારી ગરદન પણ સુંદર થઇ જશે.

ટામેટાનો રસ

ટામેટાના રસમાં થોડોક લીંબુનો રસ ઉમેરો આ મિશ્રણને ગરદન પર લગાવી રાખો. સૂકાઇ જાય તે બાદ બરાબર રગડીને સાફ કરી દો. દિવસમાં 2-4 વખત આ પ્રયોગ કરવાથી ગરદનની કાળાશ દૂર થઇ શકે છે.

બટાકાનો રસ :

તમે કદાચ નહિ જાણતા હોવ પણ જુના સમયથી જ ત્વચાનો રંગ ગોરો કરવા માટે બટાકાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગળાની કાળાશ દુર કરવાં માટે તમે કાચા બટાકાને ઘસીને સીધા ગળા પર લગાવી શકો છો. અથવા ધસેલા બટાકાનો રસ અને લીંબુનો રસ એક સાથે મિક્ષ કરીને ગળા પર લગાવો અને 20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.

એલોવેરા :

મિત્રો, એલોવેરા ત્વચાને તરત સારી કરવા માટે સારું પરિણામ આપે છે. આને લગાવવા માટે એલોવેરાનો રસ લો અને તેને ગળા પર લગાવો અને 20-30 મિનિટ સુધી લગાવીને છોડી દો. પછી તેને સાદા પાણીથી ધોઈ લો. આ વિધિને દરરોજ કરો અને પછી પરિણામ જુઓ.

બાજરીનો લોટ

ચાર ચમચી બાજરીનો લોટ, એક ચમચી લીંબુનો રસ,એક ચમચી હળદર,એક ચમચી મલાઈમાં કાચું દૂધ નાંખીને મિશ્રણ તૈયાર કરો. આ લેપ ગરદન પર લગાવો. લેપ સુકાઈ જાય પછી નવશેકા પાણીથી ગરદન ધોઈ લો.જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ.તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો.