જો ઘર ની મહિલાઓ કરે છે આ 8 કામ તો થઈ જાવ સાવધાન,નહીં તો પરિણામ એવું આવશે કે આખો પરિવાર મુકાશે મુશ્કેલીમાં…..

0
146

આખી દુનિયામાં મહિલાઓને વિશેષ સન્માન આપવામાં આવે છે, અને ખાસ કરીને ભારતમાં તો મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. એટલે કે દેવી સમાન મહિલાઓની પૂજા-અર્ચના પણ થાય છે. અને દરેક શુભકામમાં મોટાભાગે મહિલાઓ ને આગળ રાખવામાં આવે છે અને તેના હાથે જ શુભ કામ કરાવવામાં આવે છે. એટલું જ નહિ મહિલાઓને દુર્ગા, સરસ્વતી તેમજ મા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. અને કદાચ એટલા માટે જ કહેવાય છે કે જે ઘરમાં મહિલાઓ વિધિપૂર્વક પૂજાપાઠ કરે છે તે ઘરમાં ક્યારેય કોઇ ચીજની ખામી પડતી નથી. એવી જ રીતે મહિલાઓ જો અમુક કામ કરે તો ઘરમાં ઉંધા પરિણામ પણ આવી શકે છે.

હિન્દુ ધર્મમાં ઘરની પુત્રવધૂ કે છોકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો સ્ત્રી ઇચ્છે તો કોઈપણ ઘરને સ્વર્ગ બનાવી શકે છે, અને કોઈ ઘરને ઇચ્છે તો તે નરક બનાવી શકે છે. પુત્રવધૂની કેટલીક આદતો પરિવારની ગરીબી માટે જવાબદાર હોય છે, કેટલીક આદતો એવી પણ છે જે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. દરેક વ્યક્તિની ખુશી અને સમૃદ્ધિ મોટાભાગની એવી મહિલા પર નિર્ભર છે જે લક્ષ્મીની જેમ ઘરનાં બધાં કામ કરે છે અને દરેકની સંભાળ રાખે છે. પરંતુ, કેટલીક એવી બાબતો છે જે મહિલાઓએ ન કરવી જોઈએ. ઘરની મહિલાઓએ આ 2 વસ્તુઓ ન કરવી જોઈએ કારણ કે માતા લક્ષ્મી આ કામ કરવાથી ક્યારેય ઘરે આવતી નથી.

ઘણી વાર એવું કહેવામા આવે છે કે ઘરની મહિલાઓ કોઈપણ ઘરને સ્વર્ગ બનાવી સકે છે અને કોઈપણ ઘરને નરક બનાવી સકે છે. તે ઘરની મહિલાઓ જ છે જે વ્યક્તિનું જીવન સુધારી સકે છે. પત્ની તરીકે, જ્યારે સ્ત્રી દરેક પગલાં પર તેના પતિની સાથે આપે છે અને તેને જીવનનો સાચો માર્ગ બતાવે છે, અને પુત્રી તરીકે તે લક્ષ્મી જેવી છે. તમે પણ કહેવત સાંભડી હસે કે સફળ વ્યક્તિ પાછળ સ્ત્રીનો હાથ હોય છે.

આજે અમે તમને 2 એવી બાબતો કહેવા જય રહ્યા છીએ જે ઘરની મહિલાઓએ ન કરવી જોઇયે. ઘરની મહિલાઓએ આ 2 વસ્તુઓ ના કરવી જોઇયે. કારણ કે, આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે. જો તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ છે અથવા તમને લાગે છે કે તમને નિષ્ફળતા મળી રહી છે. તો તે આ વસ્તુના કારણે હોય શકે છે જે તમારા ઘરમાં દરરોજ થાય છે. ઘરની મહિલાઓની આ ટેવ અને કામ પણ તમારું ભાગ્ય બગાડી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે ઘરની મહિલાઓની કઈ આદત છે જે પરિવાર માટે જોખમી સાબિત થાય છે.ભૂલથી પણ મહિલાઓએ આ બે કામ ન કરવા જોઇયે.જે ઘરમાં મહિલાઓ સાવરણી પગથી લગાવે છે અથવા પગથી ઠોકર મારે છે ત્યાં લક્ષ્મી ક્યારેય વસતા નથી. આવા ઘરમાં ગરીબી હંમેશાં રહે છે.જો તમારા ઘરની મહિલાઓને ટેવ હોય કે તેઓ તાવા અને કઢાઈ જેવા સાફ ન કરેલા વાસણો ગેસ પર રાખીને સૂઈ જાય છે, તો લક્ષ્મી આવા ઘરમાં ક્યારેય નથી આવતી. આ ગરીબી અને દુ:ખનું કારણ બને છે.

જે ઘરની મહિલાઓ પગની ઠોકરથી દરવાજો ખોલતી હોય ત્યાંથી પણ ધનની દેવી,માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેથી, જો તમારા ઘરમાં પણ આવું થાય છે, તો તરત જ બંધ કરો.જો ઘરની કોઈ સ્ત્રી ઘરની ઉંચાઇ પર બેસીને જમતી હોય તો તે ઘરનો વિનાશ પેદા કરે છે. હિન્દુ શાસ્ત્રોમાં તે અત્યંત અશુભ માનવામાં આવે છે.જો ઘરની મહિલાઓ રાત્રે રસોડામાં સાફ કર્યાં વગરના વાસણો રાખીને સૂઈ જાય, તો તે ગરીબીને આમંત્રણ કરવા જેવું છે. આ ન થવા દો.ઘરમાં સુખ શાંતિ માટે, તેને અઠવાડિયામાં એકવાર દરિયાઇ મીઠાથી પોતા કરવો. આ કરવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.

જે ઘરની મહિલાઓ સવારના બદલે સાંજે અથવા રાત્રે સાવેરણી લગાવે છે તે ઘરમાં ગરીબી આવે છે. તેથી, આ ટેવ બદલો.જો ઘરની મહિલાઓને મોડા સમય સુધી સૂવાની ટેવ હોય તો તે ઘર અને પરિવાર માટે અશુભ બની શકે છે. મોડા સમય સુધી ઊંઘતી મહિલાઓ તેના પતિ અને તેના પરિવાર અને સાસરિયાઓની નિષ્ફળતાનું કારણ બને છે.જો કોઈ મહિલા ઘરના આંગણે બેસીને કે બીજા શબ્દોમાં કહીએ તો ઉમરે બેસીને ભોજન કરે તો તેના ઘરમાં ધનનો અભાવ રહે છે.જે ઘરમાં મહિલાઓ દરરોજ નહાતી ન હોય, તે ઘરમાં પણ આર્થિક તંગી રહ્યા કરે છે.એવી જ રીતે જો મહિલા ઘરમાં પૂજા પાઠ ન કરતી હોય તો પણ ઘરમાં આર્થિક સંકટ બનેલું રહે છે.

એવી જ રીતના જે મહિલાઓ પોતાનાથી મોટા વડીલોનું માન સન્માન ન જાળવી શકતી હોય, અથવા તેને માન ના આપતી હોય તો એમાં પણ ઘરમાં આર્થિક તંગી જણાય છે.જે મહિલાઓ સવારે મોડે સુધી સુઈ રહે એવી મહિલાઓના ઘરમાં પણ માતા લક્ષ્મી ની કૃપા થતી નથી.એવી જ રીતના જો લોકો સાવરણીને પગથી અડકે તો તેના કારણે પણ એવું માનવામાં આવે છે કે તે ઘરમાં લોકો સુખી રહી શકતા નથી.જે મહિલાઓને વાતે વાતે ઝઘડવાની ટેવ હોય, આવી ટેવના કારણે પણ ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી આવતી નથી. આથી ક્યારેય મહિલાઓએ ઝગડવું જોઈએ નહીં.