જો સવાર સવાર માં જોવા મળે આ પક્ષીની એક ઝલક,તો સમજો તમે પણ રંક માંથી બની ગયા રાજા….

0
469

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ  એક એવા પક્ષી વિશે જેને જો તમે સવાર સવારમા જોઈ લીધૂ તો તમે પણ સમજી જજો કે તમે પણ રંક માથી રાજા બની ગયા તો આવો જાણીએ આ પક્ષી વિશે.

મિત્રો તમને જણાવી દઇએ કે તમે આ કહેવત તો સાંભળી જ હશે ને એક કહેવત છે કે  તમારા પર સુરખાબના પાંખો લગાવી છે પરંતુ સરખાબ પર જ નહીં તેની શૈલી આકર્ષક છે તેમજ આ પક્ષીને હિમાલયન મોનલ પણ કહેવામાં આવે છે અને આ પક્ષી સૌંદર્યમાં મોરને પણ માત આપે છે સુરખાબને જોવા પણ ભાગ્યશાળી માનવામાં આવે છે.  એવું કહેવામાં આવે છે કે જો તમને સવારે સુર્ખાબની ઝલક મળી જાય તો પણ નસીબ બદલાય છે અને રાંક પણ રાજા બની જાય છે.  તમે પણ જુઓ આ અનોખો પક્ષીને.

મિત્રો કચ્છમાં વરસાદના અભાવે ચારાની અછત, માલાધારીઓ અને પશુાધનની રઝળપાટ, ખેતીને નુકશાન, રોજગારીને માઠી અસર વગેરે જેવા પાસાઓ અંગે તો બાધા જાણતા હશે, પરંતુ અછતની સિૃથતિના કારણે સમગ્ર દક્ષિણ એશિયામાં એકમાત્ર કચ્છમાં આવેલી સરખાબ નગરી પણ ઉજ્જડ વેરાન બની ગઈ છે. ભારતભર ના પક્ષીપ્રેમીઓ માટે કાયમી આકર્ષણનું કેન્દ્ર રહેલી ખડીર વિસ્તારની સુરખાબ નગરીમાં દરવર્ષે આ સમયગાળા દરિયાન દસ લાખાથી વધુ ફ્લેમીંગો જોવા મળે છે. પરંતુ આ વખતે વરસાદના અભાવે ખોરાક અને અનુકૂળ વાતાવરણ ન મળતા આ યાયાવર પક્ષીઓ આવ્યા નથી.

કચ્છની પ્રાકૃતિક વિવિધતામાં યશકલગી સમાન સુરખાબની વાત કરીએ તો રાપરના શીરાણી વાંઢથી માંડીને અમરાપર સુધીના આશરે ૧૩-૧૪ કિ.મી.ના વિસ્તારમાં દરવર્ષે હજારોની સંખ્યામાં સુરખાબ પક્ષી પ્રજનન માટે આવે છે. ભાંજડા ડુંગર અને કાળા ડુંગરની વચ્ચે અંડાબેટ કે હંજબેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં માદા સુરખાબ ઈંડા મુકે છે.અહીના ચાર-પાંચ માસના રોકાણ દરમિયાન સારૃ વાતાવરણ હોય તો બે-ત્રણ વખત ઈંડા મુકીને બચ્ચાનો ઉછેર કરે છે. બચ્ચા મોટા થઈ ગયા બાદ તેને સાથે લઈને પરત પોતાના વતન જતા રહે છે.

સુરખાબ અંગેની વધુ વિગતો આપતા કચ્છના પક્ષીવિદ્દ નવીન બાપટ જણાવે છે કે, જૂન-જૂલાઈ માસમાં ચોમાસાના પ્રારંભ સમયે અમુક સુરખાબ આ વિસ્તારમાં રેકી કરવા માટે આવે છે.અહી કેવું વાતાવરણ છે? ખોરાક-પાણીની વ્યવસ્થા કેવી થઈ છે? વગેરે તપાસ કર્યા બાદ રેકી કરવા આવેલા સુરખાબ અન્ય પક્ષીઓને બોલાવે છે. ત્યાર બાદ ઈરાન, આફ્રીકા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં સુરખાબ ખડીરમાં આવીને ધામા નાખે છે. કાદવવાળી જમીનમાં માટીના એક-દોઢ ફૂટ ઉંચા માળા બનાવીને તેમાં ઈંડા મુકે છે.

ગત વર્ષે રૃબરૃ સ્થળ પર જઈને લગાવેલા અનુમાન અનુસાર આશરે દસ લાખથી વધુ સુરખાબ અહી આવતા હોવાનું તેમણે જણાવ્યું હતું. માર્ચ માસ સુધી સુરખાબની વસતી અહી જોવા મળે છે. જો કે આ વખતે વરસાદ ન હોવાથી સુરખાબ ડોકાયા નથી. કચ્છનો આખો રણ પ્રદેશ સુકો છે. ક્યાંય પાણી નથી. માટે કચ્છનું ઘરેણુ બનતા આ યાયાવર પક્ષીઓએ અહી આવવાનું ટાળ્યું છે આ વખતે ફ્લેમીંગો પ્રજનન માટે ઈરાન-ઈરાકના કચ્છ જેવા જ રણ પ્રદેશમાં જતા રહ્યા હશે. સામાન્ય રીતે એક દસકામાં સુરખાબ માટે ઈંડા મુકીને બચ્ચા ઉછેરવાનું સારામાં સારૃ વાતાવરણ ત્રણ-ચાર વખત માંડ હોય છે.

બાકીના વર્ષોમાં મીઠું પાણી ઓછુ હોય છે અથવા તો વધી જાય છે. આ બન્ને સ્થિતિમાં ખોરાક મળવો મૂશ્કેલ હોવાથી સુરખાબ આવતા નથી તેમજ સુરખાબ દ્વારા પ્રજનન માટે સમગ્ર દક્ષિણ એશિયામાં ફક્ત કચ્છના રણની જ શા માટે પસંદગી કરવામાં આવે છે? તેની પાછળનું રસપ્રદ કારણ કંઈક એવું છે કે, આ વિસ્તારમાં એક તરફ ક્રીકો મારફતે દરિયાનું ખારૃ પાણી ભરાય છે બીજી તરફ વરસાદ પડતા તેનું મીઠું પાણી આવે છે. ખારા અને મીઠા પાણીના પ્રમાણસર થતા મિશ્રણાથી એક પ્રકારના બેક્ટેરીયાનો જન્મ થાય છે.

આ બેક્ટેરીયા મારફત શેવાળ પેદા થાય છે. આ શેવાળ અને જીવાત ફ્લેમીંગોનો ખોરાક છે. વળી માનવીય ખલેલાથી આ વિસ્તાર દુર હોવાથી સલામતી પણ મળે છે. ખોરાક અને સલામતીની મુળભુત જરૃરિયાત સંતોષાતી હોવાથી ફ્લેમીંગો અહી આવે છે. ખારા અને મીઠા પાણીનું મિશ્રણ થતું હોય તેવો વિસ્તાર કચ્છ સિવાય ક્યાંય નથી ફકત પક્ષીપ્રેમીઓ જ નહી, પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર એવા સુરખાબની વસતીમાં માનવીય કનડગત વાધી ગઈ હોવાનું પણ કેટલાક લોકો સ્પષ્ટપણે માની રહ્યા છે. જેવી રીતે ગીરમાં સિંહોને મારણ આપીને હેરાન કરીને વિકૃત મનોરંજન માણવામાં આવે છે.

તેવી રીતે અહી અમુક તત્વો ફોટોગ્રાફીની લ્હાયમાં સુરખાબના ટોળાને પથૃથરો મારીને કાંકરીચાળો કરે છે. આવી ખલેલ રોકવામાં નહીં આવે તો કચ્છની સુરખાબ નગરી ધીમે ધીમે કાયમી માટે પોતાની ઓળખ ગુમાવી દેશે.રા’લાખેજા જાની કચ્છી લોકસાહિત્ય માં સુરખાબલાંબી ડોક અને લાલ મોટી ચાંચ ધરાવતું વિદેશી મહેમાન એવું રૃપકડુ પક્ષી સુરખાબ કચ્છના લોકસાહિત્ય સાથે પણ વણાયેલુ છે. હંજ નામાથી ઓળખાતા આ પક્ષીને રાવ લાખાના જાનૈયા એટલે કે કચ્છી ભાષામાં રા’ લાખેજા જાની કહેવામા આવે છે

મિત્રો તમને જણાવી દઇએ કે અંગ્રેજીમાં ફ્લેમિંગો નામથી પ્રખ્યાત પક્ષી ગુજરાતમાં સુરખાબ તરીકે પ્રસિદ્ધ છે. સુરખાબ એ સમૂહમાં જોવા મળતું પક્ષી છે. ગુજરાતનાં રાજ્યપક્ષી તરીકે જાણીતું પક્ષી ફ્લેમિંગો લાખોની સંખ્યામાં પરદેશથી આવે છે. ફ્લેમિંગો માટે દક્ષિણ એશિયાની આ એકમાત્ર બ્રિડિંગ સાઈટ હોવાથી તેણે ફ્લેમિંગો સિટી કે સુરખાબ નગરી કહેવામાં આવે છે. કચ્છમાં સારો વરસાદ પડે તે વર્ષે ફ્લેમિંગો અહીં અચૂક આવે છે.આ પક્ષી પોતાનાં ચારણ પ્રક્રિયાથી ખોરાક મેળવવાની વિશિષ્ટ પદ્ધતિ ધરાવે છે. આ માટે તે પોતાની લાંબી ડોકને કિચડમાં નાખી નીચેની બાજુ ઉંધી વાળીને પાણીની સપાટી પરથી નાની વનસ્પતિ અને જીવાતો પ્રાપ્ત કરે છે.

કચ્છનાં મોટા રણમાં દરિયાનું પાણી ભરાય છે. આ સાથોસાથ જે વર્ષે અહીં સારો વરસાદ પડે ત્યારે મીઠું અને ખારું પાણી એકત્ર થતાં તેમાં પ્લેંક્ટોન નામની જીવાત અને લીલની પેદાશ ખૂબ વધુ થાય છે; જેમનો ઉપયોગ સુરખાબ વધુ કરે છે. આ પાણીમાં ખારાશનું પ્રમાણ થોડીક માત્રામાં હોવું અનિવાર્ય છે. આવી સ્થિતિ દર દસ વર્ષે ૩થી ૪ વખત સર્જાય છે.આ સિવાય સુરખાબ અત્યંત શરમાળ પક્ષી ગણાતું હોવાથી તે જમીન પર માળો બનાવે છે. તેમની સલામતી માટે કોઈની અવરજવર ન હોય તેવો વિસ્તાર એટલે કે રણ વિસ્તાર વધુ સાનુકૂળ રહે છે.આ પક્ષીની લંબાઈ આશરે ૧૪૦ સે.મી. જેટલી હોય છે અને 2થી 3 કિ.ગ્રા. જેટલો વજન હોય છે. માદા સુરખાબ 1 કે 2 ઈંડા મૂકે છે, જે નર અને માદા સાથે મળી ૨૮થી 30 દિવસ સુધી સેવે છે. એશિયા, આફ્રિકા અને યુરોપનાં મોટાં ભાગનાં દેશોમાં આ પક્ષીઓનો ફેલાવો જોવા મળે છે.