જો હંમેશા પેટનું ફુલાયેલું લાગે તો સમજો લીવરમાં છે સોજા,જાણી લો કેવી રીતે બચશો એનાથી…

0
360

લીવરમાં સોજાનો સંકેત છે હંમેશા પેટ ફુલેલું રહેવું, જાણો લીવરમાં સોજાના કારણ અને તેની સારવારના ઉપાય.શરીરનું મહત્વનું અંગ ગણાતા લીવરની તકલીફોમાં વગર દવાએ પણ રાહત કે મુક્તિ મેળવી શકાય છે. ચયાપચયની તમામ ક્રિયાઓમાં લીવરનો રોલ સૌથી અગત્યનો હોવાથી ગુજરાતીમાં તેની કહેવત પણ છે કે જેનું પેટ બગડ્યું, તેનો દિવસ બગડ્યો. કારણકે અન્નનું પાચન બરાબર ન થાય તો શરીર અનેક રોગોનું ઘર બની જાય છે.

એક સુક્ષ્મ અણુમાંથી શરીરરૂપી માનવની રચના એ કુદરતની અનોખી દેન છે. તેનું પ્લાનિંગ એટલું પરફેક્ટ છે કે જોવા માટે આંખ બે જ આપી, ખાવા માટે મો એકજ આપ્યું, સુંઘવા માટે નાક અને સાંભળવા માટે બે કાન આપ્યા. આ તમામની ઉપર નિયંત્રણ માટે મગજ પણ મુકી આપ્યું. પણ અળવીતરો માનવી પોતાની રહેણીકરણી સુધારતો નથી અને શરીરને રોગોનું ઘર બનાવી દે છે. તેમાં મુખ્ય છે ખાનપાન. ખોરાકને કારણે શરીરનું પોષણ થાય છે. આ ખોરાકને પચાવવા માટે લીવરનું કાર્ય સૌથી અગત્યનું છે.આજના યુગમાં ખાનપાન બગડતા લોકો અનેક રોગોના ભોગ બની રહ્યાં છે. તેમાં લીવરના દર્દીઓની સંખ્યા પણ ખુબ વધી રહી છે. તેના માટે ખરાબ ખોરાક, કમસયે ભોજન કરવું, શરાબનું સેવન, તમાકુનું સેવન કે ધુમ્રપાન કરવાથી શરીરના આ અંગને સૌથી ખરાબ અસર થાય છે.

જો તમારા ડોક્ટર તમને એવું કહે કે ‘તમારું લીવર ફૂલી (Enlarged liver or Hepatomegaly) ગયું છે’ તો તેનો અર્થ એ છે કે, તમારા લીવરમાં સોજો આવી ગયો છે. સામાન્ય રીતે તેની પાછળનું એક કારણ હીપેટાઇટિસ છે. જોકે તેનો ઈલાજ કરવામાં આવી શકે છે, પણ તે પહેલા જાણવું પડે છે કે, સમસ્યા શું છે?હકીકતમાં લીવરમાં સોજાનો ઈલાજ કરવો જરૂરી છે. કારણ કે તમારું લીવર શરીરના ઘણા મોટા કામોમાં ભાગ લે છે. તે તમારા શરીરમાં બનતા હાનિકારક રસાયણોથી છુટકારો અપાવીને તમારા લોહીને સાફ કરે છે. તે પિત્ત નામનું દ્રવ્ય બનાવે છે, જે તમારા ભોજનમાંથી ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. અને તે શર્કરાને પણ સંગ્રહિત કરે છે, જેને ગ્લુકોઝ કહેવામાં આવે છે, જેને તમે ઉર્જાના રૂપમાં લીવરમાંથી પ્રાપ્ત કરો છો. જો તમે લીવરની આ સમસ્યાનો ઇલાજ નથી કરાવતા, તો આગળ જઈને તમારે ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

લીવરમાં સોજાના લક્ષણ :

સામાન્ય રીતે લીવરમાં સોજાના લક્ષણ મોડેથી જોવા મળે છે. જયારે તે ગંભીર થઈ જાય છે તો તમને પેટમાં બેચેની અને પેટ ભરેલું અથવા પેટ ફુલેલું લાગે છે. તેના અમુક લક્ષણ નીચે મુજબ છે.ખૂબ જ પરસેવો થવો તે પણ એક લક્ષણ છે. લીવરમાં વિષાક્ત તત્ત્વો વધી જતાં તમને ખૂબ પરસેવો પણ આવી શકે છે. તમારા શરીર અને શ્વાસમાં દુર્ગંધ પણ આવતી હોઈ શકે છે. તમારા શરીરમાં વધુ માત્રામાં વિષાક્ત તત્ત્વો ભેગા થાય તો આ ત્રણે લક્ષણ ઉપરાંત તમારી જીભ પર સફેદી આવી શકે છે. તમારી જીભ વધુ સફેદ હોઈ શકે છે.

થાકઃ તમને વધુ પડતો થાક લાગતો હોય તો એમ ન સમજતા કે તમારા શરીરમાં નબળાઈ આવી ગઈ છે, પરંતુ આ સંકેત લીવરમાં બધું બરાબર ન હોવાનો પણ હોઈ શકે છે. જ્યારે લીવર પર વધુ ભાર આવી જાય છે ત્યારે તમને થાક લાગે તેવી પૂરી શક્યતા છે. આ પણ એક લક્ષણ છે. આવી સ્થિતિમાં પણ તમારે લીવરને ડિટૉક્સ કરવાની જરૂરિયાત છે.આ ઉપરાંત પાચનની તકલીફ થવી તે પણ એક સંકેત છે. જો તમારું લીવર બરાબર કામ નહીં કરતું હોય તો તમને કબજિયાત, છાતીમાં બળતરા, એસિડિટી અને ઝાડા જેવી સમસ્યાઓ થશે. લીવર ભોજનના પાચનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં જો તમને પાચન સંબંધી કોઈ સમસ્યા નડી રહી હોયતો સમજો કે તમારે તમારા લીવરને વિષાક્ત તત્ત્વોથી મુક્ત કરવાની જરૂરિયાત છે.એક સંકેત ઉલટીનો પણ છે. ઉલટી પણ લીવરમાં વિષાક્ત તત્ત્વો વધુ હોવા તરફ ઈશારો કરે છે. બહુ મોટી માત્રામાં વાયુ, પેટમાં દુઃખાવો વગેરે થતું હોય તો પણ તમે સમજી શકો કે લીવરમાં કંઈક ગરબડ છે.મોટે ભાગે આપણે પીળા રંગની બિમારીને કમળાના નામથી ઓળખીએ છીએ. પણ આ કમળો જ લીવર ખરાબ થવાથી થાય છે. જયારે લીવર નબળું પડી જાય છે ત્યારે શરીરમાં “બીલુરુબીન” નામના પીળા રંગના તત્વની માત્ર વધી જાય છે. આ તત્વ વધવાનું એક કારણ લીવરનું નબળું પડવું પણ છે.

લીવરમાં સોજો છે તે કઈ રીતે જાણવું?

 

લીવરમાં સોજો છે તે જાણવા માટે તમારા ડોક્ટર શારીરિક તપાસ અને અમુક લોહીના ટેસ્ટના માધ્યમની મદદ લે છે અને તેની જાણકારી મેળવે છે. તેના સિવાય અમુક અન્ય રીતો પણ છે.સીટી સ્કેન,એમઆરઆઈ,અલ્ટ્રાસાઉંડ.લીવરમાં સોજાનું કારણ :તમારા ફૂલેલા લીવર કે લીવરમાં સોજાના કારણ નીચે મુજબ છે.મોટાપો,સંક્રમણ,દવાઓ અથવા દારૂ,વિષયુક્ત પદાર્થ,ઓટોઇમ્યુન બીમારી,મેટાબોલિક સિંડ્રોમ (હૃદય રોગ માટે જોખમી વસ્તુઓનો એક સમૂહ જેમાં ઊંચું લોહીનું દબાણ, લોહીમાં શર્કરા અને કોલેસ્ટ્રોલનું સ્તર અને પેટની ચરબી શામેલ છે.)આનુવંશિક વિકાર જે ચરબી, પ્રોટીન અથવા અન્ય પદાર્થોનું નિર્માણ કરે છે.તમે તમારા લીવરના સોજાનો ઈલાજ કરી રીતે કરાવો છો, તે એ વાત પર નિર્ભર કરે છે કે તેનું કારણ શું છે. ઉદાહરણ તરીકે, જો વધારે દારૂ પીવો આ સમસ્યાનો સ્ત્રોત છે, તો તમારે નુકશાનથી બચવા માટે દારૂ પીવાનું બંધ કરવું પડશે. દારૂ છોડવા માટેની સલાહ લેવા પોતાના ડોક્ટર સાથે વાત કરો. જો તમને કોઈ આંતરિક બીમારી છે, તો દવા અથવા અન્ય પ્રકારના ઉપચાર મદદ કરી શકે છે.આ હતા કેટલાક એવા લક્ષણો કે, જેનાથી ખબર પડે કે આપણા લીવરની તંદુરસ્તી થોડી ઓછી થઇ ગઈ છે તેથી આપણે લીવરને તંદુરસ્ત રાખવા માટે ના પ્રયત્નો શરુ કરી દેવા જોઈએ અને ડોક્ટરની સલાહ પણ લઇ લેવી જોઈએ.