જીજાના પ્રેમમાં પડી યુવતી થોડાંક જ સમયમાં બાંધી લીધા અનેકવાર સબંધ અને ત્યારબાદ થયું એવું .. ..

0
1191

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

સવાલ: હું ૪૦ વર્ષની પરિણીતા છું. લગ્નના ૧૦ – ૧૨ વર્ષ સુધી જ્યારે હું માતા ન બની શકી તો મારા જેઠેપોેતાની બે દીકરીમાંંથી એક દીકરી અમને આપી દીધી. તેને અમે ખૂબ લાડપ્રેમથી રાખી. તેના આવ્યાને ૩ વર્ષ પછી મને દીકરો જન્મ્યો. દીકરો નાનો હતો, એટલે તેની બાજુ હું સ્વાભાવિક રીતે વધારે ધ્યાન આપતી હતી, પણ તેને મારી જેઠાણીએ વિપરીત અર્થમાં લીધું. તેમનું માનવું છે કે હું મારું બાળક જન્મ્યા પછી બદલાઈ ગઈ છું. તે સમયગાળામાં તે અમારે ત્યાં જલદી આવવા લાગી અને દીકરી પ્રત્યે વધારે લાડ બતાવવા લાગી. હવે તે તેમની દીકરીને લઈ જવા ઈચ્છે છે. અમે બંને પતિપત્ની તેને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને ઈચ્છીએ છીએ કે તે હંમેશા અમારી સાથે રહે. પણ એવું શક્ય નથી લાગતુ. શું કરીએ?

જવાબ: નાના બાળક પ્રત્યે માતાપિતાએ વધારે ધ્યાન આપવું પડે છે. તે સ્વાભાવિક છે, જેને બીજા લોકો ખોટા અર્થમાં લઈ રહ્યાં છે. તેમની દીકરી પ્રત્યે વધારે આત્મીયતા બતાવવાથી પણ નાનકડી બાળકીનાં મનને ખોટો મેસેજ પહોંચશે, જે તેના નિર્દોેષ મન ઉપર ખોટી અસર કરશે. તેથી જો તેના માતા-પિતા તેને લઈ જવા ઈચ્છતાં હોય તો તમે તેને પાછી લઈ જવા દો. સંબંધમાં કડવાશ ઊભી થાય, તેનાથી સારું તેઓ બાળકીને લઈ જાય. જ્યાં સુધી બાળકી સાથે પ્રેમની વાત છે તે દૂર રહેવાથી પણ ઓછો નહીં થાય. જ્યારે પણ મન થાય તમે તેને મળવા જઈ શકો છો.

સવાલ: મારી ઉંમર ૬૫ વર્ષની છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી વાની બીમારી છે. મારા સાંધા જકડાઈ જાય છે અને શિયાળામાં વધારે જકડાઈ જાય છે. સેક્સ કરવાની ખૂબ જ ઈચ્છા થાય છે. મારી પત્નીને પણ સેક્સની ઈચ્છા થાય છે, પણ સેક્સ કરતી વખતે ખૂબ જ દુખાવો થાય છે. શું મને આર્થાઈટિસ હશે? મારે શું કરવું જોઈએ?

જવાબ: તમારી હિસ્ટરી પરથી અને તમે કહ્યું છે કે તમને સાંધાની તકલીફ છે અને શિયાળામાં વધુ દુખે છે એના પરથી મને આર્થાઈટિસ લાગી રહ્યો છે. આર્થાઈટિસ જુદા-જુદા પ્રકારના હોય છે. જો તમે તમારા ફેમિલી ડૉક્ટર કે રૂમેટોલોજિસ્ટને બતાવશો તો તેઓ તમારો દુખાવો દૂર કરવામાં મદદરૂપ થશે. ઘણા લોકોને આર્થાઈટિસમાં સવારે તો ઘણાને રાત્રે વધુ દુખાવો થતો હોય છે. ઘણા કેસમાં પેઈનકિલર લેવાથી ચારથી છ કલાકમાં રાહત થઈ જાય છે તો ઘણાને ગરમ પાણી કે થેલીનો શેક કરવાથી પણ રાહત લાગે છે. એટલે આ પ્રયોગ કરીને ગોળી લીધા પછી સેક્સ કરવું સલાહભર્યું છે. સેક્સની બાબતમાં તમારી પત્ની પાસેથી થોડા કો-ઓપરેશનની જરૂર છે. જે સમયે તમને ઓછું દર્દ થતું હોય એ સમયે સેક્સ કરવાનું રાખશો તો તમારી સેક્સલાઈફ વધુ આનંદી અને સહ્ય થઈ જશે.

સવાલ: હું ઇન્ટરમીડિએટની વિદ્યાર્થીની છું. ગયા વર્ષે મારા પિત્તાશયનું ઑપરેશન થયું. તે પહેલાં મોટા આંતરડાનું ઑપરેશન થયું હતું. શું આ ઑપરેશનોની મારા દામ્પત્યજીવન પર તો કોઈ અસર નહીં થાય ને? ઑપરેશનને લીધે મારા પેટ પર નિશાન રહી ગયાં છે. ક્યાંક આ કારણસર મારા પતિ મારા પ્રત્યે શંકા તો નહીં કરે?

ઉત્તર : આ ઑપરેશનથી તમારા દામ્પત્યજીવન પર કોઈ અસર નહીં થાય, પણ જો તમારાં કુટુંબીજનો લગ્નસંબંધ વિશે વાત ચલાવે, ત્યારે વર પક્ષથી કંઈ ન છુપાવે તો. પહેલેથી જ પરિસ્થિતિ અંગે ખુલાસો કરી દેવાથી શંકાની સંભાવના જ નહીં રહે.

સવાલ: હું ૨૫ વર્ષની પરિણીતા છું. લગ્નને ૨ મહિના થયા છે. મારા પતિ મને બહુ પ્યાર કરે છે. હું એક અંગત સમસ્યાથી હેરાન છું. સુહાગરાતે સહવાસમાં મને બહુ પીડા થઈ. હજુ પણ હું સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી. મને બહુ પીડા થાય છે. પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે. મારા પતિ મારા કરતાં ૧૦ વર્ષ મોટા છે. શું શારીરિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય?
એક યુવતી (નવગઢ).

જવાબ: સહવાસ, ખાસ કરીને સુહાગરાતે પ્રથમ સહવાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે. થોડાં સમય પછી આ રીતની સ્થિતિ નથી રહેતી. એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા. તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહવાસ સુખદ થશે. પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે. આ કારણે તમે હેરાન થાઓ છો, એ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાંખો.

સવાલ. હું ૪૦ વર્ષની પરિણીતા છું. સંયુક્ત પરિવારમાં રહું છું. દેરાણી નોકરી કરે છે. લગ્નને ૨ વર્ષ થવા આવ્યાં છે છતાં પણ ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતી. ઘરનો બધો આધાર અમો પતિપત્ની પર છે. આમ છતાં સાસુના મોંમાંથી ક્યારેય પ્રશંસાના બે શબ્દો પણ નથી નીકળતા. પતિને કહું છું તો કહે છે કે કોઈ ફેર નથી પડતો. કોઈ પ્રશંસા કરે કે ન કરે તું તારી ફરજ પૂરી કરતી રહે. પતિ પોતાના ઘરનાં સભ્યો વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નથી કરતા. વધારે કશું કહું તો ગુસ્સે થઈ જાય છે. હું શું કરુ.એક સ્ત્રી (ઉમરકોટ).

જવાબ: તમારી દેરાણીએ ઘરપરિવારની જવાબદારી સમજવી જોઈએ. લાગે છે કે કોઈએ તેને ક્યારેય અહેસાસ નથી કરાવ્યો કે ભલે તે નોકરી કરે છે છતાં પણ ઘરની જવાબદારીઓ પણ નિભાવવાની જરૂર છે. હજુ પણ કંઈ નથી બગડયું. તમે મોટાં છો, તેને કહી શકો છો. જો કહેવા છતાં પણ તે કોઈ રીતે ધ્યાન નથી આપતી તો તમે કોઈ નોકર રાખી શકો છો. આથી તમને કામમાં ઘણી રાહત મળશે. પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દાને લઈને પતિ સાથે ન ઝઘડો, નહીં તો કારણ વિના તાણ ઊભી થશે.

સવાલ.હું ૨૫ વરસની પરિણીત યુવતી છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને બે વર્ષની એક પુત્રી પણ છે. મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહવાસ સુખ માણ્યું નથી. અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ. પરંતુ અમને આમા સફળતા મળી નથી. સમસ્યા એ છે કે સહવાસ દરમિયાન  મને ઘણું દર્દ થાય છે. અને મારા પતિનું લિંગ સખત થતું નથી. અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે. અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. એક યુવતી (અમદાવાદ).

જવાબ.તમારે નિરાશ થવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી. ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે. આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે. આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે. તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.

સવાલ.હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (ભાવનગર)

જવાબ.નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે. નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.

સવાલ: હું ૪૨ વર્ષની મહિલા છું. બે યુવાન દીકરીઓ છે. શરૂથી તે ઘણાં વર્ષો સુધી મારું લગ્નજીવન સુખદ રહ્યું, પરંતુ એકાએક મને જાણ થઈ કે પતિને કોઈ છોકરી સાથે સંબંધ છે. શરૂઆતમાં તો હું શરમના કારણે બધું સહન કરતી રહી કે કદાચ તે જાતે જ સુધરી જશે, પરંતુ દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ હોવા છતાં પણ તે પોતાની ખરાબ ટેવ નથી છોડતા. લડીઝઘડીને પણ જોઈ લીધું, પણ કોઈ અસર નથી થઈ. શું કરું, જેથી તે વ્યભિચાર છોડી દે.એક સ્ત્રી (ચેન્નાઇ).

જવાબ: તમે માનો છો કે શરૂઆતનાં વર્ષોમાં તમારું લગ્નજીવન સુખદ હતું એટલે કે તમારો પતિ પૂરી રીતે ઘરપરિવાર પ્રત્યે સમર્પિત હતો. તો પછી એવું શું કારણ બન્યું કે તે તમારી વિરુદ્ધ થઈને બહાર સુખની શોધ કરવા લાગ્યો? ક્યાંક તમારી ઉદાસીનતાના કારણે તો તે બહાર પ્યાર નથી શોધતાને? જો તમે સાચું કારણ જાણીને તેનો ઉપાય કરત, તો તમે તેમને બહાર રખડતાં અટકાવી શકત. હજુ પણ કશું નથી બગડયું. તેમની સાથે ઝઘડો નહીં, તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરો. કોઈ પણ સમયે જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને સમજાવો કે દીકરીઓ લગ્ન કરવા લાયક થઈ રહી છે. આપણે આપણી ખુશીઓ કરતાં વધારે તેમની દરકાર રાખવાની હોય. જો તમારા વ્યભિચારની વાત જાહેર થઈ ગઈ તો દીકરીઓનો સંબંધ નક્કી કરવાનું અઘરું થઈ જશે.

સવાલ; હું ૨૪ વર્ષનો પરિણીત યુવક અને ૧ વર્ષની દીકરીનો પિતા છું. મારો પરિવાર ગામડે રહે છે. મને એક છોકરી પ્યાર કરે છે અને લગ્ન કરવા માટે જિદ્દ કરી રહી છે. તેની જિદ્દના કારણે તેના ઘરનાં સભ્યો પણ હેરાન થાય છે. લગ્ન કરતાં પહેલાં મને પણ તેના તરફ આકર્ષણ હતું પણ તે શ્રીમંત પરિવારની છે અને હું મધ્યમવર્ગના પરિવારનો છું. હવે જોકે હું મારું ઘર વસાવી ચૂક્યો છું પણ તે પાગલ જેવો વ્યવહાર કરી રહી છે. જ્યારે ને ત્યારે ફોન પર મેસેજ કરે છે કે હું તેની સાથે લગ્ન કરી લઉં નહીં તો તે આત્મહત્યા કરી લેશે. મારે શું કરવું જોઈએ.એક યુવક(સિલાઈ).જવાબ:તમે જોકે પરિણીત છો એટલે તમે તે છોકરીના પ્રસ્તાવ પર ધ્યાન ન આપો અને તેનાથી દૂર રહો. તેના ઘરથી દૂર ક્યાંક ઘર લઈ લો. મોબાઈલનો નંબર બદલી નાખો. આપોઆપ જ તેનો નશો ઊતરી જશે.