જીગ્નેશ દાદા ની આ અજાણી વાતો તમે નહીં જાણતા હોય,જાણો ક્યારેય ના સાંભળેલી વાતો….

0
669

આજે કોઈને પૂછવામાં આવે છે કે ગુજરાત ના પ્રખ્યાત કલાકાર કોણ છે એ કહેશે મેં જીગ્નેશ દાદા.આજે જીગ્નેશ દાદા નું ગુજરાત માં ખૂબ મોટું નામ બની ગયું છે.જીગ્નેશ દાદા એક પ્રખ્યાત ગુજરાતી વાર્તાકાર છે.આજે ફક્ત ગુજરાત માં જ નહીં પણ વિદેશ માં પણ એમનું નામ બની ગયું છે.આ જીગ્નેશ દાદા એ આજે આખા ગુજરાત માં ભકિત ના રંગ માં રંગી દીધો છે.આજના નાના કે વડીલ બધા લોકો ને એમના ભજન ખૂબ પ્રિય છે.આજના સમય દરેક વ્યક્તિ ના મોબાઈલ માં જીગ્નેશ દાદા ના સુવિચાર જોવા મળે છે.જીગ્નેશ દાદા ગુજરાત ખૂણે ખૂણે પોતાની કથા દ્વારા લોકોને ભક્તિ નું જ્ઞાન આપે છે.

જણાવી દઈએ કે પ્રખ્યાત જીગ્નેશ દાદા રાધે રાધે નો જન્મ 25 માર્ચ 1986 ના રોજ ગુજરાત ના અમરેલી જિલ્લા ના કારીયાચડ ગામ માં થયો હતો.અને એમના પિતા નું નામ શંકરભાઇ છે.અને એમની માતા નું નામ જયાબેન છે અને એમને એક ધર્મ ની બહેન છે.જીગ્નેશ દાદા નું સાચું નામ જીગ્નેશભાઈ ભાઈશંકરભાઈ ઠાકર છે.અને બાળપણ માં એમની માતા પિતા ની પરિસ્થિતિ પણ ખૂબ નબળી હતી.અને એમને રાજુલા પાસે આવેલ જાફરાબાદ માં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જીગ્નેશ દાદા એરોનોટિકલ એન્જિનિયર કરતા હતા પણ એ બાદ એમને ભણવાનું છોડી ને કથા કરવાનું ચાલુ કર્યું હતું.અને જીગ્નેશ દાદા અમરેલી ની એક કોલેજ માં સંસ્કૃત ના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે.અને એમને સંસ્કૃત નું શિક્ષણ દ્વારકા માં લીધું હતું.તેમનાં ભક્તોના જણાવ્યા મુજબ આ એવા વ્યક્તિ છે એને યુવાનો ને પણ ભજન સાંભળતા કરી દીધા. આ વ્યક્તિ ની ઘણા લોકો એ બદનામી કરવાની કોશિશ કરી હતી પણ એમાં કોઈ સફળ ના થયું.

જણાવી દઈએ કે હાલ જીગ્નેશ દાદા સરથાણા જકાત પાસે વરાછા,સુરત માં રહે છે.અને સુરત માં પણ એમની કથા ના ઘણા પોગ્રામ થાય છે.જણાવી દઈએ કે જીગ્નેશ દાદા એ એમના જીવન ની પહેલી કથા 16 વર્ષ ની ઉંમરે કેરિયાંચાડ એક ગામ માં કરી હતી.અને આજે જીગ્નેશ દાદા એ ઘણી કથાઓ કરી છે.અને લોકો ને ધર્મ નું જ્ઞાન આપ્યું છે.

જીગ્નેશ દાદાના અમુક ભજનો ખુબજ લોકપ્રિય છે જેમાં દ્રારકા નો નાથ મારો રાજા રાણછોડ છે એને મને માયા લગાડી છે.આ ભજન આખા ગુજરાતીઓ જે વિશ્વ ના ખૂણે ખણે રહે તેમનું દિલ જીત્યું.તેમનાં પ્રસિદ્ધ ભજનો:ભાઈ બંધી મા કૃષ્ણ ને સુદામા મળ્યા રે એને ભાઈ બંધ,દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે,તાળી પાડો તો મારા રામ ની રે બીજી તાળી નાં હોય જો,મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જજો રે.

ગુજરાતના હાલ કથા કરવાનું પ્રમાણ વધી ગયું છે ત્યારે સૌ પોતાની યથાશક્તિ પ્રમાણે કથા કરાવે છે. હાલ રાજ્યમાં કથાકારો પણ વધી ગયા છે તેવા સંજોગોમાં હવે અમુક કથાકારો પર લાખો રૂપિયા લઈને કથા બેસાડવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતના જીજ્ઞેશ દાદા પર આ પ્રકારના આક્ષેપ મુકાતા તેઓ રડી પડ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

જીગ્નેશ દાદા ને લગભગ 100 થી વધુ કથાઓ કરી છે તેમજ 150 થી વધુ એવોર્ડ મેળવેલા છે.અને આજે આખા ગુજરાત માં એક પ્રસિદ્ધ કથાકાર ના નામ થી ઓળખાય છે.એમનું નામ ગુજરાત માં નહીં પણ દેશ ના ખૂણે ખૂણે પ્રસિદ્ધ છે.જીગ્નેશ દાદા નો આ સુવિચાર મને ખુબ પ્રિય છે એમને માટે ભાગ્ય થી વધારે કોઈને મળતું નથી.