ખુબજ બોલ્ડ લાગે છે જાવેદ જાફરીની લાડલી તસવીરો જોઈ તેની ફિગરનાં દીવાના થઈ જશો….

0
237

આપણે બધા બાળપણમાં ટી.વી.જોવાના ખૂબ શોખિન હતા .ટીવી પર આવતા દરેક મેજિકલ શો જોતા હતા એવી જ રીતે એક શો જે સોની ટી.વી.પર આવતો ‘બૂગી બૂગી’ ડાન્સ શો જરૂરથી જોયો જ હશે.નાની વયના બાળકો માટેના આ ડાન્સ શોના ઘણા દિવાના હતાં.ટી.વી.આસપાસ ગોઠવાઇ જનારા,શો શરૂ થવાની રાહમાં રહેનારા!ઘણા ડાન્સના શોખીનોના મોઢે ‘બૂગી…બૂગી..’સાંભળેલું પણ છે.ઘણાની ઇચ્છા હતી કાશ પોતે આમાં જઇ શકે.

શો જેટલી જ ફેસમ હતી એની જજ ત્રિપૂટી.જેમાં નાવેદ,જાફરી અને રવિ બહલ જજ તરીકે હતાં.એ પણ તમને યાદ હશે.ત્રણેય આપસમાં ઘણી ધહાચકડી મચાવતા.એમાંયે જાવેદની આપેલી ટીપ્સને તો આજેય ડાન્સરો ફોલો કરે છે અને સફળતા મેળવે છે.જાવેદ ઝાફરીએ ઘણી ફિલ્મોમાં અભિનય પણ કરેલો છે,મુખ્યત્વે કોમેડી રોલમાં.

આજે અહીં જાવેદ ઝાફરી વિશે નહી પણ એની ખુબસુરત દિકરી વિશે વાત કરવાની છે.જેની ખુબસુરતી આગળ હિરોઇનો પણ ટૂંકી પડતી નજર આવે છે.હાલ તો એ ન્યુયોર્કમાં રહે છે પણ સોશિયલ મિડિયા પર અપલોડ થતી એની તસ્વીરોએ ઘણા ફેન્સ બનાવ્યાં છે.

એક્ટર અને ડાન્સર જાવેદ જાફરી હાલ પોતાના ટ્રાન્સફોર્મેશનને લઈ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા તેણે સોશિયલ મીડિયા પર પોતાનો મસ્ક્યુલર ફોટો શેર કર્યો હતો. તેમાં પણ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરવા બાબતે જાવેદ કરતા તેની દીકરી અલાવિયા ત્રણ તસુ ચડે એવી છે. લાઈમલાઈટથી દૂર અલાવિયા ઈન્સ્ટાગ્રામ પર સ્ટાઈલિશ ફોટો પોસ્ટ કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે, અલાવિયાના ઈન્સ્ટાગ્રામ પર એક લાખ કરતા વધુ ફોલોઅર્સ છે નથી.પોતાના ફોલોવર્સ વર્ગ માટે થઇને અલાવિયા જાફરી નિયમિત પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ અપલોડ કરતી જોવા મળે છે.

બોલિવૂડ ફિલ્મોના શાનદાર-દમદાર અભિનેતા,કોમેડીયન અને વોઇસ આર્ટીસ્ટ જાવેદ જાફરીની દિકરી અલાવિયા જાફરી સિરીયલોમાં કે મોટા પડદાં પર ભલે નથી દેખાતી પણ સોશિયલ મિડીયામાં એનો દેખાવ ઘણો જ ધમાકેદાર રહ્યો છે.

મુંબઇમાં મોટી થયેલી અલાવિયાએ ધીરૂભાઇ અંબાણી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. હાલ તે ન્યૂયોર્કમાં છે. અલાવિયા વિશે મોટાભાગના લોકોને જાણ નથી કે તે નિધન પામેલ બોલિવૂડ જગતની વરિષ્ઠ અભિનેત્રી શ્રીદેવીની મોટી દીકરી જ્હાનવી કપૂરની બેસ્ટ ફ્રેન્ડ છે. આ  બન્ને સ્ટાર કિડ્સ અવારનવાર ગપશપ કરતા અને સાથે ફરતા જોવા મળ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર પણ આ બન્નેના અનેક ફોટોઝ છે. અલાવિયાએ શ્રીદેવીની નાની દીકરી ખુશી સાથે અનેક ફોટો શૅર કર્યા છે.

આ પહેલાં અલાવિયા લાઇમ લાઇટથી-પ્રસિધ્ધીથી દૂર રહેતી પણ જાહ્નવીના સંપર્કમાં આવ્યાં બાદ તે ફેમસ થવા લાગી.

અલાવિયા ક્યારે બોલિવૂડમાં પદાપર્ણ કરશે એ તો એને ખબર પણ તેની એક્ટિવીટી બહુ ચર્ચિત છે.એના જણાવ્યાં પ્રમાણે તે રણવીર સિંહ અને જસ્ટિન બેબરની ફેન છે.એમના ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ થયેલી તસ્વીરોમાં તે રણવીરની સાથે હોય એવી તસ્વીર પણ છે.

સોશિયલ મિડીયામાં એના ફેન્સ નેટવર્ક અને ફોટો,ફેશન સેન્સથી તે પ્રસિધ્ધ તો છે જ હવે લાઇમ લાઇટમાં પણ આવી ગયેલ છે.નિયમિત રીતે તે ફોટો રજૂ કરીને પોતાની દિનચર્યા વિશે લોકોને બતાવે છે.૨૬ વર્ષની અલાવિયા તેમના ભાઇઓ મિઝાન અને અબ્બાસને બહુ પ્રેમ કરે છે.

હાલ તો જાવેદ કે અલાવિયા બેમાંથી કોઈએ બોલિવૂડ એન્ટ્રી અંગે સ્પષ્ટ કંઈ જણાવ્યું નથી, પરંતુ આ તસવીરોને જોઈને એવી અટકળો લગાવાઈ રહી છે કે અલાવિયા ટૂંક સમયમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરી શકે છે.