જનરલ રાવતે મધ્ય પ્રદેશ કોંગ્રેસના ક્યા ટોચના નેતાની પુત્રી સાથે કરેલાં લગ્ન ? સસરા રાજવી પરિવારના હતા…

0
144

8 ડિસેમ્બરનાં તમિલનાડુમાં થયેલા Mi-17V5 ચોપર ક્રેશ થતા દેશને ગમગીનીમાં ડુબાડી દીધો છે. બુધવારે બપોરે બનેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં દેશના CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોના દુ:ખદ મોત થયા છે. બિપિન રાવત જ્યારે વિલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં લેક્ચર આપવા જઈ રહ્યા હતા, ત્યારે ચોપર તેના મુકામ પર પહોંચવાના થોડા જ અંતર પહેલા ક્રેશ થયું અને તેમાં સવાર તમામ લોકો આ દુર્ધટનાનો ભોગ બન્યા હતા.

બિપિન રાવતના પત્ની મધુલિકા રાવત આર્મી વાઈફ વેલફેર અસોશિએશનના પ્રમુખ હતા અને સોશિયલ વર્કમાં પણ ઘણા જ એક્ટિવ હતા. જનરલ બિપિન રાવત ભારતીય લશ્કરના વડા રહી ચૂક્યા હતા પણ તેમના અંગત જીવન વિશે બહુ ઓછી માહિતી બહાર આવે છે.ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું સાસરું શહડોલ જિલ્લાના સોહાગપુરમાં છે. રાવતનાં પત્ની મધુલિકા સિંહ રીયાસતદાર કુંવર મૃગેન્દ્ર સિંહનાં વચલાં પુત્રી હતાં અને રાજવી પરિવારમાંથી આવનતાં હતાં. મધુલિકાનું બાળપણ રાજાબાગ નજીક પૈતૃક ઘર સોહાગપુર ગઢીમાં વિત્યું હતું.મધુલિકા રાવત ગ્વાલિયરની સિંધિયા સ્કૂલનાં વિદ્યાર્થિની રહ્યાં છે.

જનરલ રાવત લશ્કરના વડા બન્યા બાદ જનરલ રાવતની સાથે મધુલિકા રાવત 3 વર્ષ પહેલાં જ સિંધિયા સ્કૂલના એક કાર્યક્રમમાં ભાગ લેવા ગ્વાલિયર ગયાં હતાં. તેમણે વધુ અભ્યાસ લખનઉ અને દિલ્હીમાં કર્યો છે. મધુલિકાના લગ્ન જનરલ બિપિન રાવત સાથે 1985માં થયાં હતાં. મધુલિકાના પિતા મૃગેન્દ્ર સિંહ કોંગ્રેસના ટોચના નેતા હતા. સોહાગપુરથી કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારસભ્ય તરીકે ચૂંટાયા હતા. મૃગેન્દ્ર સિંહ 1967 અને 1972માં એણ બે વાર ધારાસભ્ય રહ્યા છે.દિલ્હી યુનિવર્સિટીમાંથી મનોવૈજ્ઞાનિકનો અભ્યાસ કરનારાં મધુલિકા રાવત આર્મી વાઈવ્સ વેલ્ફેર એસોસિયેશન (AWWA)નાં પ્રેસિડેન્ટ હતાં.

મધુલિકા રાવત લશ્કરના જવાનોની પત્ની, બાળકો અને આશ્રિતોને આનંદ મળી રહે એ માટે કામ કરતાં હતાં. સાથે સાથે જવાનોની વિધવાઓના અધિકારો માટે પણ સતત કાર્યરત હતાં.મેરઠ યુનિવર્સિટીમાંથી ડોકટરેટની ડીગ્રી મેળવનાર રાવતનો ઈન્દોર સાથે પણ ગાઢ સંબંધ રહ્યો છે. તેઓ મહુમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. તેમણે ડીફેવ્સ અને મેનેજમેન્ટ વિષયમાં એમ.ફિલ.ની ડીગ્રી ઈન્દોરના દેવી અહિલ્યા યુનિવર્સિટીમાંથી મેળવી હતી.મધુલિકા સિંહના ભાઈ યશવર્ધન સિંહે જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલાં જ તેમણે બનેવી જનરલ રાવત સાથે વાત કરી હતી. આ વાતચીત વખતે જનરલ રાવતે જાન્યુઆરી 2022માં શહડોલ આવવાનો વાયદો કર્યો હતો.

મધુવિકા રાવતે તેમનું પ્રારંભિક શિક્ષણ ગ્વાલિયરની સિંધિયા કન્યા વિદ્યાલયમાં કર્યો અને ત્યાર બાદ દિલ્લી યૂનિવર્સિટીમાંથી તેમણે સાઈકોલોજીનો અભ્યાસ કર્યો.મધુલિકાના લગ્ન બિપિન રાવત સાથે થયા ત્યારે બિપિન રાવત સૈન્યમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા હતા.છત્તીસગઢના મંત્રી ટીએસ સિંધદેવ દ્વારા જણાવવામાં આવ્યું કે મધુલિકા રાવત તેમના પરિવારના ખૂબ નજીક હતા અને તેમને મળવા ઘણી વખત ભોપાલ પણ આવતા હતા. તેમણે પોતાની ટ્વિટમાં જણાવ્યું કે મધુલિકાજી પરિવારના ખૂબ જ નજીક હતા. તે સુહાગપુરના સ્વ. શ્રી મૃગેન્દ્ર સિંહના પુત્રી હતા અને ઘણી વખત અમને મળવા ભોપાલ આવતા હતા.

તેમના પરિવારો માટે હું ખૂબ દુખ અનુભવું છું. આ દુખદ ઘટનાનો સામનો કરવાની ભગવાન તેમને શક્તિ આપે.આર્મી વાઈફ વેલફેર અસોસિયેશનના પ્રમુખ હોવા સિવાય પણ આર્મી ઓફિસરોની વિધવાઓ માટેના કેટલાક મહત્વના વેલફેર પ્રોગ્રામમાં પણ તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી.મધુલિકા રાવતના ભાઈ યશવર્ધન સિંહ દ્વારા કહેવામાં આવ્યું કે, તે બિપિન રાવતને અંતિમ વખત દશેરાના દિવસે દિલ્લીમાં મળ્યા હતા. આ વખતે બિપિન રાવતે તેમને વાયદો પણ આપ્યો હતો કે તે મધુલિકાના પૈતૃક ગામ શાહદોલમાં પણ આવશે અને ત્યાં એક સૈનિક શાળા ખોલાવવાનો પણ વિચાર કરશે.