આપણાં કરતાં અને સમગ્ર દુનિયા કરતાં ઘણું આગળ જીવી રહ્યું છે જાપાન, કરી નાખ્યા છે એવા આવિષ્કારો કે તસવીરો જોઈ તમે પણ અચક પામી જશો……

0
514

મિત્રો આવા કામ આપણે જાપાનથી શીખવા જોઈએ.કેટલીક એવી વસ્તુઓ છે જે ખાલી જાપનમાં જ જોવા મળે છે.જાપાનમાં કોઈ પણ સ્કૂલ ,કોલેજ કે શિક્ષણની જગાએ સફાઈ કર્મચારી નથી હોતા.જાપાનમાં સ્ટુડન્ટ નેજ સફાઈ કરવી પડે છે.જાપાનના ટ્રાફિક રુલ ખૂબ કડક હોય છે.કે જો તમે સાઇકલ પણ ખોટી રીતે પાર્ક કરો છો તો તમને ચલાન મળી શકે છે.ચોરી જેવું કંઈ જાપનમાં છે જ નઈ લોકો વિચારે છે કે જાપાન માં એમનું કઈ ચોરી થઈ શકે છે એટલા માટે અહીંના સ્ટોરમાં મૉટે ભાગે માલિક હોતા પણ નથી.આ ખાલી વેન્ડીગ મશીનથી જ થઈ જાય છે.આ ખાલી જાપાન માંજ બની શકે છે,અપને ત્યાં તો બિલકુલ નઈ,જાપાનમાં કેટલાક મેટ્રો સ્ટેશન પર ઓફિસ ટાઈમ એવો નજારો હોય છે કે તમે જોઈને હેરાન થઈ જશો.પણ આ જાપનીઓ માટે આમ છે.

આમાં જાપનમાં ટ્રેન સ્ટાફ તેમને ધક્કો મારીને ટ્રેનની અંદર મોકલી દે છે,જેને ટ્રેન પુસર કહે છે.અને એના માટે તેમને મોટો પગાર પણ આપવામાં આવે છે.જાપાનમાં દરેક સ્પીડ પર ચાલવા વાળા માટે અલગ અલગ રસ્તાઓ હોય છે.ઝડપી ચાલવા વાળા માટે અલગ લાઈન અને ધીમે ચાલવા વાળા માટે અલગ લાઈન,વાહ ટ્રાફિકની સુ વાત છે.ભાઈ અપને ત્યાં આવું બની શકે કોઈ દિવસ નહીં,જાપાનમાં લોકો સફાઈ માટે એટલા આગળ છે કે દરવાજા પર ધક્કા મુક્કી નથી કરતા ,એટલા માટે જ અહીંની ગાડીઓના દરવાજા પણ ઓટોમેટિક હોય છે.અહીં આગળ જાતે કસું અડવું જ નથી પડતું,અહીંના સફાઈ કર્મચારીને પણ વધારે મેહનત કરવી પડતી નથી.નાના ટુકડા વીણીને તે લોકો સફાઈ કરી દે છે.કેમકે અહીંના લોકો રસ્તા પર કચરો નાખતા નથી.

ન‘નીલ શું કરે છે? જરા અહીં આવ, આ બે શબ્દનો અર્થ શું થાય છે તે કહે જોઉં. ગૂગલ ખોલવા કરતાં આવા તૈયાર ઉત્તરો મેળવવાનું મને વધુ આસાન લાગે છે. “અરે થોભ ને! હું રેસ્ટોરન્ટનુ બુકિંગ કરી રહ્યો છું. ‘ખાવા માટે જ આપણો જન્મ થયો છે’ એ ચળવળનો જનક નીલ દર રવિવારે એક નવી રેસ્ટોરન્ટમાં અમને લઈ જતો હોય છે. બાળકો સાથે મોબાઈલ-ફ્રી સંવાદ કરવા માટે આ મસ્ત સમય હોય છે એ ખરૂં છે. અર્થાત, આ સંવાદ જરા વધુ મોંઘો પડે છે એવી કુરકુર મારો સ્ત્રીસહજ સ્વભાવ સુધીર અને સુનિલા પાસે વ્યક્ત કરીને જ રહી. મેં નીલને કહ્યું, “અરે, કાલે જ આપણે બહાર જમ્યાં હતાં,

આજે સોમવાર છે, આગામી રવિવાર આવવા માટે હજુ છ દિવસ વાર છે. તેણે કહ્યું, “હું રવિવારની રેસ્ટોરન્ટનુ નહીં, પરંતુ ડિસેમ્બરમાં મારા ટોકિયો પ્રવાસની રેસ્ટોરન્ટમાં લંચનું બુકિંગ કરી રહ્યો છું. અરે બાપ રે! હું તો છક થઈ ગઈ. હમણાં સુધી પ્રવાસમાં દુનિયાભરનાં ઘણાં બધાં ભોજનનો મોટે ભાગે શાકાહારી આસ્વાદ લીધો હતો, પરંતુ બે-પાંચ દિવસ અગાઉથી બુકિંગ કરવાની પાર મારી મજલ પહોંચી નહોતી. પાંચ મહિના અગાઉ રેસ્ટોરન્ટનુ બુકિંગ કરવાનો વિચાર પણ મને ક્યારેય આવ્યો નહોતો. એટલે કે, સહેલગાહમાં એરલાઈન્સ, હોટેલ્સ રેસ્ટોરન્ટનુ બુકિંગ અમે એક-એક વર્ષ અગાઉથી કરીએ છીએ, પરંતુ જાપાની ફૂડ પર પ્રેમ કરનારા નીલનું મારી માતૃસહજ મમતાને કુતૂહલ લાગ્યું. આવું ઈન એડવાન્સ પ્લાનિંગ કરનારા નીલ પાસેથી જાપાની ફૂડ અને જાપાની રેસ્ટોરન્ટની એટલી બધી માહિતી મળી કે મેં તેને કહ્યું, અરે..

“આપણી બધી સેલ્સ ટીમને તારે આ ટ્રેનિંગ આપવી જોઈએ, એટલે તારા જેવા ફૂડ લવર પર્યટકો જ્યારે જાપાનમાં જશે ત્યારે તેમને પણ આ રીતે જાપાની રેસ્ટોરન્ટની માહિતી આપી શકાશે. જાપાનમાં અમુક રેસ્ટોરન્ટ 2020 સુધી બુક્ક છે અને જાપાની માણસોનો સ્વભાવ અને સુવિધા અનુસાર આ રીતે કરેલા એડવાન્સ બુકિંગ રદ કરવાનું એટિકેટમાં બેસતું નથી. શબ્દ આપ્યો એટલે આપ્યો. ઉપરાંત આશ્ચર્યની વાત એ છે કે કોઈકનો રેફરન્સ આપ્યા વિના અથવા તમે તે રેસ્ટોરન્ટના જૂના મેમ્બર નહીં હોય તો તમને રેસ્ટોરન્ટ બુકિંગ મળી નહીં શકે. ખરેખર આ તો નવાઈની જ વાત છે! તો ફૂડ લવર પર્યટકો, નીલ સાથે સંપર્કમાં રહેવામાં વાંધો નથી. ક્ષયશહદયયક્ષફૂજ્ઞહિમ.ભજ્ઞળ પર તે મળી શકશે.

લગભગ 700 આઈલેન્ડ્સનો, બસ્સો જ્વાળામુખીનો, દર વર્ષે થનારા 1500 ભૂકંપનો, ભારત રશિયા અમેરિકા ચાયના વગેરેની તુલનામાં આકારમાં નાનો જાપાન ઇંગલિશ ભાષાનો અંકિત નહીં બનતાં સ્વત્વ જાળવીને, પોતાની ભાષાનું જતન કરીને મોટો થયો છે. ઈમિગ્રન્ટ્સ નહીં ધરાવતા લગભગ 99 ટકા જાપાની લોકોનો દેશ પોતાની મહેનત પર અમેરિકા અને ચાયના પછી દુનિયામાં તૃતીય ક્રમની આર્થિક મહાસત્તા બન્યો છે. આ દેશ પાસેથી ઘણું બધું આપણે શીખવા જેવું છે. “સાઈઝ ડઝન્ટ મેટર એ બતાવી આપનારો જાપાન સતત ભૂકંપ પર, સુનામી પર, હિરોશિમા-નાગાસાકીના અણુસંહાર પર માત કરીને દુનિયાને સંદેશ આપતો રહ્યો, ‘ગમે તેટલું સંકટ આવે તો પણ અમે સતત નવેસરથી ઊભા રહીશું, વધુ જોમથી કામ કરીશું! મન:પૂર્વક કહેવાનું મન થાય છે, આઈ લવ યુ જાપાન!

જાપાન અન્ય દેશો કરતાં બહુ અલગ છે તે ટોકિયોના નરિતા એરપોર્ટ પર ઊતરીએ ત્યારથી જ આપણા ધ્યાનમાં આવે છે. અહીં આપણો નિભાવ કઈ રીતે થશે એવી ચિંતા તરત મનને સ્પર્શી જાય છે. જોકે ફિકર કરવાનું કોઈ કારણ નથી. વીણા વર્લ્ડ ટુર મેનેજર તમારી સંગાથે રહેશે, જેણે અનેક વાર જાપાનની સફર કરી છે. તેના સંગાથે સદા નમીને નમ્રતાથી સેવા આપનારો અમારો ત્યાંનો લોકલ ગાઈડ પણ તમારી સંગાથે રહેશે. હવે આ છ દિવસની સહેલગાહના કાર્યક્રમમાં શું છે તે આપણે જાણી લઈએ.

મુંબઈ-ટોકિયો-ઓસાકા-મુંબઈ વિમાનપ્રવાસ લઈએ છીએ. હિરોશિમાની જાપાનીઝ બુલેટ ટ્રેનનો પ્રવાસ પણ આપણે આ સહેલગાહમાં સમાવિષ્ટ કર્યો છે. ટોકિયોમાં આશિકાગા ફ્લાવર પાર્ક, ટોકિયો ટાવર, પેલેટ ટાઉન, મેગા વેબ, વિનસ ફોર્ટ, રેઈનબો બ્રિજ સાથે આપણે આસાકુસા ટેમ્પલ, ઈમ્પીરિયલ પેલેસ ફોટો સ્ટોપ, શિંજુકુ ગાર્ડન, સ્કાય ટ્રી, નાકામિશી શોપિંગ આર્કેડ જોઈએ છીએ. ટોકિયોથી હિરોશિમા જતી વખતે માઉન્ટ ફુજીનો સુંદર વ્યુ આપણને ફિફ્થ સ્ટેશન પરથી દેખાય છે. ત્યાં લેક હકોને અને લેક આશી પણ આપણે જોઈએ છીએ. હિરોશિમાનો બોમ્બ ડોમ, સડાકો મોન્યુમેન્ટ, મેમોરિયલ સેનોટાફ, હિરોશિમા પીસ પાર્ક, હિસ્ટ્રી મ્યુઝિયમ એ બધું જોતી વખતે મન પ્રફુલ્લિત થાય છે.

આ જ આપણી સહેલગાહનો ક્લાયમેક્સ હોય છે. ઓસાકા એક વધુ મોટું શહેર છે. ત્યાં આપણે નારા ડિયર પાર્ક, તોડાઈજી ટેમ્પલ, ગોલ્ડન પેવિલિયન સાઈટ, કિયોમિઝુ ટેમ્પલ અને નિજો કેસલ ફોટો સ્ટોપ એન્જોય કરીએ છે. જતાં જતાં ઓસાકા કેસલનું દૂર દર્શન લેવાનું પણ આપણે ચૂકતાં નથી. આવી જ જાપાનની અલગ વિશ્વની સહેલગાહ ટૂંકમાં અહીં આપી છે. કાયમ મુજબ એરફેર, એરપોર્ટ ટેક્સ, વિઝા, હોટેલ મુકામ, ટ્રાન્સપોર્ટ, ભોજન અને હા તમને જાપાનમાં પણ ઈન્ડિયન ભોજન આપીશું.