જાણો વિમાન ઉડે ત્યારે 1 લીટર બળતણ માં કેટલી માઈલેજ આપે છે,જાણો આ રસપ્રદ માહિતી….

0
212

લોકો સામાન્ય રીતે બસ અથવા ટ્રેનમા મુસાફરી કરે છે. લોકો પાસે ટુ-વ્હીલર અથવા ફોર-વ્હીલર પણ હોય છે. આવી સ્થિતિમા લોકો તમને નિશ્ચિતપણે પૂછશે કે તમારી કાર કેટલી માઇલેજ આપે છે. તે જ સમયે લોકોના મનમા એક ઇચ્છા હોય છે કે તેઓ વિમાનમા એક વાર બેસે. તે જ સમયે ઘણા લોકો ઘણી વખત વિમાનમા બેઠા હોય છે. આવી સ્થિતિમા આ લોકો વિમાન વિશે ઘણી વસ્તુઓ જાણતા હોય છે. પરંતુ શું આ લોકો જાણે છે કે વિમાન એક લિટર ઇંધણમા કેટલી માઇલેજ આપે છે? ચાલો અમે તમને આ સવાલનો જવાબ જણાવીએ.આજે ઘણા લોકો એક દેશમાંથી બીજા દેશમાં કે પછી એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં જવા માટે વિમાનનો ઉપયોગ કરે છે. વિમાનમાં સફળ કરવું હવે સામાન્ય બની ગયું છે. કોઈ સામાન્ય વ્યક્તિ પણ થોડો ઘણો ખર્ચો કરીને વિમાન યાત્રા કરી શકે છે. ઘણા લોકોએ પ્લેન ની અંદર એક કરતાં વધારે વખત ટ્રાવેલિંગ કર્યું હશે.

સામાન્ય ટ્રેનો કરતા વિમાન કદમા ઘણા મોટા હોય છે. આવી સ્થિતિમા આવા વાહનો કરતા વિમાનમા વધુ ઇંધણ વપરાય છે. મીડિયા અહેવાલો અનુસાર વિમાન પ્રતિ સેકંડમા લગભગ ૪ લિટર બળતણ ખર્ચ કરે છે. બોઇંગ ૭૪૭ વિમાન એક મિનિટની યાત્રામા ૨૪૦ લિટર બળતણ ખર્ચ કરે છે.આ વિમાનની વેબસાઇટના આંકડા દર્શાવે છે કે જો કોઈ બોઇંગ ૭૪૭ વિમાન ૧૦ કલાક માટે ઉડાન કરે છે તો તે આ સમય દરમિયાન તે ૩૬ હજાર ગેલન એટલે કે ૧ લાખ ૫૦ હજાર લિટર બળતણ વાપરે છે. તે જ સમયે આ વિમાનમા પ્રતિ માઇલ એટલે કે ૧૨ લિટર પ્રતિ કિલોમીટર આશરે ૫ ગેનલો ખર્ચવામા આવે છે.

બોઇંગ ૭૪૭ એક કિલોમીટરમા ૧૨ લિટર બળતણ ખર્ચ કરે છે. સમજી શકાય છે કે આ વિમાન ૫૦૦ મુસાફરોને ૧૨ લિટર બળતમા ૧ કિલોમીટરની મુસાફરી કરાવે છે. આ વિમાન ૧૦૦ કિ.મી.ની મુસાફરી દરમિયાન ૭૪૭ વ્યક્તિ દીઠ માત્ર ૨.૪ લિટર બળતણ ખર્ચ કરે છે. બોઇંગ વિમાનમા ૪ એન્જીન હોય છે. તે પેસેન્જર, ફ્રાઇટર અને અન્ય સંસ્કરણોમા પણ ઉપલબ્ધ છે. આ વિમાનનું કદ એકદમ મોટુ હોય છે. આ વિમાન પ્રથમ મોટા કદનુ વિમાન હતુ.

જાણીએ વિમાન વિશે થોડી વધુ માહિતી..

વિમાનના શોધક:રાઈટ બંધુઓ, ઓરવીલ, જન્મ 19 ઓગસ્ટ 1871, અવસાન 30 જાન્યુઆરી 1948 અને વિલબર, જન્મ 16 એપ્રિલ 1867, અવસાન 30 મે 1912. આ બે અમેરિકન ભાઈઓ છે જેમને સામાન્યપણે વિશ્વના પ્રથમ સફળ વિમાનના શોધક અને સર્જક તરીકે ઓળખવામાં આવે છે અને તેમણે 17 ડિસેમ્બર, 1903 ના રોજ વિશ્વની પ્રથમ માનવીય ઉડાન ભરી જેમાં તેમણે હવાથી વધુ વજનદાર વિમાનનું નિયંત્રિત રીતે નિર્ધારિત સમય સુધી સંચાલન કર્યું હતું.

ફ્લાઈંગ મશીન:

બે વર્ષ બાદ આ ભાઈઓએ પ્રથમ જડિત પાંખો યુક્ત વિમાનના રૂપમાં તેમનું ફ્લાઈંગ મશીન બનાવ્યું હતું. રાઈટ બંધુઓ પ્રાયોગિક વિમાન બનાવનાર અને ઉડાડનાર પ્રથમ વ્યક્તિઓ ન હોવા છતા, જડિત પાંખો યુક્ત વિમાનને નિયંત્રણમાં રાખવાની પદ્ધતિઓ સૌપ્રથમ વખત તેમણે શોધી હતી જેના કારણે ઉડાન શક્ય બની શકી. આ ભાઈઓની પ્રથમ સિદ્ધિ ત્રિ-અક્ષીય નિયંત્રણને ગણી શકાય, જેના કારણે પાઈલટ અસરકારક રીતે વિમાનનું સુકાન સંભાળી શકતો થયો અને તેની સમતુલા જાળવી શકે છે.

સમસ્યાઓનો ઉકેલ:

આ પદ્ધતિ એક માપદંડ બની ગઈ અને ત્યાર બાદ તમામ જડિત પાંખોના વિમાનમાં તેનો જ માપ દંડ તરીકે ઉપયોગ થવા લાગ્યો. રાઈટ બંધુઓએ એરોનોટિકલ (વિમાન વિદ્યાને લગતી) કામગીરીમાં અન્ય લોકોએ પરીક્ષણો કર્યા તેમનાથી વધુ શક્તિશાળી એન્જિન બનાવાના બદલે, શરૂઆતથી જ ઉડાનની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટેના રહસ્યોને ઉકેલવા પર જ ધ્યાન આપ્યું હતું. તેમના કાળજીપૂર્વકના વિન્ડ ટનલ (વાયુ સુરંગ) પરીક્ષણોના કારણે અગાઉ મળેલા એરોનોટિકલ ડેટા કરતા વધુ બહેતર પરિણામો મળ્યા હતા, જેના કારણે તેઓ વધુ અસરકારક પાંખો અને પંખા બનાવી શક્યા હતા.

પ્રિન્ટિંગ પ્રેસ

તેમની યુએસ પેટન્ટ 821,393 એરોડાયનેમિક નિયંત્રણના તંત્રના આવિષ્કારનો દાવો કરે છે જે ફ્લાઈંગ મશીનની સપાટીઓને ચાલવે છે. રાઈટ બંધુઓએ તેમની સફળતા માટે જરૂરી એવી યાંત્રિક કુશળતા વર્ષો સુધી તેમના પ્રિન્ટિંગ પ્રેસની દુકાનમાં, સાઈકલ, મોટર અને અન્ય મશીનો સાથે કરેલી કામગીરીમાંથી મેળવી હતી.

પ્રથમ સંચાલિત ઉડાન

સાઈકલની દુકાનમાં તેમણે કામ કર્યું ત્યારે તેમને એવો વિશ્વાસ જાગ્યો કે જો યોગ્ય રીતે અભ્યાસ કરવામાં આવે તો ફ્લાઈંગ મશીન જેવા અસ્થિર મશીનને નિયંત્રિત અને સમતુલિત કરી શકાય છે. 1900 ના સમયથી 1903 માં તેમણે પ્રથમ સંચાલિત ઉડાન ભરી ત્યાં સુધીમાં, તેમણે સંખ્યાબંધ ગ્લાઈડર પરીક્ષણો કર્યા હતા જેના કારણે તેમનું પાઈલટ તરીકેનું કૌશલ્ય સારી રીતે વિકસી શક્યુ હતું.તેમની સાઈકલની દુકાનના કર્મચારી ચાર્લી ટેલર તેમની ટુકડીમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ બની ગયો હતો અને તેણે આ ભાઈઓની સાથે રહીને તેમના પ્રથમ વિમાનનું એન્જિન બનાવ્યું હતું. વિમાનના સંશોધક તરીકે રાઈટ બંધુઓનો દરજ્જો વિવિધ લોકો દ્વારા થતા પ્રતિદાવાઓનો વિષય રહ્યો છે. મોટાભાગના વિવાદો અગાઉ ઉડાન ભરનારા લોકોના પ્રતિસ્પર્ધી દાવાઓ મામલે જાગ્યા હતા.