જાણો ઉદયપુરને કેમ કહેવામાં આવે છે સફેદ શહેર,જાણો શુ છે એના પાછળ નો ઇતિહાસ….

0
213

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.ઉદેપુર અથવા ઉદયપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. ઉદયપુરમાં ઉદયપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ઉદયપુરને ઉદેપુરથી પણ ઓળખવામાં આવે છે.ઉદયપુર નગરનું સૌંદર્ય જોવાલાયક હોવાને કારણે અહીં સહેલાણીઓની ભીડ લગભગ આખા વર્ષ દરમિયાન જોવા મળે છે.

આ ઉપરાંત અહીંના મહેલો, તળાવો અને અન્ય રાજવી સ્થાપત્યો તેમ જ રાજસ્થાની સંસ્કૃતિને લગતી વસ્તુઓનું બજાર પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ જમાવે છે.તે પિંક સિટી હોય કે પૂર્વનું વેનિસ, દરેક શહેર તેના રંગ, ઇતિહાસ અને વિશેષતાને કારણે અલગ નામ ધરાવે છે. ભારતમાં ઘણા એવા શહેરો છે જેમની ઓળખ ફક્ત તેમનું નામ જ નથી, પરંતુ તેમનું કાર્ય અને ઇતિહાસ પણ છે. જયપુર જે પિંક સિટી તરીકે ઓળખાય છે, પણ કેમ? આ વાત બહુ ઓછા લોકો જાણે છે.

જાણો ભારતના કેટલાક આવા પ્રખ્યાત શહેરો અને તેમના અલગ અલગ નામ વિશે.ભારતના મોટામાં મોટા રાજ્ય રાજસ્થાન એટલે કે રાજા રજવાડાઓના સ્થાનમાં તેના નામ પ્રમાણે  રજવાડી સ્થાપત્ય, કળા અને સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. મૂળ રણવિસ્તાર હોવા છતાં યોગ્ય મોસમ લઈએ તો તેની ભૂગોળનું વૈવિધ્ય પણ માણવાલાયક છે.રજવાડાઓના વિલીનીકરણ પછી મોટાભાગની મહેલાતો પ્રવાસીઓ માટે ખુલ્લી મુકીને પર્યટનના વિકાસ દ્વારા હુંડીયામણ  રળવાનો  ઉપાય આબાદ કામ કરે છે.

પાછું, રજવાડી લોહીના આધિપત્યવાળું હોવાના કારણે તેનો ઈતિહાસ પણ પરાક્રમોના પાનાથી ભરેલો છે.રાજસ્થાન વિશાળ અને સૂક્ષ્મથી વિરાટ વિવિધતા ધરાવતું હોવાને કારણે એકસાથે તેને નિહાળી લેવું તેમજ એક જ બ્લોગમાં તેના વિષે સમાવી લેવું ન્યાયી બનશે નહી. તેથી, રાજસ્થાનની દક્ષીણે આવેલ રૂપકડા ઉદયપુર અને તેની આસપાસના સ્થળો વિષે આજે જાણીશું.રાજા ઉદયસિંહે વસાવેલ શહેર એટલે કે ઉદયપુર ઐતિહાસિક એવા મેવાડ રજવાડાની રાજધાની રહી ચૂકી છે.

સિસોદિયા વંશના રાજા ઉદયસિંહ બીજાએ સને ૧૫૫૮માં આ શહેર વસાવ્યું, કારણકે ચિતોડગઢ તત્કાલીન મુગલ સમ્રાટ અકબરના કબજામાં આવ્યું હતું.પિંક સિટી, જયપુર,ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે અને જયપુર આ રાજ્યની રાજધાની છે. શહેરનો પાયો મહારાજા સવાઈ જયસિંઘ દ્વિતીયે 1727માં નાખ્યો હતો અને આ શહેરનું નામ તેમના નામે પડ્યું હતું. વેલ્સનો પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડ 1876 માં જયપુર આવ્યો હતો અને મહારાજા રામસિંહ એ આખું શહેર ગુલાબી રંગમાં રંગાવ્યુ હતું.

ત્યારથી, આ શહેર પિંક સિટી તરીકે ઓળખાય છે અને આજે પણ ઘણી પ્રાચીન ઇમારતો આ રંગમાં રંગીન જોવા મળે છે.ગોલ્ડન સિટી,સ્વર્ણિમ શહેર જેસલમેર,રાજસ્થાનના થાર રણમાં સ્થિત જેસલમેર શહેર, તેના રણ સફારી અને ભવ્ય કિલ્લા માટે પ્રખ્યાત છે. આ કિલ્લો પીળો રેતીનો પત્થરથી બનેલો છે અને જ્યારે આ કિલ્લા પર સાંજની લાઈટ પડે છે, ત્યારે તે સુવર્ણ આભાથી છવાઇ જાય છે. આ કારણોસર, તેને સોનાનો કિલ્લો પણ કહેવામાં આવે છે.

વળી, અહીંની અન્ય પ્રાચીન ઇમારતો પણ આ પીળા રેતીના પત્થરથી બનાવવામાં આવી છે. આથી તેને ગોલ્ડન સિટી તરીકે ઓળખવામાં આવ્યો છે. ઉપરાંત, પ્રસિદ્ધ સુવર્ણ મંદિરને કારણે અમૃતસરને ગોલ્ડન સિટી કહેવામાં આવે છે.રાજા ઉદયસિંહે વસાવેલ શહેર એટલે કે ઉદયપુર ઐતિહાસિક એવા મેવાડ રજવાડાની રાજધાની રહી ચૂકી છે. સિસોદિયા વંશના રાજા ઉદયસિંહ બીજાએ સને ૧૫૫૮માં આ શહેર વસાવ્યું, કારણકે ચિતોડગઢ તત્કાલીન મુગલ સમ્રાટ અકબરના કબજામાં આવ્યું હતું.

રાજસ્થાનના પ્રમુખ શહેરોને રંગોના નામ સાથે પણ જોડવામાં આવે છે જે પૈકી ઉદયપુર સફેદ શહેર કે વ્હાઈટ સીટી તરીકે પ્રખ્યાત છે. આમ સીધી નજરે જોઈએ તો શહેરની મોટાભાગની ઈમારતો સફેદ હોવાને કારણે આવું નામ અપાયું હશે તેમ લાગે પણ સજ્જ્નગઢ ઝૂની મુલાકાત વખતે ત્યાના પોલો કાર્ટ ચાલકે જણાવેલ કથા અનુસાર ઉદયપુર બેદાગ રહ્યું હોવાને કારણે તેને આવું નામ અપાયું છે.વ્હાઇટ સિટી, ઉદયપુર,ઉદયપુરની સ્થાપના 1559માં મહારાણા પ્રતાપના પિતા મહારાણા ઉદયસિંહે કરી હતી.

ઘણા સુંદર સરોવરોને લીધે, તેને પૂર્વનું વેનિસ પણ કહેવામાં આવે છે અને દર વર્ષે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અહીં સંગેમરમના કારણે આ શહેરને સફેદ શહેર તરીકે ઓળખવામાં આવ્યું છે.સિલ્વર સિટી,કટક,ઓરિસ્સામાં સ્થિત આ પ્રાચીન શહેર મહાનદી અને તેની સહાયક કાથજુલીના સંગમ પર આવેલું છે. તે મધ્યયુગીન યુગમાં ઓરિસ્સા રાજ્યની રાજધાની હતી. મોગલ ફીલીગ્રી આર્ટથી બનાવેલ સિલ્વર, હાથીદાંત અને પિત્તળના આભૂષણ એ શહેરનો વારસો છે.

આ ઝવેરાત તેમની આકર્ષક ડિઝાઇન માટે પ્રખ્યાત છે. તેથી, તેને સિલ્વર શહેરનું રૂપક માનવામાં આવે છે.કહેવાય છે કે ઉદયપુરની સ્થાપના પછી ક્યારેય તે વિધિવત રીતે ‘સરન્ડર’ થયું નથી, માટે તેના પર પરાજયનો દાગ લાગેલ નથી. અરવલ્લીની ગિરિમાળાની ટેકરીઓ વચ્ચે વસેલું અને અદ્ભુત સિંચાઈ વ્યવસ્થાના ભાગરૂપ પ્રમુખ પાંચ તેમજ અન્ય નાના મોટા તળાવો બનાવવામાં આવેલ જે હાલે ઉદયપુરનો નજરો મોહક બનાવે છે.

પહાડો અને ઝીલો સાથે સુંદર મહેલાતો ધરાવતું આ શહેર ભારતના સહુથી રોમેન્ટિક ડેસ્ટીનેશન પૈકીનું એક માનવામાં આવે છે. ઉદયપુરના પ્રખ્યાત પર્યટક સ્થાનો વિષે ગુગલ પર બધી જ માહિતી મળી રહેશે પરંતુ પ્રવાસી તરીકેનો પ્રમાણિક અનુભવ નીચે ટૂંકમાં વર્ણવ્યો છે. સીટી પેલેસ,રાજસ્થાની અને મુગલ છાંટનું ફ્યુઝન ધરાવતું સીટી પેલેસનું બાંધકામ ૧૫૫૩માં શરુ કરવામાં આવ્યું અને છેક ૪૦૦ વર્ષ બાદ તેનું નિર્માણ પૂર્ણ થયું. અતિ વિશાળ એવા આ મહેલને ફક્ત એક નજરે નિહાળવો હોય તો પણ ગાઈડ રાખીને ત્રણથી ચાર કલાકનો સમય ફાળવવો પડે.

અદ્ભુત અને વિભિન્ન પ્રકારની કોતરણી, ચિત્રકળા, મિરર વર્ક, ઝાડી કામ વિગેરેને કારણે દરેક ઓરડાનો એક મૂડ મેઈન્ટેઇન કરવામાં આવ્યો છે. અદ્દલ રાજસ્થાની બાંધકામના ઝરૂખાઓને કારણે મહેલ અતિ સુશોભિત લાગે છે, સાથો સાથ ખુબ હવા ઉજાસ પણ રહે છે.  આ ઝરૂખાઓમાંથી એક તરફ દેખાતું પીચોલા તળાવ અને બીજી તરફ મહેલના અન્ય સ્થાપત્યો તેમજ બગીચાઓનો નઝારો ખરેખર મોહક છે.ઝરૂખાઓ જો કે એ સમયની સંસ્કૃતિમાં સ્ત્રીઓ પર રહેલા હજારો બંધનોની બારી સમાન ગણી શકાય.

મોટેભાગે તે સમયે સ્ત્રીઓને કોઈપણ જાહેર જગ્યાઓ કે મેળાવાઓમાં જવાની અનુમતી ન હતી અને આવા બંધનોને ખુબ કડકાઈથી નિભાવવાના રહેતા અને તેથી સ્ત્રીઓના મનોરંજન માટે ઝરૂખાઓથી લઈને સહેલીઓ કી બાડી જેવા ઉદ્યાન સુધીની અલગ જ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ. આ સ્થાપત્યો જરૂર અદ્ભુત રીતે સુંદર છે પણ એના મૂળમાં જે બંધનો રહેલા તેની જડતા અમાનવીય દુષણ એવા સતીપ્રથા અને બાળકીઓને દૂધપીતી કરવાના રીવાજની હદ સુધીના હતા એ વાતનું સ્મરણ કરાવે છે.

ફરી મહેલમાં પાછા ફરીએ તો, મહેલમાં રાજાશાહી ફર્નીચર અને ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ મુકેલું છે. સમગ્ર મહેલમાંથી ખુલ્લી છત વાળો એક કક્ષ કે જેમાં સુંદર મયૂરો કોતરવામાં આવેલા છે અને રંગબેરંગી આભલાથી શણગારવામાં આવેલા છે તેની સુંદરતા અમને સહુથી વધુ સ્પર્શી ગઈ. જો કે આવા મહેલોનો રખરખાવ કે રહેઠાણ માટે વાપરવું હવે મુશ્કેલ છે તેથી આ મહેલનો ઉપયોગ હવે ડેસ્ટીનેશન વેડિંગ સ્પોટ તરીકે પણ કરવામાં આવે છે.

પ્રવાસી તરીકે ખાસ વાત એ નોંધવી રહી કે મહેલ જોવાનો સમય સવારના ૯:૩૦ થી સંજના ૫:૩૦ નો છે અને ઉલ્લેખ કર્યો તેમ મહેલ ખુબ મોટો હોવાથી સવારે કે બપોરે જ પહોંચી જવું હિતાવહ છે. સીટી પેલેસની બાજુમાંજ વિન્ટેજ કાર શોખીનો માટે વિન્ટેજ કાર મ્યુઝીયમ પણ આવેલું છે.સજ્જન ગઢ,પહાડીઓની વચ્ચે આવેલું હોવાને કારણે વરસાદી ઋતુમાં પહાડો પરથી આવેલું વરસાદી પાણી ભરાવાને કારણે ઉદયપુરમાં અવારનવાર પૂરની સ્થિતિ સર્જાતી જેથી તત્કાલીન રાજાએ ચોમાસાની ઋતુ પુરતો એક મહેલ ઉંચાઈ પર બંધાવેલો જે સજ્જન ગઢ પેલેસ અથવા તો મોન્સૂન પેલેસ તરીકે ઓળખાય છે.