જાણો રોકડીયા હનુમાન નો ઇતિહાસ,જ્યાં બધા કામ રોકડ પર થાય છે…

0
621

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આમ તો દેશભરમાં કોઈપણ ગામ કે શહેર પહોંચી જાવ તમને કંઈ નહીં તો હનુમાનજીનું એક પ્રસિદ્ધ મંદિર તો મળી જ જશે માટે જ આપણે ત્યાં કહેવાય છે કે ભગવાન કરતા તેના ભક્તનો મહિમા વધારે હોય છે ત્યારે આપણા ગુજરાતમાં પણ હનુમાનજીના કેટલાક ચમત્કારીક અને સ્વયંભુ મંદિરો આવેલ છે.

આવું જ એક મંદિર એટલે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ગુણસદા ગામું રોકડીયા હુનુમાન મંદિર અહીં હનુમાનજી સાક્ષાત બિરાજીતા હોવાનું માનવામાં આવે છે રોકડીયા હનુમાનજી નામ પડવા પાછળું કારણ પણ ઘણું રસપ્રદ છે અહીં આવતા ભક્તો મુજબ આ હનુમાનજી એટલા ચમત્કારીક છે કે ભક્તોને તેનો પરચો રોકડો એટલે કે તાત્કાલિક મળે છે.

જેથી તેમને રોકડીયા હનુમાન કહેવાય છે.માનવામાં આવે છે કે જો કોઈ સાચી શ્રદ્ધા સાથે એકવાર હનુમાનજીના આ સ્વરુપના દર્શન કરી લે છે તેમના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા રહેતી નથી આ મંદિરનો ઈતિહાસ 250 વર્ષ જૂનો મળી આવે છે અહીં વડના તોતિંગ વૃક્ષના થડમાં સ્વયંભુ હનુમાન બિરાજેલા છે.

એક સમયે ગીચ જંગલ વિસ્તારમાં આવેલા આ મંદિરમાં આવતા શ્રધ્ધાળુઓને હનુમાન દાદાના અનેક પરચા મળ્યા હોવાની પણ કથાઓ છે આજ કારણ છે કે આજે પણ આ મંદિર શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થાનું કેન્દ્ર છે એક માન્યતા એવી છે કે મોગલ જેવી મોટી સલ્તનતને પાણી પીવડાવનાર છત્રપતિ શિવાજી પણ આ મંદિરે રાત્રી રોકાણ કરી ગયા છે અહીં દર મંગળવાર અને શનિવારે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે.

આ ઉપરાંત હનુમાન જયંતી અને વારતહેવાર પર આસપાસ જ નહીં પરંતુ ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ હનુમાન ભક્તો અહીં દર્શન માટે આવે છે અંતરીયાળ ગામડામાં આવેલ રોકડીયા હનુમાન ધામ પહોંચવા માટે તમારે સૌ પ્રથમ જિલ્લા મથક તાપી પહોંચવું પડે છે અહીંથી રાજ્ય સરકારની બસ અથવા પ્રાઈવેટ વાહનમાં ઉકાઈ તરફથી જતા તાપીથી 14.5 કિમી દૂર લીલીછમ હરિયાળી અને જંગોલ વચ્ચે આવેલું છે નાનકડું ગામ ગુણસદા અહીં આવેલ છે આ ચમત્કારિક મંદિર.

મિત્રો જાણીએ આવા જ એક બીજા મંદિર વિશે.પાકિસ્તાનમાં એક એવું હનુમાન મંદિર આવેલુ છે જે ભારતીય લોકોનું કેન્દ્ર બનેલું છે ભગવાન હનુમાનજી એ પૂર્ણ અને સૌથી શક્તિશાળી ભગવાન છે હનુમાનજી એ ભગવાન શિવજીના અંશાવતાર હતાં એક રીતે જોવાં જઈએ તો એ ભગવાન શિવજીનાં પુત્ર જ ગણાય. કયારેક કયારેક ભગવાન વિષ્ણુનાં અવતારોને સહાય કરવા કે ક્યારેક કયારેક સમગ્ર પૃથ્વી પર ફેલાયેલાં દુષ્ટોનો અને અનિષ્ટોનો નાશ કરવાં ભગવાને અવતાર ધારણ કરવો પડે છે. ઘણી વખત ભગવાન વિષ્ણુના અવતારોને સહાય કરવાં આવો અવતાર ધારણ કરવો પડે છે.

હનુમાનજી એ ભગવાન પરશુરામજીની જેમ ચિરંજીવ ભગવાન છે. આ એક અવતાર ધારણ કર્યા પછી પણ ઘણી વખત એમનાં દુશ્મનો કે એમનામાં રહેલાં દુષ્ટત્વનો નાશ કરવાં માટે એમને અનેકો રૂપો ધારણ કરવાં પડતાં હોય છે. વરદાન તો અપાતાં અપાઈ જતું હોય છે એમાંથી એનો હલ કઈ રીતે શોધવો એ ભગવાનને જ ખબર હોય છે. એ વરદાનનમાંથી મુક્તિ કેવી રીતે મેળવાય એ માટે જ આવાં અવતારો લેવાં પડે છે.

હનુમાનજીનું મંદિર દુનિયાભરમાં આવેલું છે. જેમાંથી ઘણાં મંદિરોનું નિર્માણ ઘણાં વર્ષો પહેલા થયેલું છે અને ઘણાં મંદિર લાખો વર્ષોથી બચ્યા છે. હનુમાનજીનું એવું જ એક મંદિર પાકિસ્તાનના કરાચી શહેરમાં આવેલું છે. કરાચીના હનુમાન મંદિરનો ઇતિહાસ અત્યંત જૂનો છે. કહેવામાં આવે છે આ મંદિરના પંચમુખી હનુમાનદાદાની મુર્તિ લગભગ હજારો વર્ષો જુની છે. ત્યાં આ સ્થળને લઇને પણ માન્યતા પણ પ્રચલિત છે કે ત્યાં શ્રી રામનું પણ ચરણ પડ્યું છે.

ભારત-પાકિસ્તાન વિભાજન દરમિયાન આ ઐતિહાસિક મંદિરમાં હનુમાનજીના દર્શન માટે સવારથી સાંજ સુધી પાકિસ્તાનમાં રહેલા હિન્દુ ભક્તોની પણ ભીડ જોવા મળે છે.11 મુઠી માટી હટાવવા પર પ્રકટ થઇ હનુમાનજીની મુર્તિ, માનવામાં આવે છે કે જે સ્થળ પર આ મંદિર છે, ત્યાંથી 11 મુઠી માટી હટાવવા પર આ પંચમુખી હનુમાનજીની મુર્તિ પ્રગટ થઇ હતી. આ મંદિરનો વધુ અંક 11 સાથે સંબંધિત છે.

આ મંદિરમાં ભગવાન હનુમાનદાદાની 11 પરિક્રમા લગાવવા પર ભક્તોની પણ સમસ્યાઓ દુર થાય છે અને તેમની દરેક ઇચ્છાઓ પુરી થઇ જાય છે.1882માં કરવામાં આવ્યું હતું મંદિરનું પુનઃનિર્માણ, માન્યતાઓ અનુસાર, આ મંદિર ઘણાં વર્ષો જૂનુ છે, પરંતુ આ મંદિરનો ઇતિહાસ 18મી સદી સાથે જોડાયેલો છે. આ મંદિરનું વર્ષ 1882માં પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું.પાકિસ્તાનનું આ શહેર કરાંચી એ પાકિસ્તાનનું સૌથી મોટું બંદર પણ છે.

આ શહેર એક અત્યંત ખુબસુરત શહેર છે પણ એ પાકિસ્તાનમાં હોવાથી એને આપણે માણી શકતાં નથી કે નથી ત્યાં જઈ શકતાં. જવાની ઈચ્છા જ વ્યક્ત કરી શકાય એમ નથી આપણાથી કારણકે આ જ શહેર છે જ્યાં અરાજકતા બહુજ ફેલાયેલી છે. આ શહરેમાં જ બોંબ ધડાકાઓ બહુ જ થાય છે. શિયા અને સુન્ની મુસ્લિમોનો ઝગડો ચરમસીમા એ છે તો પણ શહેરના લોકોને એને કોઈ ફરક નથી પડતો. આજ શહેરની નજીકમાં અરબી સમુદ્રમાં સિંધુ નદી દરિયાને મળે છે.

જેમાં પેલી પાંચ નદીઓ રાવી,ચિનાબ , જેલમ, સતલજ અને બિયાસ જેમાં ભળે છે એ અહીંથી દક્ષિણમાં જ અરબી સમુદ્રને મળે છે.આ કરાંચી શહેરમાં જ સ્થિત છે ઐતિહાસિક અને પૌરાણિક મંદિર પંચમુખી હનુમાનજી મંદિર. આ મંદિર આમ તો ૧૫૦૦ વર્ષ પુરાણું છે એટલે કે એ સમય ગુપ્તકાલીન થયો આ ગુપ્તકાલીન સમય છે ઇસવીસન ૩૨૦ થી ઇસવીસન ૫૫૦ સુધીનો. આ સમયમાં ઘણાં મંદિરો બનેલાં છે અને સિંધ પણ તે વખતે તો ગુપ્તકાલીન સમ્રાટોનાં તાબામાં જ હતું, વળી ત્યાંના સ્થાનિક રાજાઓએ એ બંધાવેલું હોય એવું લાગતું નથી.

આમ જોવાં જઈએ તો એ ૧૫૦૦ વર્ષ પહેલાનું મંદિર અત્યારે તો લાગતું નથી, પણ કેટલાંક પુરાતાત્વિક પુરાવાઓ એ ૧૫૦૦ વર્ષ પહેલાનું હોય એની ચાડી જરૂર ખાય છે. આ મંદિર તો ત્યાં જ હતું જ્યાં અત્યારે છે. એનો કેટલોક ભાગ એ ૧૫૦૦ વર્ષ પુરાણો જરૂર છે. ટૂંકમાં એમ કહી શકાય કે એ સમયમાં જેવાં મંદિરો ભારતમાં જોવાં મળતાં હતાં તેવું આ મંદિર છે.

જે આગવી ભાત તો જરૂર પાડે જ છે. જે તમને પહેલી નજરે જોતાં તો એ ગુપ્તકાલીન જ લાગે છે કારણકે મંદિરની કમાનો એ એ વાતનો પુરાવો છે પણ ચોક્કસ તો ના જ કહી શકાય કે એ ૧૫૦૦ વર્ષ પહેલાનું ગુપ્તકાલીન હનુમાનજીનું મંદિર હતું આ બધાં અનુમાનો છે.પરંતુ આ જગ્યાએ ભગવાન શ્રી રામચંદ્રજીએ ખુદ ભગવાન હનુમાનજીની સ્થાપના કરી હતી કે એમનાં દર્શન કરી એમની પૂજા-અર્ચના-આરાધના કરી હતી જેનો ઉલ્લેખ ત્રેતાયુગ સાથે છે.

બીજું કે પાતાળલોકમાંથી ભગવાન હનુમાનજીએ આ પંચમુખીરૂપ ધારણ કરીને ઐરાવણ-મૈરાવણ પાસેથી ભગવાન રામચન્દ્રજીના ભાઈ લક્ષ્મણને છોડાવ્યો હતો. એ જે જગ્યાએથી ભગવાન હનુમાનજી લક્ષ્મણને છોડાવી લાવ્યાં હતાં તે આ જગ્યા હોઈ શકે છે કદાચ એનો ઉલ્લેખ છે માત્ર જગ્યાનો કયાંય પણ નિર્દેશ થયો જ નથી જો કે સંજીવની જડીબુટ્ટી લેવા તે હિમાલય પર્વત પર ગયાં હતાં જે અયોધ્યાની ઉત્તરમાં સ્થિત છે તો આ જગ્યા પણ અયોધ્યાની ઉત્તર -પશ્ચિમે કેમ ના હોઈ શકે આ બધી ઘટનાઓ ઘટી હતી કે તેની કોઈ ચોક્કસ માહિતી નથી માત્ર એ પૌરાણિક કથાઓ જ માત્ર જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો જોવાં મળે છે.

રામાયણનાં નિર્દિષ્ટ સ્થાનો ઘણાં બધાં આજે મળી તો આવ્યાં જ છે, પણ એ કઈ સાલનાં છે કે તે કેટલાં વર્ષો પુરાણા છે એતો આનાથી સાબિત થતું જ નથી.પણ આ બધાં સ્થાનો હતાં ખરાં એ વાત તો સાબિત જરૂર થાય છે આનાથી એ સ્થાન વિષે કોઈ શંકા-કુશંકા ધરવાનું કારણ નથી જ નથી.પણ આ બાબતમાં રામાયણનો રચનાકાળ પણ અવશ્ય તપાસવો જોઈએ. ચલો જો આ મૂર્તિ ત્રેતાયુગની જ હોય તો એ તો માત્ર ૧૨,૯૬,૦૦૦ વર્ષ જ પુરાણો છે, પણ એ યુગ ક્યારથી પૂરો થયેલો ગણાય અને અત્યારનો કળીયુગ ક્યારથી શરુ થયેલો ગણાય કારણકે દ્વાપર યુગ એ ૮ લાખ ૬૪ હજાર વર્ષનો છે અને કળિયુગ ૪ લાખ ૩૨ હજાર વર્ષનો છે.