શું તમે જાણો છો કોના કહેવાથી માં ખોડિયારે લીધો પૃથ્વી પર જન્મ જાણો શું છે ઇતિહાસ….

0
207

નમસ્તે મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ મા ખોડિયારના ધરતી ઉપર પ્રાગટ્ય થયાની ગાથા વિશે તમને જણાવી દઇએ કે ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.

આ ગાથા ની શરૂઆત થાય છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ના બોટાદ તાલુકા ના રોહિશાળ ગ્રામ્ય વિસ્તાર થી. જ્યા મામળ નામક એક ચારણ નિવાસ કરતો હતો. આ ચારાણ માલધારીપણુ કરી ને પોતાનુ ગુજરાન ચલાવતો હતો. આ ચારણ પુત્ર પર માતા સરસ્વતી ની અસીમ મહેરબાની હતી અને આ ચારણ ની જીભ પર સ્વયંભુ માતા સરસ્વતી નો વાસ હોવા ને લીધે વલ્લભીપુર ના મહારાજ શિલાદિત્ય નો તે સૌથી પ્રિય હતો. તથા રાજદરબારમા સૌ તેને મામળદેવ તરીકે સંબોધિત કરતા. આ મામળદેવ ના જીવનસંગીની દેવળબા ખુબ જ ધાર્મિક તથા મૃદુ સ્વભાવ ના હતા.

એમના ઘર મા લક્ષ્મિ માતા સદાય ને માટે બિરાજમાન રહેતા. પરંતુ , મામળદેવ ને મળતા અધિક માન-સન્માન થી ઘણા લોકો ખુશ ન હતા તથા તેમના મન મા મામળદેવ પ્રત્યે દ્વેષ ની લાગણી ઉદ્દભવી હતી. એક સમયે એવુ બન્યુ કે દ્વેષિલા વ્યક્તિ ઓ એ રાજા ના મન મા એવુ ઠસાવી દીધુ કે , મામળદેવ નિઃસંતાન છે જે રાજ્ય માટે અહિતકારી છે તથા તેના નજીક રહેવા થી રાજ્ય ગુમાવી બેસશે. મહારાજ આ લોકો ની વાત મા ફંસાઈ ને મામળ ને રાજસભા મા થી ધૂતકારી મુક્યો. આ દ્રશ્ય મામળ થી સહન નહોતુ થતુ. આ ઘટના બાદ બધા લોકો તેને મેણા-ટોણા મારવા લાગ્યા.

મામળ આ અસહ્ય ઘટના નુ વિવરણ જઈ ને પોતાની અર્ધાંગીની ને જણાવે છે. મામળ આ કડવા વ્યવહારો સહન નહોતો કરી શકતો. અંતે તે પોતાની મૂંઝવણ લઈ ને મહાદેવ ના મંદિરે પહોચે છે ત્યા જઈ ને મહાદેવ ના ચરણો મા પોતાનુ મસ્તક નમાવી દ્રઢ નિર્ણય લે છે કે ,જો તેની વિનંતી પ્રભુ નહી સ્વિકારે તો તે પોતાનુ શીશ ભગવાન ના ચરણો મા સમર્પિત કરી દેશે. આ જ ઘડી થી તે ભગવાન ની અનન્ય ભક્તિ મા ડૂબી જાય છેપરંતુ આટલી ઘોર તપસ્યા કરવા છતા પણ તેને કોઈ ફળ ની પ્રાપ્તિ થતી નથી.

માટે તે કટાર થી પોતાનુ શીશ પ્રભુ ના ચરણો મા અર્પણ કરવા જાય છે એટલા મા જ પ્રભુ મહાદેવ તેમની ભક્તિ થી ખુશ થઈ ને જણાવે છે કે પાતાળ લોક ના નાગદેવતા ની સાત પુત્રી અને એક નાગપુત્ર તમારે ત્યા જન્મ લેશે પ્રભુ ના આ વચનો સાંભળી મામળદેવ પ્રસન્ન મુખે પોતાના ઘેર પરત ફરે છે તથા તેમની અર્ધાંગીની ને આ આખા પ્રસંગ વિશે જણાવે છે. પ્રભુ મહાદેવ ના આદેશ મુજબ મહા સુદ આઠમ ને રવીવાર ના શુભ દિવસે આઠ પારણા મા સાત નાગપુત્રી ઓ તથા એક નાગપુત્ર મનુષ્યરૂપે અવતરિત થયા. માટે તે કટાર થી પોતાનુ શીશ પ્રભુ ના ચરણો મા અર્પણ કરવા જાય છે એટલા મા જ પ્રભુ મહાદેવ તેમની ભક્તિ થી ખુશ થઈ ને જણાવે છે કે પાતાળ લોક ના નાગદેવતા ની સાત પુત્રી અને એક નાગપુત્ર તમારે ત્યા જન્મ લેશે પ્રભુ ના આ વચનો સાંભળી મામળદેવ પ્રસન્ન મુખે પોતાના ઘેર પરત ફરે છે તથા તેમની અર્ધાંગીની ને આ આખા પ્રસંગ વિશે જણાવે છે. પ્રભુ મહાદેવ ના આદેશ મુજબ મહા સુદ આઠમ ને રવીવાર ના શુભ દિવસે આઠ પારણા મા સાત નાગપુત્રી ઓ તથા એક નાગપુત્ર મનુષ્યરૂપે અવતરિત થયા.

મિત્રો આ સાત પુત્રી ઓ ના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને સૌથી મોટી પુત્રી ભગવતી જગદંબા જાનબાઈ અને પુત્ર મેરલદેવ. આ બાળકો ના જન્મ ના સમાચાર સાંભળી આખુ રોહિશાળા ગામ ખુશ-ખુશાલ થઈ ગયુ. એક પ્રસંગ એવો બન્યો કે , મેરલદેવ ખેતર મા ખેતી કરતા હતા ને ઝેરી સાપ તેમને પાછળ થી આવી ને ડંખી ગયો. આ ઝેરને કાઢવા ઘણા નુસ્ખા ઓ અજમાવ્યા પણ કઈ ફેરના પડ્યો. ત્યારે ઋષિમુનિ એ આ ઝેર નો તોડ બતાવ્યો કે પાતાળ મા રહેલ નાગલોક નુ અમૃત જાળ જો સુર્ય અસ્ત થયા પહેલા મેરલદેવ ને આપવા મા આવે તો ઝેર ઉતરી શકે છે. આ સમયે જાનબાઈ પાતાળલોક જાય છે અને તે અમૃત કળશ લાવે છે. પરંતુ , તે સમયે તેના પગ મા ઠેસ લાગી જાય છે. જેથી તે બરાબર ચાલી શકતા નથી. જેથી તેમણે આ સફર પુર્ણ કરવા મા મગર ની મદદ લીધી હતી અને મેરલદેવ નો જીવ બચાવ્યો હતો અને બસ આજ પ્રસંગોપાત જાનબાઈ માતા ખોડલ તરીકે આખા જગત મા પ્રખ્યાત થયા. તેમના વાહન તરીકે મગર ને સ્થાન આપવા મા આવ્યુ.આ ઉપરાંત એક પ્રસંગ એવો પણ છે છે કે રા’નવઘણ ના માતા સોમલદે ખોડીયાર માતા ના ભક્ત હતા. તેમના આશિષ થી જ રા’નવઘણ નો જન્મ થયો હતો.

આથી રા’નવઘણ પોતાની બહેન ની સહાયતા માટે યુદ્ધ ભુમિ મા જઈ રહ્યા હતા ત્યારે તેમણે માતા નામંદિર ની નજીક થી ૨૦૦ મી. ઉંચાઈ થી ઘોડો કુદાવ્યો છતા રા’નવઘણ કે ઘોડા ને કોઈપણ જાત ની હાની પહોચી નહી. ભાવનગર જીલ્લા ના સિહોર તાલુકા ના રાજપરા ગામ મા આવેલ ખોડીયાર માતા ના મંદિર ખુબ જ જાણીતુ છે જે ભાવનગર થી ૧૭ અને સિહોર થી ૪ કી.મી ના અંતરે આવેલુ છે જ્યા તાતણીયો ધરો પણ છે જેના લીધે માતા ધુરાવાળા ખોડીયાર તરીકે પણ પ્રસિદ્ધ થયા. રાજકોટ જિલ્લા ના વાંકાનેર તાલુકાના માટેલ ગામમા પણ માતાનુ અજોડ મંદિર સ્થાપિત છે. ઊંચા શિખરો પર આવેલ આ મંદિર માતાનુ જૂનુ સ્થાનક છે તથા આવડ, ખોડીયાર, હોલબાઈ, બીજબાઈ ની પ્રતિમા ઓતથા પીલુડી નુ ઝાડ આવેલ છે. અમરેલી જીલ્લા ના ધારી ગામ ના શેત્રુંજી નદી ના કાઠે પણ માતા બિરાજમાન છે જ્યા ઊંડા પાણી નો ધરો હોવા થી ગળધરો તરીકે ઓળખાય છે. આ ઉપરાંત કાગવડ તથા ભાયાવદર મા પણ માતાજી ના સ્થાનકો છે.

એવું કહેવાય છે કે જુનાગઢ નાં રાજા ને સંતાન ન હતું. રાણી સોમલદે ને ખોડિયાર માં પર અપાર શ્રદ્ધા હતી આથી રાણી સોમલદે એ માં ખોડિયાર ની માનતા રાખેલી અને તેમને દીકરા નો જન્મ થયો હતો. તેનું નામ રા’નવઘણ રાખવામાં આવ્યું હતું. રા’નવઘણ નો જન્મ ખોડિયાર માં ના આશીર્વાદ થી થયો હતો એટલે માં ખોડિયાર ની કૃપા રા’નવઘણ પર અપરંપાર હતી. જૂનાગઢ ની ગાદી નો વારસદાર માં ખોડિયાર ના આશીર્વાદ થી મળ્યો હોવાના લીધે લોકો નો વિશ્વાસ અને શ્રદ્ધા માં ખોડિયાર પ્રત્યે વધી ગઈ અને આ કુળ ના લોકો રાજપૂતો માં ખોડિયાર ને કુળદેવી તરીકે પૂજવા લાગ્યા. રા’નવઘણ વારંવાર ગળધરા માં ખોડિયાર ના દર્શને આવતો.

એવું કહેવાય છે કે રા’નવઘણ ની માનેલી બહેન જાહલ ને સિંધ માં સુમરા એ કેદ કરી તી ત્યારે રા’નવઘણ બહેન ની વારે જતો તો ત્યારે અહીંથી નીકળતા તેનો ઘોડો ઉપરથી નીચે નદી માં પડ્યો તો ત્યારે માં ખોડિયારે તેની રક્ષા કરી હતી. આ સ્થળ પણ ત્યાં નજીક માં આવેલું છે. ત્યાર પછી માં ખોડિયાર રા’નવઘણ ના ભાલા પર ચકલી બનીને બેઠા હતા અને નવઘણ ની વારે ચડ્યા હતા. આમ નવઘણે માં ખોડિયાર ની કૃપા થી પોતાની માનેલી બેન ને સુમરા ની કેદ માંથી છોડાવી હતી ને માં ખોડિયારે તેમની રક્ષા કરી હતી.

માં ખોડિયાર ના મંદિરની દીવાલો કાચથી મઢવામાં આવી છે. ગળધરામાં આવેલો ધરો જ અહીંનું સૌથી મોટું આકર્ષણ છે. ખોડિયાર જયંતી, બેસતું વર્ષ, નવરાત્રીની આઠમ અને તહેવાર ના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડે છે. નવરાત્રીના પ્રથમ આઠ દિવસ ત્રણ આરતી થાય છે, આ ત્રીજી આરતી રાત્રે 12 વાગ્યે થાય છે. મંગળા આરતી સવારે 5.30 વાગ્યે થાય છે. અને સાંજ ની આરતી 7.30 વાગ્યે થાય છે. દર્શન માટે સવારે 6 વાગ્યા થી સાંજ ના 7.30 સુધી મંદિર ખુલ્લું જ રહે છે. અહીંયા ભક્તો માટે રહેવા તથા જમવાની સગવડ પણ કરવામાં આવેલી છે.

શેત્રુંજી નદીના કિનારે આવેલા માં ખોડીયાર ના ભવ્ય મંદિર ના પ્રવેશ દ્વાર પર માં ખોડીયારની સાત બહેનોની પ્રતિમાઓના દર્શન થાય છે. દુર દુરથી માં ના ભક્તો અહિંયા આવી માના ચરણોમા મસ્તક નમાવી પોતાના દુ:ખ દૂર કરવા પ્રાર્થના કરે છે. મા ખોડીયાર એક પડકારે પોતાના ભક્તો ના દુઃખ દૂર કરે છે. નવરાત્રિના દિવસોમાં મંદિર માં ખોડિયાર ના ગરબાથી ગુંજતું રહે છે. લોકવાયકા મુજબ આ મંદિર આશરે બે હજાર વર્ષ જુનું છે. પહેલા આ મંદિર શેત્રુંજી નદીના કાંઠે હતું અને ધીમે ધીમે મંદિર નો જિર્ણોધ્ધાર થયો અને ઉપર ના ભાગ પર માં નું મોટું મંદિર બનાવવામાં આવ્યું છે.

જો કે અહિંયા દર્શને આવનાર તમામ ભક્તો માં ના પ્રાગટ્ય સ્થાનના દર્શન કરે જ છે. ગળધરા જવા માટે ધારી થી એસ.ટી. બસ અને પ્રાઈવેટ વાહનથી ખોડિયાર ડેમ ઉપર થઇ ને જવાય છે. ગળધરા ધારી થી પાંચ કિમી, અમરેલીથી 42 કિમી દૂર છે. ધારી થી 50 કિલોમીટર તુલશીશ્યામ અને 33 કિલોમીટર વિસાવદર થઈને સતાધાર થઇ સાસણ ના જંગલ માંથી પસાર થઇ. તલાલા સોમનાથ જઈ શકાય છે. અહીંયા જવા માટે ખાનગી વાહન લઇ ને જવું વધારે અનુકૂળ રહે છે.ચોમાસા માં અહીંયા ની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે તો એ જોતા જોતા જવાની મજા કંઈક અલગ જ હોય છે. વરસાદ ની સીઝન માં અહીંયા જવું એ સ્વર્ગ નો અનુભવ કરાવે છે. જુલાઈ થી નવેમ્બર આ જગ્યા એ ફરવામાં ખુબ મજા આવે એમ છે.