જાણો રામદેવ મંદિર વાઘડી ધામ નો રસપ્રદ ઇતિહાસ,અહીં ના મંદિર માં આ ખાસ વસ્તુ જોવા મળે છે…..

0
439

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.અને મિત્રો આજે અમે તમને ખૂબ જ જુના ગામ વિશે અને તેમાં આવેલા રામદેવ પીર ના મંદિર વિશે જણાવા જઇ રહ્યા છે જે ખૂબ જ જાણીતું મંદિર છે અને લોકો દૂર દૂર થી આ મંદિર ના દર્શન કરવા માટે આવે છે.

મિત્રો આજે અમે તમને વાઘડી ગામ માં આવેલ રામદેવપીર ના મન્દિર વિશે જણાવીશું તો ચાલો જાણીએ.આ મંદિર ખૂબ જૂનું હોવાથી તેને તોડી ને નવું મન્દિર બનવાનું કામ ચાલુ છે.જ્યારે આ મંદિર જૂનું હોવાથી નવું મંદિર નું નિર્માણ ચાલુ છે તેથી રામદેવ પીર ની મૂર્તિ ને અલગ સ્થાને મુકવામાં આવી છે.ત્યારબાદ નવા નિર્માણ પછી આ ભગવાન રામદેવ પીર ની મૂર્તિ ને સરસ જગ્યા પર બિરાજમાન કરવામાં આવશે અને એક નવી જગ્યા પર સ્થાપિત કરશે.

વાઘડી નવી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ દસ તાલુકાઓ પૈકીના એક એવા વડનગર તાલુકામાં આવેલું એક ગામ છે. વાઘડી નવી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ત્યારબાદ મિત્રો ચાલો જાણીએ રામદેવ પીર ભગવાન વિશે અન્ય માહિતી.નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને રસપ્રદ માહિતી જણાવા જઈ રહ્યા છે, આ લેખ માં અમે તમને બાબા રામદેવ પીર ની માહિતી જણાવા જઇ રહ્યા છે તો ચાલો જાણીએ.આજે આપણે વાત કરીશુ કે રામદેવ પીર બાર બીજ ના ધણી કેમ કહેવાય,પ્રાચીન ધર્મ ગ્રન્થ માં ઉલ્લેખ છે કે આપણી સંસ્કૃતિ 12 પ્રકારની સંપ્રદાય નો સમાવેશ થાય છે.

આ સંપ્રદાય માં ગુરુઓ લોકોની રક્ષા અને પાલન હેતુ કેટલાય સારા કામ કરે છે.પોખરણ ગઢના રાજા અજમલ ના ઘરે રામદેવ અને વિરમદેવ નામના 2 પુત્ર આવ્યા.ત્યારબાદ રામદેવ પીર ના ચમત્કારના પરચા ગામે ગામ થવા લાગ્યા અને તેમના માં દેવીક શક્તિ હતી તેમજ દરેક તીર્થ સ્થળો માં જોવા મળતા હતા અને તેમની પ્રસનશા થતી.તેમજ ત્યાંના ગુરુએ રામદેવ પીર ની કસોટી કરવાનું નક્કી કર્યું,અને 12 સંપ્રદાય ના ગુરુએ પાથ યજ્ઞનું આયોજન કર્યું અને ત્યાં રામદેવ પીર ને બોલાવ્યા.

આમ આ સંપ્રદાય ના દરેક ગુરુએ 1 જ દિવસ નક્કી કર્યા આ કસોટી લેવા માટે,એ દિવસ એટલે કે ભાદરવી બીજ,આ યજ્ઞ માં કસોટી એવી હતી કે રામદેવ પીર અલગ અલગ જગ્યા એ કેમના પોહચે તે જણાવા માટે આ યજ્ઞ કર્યું.રામદેવ પીર તો અંતર્યામી હતા,અને ધર્મ ગુરુઓ ના મનમાં કેવી વાતો ચાલી રહી છે તે જાણી ગયા.રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ (કૃષ્ણ)ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે.

ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.રામદેવપીર નો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે

વારંવાર રામાપીરના ભક્તો મને પુછે છે અને વિનંતી કરે છે કે હું તેમને મહા ધર્મ કે મોટા પંથની વાત કરુ અને રામદેવપીર સાથેનો તેનો સંબંધ સ્પષ્ટતા પુર્વક તેમને સમજાવુ. શ્રી રામદેવપીર બાબાની અસીમ કૃપાથી અને મારા સદગુરુ અને મારા પિતા પરમ પુજ્ય શ્રી રામદાસ બાપુના આશિર્વાદના પ્રતાપે મને બર્મીંગહામ લંડન ખાતે આ વિષય પર શ્રધાળુઓને સંબોધવાનો અવસર મળ્યો હતો. મે તેમને ખુબજ સરળ ભાષામાં મહા ધર્મ શું છે તે વિશે તે બધાને જણાવ્યુ.

મહા ધર્મને સમજવા માટે પહેલા તો દરેક ભાવિકે હિન્દુ ધર્મ શું છે તે સમજવાની અને સ્પષ્ટ કરવાની જરુર છે. હિન્દુ ધર્મ તે આ સંસારનો સૌથી જુનો પંથ છે. હિન્દુ ધર્મના અન્ય ફાટાંઓ જેવા કે બુધ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ તે બધા હિન્દુ ધર્મમાંથીજ અસ્તિત્વમાં આવેલા છે. હિન્દુ ધર્મ આનાથી પણ વધારે આગળ જઈને કેટલાય અન્ય નાના નાના પંથમાં વહેચાયેલો છે જેમકે શિવ ધર્મ, શકિત ધર્મ, વિષ્ણુ ધર્મ, સ્વામીનારાયણ ધર્મ અને બીજો એક ધર્મ કે જે કેટલાય વખતથી અસ્તિત્વમાં આવેલો છે કે જેને શ્રી કૃષ્ણ જાગૃતિ ધર્મ તરીકે (ઇસ્કોન) ઓળખવામાં આવે છે.

હિન્દુ ધર્મ ખુબ જ જુનો ધર્મ પથ છે અને તેથી જ તે સનાતન છે. મહા ધર્મના ભાવિકો અને ભક્તોનો દૃઢ વિશ્વાસ છે કે મહા ધર્મનુ મુળ પણ હિન્દુ ધર્મના વિશાળ વૃક્ષમાંથીજ ઉદભવેલુ છે.હિન્દુ ધર્મ શું છે?આ વિષય પોતે જ પોતાનામાં આ બ્રહ્માંડ કરતા પણ વિશાળ છે અને તેને કોઈ આધ્યાત્મીક સીમાઓ નથી. આ વસ્તુ વિષય કોઈ હિન્દુ ધર્મમાં ન માનનારને કઈ રીતે સમજાવી શકાય? ભગવાન શ્રી કૃષ્ણ આપણને સૌને અનેક ગુઢ જ્ઞાન ભગવદ ગીતાના માધ્યમથી આપીને ગયા છે.

આપણા અન્ય મહાત્માઓ, સાધુઓ, સંતો, ધર્મ ગુરુઓ, અન્ય ધાર્મિક સાહિત્ય પણ આપણને વિચારવા માટેનુ પુરતુ જ્ઞાન અને સાહિત્ય ભંડોળ આપીને ગયા છે.મારા માટે, અજન્મા, શિવ-તત્વ, તેમની પોતાની ઇચ્છાશક્તિના બળે જ જીવનનાં ત્રણ મુખ્ય પાસાઓનો સંચાર કર્યો છે રચના, પાલન (પોષણ) અને વિનાશ. આપણે આ ત્રણ શકિતસભર વિચારધારાઓને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શિવ) તરીકે ઓળખીયે છીએ. આ ત્રણ શકિત સ્વરુપ ઉપરના ત્રણ પાસાઓનુ અલગ અલગ પોતાની મરજી મુજબ સંચાલન કરે છે.

ભગવાન બ્રહ્મા સર્જન કરનાર છે, ભગવાન વિષ્ણુ પાલન-પોષણ-રક્ષણ કરે છે અને ભગવાન મહેશ (શિવ) વિસર્જન (વિનાશ) કરીને ત્રણે પાસાઓને સમતોલ જાળવી રાખે છે. આ ગોઠવણીથી વધારે અને તેની બહાર કઈ પણ નથી. સમગ્ર સૃષ્ટિનો કાર્યભાર આ પ્રણાલી પ્રમાણે જ ચાલ્યા કરે છે.તો આ મારા મત મુજબ હિંદુ ધર્મનો સાર છે. તમે જે કઈ સાંભળો છો, જુઓ છો, અડો છો, અનુભવો છો અને માણો છો તે બધુ ભગવાન બ્રહ્માનુ સર્જન કરેલુ, ભગવાન વિષ્ણુ દ્વારા પાલન પોષણ કરાયેલુ અને ભગવાન શિવ દ્વારા વિસર્જન થવા માટેનુ જ છે.

આના પછીનુ પગથિયુ એ છે કે આપણે મહાધર્મ વિશે જાણીયે. મહા ધર્મને આપણે પ્રભુની જીવંત અને નિર્જીવ રચનાની સાચવણ અને માવજત કરવાની આપણી એક નૈતિક જવાબદારી સમજી શકીયે છીએ અથવા તો તેને તે રીતે વ્યાખ્યાયીત કરી શકીયે છીએ. આથી આગળ વધીને મહાધર્મ પ્રત્યેક માનવીની અન્ય માનવી તરફની ફરજ પણ ગણી શકીયે છીએ, કેમકે આપણે બધા ઈશ્વરની આ સૃષ્ટિની સૌથી શ્રેષ્ઠ કૃતિઓ છીએ.

મહાધર્મને અનેક રીતે સમજાવી શકાય છે પણ પાયાની અને મૂળભુત વાત એક જ છે, ભલે તમે તે બધાને અલગ અલગ નામે ઓળખો કે અલગ અલગ રીતે તેને વ્યાખ્યાયીત કરો કે અલગ અલગ રીતે તમે તેનુ પાલન કરો.આપણને એવુ શીખવવામાં આવ્યુ છે કે આત્મા એ એક ખુબ જ નાનો અને સુક્ષ્મ ભાગ છે કે જે પરમાત્મામાંથી વિખુટો પડ્યો છે. આપણા શરીરની સમાપ્તિને વખતે આપણો આત્મા ફરીથી પરમાત્મામાં વિલિન થઈ જાય છે.

અને તેથીજ દરેક માનવીએ મન, કર્મ, વચનથી અન્ય માનવીઓ તથા પ્રકૃતિ સાથે સંલગ્ન રહી, સારા કામ કરી, પુણ્ય કર્મોથી આ આત્માને મોક્ષ (મુક્તિ)ના માર્ગે લઈ જવાનો છે, જેથી તે ફરીથી તેની ઉત્પતિ કરનાર પરમાત્મામાં વિલિન થઈ શકે.જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં પણ, બાબા રામદેવપીરના ભક્તો પાઠ-પુજામાં ભાગ લે છે ત્યારે પાઠના મધ્યમાં સૌ કોઈ મહાજ્યોતના દર્શન કરી શકે છે. માનવીની અંદર પ્રજ્વલ્લીત જ્યોત તે પરમાત્માની પોતાની જ્યોત છે કે જે બ્રહ્માએ દરેક માનવીમાં મુકી છે.

આ પણ એક મહાધર્મ છે અને મોક્ષ મેળવવાનો એક સુંદર માર્ગ છે. બાબા રામદેવપીરના પાઠ-પુજા દ્વારા અને તેમણે આપેલા ફરમાનોના પાલનમામ પણ મુક્તિ મેળવવાનો માર્ગ રહેલો છે. આ, સંક્ષિપ્તમાં, મહાધર્મ તેના સરળતમ રુપમાં અને સુપાચ્ય સ્વરુપમાં છે.મહાધર્મને અન્ય ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે, જેવા કે, મહા, નિજાર, નિજ, નિજ્ય, મુળ પંથ, મુળ માર્ગ, મુળ ધર્મ કે બીજ ધર્મ. આ બધા નામોનો અર્થ છે, ઈશ્વરને પામવાનો મુખ્ય માર્ગ અથવા તો મહાન માર્ગ અથવા તો મોટો માર્ગ.

નિજાર શબ્દનો અર્થ થાય છે સંયમી માનવી, કે જેણે કામવાસનાને દબાવી દીધી છે કે મારી દીધી છે અને જે વ્યક્તિ ત્યા પહોચી ગયો છે તેને નિજારી કહેવાય છે. કહેવાય છે કે જે માનવીમાં આ ગુણ હોય તે માનવી પરમ તત્વને તેની ભકિતના બળે પ્રાપ્ત કરી શકે છે.ખુબ જ પ્રાચીન કાળથી મહાધર્મ અસ્તિત્વમાં છે અને ત્યારના સમયમાં ફક્ત બ્રાહમણ અને થોડા વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર લોકો જ વિશેનુ જ્ઞાન ધરાવતા હતા અને બાકીના મોટા ભાગના લોકો આ વિષયથી અજ્ઞાન (અજાણ) હતા.

આવા લોકો માટે, તેમના કલ્યાણ માટે આચાર્યો એ પાઠપુજાના માધ્યમથી તેમને મહાધર્મ પાળતા શીખવ્યુ કે જેથી તે બધા પણ મુક્તિ મેળવી શકે. પરતું શરુઆતમાં આ ધર્મનુ પાલન ખુબજ મોટા ઋષિમુનિઓજ કરી શકતા જેવાકે ગુરુ દત્તાત્રેય (નવનાથના મુખ્ય નાથ), મત્સ્યેન્દ્રનાથ, જલંધરનાથ, ગુરુ ગોરખનાથ, મુનિ વસિષ્ઠ, ઋષિ વિશ્વનાથ, અગત્સ્ય મુનિ, માર્કંડ, પરાસર, રામાનુજ અને તેમના જેવા અન્ય. ઘણા રાજપુત જેવાકે રાજા પ્રહલાદ, હરિશ્વન્દ્ર, યુધિષ્ઠીર, અને બાલી અને અન્ય લોકોએ નિજ્ય ધર્મનુ પાલન કર્યુ હતુ.

જુનવાણી ભજન અને ભકિત ગીતો એવુ જણાવે છે કે દરેક યુગમાં આ નિજ્ય ધર્મનુ પાલન થતુ હતુ અને અનેક માનવીઓ આ પંથને અનુસરીને નિર્વાણ પામ્યા છે. અત્યારના યુગમાં આ ધર્મનુ પાલન ભકિત માર્ગે થઈ શકે છે કે જે પોતાનામાંજ એક યોગ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામાં જણાવ્યુ છે. મહાધર્મમાં પણ ગીતામાં ઉલ્લેખાયેલા બધાજ યોગનો સમાવેશ થાય છે, જેવાકે વિષાદ યોગ, સાંખ્ય યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ, મોક્ષ અને સંન્યાસ યોગ.

ઇતિહાસ કહે છે કે મહાધર્મના આ પંથ પર ૬૦૦ વર્ષ પહેલા, ભગવાન શ્રી કૃષ્ણ પોતેજ રાજસ્થાનના પોકરણમાં બાબા રામદેવજી મહારાજ તરીકે પ્રગટ થયા હતા. એ સમયે, મોઘલ સામ્રાજ્યના કારણે, હિંદુઓ ખુલ્લી રીતે હિંદુ ધર્મનુ પાલન કરી શક્તા નહતા. અને એટલે જ એ સમયે મહાધર્મ બંધ બારણે છુપી રીતે પાળવામાં આવતો હતો છતાં પણ સમાજમાં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા વર્ણભેદ તો હતા જ. શ્રી રામદેવ બાબા મહાધર્મના પાઠ-પુજાના છત્ર નીચે સમાજમાં જાગૃતિ, ઐક્ય, સર્વ-મનુષ્ય-સમભાવ અને એકતા લાવ્યા હતા. તેઓએ ઘણાજ દૈત્ય તત્વોનો વિનાશ પણ કર્યો હતો.

તેમના સમયમાં અનેક માનવીઓ નિર્વાણને પામ્યા હતા. જેમાના થોડા નામોમાં હરજી ભાટી, હરભુજી, ડાલીબાઈ, રાવત રણસીંઘ, જેસલ અને તોરલ, રુપાદે અને માલદેવજી, લખમો માળી, ખીમલીયો કોટવાલ, બાબા સેલાનસીંઘ, દેવાયત પંડીત, સતી દેવલદે, દેવતણખી લુહાર, કચ્છના દાદા મેકરણ કાપડી, પરબના સંત દેવીદાસ, પાંચાલના ભક્ત મંડલ, આપા મેપા, આપા જાદરા, આપા રતા, આપા, ગીગા, લક્ષમણ ભગત, શ્રી શામજી ભગત અને બીજા અનેક સામેલ છે.

ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહાધર્મના મુળભુત પાયાના સિધ્ધાંતોને પોતાના ૨૪ ફરમાનમાં વણી લીધા છે. તેઓ પોતાના સમાધી લેવાના સમયે પોતાના ભક્તો માટે ૨૪ ફરમાનો આપીને ગયા છે. છેલ્લા ૬૦૦ વર્ષમાં મહાધર્મનો ફેલાવો વધુને વધુ થઈ રહ્યો છે. ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત બંગાળ અને હમણા હમણાં ગોવામાં જોરશોરથી મહાધર્મના ભક્તો વધી રહ્યા છે.

છેલ્લા ૮૦ વર્ષમાં ભારતની સીમાઓની બહાર પણ મહાધર્મ પહોચી રહ્યો છે જેમકે સાઉથ આફ્રીકા અને ૬૦ના દાયકામાં યુનાઈટેડ કીંગડમમામ પણ ગુજરાતી લોકોની સાથે સાથે મહાધર્મનો પણ ફેલાવો થઈ રહ્યો છે. છેલ્લા ૨૦ વર્ષમાં મહાધર્મ યુ.એસ.એ, કેનેડા, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડમાં પણ ફેલાઈ રહ્યો છે.તેઓ કે જે રામદેવપીરજીના ભક્તો છે અને મહાધર્મનુ પાલન કરે છે, તેઓ, મારા માનવા મુજબ સચ્ચાઈના સાચા માર્ગ પર પ્રભુને પામવાની અને નિર્વાણને મેળવવાના પોતાના આગવા માર્ગ પર ગતી કરી રહ્યા છે.