જાણો પૃથ્વી પર કેવી રીતે થયો માં ખોડિયાર નો જન્મ,જાણો એના પાછળની સંપૂર્ણ કથા….

0
216

મિત્રો આજે માં ખોડિયારની જન્મ જયંતિ છે ત્યારે આપણે જાણીશું માં ખોડિયારની સમગ્ર ગાથા વિશે કેવી રીતે થયું માં ખોડિયારનું આગમાન કેવી રીતે મગર બન્યો માં ખોડિયાર નું વાહન આવો જાણી લઈએ સમગ્ર બાબત વિશે.તો સૌ પ્રથમ તો આપણે સૌ જાણી છી એ કે આ ઘટનાં ભાવનગર ની છે ત્યારે અહીં એક મામળ નામનો ચારણ યુવાન નિવા સ કરતો હતો.આ ચારણ પુત્ર પર માતા સરસ્વતી ની અસીમ મહેરબાની હતી. આ ચારણ ની જીભ પર સ્વયંભુ માતા સરસ્વતી નો વાસ હોવા ને લીધે વલ્લભીપુર ના મહારાજ શિલાદિત્ય નો તે સૌથી પ્રિય હતો.

સાક્ષાત માં સરસ્વતી પોતાની વાણી માં લઈને ફરતો હતો આ ચારણ પુત્ર. મહારાજાના ખુબજ નજીક હોવાથી તેઓને રાજદરબારમા સૌ મામળદેવ તરીકે ઓળખતાં આ મામ ળદેવ ના પત્ની દેવળબા ખુબ જ ધાર્મિક તથા મૃદુ સ્વભાવ ના હતા.એમના ઘર મા લ ક્ષ્મિ માતા સદાય ને માટે બિરાજમાન રહેતા.મામળદેવ ને મળતા અધિક માન સન્મા ન થી ઘણા લોકો ખુશ ન હતા તથા તેમના મન મા મામળદેવ પ્રત્યે દ્વેષ ની લાગણી ઉ દ્દભવી હતી.

એક સમયે એવુ બન્યુ કે દ્વેષિલા વ્યક્તિ ઓ એ રાજા ના મન મા એવુ ઠસાવી દીધુ કે મા મળદેવ નિઃસંતાન છે. મિત્રો તમને જણાવી દઈએ કે આજથી વર્ષો પહેલાં નિઃસંતાન રહેવું એટેલે એક ખુબજ ચિંતા જનક કારણ બની જતું લોકોતેને ટોકતા અને કંઈક અલગ રીતેજ જોતાં હતા.તેથી કરીનેજ અમુક લોકોએ રાજાના કાન ભર્યા હતાં અને કહ્યું આ ચારણ રાજ્ય માટે અ હિતકારી છે તથા તેના નજીક રહેવા થી રાજ્ય ગુમાવી બેસશે. મહારાજ આ લોકો ની વાત મા ફંસાઈ ને મામળ ને રાજસભા મા થી ધૂતકારી મુક્યો. આ દ્રશ્ય મામળ થી સહન નહોતુ થતુ.આ ઘટના બાદ બધા લોકો તેને મેણા-ટોણા મારવા લાગ્યા. ખુદ રાજ જ્યારે આવું કરે છે ત્યારે પ્રજા પણ વધી વધી ને તેનો બહિષ્કાર કરે છે. મામળ આ અસહ્ય ઘટના નુ વિવ રણ જઈ ને પોતાની પત્નીને જણાવે છે.

આ સમગ્ર બાબત જાણતાં પત્ની ખુબજ ગુસ્સે થાય છે.ચારણ પોતાનાં આ અપમાન ને લીધે ખુબજ દુઃખી થઈ ગયો હતો રાજાનાં કહ્યા બાદ પ્રજા એ પણ મામળ ને કહેવા નું કહ્યું હતું. મામળ આ કડવા વ્યવહારો સહન નહોતો કરી શકતો.અંતે તે પોતાની મૂંઝવણ લઈ ને મહાદેવ ના મંદિરે પહોચે છે ત્યા જઈ ને મહાદેવ ના ચરણો મા પોતાનુ મસ્તક નમાવી દ્રઢ નિર્ણય લે છે કે જો તેની વિનંતી પ્રભુ નહી સ્વિકારે તો તે પોતાનુ શીશ ભગવાન ના ચરણો મા સમર્પિત કરી દેશે. આ જ ઘડી થી તે ભગવાન ની અનન્ય ભક્તિ મા ડૂબી જાય છે.

ચારણ ને ભક્તિ શિવાય અન્ય કોઈ રસ્તો દેખાતો નથી.ચારણ પોતાનું તન મન બધું ધ્યાનમાં લગાવી ને ભોળાનાથ ને પ્રસન્ન કરવાં માંગે છે. પરંતુ આટલી ઘોર તપસ્યા કરવા છતા પણ તેને કોઈ ફળ ની પ્રાપ્તિ થતી નથી.માટે તે કટાર થી પોતાનુ શીશ પ્રભુ ના ચરણો મા અર્પણ કરવા જાય છે એટલા મા જ પ્રભુ મહાદેવ તેમની ભક્તિ થી ખુશ થઈ ને જણાવે છે કે પાતાળ લોક ના નાગદેવતા ની સાત પુત્રી અને એક નાગપુત્ર તમારે ત્યા જન્મ લેશે. આટલી વાત સાંભળતાં ની સાથેજ ચારણ એક દમ ચોંકી જાય છે.

ત્યારે હવે ચારણ પોતાની ખુશી ને વ્યક્તિ નથી કરી શકતો એટલો ખુશ હતો. મામળ એટલો ખુશ હતો કે તેને થતું કે ક્યારે ઘરે જવ અને પોતાની પત્નીને સમગ્ર વાત વિશે જણાવી.ભોળાનાથ ના આ વાત કહ્યા બાદ ચારણ તરત ઘરે જવા નીકળે છે. ભોળા નાથ ના આદેશ મુજબ મહા સુદ આઠમ ને રવીવાર ના શુભ દિવસે આઠ પારણા મા સા ત નાગપુત્રી ઓ તથા એક નાગપુત્ર મનુષ્યરૂપે અવતરિત થયા ત્યારે મામળ ની ખુશી સમાઈ રહેતી નથી.ખુશી થી તેની છાતી ગજ ભૂલવા લાગે છે.

ભોળાનાથ એ પ્રશ્ન થઈ ને આપેલ વરદાનથી મામળ ને ત્યાં સાત પુત્રી ઓ થઈ હતી જેનું નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ અને સૌથી મોટી પુત્રી ભગવતી જગદંબા જાનબાઈ અને પુત્ર મેરલદેવ આ બાળકો ના જન્મ ના સમાચાર સાંભળી આખુ રોહિશાળા ગામ ખુશ ખુશાલ થઈ ગયુ ત્યારે હવે એ લોકોની બોલીતી બંધ થઈ ગઈ હતી જે લોકો મામળ ને નિશાંતાન માનતા હતા.હવે આ ચારણ પોતાની જિંદગી સર ઉઠાવી ને જીવી શકે તેમ હતો. પેહલ કોઈ પણ બાળ ક ના હોવાથી લોકો તેને ટોણા મારતા પરંતુ હવે બધાની બોલતી બંધ થઈ ચૂકી હતી. ત્યારે હવે આ ચારણ પરિવારનું સમગ્ર જીવન સરસ રીતે ચાલતું હતું.પરંતુ એક દિવસે થઈ જાય છે એક એવી ઘટનાં જેને લીધે થાય છે માં ખોડિયાર નું આગમન મેરલદેવ ખેતર મા ખેતી કરતા હતા ને ઝેરી સાપ તેમને પાછળ થી આવી ને ડંખી ગયો.

ચારણ પુત્ર મીરલ દેવ કામ માં એટલો મગ્ન હતો કે તેને ખબર પણ ના પડીકે સાપ એક દમ નજીક આવી ગયો છે. આ ઝેર ને કાઢવા ઘણા નુસ્ખા ઓ અજમાવ્યા પણ કઈ ફેર ના પડ્યો. ત્યારે તેઓએ ને એક ખાસ ઋષિ પાસે લઈ જવામાં આવે છે.આ ઋષિ ઝેર ને ઉતા રવાનો ઉપાય બતાવે છે અને તે મુજબ પાતાળ મા રહેલ નાગલોક નુ અમૃત જાળ જો સુર્ય અસ્ત થયા પહેલા મેરલદેવ ને આપવા મા આવે તો ઝેર ઉતરી શકે છે. ત્યારે હવેમાં આ કામ કરવા સાત બહેનો માંથી એક બહેન કરવા માટે તૈયાર થાય છે.

જાનબાઈ આ સમગ્ર કામ કરવા માટે તૈયાર થાય છે. ત્યારે જાનબાઈ પાતળા જાવા રવાના થાય છે.તે અમૃત કળશ લાવે છે.પરંતુ તે સમયે તેના પગ મા કોઈ વસ્તુની ઠોકર લાગી જાય છે. જેથી તે બરાબર ચાલી શકતા નથી ત્યારે અહીં જાનબાઈ ની ચિંતા માં વધારો થઈ જાય છે પરંતુ અહીં જાનબાઈ ન સહારો એક મગર બને છે જેથી તેમણે આ સફર પુર્ણ કરવા મા મગર ની મદદ લીધી હતી અને મેરલદેવ નો જીવ બચાવ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનાં માં મગર નિશ્ચિત સમય એ આવવું સંજોગ નહિ ચમત્કાર હતો.

બસ પછી શું હતું મગર અને સાક્ષાત ભોળાનાથ ના આશીર્વાદ થી પ્રગટ થયેલા સાત પુત્રીઓ દેવી થી કમ ના હતી તેઓ સાક્ષાત જગત જનની હતા. આ રીતે મગરને વાહન બનાવી જાનબાઈ માતા ખોડલ તરીકે આખા જગત મા પ્રખ્યાત થયા તેમના વાહન તરીકે મગર ને સ્થાન આપવા મા આવ્યુ.

આ ઉપરાંત એક પ્રસંગ એવો પણ છે છે કે રાનવઘણ ના માતા સોમલદે ખોડીયાર માતા ના ભક્ત હતા. તેમના આશિષ થી જ રાનવઘણ નો જન્મ થયો હતો.સોલમદે એ માં ખોડિયાર ની ખુબજ ભક્તિ કરી હતી.તેમેન પણ સંતાન માટે પ્રાર્થના કરી હતી અને તે માં ખોડિયાર એ સાંભળી હતી. એક કિસ્સા ની વાત છે રાનવઘણ પોતાની બહેન ની સહાયતા માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય છે અને તે યુદ્ધ ભુમિ મા જવા રવાના તૈયાર થઈ જાય છે.

તેમણે માતા નામંદિર ની નજીક થી લગભગ આશરે 200 મી. ઉંચાઈ થી ઘોડો કુદાવ્યો જોકે છતાં પણ રાનવઘણ કે ઘોડા ને કોઈપણ જાત ની હાની પહોચી નહી.ભાવનગર જીલ્લા ના સિહોર તાલુકા ના રાજપરા ગામ મા આવેલ ખોડીયાર માતા ના મંદિર ખુબ જ જાણીતુ છે જે ભાવનગર થી 17 અને સિહોર થી 4 કી.મી ના અંતરે આવેલુ છે જ્યાતાતણીયો ધરો પણ છે જેના લીધે માતા ધુરાવાળા ખોડીયાર તરીકે પણ પ્રસિદ્ધ થયા.માતા ખોડિયારનાં આવા અનેક નાના મોટા પ્રસંગો છે પરંતુ આ અમુક પ્રસંગો ખુબજ ખાસ છે. આજનાં દિવસે જ માતાનો જન્મ આ પૃથ્વી પર થયો હતો ત્યારે અમે તમને આ ખાસ પ્રસંગ જણાવ્યો છે.