જાણો હવન કે યજ્ઞ માં લોટના કોડિયામાં દીવો કેમ પ્રગટાવવામાં આવે છે?,જાણો એનું કારણ…

0
443

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અગત્યની માહિતી આપવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે જે તમને ધનવાન બનવામાં મદદ કરશે તો ચાલો જાણીએ.દીવો માનવ સંસ્કૃતિ સાથે હજારો વર્ષોથી વણાયેલ છે.દીવો પ્રગટાવવા માટે માટીનાં કોડીયા વપરાતા, પુરાતત્વશાસ્ત્રીઓને ભારતવર્ષના સૌથી પ્રાચિન દીવા નાં કોડીયા મોહેંજો ડેરોના,ઇ.સ.પૂર્વે ૨૭૫૦ ના સમયના મળી આવેલ છે.

આ સમયમાં દીવાઓનો ઉપયોગ મોટેભાગેતો ધાર્મિક હેતુમાટે નહીં પરંતુ ઉજાસ માટે થતો હતો.સહેજ મોટા કદના દીવા છત પર લટકાવવામાં આવતા હતાં જેથી ચોમેર અજવાળુ ફેલાય.ક્યાંક ક્યાંક ઘરોમાં ગોખલાની વ્યવશ્થા પણ રાખવામાં આવતી,જેમાં દીવા મુકવામાં આવતા.આ સમયમાં જોકે મોહેંજો ડેરોના સામાન્ય રહેવાસીઓ માટે તો દીવો પણ એક દુર્લભ વસ્તુ ગણાતી,કેમકે કોડીયામાં બળતણ તરીકે વપરાતા તૈલી પદાર્થો ત્યારે દુર્લભ હતા.આથી મોટાભાગના લોકોનો દિવસતો સાંજ પડતાંજ પૂરો થઇ જતો.

આપણે ઘણી વાર મંદિરોમાં લોટના કોડિયામાં દીવા સળગતા જોયા છે, પરંતુ આપણને ખબર નથી કે આ શા માટે કરવામાં આવે છે?હકીકતમાં, લોટના કોડિયામાં દીવો સળગાવવાથી ખૂબ મોટી ઇચ્છા પૂરી થાય છે.ઘણીવાર માનતાઓ પૂરી કરવા માટે પણ લોટના કોડિયામાં દીવો કરવામાં આવે છે.અન્ય દીવાઓની જેમ લોટના કોડિયાના દીવાને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. માતા અન્નપૂર્ણાના આશીર્વાદથી આ દીવો આપમેળે મળે છે.મા દુર્ગા, ભગવાન હનુમાન, શ્રી ગણેશ, ભોલેનાથ શંકર, ભગવાન વિષ્ણુના અવતાર અને શ્રી કૃષ્ણના મંદિરોમાં લોટના કોડિયામાં દીવો કરવાથી આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે પ્રગટાવવામાં આવે છે.

મુખ્યત્વે તાંત્રિક ક્રિયાઓમાં લોટના કોડિયામાં દીવો કરવામાં આવે છે.દેવું, લગ્ન, નોકરી, માંદગી, બાળજન્મ, પોતાનું મકાન, ઘરની તકરાર, પતિ-પત્નીમાં વિવાદ, સંપત્તિ, અદાલતમાં વિજય, ગંભીર આર્થિક સંકટ નિવારણ માટે લોટના કોડિયામાં દીવો કરવાથી મુશ્કેલીઓ દુર થાય છે.દીવાનો સંબંધ સીધોજ અગ્નિ સાથે છે. ભારતમાં પ્રાચીનકાળથી (સનાતન ધર્મ) સભ્યતાના ઉદય સાથે અગ્નિને પવિત્ર અને દૈવીભાવથી પૂજ્ય માનવામાં આવે છે.

દીવાનો મૂળ તાત્પર્ય અંધકારનો નાશ કરી પ્રકાશના પ્રસારણનો છે. દીવાનો પ્રકાશ જ્ઞાન, સુખ, સમૃદ્ધિ, ઉર્જા, અર્ઘ્ય, હકારાત્મકતાનું પણ પ્રતિક છે.આ દીવો ઘટતી અને વધતી સંખ્યામાં મૂકવામાં આવે છે. દીવો પ્રારંભ કરીને, તે 11 પર લેવામાં આવે છે. ઠરાવના પહેલા દિવસે 1, 2, 3, 4, 5 અને 11 ની જેમ 10, 9, 8, 7 સુધી દીવો પ્રગટાવ્યા પછી આવા દીવા ફરી ઘટતા ક્રમમાં મૂકવામાં આવે છે.લોટમાં હળદર નાખીને તેને બાંધવામાં આવે છે અને હાથથી તેને દીવાનો આકાર આપવામાં આવે છે.

ત્યારબાદ તેમાં ઘી અથવા તેલ નાખીને દીવાને પ્રગટાવવામાં આવે છે.માનતા પૂરી કર્યા પછી દીવાને મંદિરમાં એક સાથે મુકવામાં આવે છે.જો દીવાઓની સંખ્યા પૂર્ણ થાય તે પહેલાં ઇચ્છા પૂર્ણ થઇ જાય તો દીવો પ્રગટાવો. કોઈ પણ શુભ દિવસ, ચોઘડિયામાં શુભ દિવસો અને દીવો ગીરવે મૂકી શકાય છે. દીવો પ્રગટાવતી વખતે જે કાર્ય કરવાનું હોય તે સાથે બોલવું.દીવો એદિવાળીના પર્વ સાથે જોડાયેલ છે,પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા દીપાવલી સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે.

સામાન્ય રીતે આપણે દીપ નો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીયે છીએ,પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ વરદાન આપેલ છે કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે દીવડાઓ પ્રગટાવશે તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં.આમ આ દીવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએ એક દીવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.અત્યાર ના યુગ મા પણ મોટેભાગે માણસો ભગવાન મા શ્રધા રાખે છે અને પૂજા પણ કરે છે પરંતુ એવું તો બનતું હોય છે કે તે રોજ ભગવાન સામે દીવો નથી પ્રગટાવવા.

દીવો પ્રગટાવવો એક સારી ટેવ છે તેમજ માત્ર ધર્મિક દૃષ્ટિકોણ થી નહી પરંતુ તે આપડા સ્વાસ્થય માટે પણ સારું ગણવામાં આવે છે. તો ચાલો જાણીએ દીવો પ્રજવલિત કરવા થી થતા ફાયદાઓ વિશે.તમને કદાચ ખ્યાલ પણ નહિ હોય કે દીવો પ્રજ્વલિત કરવું ખાલી ઘર ને સુશોભિત નથી કરતું પરંતુ તે શરીર ને સ્વસ્થ તેમજ રોગમુક્ત પણ રાખે છે. દીવો પેટાવવા પાછળ આપડા વડીલો ના મત મુજબ તેનાથી ઘર પ્રકાશમય બની ઉઠે છે અને તેની સબીતે વિજ્ઞાન પણ આપે છે.

જો ઘર મા ઘી અથવા તો સરસવ ના તેલ નો દીવો પ્રજ્વલિત કરવામાં આવે તો તેની જ્યોત થી નીકળતો ધુમાડો વાતાવરણ માં રહેલ સુક્ષ્મ જીવો ના કણ ને બહાર કાઢે છે અને તે એક રૂમ શુધીકરણ નુ કામ કરે છે. દીવા મા રહેલ તરંગો ઘરમાં રહેલી ઉદાસીનતા દૂર કરવામાં પણ મદદ કરે છે.એવું પણ મનાય છે કે તેલ ના દીવા ઓલવાય ગયા બાદ કલાકો સુધી તેની ફોરમ ઘર મા વિદ્યમાન રહે છે. એવી જ રીતે ઘીનો દીવો ઓલવાયા પછી અંદાજીત ૪ કલાક સુધી તેની સાત્વિક અસર ઘરમા જોવા મળે છે.

દીવો ઘર ને રોગમુક્ત બનાવે છે. દીવા સાથે જો એક લવિંગ પણ સાથે બાળવાથી તેની અસર બમણી થઇ જાય છે.ઘી મા ત્વચા રોગ દૂર કરવાના અને બીજા ઘણા રોગો સામે રક્ષણ આપવાના ગુણ હોય છે. તેનાથી વાતાવરણ ને દુષિત કરતુ પ્રદુષણ પણ અટકાવી શકાય છે. એક જગ્યાએ પ્રજ્વલિત કરેલ દીવો આખા ઘર ને ફાયદો આપે છે પછી કોઈ પૂજા સમએ ત્યાં હોય કે ઘર ના બીજા રૂમ મા હોય. ધાર્મિક માન્યતા મુજબ ઘી સાથે અગ્નિ નો સંપર્ક વાતાવરણ ને સાત્વિક અને પવિત્ર બનાવે છે.

તેલનો દીવો દુઃખોનું નિવારણ કરે છે અને ઘીનો દીવો સુખ-સમૃધ્ધિ આપે છે. પરંતુ તે દીવો કરતી વખતે પણ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જ્યારે આપણે દેવી દેવતાઓની પૂજા કરતા હોઈએ ત્યારે ઘીનો અથવા તેલનો દીવો કરતા હોઈએ તો દીવો આપણા જમણા હાથ પાસે જ રાખવો જોઈએ. દીવાની જ્યોત કંઈ દિશામાં જાય છે તે પણ ખુબ મહત્વનું છે, હંમેશા દીવાની જ્યોત ઉત્તર કે પૂર્વ દિશામાં જવી જોઈએ. આવી રીતે દીવાની જ્યોત રાખવાથી આપણી દરેક મનોકામના પૂરી થાય છે અને ધનપ્રાપ્તિના યોગ બને છે.

દક્ષીણ કે પશ્ચિમ દિશામાં દીવાની જ્યોત ક્યારેય ન રાખવી જોઈએ કારણ કે તે દિશામાં જ્યોત રહે તો તેનાથી કોઈ પણ લાભ થતા નથી.તેલનો દીવો દુખ દુર કરવા માટે વપરાય છે પરંતુ જો તે સરસવ કે તલના તેલનો હોય તો તેનાથી વધુ લાભ પ્રાપ્ત થાય છે તેમજ ઘરમાં રહેલી દરેક નકારાત્મક ઉર્જા દૂર થાય છે. દીવો કરતી વખતે આ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે દીવામાં ઘી અને તેલ બંને ક્યારેય મિક્સ ના કરવું જોઈએ. એકલા ઘીનો દીવો કરવો અથવા તો તેલનો પરંતુ તેલ અને ઘી બંને મિક્સ કરી દીવો કરવાની ભૂલ ક્યારેય ના કરવી જોઈએ.