જાણો હનુમાનજીના આ ચમત્કારિક મંદિર વિશે, જ્યાં પોતે બજરંગબલી ડોક્ટર બનીને કેન્સર જેવા જોખમી રોગને મટાડે છે…..

0
231

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, આજે અમે તમને એવા ચમત્કારિક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં કેન્સર જેવા જીવલેણ રોગની સારવાર આપવામાં આવે છે. આ મંદિર ગ્વાલિયરથી આશરે 80 કિમી દૂર આવેલું છે, આ મંદિર સંકટ મોચન હનુમાન જીનું મંદિર છે. લોકોની ઈચ્છા છે કે જે કોઈ આ કેન્સરની બીમારી આ મંદિરમાં લાવે, તે સાજા થયા પછી જ જાય છે.

આ મંદિરમાં હનુમાન પોતે એક ડોક્ટર તરીકે આવે છે અને લોકોને સુધારે છે અને જાય છે. આ સાથે જોડાયેલી એક વાર્તા છે: શિવકુમાર દાસ નામના સાધુને કેન્સર હતું. તે ભગવાનની સેવામાં દિવસ-રાત વિતાવતો, ભગવાનનો આ ગુલામ કેન્સર જેવા જીવલેણ રોગનો ભોગ બન્યો. એક દિવસ રાત્રે, જ્યારે દાસ ભગવાનના આશ્રયમાં બેઠા હતા, ત્યારે ભગવાનએ તેમની સારવાર કરી અને દાસ કેન્સરથી સ્વસ્થ થયા.દૂરથી લોકો ભગવાન હનુમાનને તે મંદિરમાં ડૉક્ટર તરીકે પૂજે છે.

આવુજ બીજું મંદિર આ મંદિરનું નામ ત્રિલોકી ધામ હનુમાન મંદિર છે. આ મંદિર મેરઠના જિલ્લામાં ધર્મનગરી દાહર માં આવેલ છે. અહીં માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ આ મંદિરમાં બજરંગબલીનાં દર્શન કરવા માટે આવે છે તેના બધા જ કષ્ટો દૂર થઈ જાય છે. ખાસ કરીને અહીં દર્શન માટે આવતા ભક્તોની તમામ બીમારીઓમાંથી છુટકારો મળી જાય છે.સ્થાનીય લોકો અનુસાર અહીંયા હનુમાનજીની પૂજા કરવાથી કેન્સર કિડનીની સમસ્યા ટીબી જેવા ગંભીર રોગોથી છુટકારો મળે છે. જે લોકોની બાધા-માનતા પૂરી થાય છે તે લોકો બીજી વાર પોતાના પરિવાર સાથે અહીંયા દર્શન કરવા માટે આવે છે.

મંદિરના સંરક્ષક દેશ ભૂષણ સિંહ ના જણાવ્યા અનુસાર મંદિરમાં સાક્ષાત દેવી શક્તિઓનો વાસ રહે છે જે ભક્તોનાં કષ્ટો દૂર કરે છે તથા તેમની બીમારીઓને દૂર ભગાવે છે. તેમના જણાવ્યા અનુસાર અહીંયા ફક્ત કેન્સર જ નહીં પરંતુ એઇડ્સ જેવી ભયાનક તથા જેનો ઇલાજ શક્ય નથી તેવી બીમારીઓ નો પણ અહીંયા ઈલાજ થાય છે. જે ભક્તો પર હનુમાનજીની કૃપા હોય છે તે ખૂબ જ જલ્દી સ્વસ્થ થઈ જાય છે.

મંદિરના પૂજારી ના જણાવ્યા અનુસાર રોગીને રોગ મુક્ત થવા માટે અહીંયા માથું નમવું પડે છે સાથે-સાથે બજરંગ બલી નો સિદ્ધ કરેલ મંત્રનો જપ કરવાનો રહે છે. આ મંત્રનો જપ ૯૦ દિવસ સુધી કરવાનો હોય છે. આ પ્રક્રિયાને મંદિરમાં દર્શન સમયથી ચાલુ કરીને ઘર સુધી કરવાની હોય છે. આવું કરવાથી રોકી ત્રણ મહિનાની અંદર રોગમાંથી સંપૂર્ણ પણે રોગમુક્ત થઈ જાય છે.

મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સિવાય શિવ ભગવાનની પણ મૂર્તિઓ આવેલી છે. તેમના દર્શન કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી બધી જ તકલીફો દૂર થઈ જાય છે. આ મંદિરમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો દર્શન કરવા માટે આવે છે. અહીંયા સૌથી વધારે ભીડ હનુમાન જયંતીના દિવસે જોવા મળે છે. આ સિવાય હોળી દિવાળી અને શિવરાત્રિ ઉપર પણ અહીના લોકોનો ધસારો ખૂબ જ પ્રમાણમાં રહે છે.

આવું જ બીજું મંદિર બજરંગ બલી ની પુજા-આરતી માટે મંગળવાર ના દિવસ નુ ખુબ જ મહત્વ રહેલ છે. ભગવાન હનુમાન અનેક નામો ધરાવે છે. જેમ કે પવન પુત્ર , બજરંગ બલી. જેની પુજા કરવા થી તમામ પાપો દુર થાય છે અને તમામ સમસ્યા ઓ નો ઉકેલ આવે છે. કળીયુગ ના સમય મા પણ પવન પુત્ર નો વાસ પૃથ્વિ પર રહેલ છે.ભગવાન રામ નો પરમ ભક્ત હનુમાન ને માનવા મા આવે છે. જેના હ્રદય મા પણ માત્ર ભગવાન રામ અને સીતા રહેલ છે જે તેમણે પોતાની છાતી ફાડીને બતાવ્યુ. પણ તમે બધા આ વાત થી તો પરીચિત જ હશો. પણ તમને એમ લાગતુ હશે કે હનુમાન જી ના લગ્ન થયા ન હતા. પણ વાસ્તવ મા તેના લગ્ન થઈ ગયા હતા.

તમામ લોકોએ જોયેલ મંદિરો મા ભગવાન હનુમાન ની એકલી પ્રતિમા જ જોઈ હશે. પણ હૈદરાબાદ થી આશરે ૨૦૦ કી.મી. ના અંતરે આવેલ તેલંગાણા ના ખમ્મ જીલ્લા નુ ફક્ત એક દેવાલય કે જ્યા ભગવાન હનુમાન સાથે તેમની પત્ની સુવર્ચલા સાથે ની પ્રતિમા જોવા મળે છે. અને શ્રદ્ધાળૂઓ તેમની ખુબ આસ્થા ભેર આરતી કરે છે.આ દેવાલય ને લઈ એવુ અનુમાન લગાવવા મા આવે છે કે પરણીત યુગલ આ દેવાલય ના દર્શન માત્ર થી લગ્ન સંબંધિત તમામ તકલીફો દુર થઈ જાય છે.તે જાણીએ કે કઈ રીતે થયા હતા વિવાહ અને છતા પણ હનુમાનજી ને બ્રહ્મચારી શા માટે ગણવા મા આવે છે. શાસ્ત્રો મુજબ માની એ તો સુર્યદેવ પાસે આંઠ વિદ્યાઓ રહેલ હતી.

મહાબલી તમામ વિદ્યાઓ શિખવા ની ઈચ્છા ધરાવતા હતા. ભગવાન સુર્ય એ ચાર વિદ્યાઓ શીખિ પરંતુ ચાર શિખવા માટે લગ્ન થયેલ હોવા જરૂરી હતુ. અને આ બાકી ની વિદ્યાઓ વિવાહીત શિષ્યો ને જ આપવામા આવતી.પણ એક ગંભીર તકલીફ એ હતી કે હનુમાનજી બ્રહ્મચારી હતા અને તેમણે એવી શપથ લીધી હતી કે તે તમામ વિદ્યા ઓ મા પારંગત થશે. ભગવાન સુર્ય એ કહ્યુ કે વિવાહ કર પણ બજરંગ બલી બ્રહ્મચર્ય તોડવા સહમત ન હતા. ભગવાન સુર્ય ના જણાવ્યા પછી પવનપુત્ર વિવાહ માટે માની જાય છે કેમ કે પછી જ વિદ્યા પ્રાપ્ત કરી શકે એમ હતા.

ભગવાન સુર્ય એ વિવાહ માટે પોતાની પુત્રી સુવર્ચલા ને કહ્યુ. સુવર્ચલા એ ખુબ જ મહાન યોગીની હતી અને સાથે સાથે તે ધ્યાન મા જ મગ્ન રહેતી. જેથી ભગવાન સુર્ય એ પવન પુત્ર ને વિશ્વાસ આપ્યો કે આમ તેનુ બ્રહ્મચર્ય પણ એમ નુ એમ જ રહેશે. વીવાહ બાદ સુવર્ચલા ધ્યાન મગ્ન અવસ્થા મા જતી રહેશે.આમ પવન પુત્ર એ સુર્યદેવ ની પુત્રી સાથે વિવાહ કર્યા અને બાકીની વિદ્યા મેળવી. અને વિવાહ બાદ સુર્ય પુત્રી તરત જ તપસ્યા મા મગ્ન થઈ ગઈ. આમ વિવાહ થઈ ગયા હોવા છતા પવન પુત્ર સદા માટે અવિવાહીત અને બ્રહ્મચારી જ રહ્યા.

આમ જોતા તેમની પત્નિ નો ક્યાય ઉલ્લેખ જ થયો નથી. અને આ દેવાલય મા તેમની પત્નિ સાથે તે પુજાય છે.આવું જ બીજું મંદિર આપણા ધાર્મિક ગ્રંથો અને પુરાણો માં હનુમાનજી ની શક્તિ અને પરાક્રમ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એવું બતાવવામાં આવે છે કે હનુમાન જી વર્તમાન સમય માં પણ ધરતી પર અજ્ઞાત રૂપથી વાસ કરે છે, મહાબલી હનુમાનજીને અમરતા નું વરદાન પ્રાપ્ત થયું છે. એ જ કારણે આ કળિયુગ માં પણ એમના ભક્તોની રક્ષા કરે છે. આમ તો જોવામાં આવે તો મહાબલી હનુમાનજી ના ઘણા બધા મંદિર દુનિયામાં આવેલા છે.

હનુમાનજી ના આ મંદિરો સાથે સબંધિત ઘણી એવી કથાઓ પ્રચલિત છે, જે એની ઉપસ્થિત નો અહેસાસ કરાવે છે.પરંતુ આજે તમને આ પોસ્ટ ના માધ્યમ થી હનુમાનજી ના એક એવા મંદિર વિશે જાણકારી આપવાના છીએ. જેના વિશે સાંભળીને તમને ખુબ જ મોટું આશ્ચર્ય થશે. કારણકે આ મંદિર માં મહાબલી હનુમાનજી ની મૂર્તિ શ્વાસ લે છે અને એના મુખમાંથી એકધારું રામ નામ નો જાપ થતો રહે છે. એટલું જ નહિ, પરંતુ અહી પર રહેલા હનુમાનજી ની પ્રતીમાં એમના ભક્તો ના હાથથી પ્રસાદ પણ ગ્રહણ કરે છે.

અમે તમને જે મંદિર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ તે હનુમાનજી નું ચમત્કારી મંદિર હટાવા માં આવેલું છે, જ્યાં મહાબલી હનુમાનજી ની જીવિત મૂર્તિ જોવા મળે છે. કાનપુર દેહાત અને હટાવા માં પિલુઆ સ્થાન પર હનુમાનજી નું આ ચમત્કારી મંદિર આવેલું છે. શહેર થી ૮ કિલોમીટર દુર યમુના ના કિનારે બીહડ માં બનેલા આ મંદિર માં હનુમાનજી લડ્ડુ ખાઈ છે. આ મંદિર ની અંદર દુર દુર થી ભક્ત એના દર્શન માટે આવતા હોય છે. ભક્ત એને પિલુઆ વાળા મહાવીર ના નામથી બોલાવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી ના આ મંદિર માં દર્શન કરતા ભક્તો ના જટિલ માં જટિલ રોગ પણ સારા થઇ જાય છે.

પિલુઆ મહાવીર મંદિર ની અંદર લોકો દુર દુરથી હનુમાનજી ની પૂજા કરવા માટે આવે છે. અહી ના સ્થાનીય લોકો નું એવું માનવું છે કે આ મંદિર માં મહાબ્લીલ હનુમાનજી ધ્યાન મગ્ન થઈને બેઠા છે અને એની પ્રતિમા શ્વાસ લે છે.હનુમાનજી ની શ્વાસ નો અવાજ ચોખ્ખો સંભળાય છે. એટલું જ નહિ હનુમાનજી ની આ પ્રતિમા રામ નું નામ જપતી રહે છે. એના મુખથી રામ નામ ની ધ્વની નીકળતી રહે છે.

અહી જે હનુમાનજી ની મૂર્તિ રહેલી છે તે સુતી અવસ્થા માં છે અને એનું મુખ દક્ષિણ દિશા તરફ છે. આ મંદિર વિશે લોકો નું કહેવું છે કે મહાબલી હનુમાનજી ના મુખ પર લડ્ડુ અને બુંદી નો ભોગ એના મુખ પરથી થોડી વાર માં જ ગાયબ થઇ જાય છે. હજી સુધી એ વાત ની જાણકારી નથી મળી કે આ પ્રસાદ જે ભોગ લગાવવામાં આવે છે તે આખિર ક્યાં જાય છે. અહી જે પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે એનું કહેવું છે કે અહી પર જે સાચા મનથી માંગવામાં આવે છે તે મનોકામના જરૂર પૂરી થાય છે.

મહાબલી હનુમાનજી ના આ મંદિર ના ચમત્કાર ના કારણે જ લોકો એના દર્શન કરવા માટે દુર દુર થી મોટી સંખ્યા માં આવે છે અને અહી એમના દુખ તકલીફો ને દુર કરવાની પ્રાથના કરે છે. આ મંદિર માં ભક્ત ક્યારેય પણ નિરાશ થઈને જતા નથી. દરેક ભક્તો ની પુકાર હનુમાનજી જરૂર સાંભળે છે.