જાણો હાલના મોટાભાગના ગુજરાતી સિંગરોનાં પ્રેરક એવા ડાયરા કિંગ મણીરાજબારોટ ના જીવનની કેટલીક રસપ્રદ વાતો.

0
273

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ગુજરાત ના ફેમસ સનેડો ફેઇમ મણીરાજ બારોટ વિશે તમને જણાવી દઇએ કે મણીરાજ બારોટ એક એવુ નામ છે જેણે લોકગીતોની પ્રસિદ્ધોને એક ઉચા મુકામ ઉપર મુક્યા તેમજ મણીરાજ એક એવુ નામ છે જે અત્યારે મણીયારો,હોકલીયો,અને સનેડો બનીને લોકોના કાનમા અત્યારે પણ ગુંજે છે.

તમને જણાવી દઇએ કે મણીરાજના મધુર અને સુરિલા કંઠે ગુજરાતમા તો ખરા જ પણ વિદેશમા વસતા દરેક લોકો ના દિલમા રાજ કર્યુ હતું અને આજે આપણે વાત કરી રહ્યા છે ગુજરાતના પ્રસિદ્ધ અને લોકલાડીલા એવા મણીરાજ બારોટ વિશે.મિત્રો આપણે સૌ જાણીએ છે કે સ્વ.મણીરાજ બારોટ પહેલા ના ફેમસ ગાયક અને ગુજરાતી કલાકાર હતા અને આજે આપણે જે સનેડો વિશે જાણીએ છે.

તે સ્વ.મણીરાજ બારોટની દેન છે પરંતુ હાલમા તો મણીરાજ બારોટ તો નથી પરંતુ હવે તેમની દિકરી રાજલ બારોટ પિતાના પગલે ચાલીને સ્ટેજ ઉપર ધૂમ મચાવે છે મિત્રો સનેડો ગીત આપીને આખા ગુજરાતી ઓમાં સિંગર મણિરાજ બારોટ અમર થઈ ગયા તેમજ મિત્રો તમને જણાવી દઇએ કે મણીરાજ બારોટનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના બાલવા ગામમા થયો હતો.

અને તેઓ નાનપણથી જ તેમને ગીતો ગાવાનો ખુબજ શોખ હતો અને નાની ઉમરમા જ તેમના મધુર કંઠે મા સરસ્વતીનો વાસ હતો તેમજ તેઓ પાટણ જિલ્લાના દરેક નાના મોટા ગામોમા તેઓ તેમના મધુર અવાજે પ્રોગ્રામ અને લોક ડાયરામા ગીતો ગાવાનું ચાલુ કર્યુ હતું અને ત્યારબાદ તેઓએ સંગીત ક્ષેત્રે પ્રથમ પગ મુકયો અને તેમણે તેમની પહેલી કેસેટ બહાર પાડી જેનુ નામ હતું મણીયારો આવ્યો લ્યા.

અને પહેલી કેસેટની સફળતા પછી તેમણે બીજી કેસેટ છેલ દરવાજે ઠોલકી વાગી હતી અને આ કેસેટોમા ગાયેલા તેમના મધુર અવાજે મણીરાજ બારોટ આખા ગુજરાતમા ખુબજ પ્રસિદ્ધ થયા હતા અને એટલુ જ નહી તે સમયમા જે લોકો તેમનો અવાજ સાંભળતા તેઓ મણીરાજ બારોટના અવાજ્ના દિવાના થઈ જતા હતા તમને જણાવી દઇએ કે મણીરાજ બારોટ પોતાના ગામમા ઘણો સમય રહ્યા હતા.

અને પછી તેઓ અમદાવાદમા રહેવા માટે આવી ગયા હતા અને અહિ ડાયરાના બાદશાહ મણીરાજ બારોટે એક અભિનેતા તરિકે વર્ષ 1998મા તેમણે તેમની પહેલી ફિલ્મ ઠોલો મારા મલકનો ફિલ્મમા અભિનય કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા એન્ટ્રી કરી હતી અને આ ફિલ્મા તેમની સાથે બીજા મૂખ્ય કલાકારમા પ્રાજલ ભટ્ટ,હેમાક્ષી શર્મા,અરવિંદ રાઠોડ અને કલ્પના દિવાન હતા તેમજ આ ફિલ્મા મણીરાજ બારોટે ગાયેલા ગીતોએ દરેક દર્શ્કોના દિલ્મા એક આગવુ સ્થાન બનાવી દીધુ હતું.

અને આફિલ્મા અભિનય કર્યા બાદ મણીરાજ બારિત ગુજરાતી ફિલ્મોના રૂપેરી પડદે ચમકવા લાગ્યા હતાઅને મણીરાજની પહેલી ફિલ્મની અઢળક સફળતા બાદ તેમણે બીજી અન્ય ફિલ્મોમા પણ અભિનય કર્યો હતો જેમા સાજન હૈયે સાંભરે,શેણી વિજાનંદ,મેના પોપટ,છેલ પદમણી અને ખોડિયાર છે જોગમાયા અને આ ફિલ્મોમા પણ ખુબજ સફળ રહી હતી તમને જણાવી દઇએ કે ફિલ્મોમા અભિનય ઉપરાંત તેઓએ ગુજરાતી ગીતોના આલ્બમ પણ બનાવ્યા હાતા.

જેમા મુખ્યુત્વે મણીરાજ ની રમઝટ,હાલો મણીરાજના ડાયરામા અને સડક ઉપર ઝાપરી મા તેઓએ પિતાના મધુર અવાજે ગાયેલા ગીતોથી લોકોને દિવાના બનાવી દીધા હતા.તમને જણાવી દઇએ કે મણીરાજનુ એક એવુ ગીત જે માત્ર ગુજરાતમા જ નહી પરંતુ દેશ વિદેશમા વસતા ગુજરાતી લોકો વચ્ચે ખુબજ પ્રખ્યાત થયુ હતું અને તે ગીત હતું જી હો લાલ સનેડો અને ત્યારબાદ એક એવો કાળો દિવસ આવ્યો હતો.

જે હતો 30 સપ્ટેમ્બર 2006ના રોજ મણીરાજ બારોટને હાર્ટ એટેક આવવાથી તેમનુ દુખદ અવસાન થયુ હતું તમને જનાવી દઇએ કે મણીરાજ બારોટની ફેમીલીમા તેમની ચાર દિકરી માથી તેમની બે દિકરી રાજલ બારોટ અને હિરલ બારોટ સંગીત ક્ષેત્રે જોડાયેલા છે તેમજ તે સિવાય મણીરાજ બારોટના ભાઇ રસીક ભાઇ પણ સંગીત ક્ષેત્રે જોડાયેલા છે તેમજ મણીરાજ ના ભત્રીજા વ્યોકેશ બારોટ અને તેમના ભાણેજ રાકેશ બારોટ પણ સંગીત ક્ષેત્રે એક આગવુ સ્થાન ધરાવે છે.

અને આજે પણ જ્યારે કોઈ લગ્નકે કોઈ શુભ પ્રસગે સનેડો ગીત ગવાઇ છે ત્યારે તેમના દિવાના તેમને ભીની આંખોથી આજે પણ યાદ કરે છે.ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં આદર સાથે લેવાતા નામમાંથી એક છે મણિરાજ બારોટ. આજે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેમની રચનાઓ અને તેમની યાદો તો છે જ કહેવાય છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે અને મણિરાજ બારોટની પુત્રી રાજલ આજે તેમનું નામ રોશન કરી રહી છે મીડિયા સાથે વાત કરતા રાજલ કહે છે કે લોકોને મારામાં મારા પિતાની ઝલક દેખાય છે અને બસ મારા માટે આ જ સૌથી મોટી વાત છે અને મને કોઈ રાજલ બારોટ તરીકે નહીં ઓળખે તો ચાલશે પણ મારે મણિરાજ બારોટની દીકરી તરીકે ઓળખાવું છે.