જાણો ગંગામાં અસ્થિઓ વિશર્જન કરવાનું કારણ, અને ત્યાર બાદ આ અસ્થીઓનું શું થાય છે અને કયા જાય છે…

0
441

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં એક ખુબ જ જૂની પરંપરા છે. કે વ્યક્તિના મૃત્યુ બાદ તેની અસ્થિને લોકો ગંગામાં પધરાવવા માટે જાય છે. આ પરંપરા સદીઓથી ચાલતી આવે છે. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણો દેશ એક પરંપરાઓ અને સંસ્કૃતિનો દેશ છે. આપણા દેશમાં ઘણી બધી એવી પ્રાકૃતિક વસ્તુઓ છે જેને આપણે ખુબ જ ધાર્મિક અને પવિત્ર માનીએ છીએ.આપણા પ્રાચીન ગ્રંથ ગરુડ પુરાણ અનુસાર, જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ પાસે આવે છે. ત્યારે યમરાજ એ વ્યક્તિને થોડા સંકેત આપે છે.

યમરાજના બે દૂત મરવા વાળા લોકો પાસે આવે છે, અને એની આત્માને યમલોક લઈ જાય છે. પણ ફક્ત પાપી મનુષ્યોને જ યમના દૂતોથી બીક લાગે છે. સારા કર્મ કરવા વાળા વ્યક્તિઓને મરતા સમયે પોતાની સામે દિવ્ય પ્રકાશ દેખાય છે, અને તેમને મૃત્યુથી ભય નથી લાગતો.એવું જણાવવામાં આવ્યું છે કે, જે મનુષ્ય મૃત્યુને પ્રાપ્ત થવાનો હોય છે તે અંત સમયે બોલી નથી શકતો. અંત સમયમાં વ્યક્તિનો અવાજ બંધ થઈ જાય છે, અને એનો અવાજ ઘરઘરવા લાગે છે. એવું પ્રતીત થાય છે જાણે કોઈ એનું ગળુ દબાવી રહ્યું હોય.

વ્યક્તિના અંતિમ સમયમાં એને ઈશ્વર તરફથી દિવ્ય દૃષ્ટિ પ્રદાન થાય છે, અને તે બધા સંસારને એકરૂપ સમજવા લાગે છે.તેમજ જયારે કોઈનો અંતિમ સમય નજીક આવે છે ત્યારે એને આંખોથી કંઈ દેખાતું પણ નથી. તે આંધળો થઈ જાય છે. એને એની આસપાસ બેસેલા લોકો પણ દેખાતા નથી. એની બધી ઈન્દ્રીઓનો નાશ થઈ જાય છે. તે જડ અવસ્થામાં આવી જાય છે, એટલે કે હરવા-ફરવામાં અસમર્થ થઈ જાય છે. ગરુડ પુરાણમાં કંઈક આ રીતે મૃત્યુને પરિભાષિત કરવામાં આવી છે.હવે મૃત્યુ પછીની વાત કરીએ, તો આપણે ત્યાં મરનાર વ્યક્તિનો રીતિ રિવાજ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

અંતિમ સંસ્કાર પછી એની અસ્થિઓ ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યુ છે? કે ગંગામાં અસ્થિઓ વિસર્જિત કર્યા પછી તે ક્યાં જાય છે? નહીં, તો ચાલો અમે તમને જણાવીએ.આ જગ્યાએ જાય છે અસ્થિઓ, આપણા દેશની પવિત્ર નદી ગંગામાં રોજ હજારો લોકોની અસ્થિઓ વિસર્જિત થાય છે. આટલી બધી અસ્થિઓ વિસર્જિત કરવા છતાં પણ આ નદીને પવિત્ર માનવામાં આવે છે. સનાતન ધર્મનું માનીએ તો વ્યક્તિની અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરવાનું કારણ એમની આત્માને શાંતિ પ્રાપ્ત કરાવવાનું છે.ઘણા બધા લોકો એવું કહે છે કે, તેઓ પોતાના પાપ ધોવા માટે ગંગા નહાવા જઈ રહ્યા છે.

તો તમને જણાવી દઈએ કે, અંતિમ સંસ્કાર પછી અસ્થિઓ ગંગામાં એટલા માટે વિસર્જિત કરવામાં આવે છે, જેથી મારવા વાળા વ્યક્તિ પાપ મુક્ત થઈ જાય. જો તેણે પોતાના જીવનમાં કોઈ પાપ કર્યા હોય તો અસ્થિઓ ગંગામાં વિસર્જિત કરવાથી તે પાપ મુક્ત થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે અસ્થિઓ વિસર્જિત થયા પછી કયાં જાય છે.આ સવાલનો જવાબ કદાચ જ કોઈને ખબર હશે.

અહીં સુધી કે વૈજ્ઞાનિકોને પણ આ સવાલનો જવાબ નથી ખબર. જણાવી દઈએ, કે અસ્થિઓ વિસર્જિત થયા પછી સીધી હરી વિષ્ણુના ચરણોમાં એટલે કે વૈકુંઠ જાય છે. તેમજ, વૈજ્ઞાનિક અનુસાર ગંગાના પાણીમાં પારો એટલે કે મરક્યુરી હોય છે, જે શરીરમાં રહેલા કેલ્શિયમ અને ફોસ્ફરસને પાણીમાં ઓગાળી દે છે. આ કારણે આ પાણી જીવ જંતુઓ માટે ઘણું પૌષ્ટિક થઈ જાય છે.

આપણે બધા જ જાણીએ છીએ કે લોકો ગંગામાં મૃતક વ્યક્તિના અસ્થિને પધરાવે તો છે પરંતુ તેની પાછળ રહસ્ય શું રહેલું છે. તેના વિશે ખુબ જ ઓછા લોકોને ખબર હોય છે. ગંગામાં અસ્થિને વિસર્જિત કરવાના બે કારણ છે એક પૌરાણિક મહત્વ અને એક વૈજ્ઞાનિક મહત્વ રહેલું છે. જેના વિશે આજે અમે તમને જણાવશું.

મિત્રો પતિતપાવન ગંગા નદીને આપણે ત્યાં દેવી સ્વરૂપ માનવામાં આવે છે. કેમ કે ગંગા નદી સ્વર્ગમાંથી ધરતી પર આવી છે. એવી માન્યતા છે કે ગંગા ભગવાન વિષ્ણુના ચરણમાંથી નીકળી છે અને ભગવાન શિવજીની જટા માંથી વહે છે. એટલા માટે તેને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શિવજી અને વિષ્ણુ વચ્ચેના સંબંધો ખુબ જ ઘનિષ્ટ હોવાને કારણે ગંગાને પતિતપાવની કહેવામાં આવે છે. અને ગંગામાં માત્ર એક જ વાર સ્નાન કરવાથી આપણા બધા જ પાપોનો નાશ થઇ જાય છે.

તો મિત્રો ચાલો આપણે જોઈએ કે ગંગામાં અસ્થિઓને વિસર્જિત કરવાનું પૌરાણિક મહત્વ શું રહેલું છે. એક દિવસ દેવી ગંગા ભગવાન વિષ્ણુને મળવા માટે વૈકુંઠમાં જાય છે અને ત્યાં જઈને ભગવાનને કહે છે કે, પ્રભુ, મારા જળમાં સ્નાન કરવાથી બધાના પાપ નષ્ટ થઇ જાય છે. પરંતુ હું આટલા બધા પાપનો બોઝ કેમ ઉઠાવી શકીશ ? કેમ કે મારામાં બધા સ્નાન કરીને પાપને છોડતા જશે તે પાપોને હું કેવી રીતે નષ્ટ કરીશ.

આ પ્રશ્ન પર ભગવાન શ્રી વિષ્ણુ જવાબ આપતા જણાવે છે કે, ગંગા, જ્યારે સાધુ, સંત, વૈષ્ણવ આવીને તારામાં સ્નાન કરશે તો તારા બધા જ પાપો તેના સ્નાનથી ધોવાય જશે.ગંગા નદીની આટલી પવિત્રતાથી પ્રભાવિત થઈને હિંદુ ધર્મનો કોઈ પણ વ્યક્તિ હોય એ એવી ઈચ્છા ધરાવતો હોય છે કે મારા અસ્થિઓને મારા વંશજ ગંગામાં પધરાવે. પરંતુ મિત્રો આપણને એ પણ નથી ખબર કે શા માટે ગંગામાં જ પધરાવવામાં આવે છે અને તેની પાછળનું શું રહસ્ય છે, આપણી અસ્થિ ત્યાં પધરાવવામાં તો એ ક્યાં જાય તેના વિશે પણ જાણી લઈએ. મિત્રો ગંગા નદીમાં રોજ હજારો લોકો દ્વારા અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે.

પરંતુ તેમ છતાં પણ ક્યારેય ગંગા નદીનું પાણી ગંદુ નથી થયું. આ વાતને જાણીને તમને ઓન હેરાની થશે કે વૈજ્ઞાનિકો પણ આ રહસ્ય જાણી નથી શક્યા. કેમ કે રોજે ગંગામાં અસંખ્ય માત્રામાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે છતાં પણ ગંગાનું જળ ખુબ જ પવિત્ર અને પાવન જ રહે છે. વૈજ્ઞાનિકો દ્વારા આ રહસ્યની ખોજ ગંગા સાગર સુધી કરવામાં આવી તમે છતાં તેનો કોઈ જવાબ મળ્યો નહિ અને વૈજ્ઞાનિકો પણ અસફળ રહ્યા કે ગંગા શા માટે આટલી સ્વચ્છ છે.

સનાતન ધર્મ અનુસાર એવી માન્યતા છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આત્માને શાંતિ માટે તેની અસ્થિને ગંગામાં વિસર્જિત કરવાનું ઉત્તમ માનવામાં આવે છે. અસ્થિ ગંગામાં વિસર્જિત કરવા પાછળ એવું કહેવામાં આવે છે કે તે અસ્થિઓ સીધી ભગવાન શ્રી વિષ્ણુના ચરણમાં વૈકુંઠમાં જાય છે. એટલે કે તે અસ્થિને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પિત કરવામાં આવે છે. જે વ્યક્તિનો અંત સમય અથવા તેની અસ્થિ ગંગા સમીપ આવે છે તે મૃત્યુ પછી મોક્ષ મળે છે. તો મિત્રો ગંગામાં જો અસ્થિ વિસર્જિત કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ દ્વારા વ્યક્તિને મોક્ષ પ્રદાન કરવામાં આવે છે.

હવે જાણીએ આપણે અસ્થિ વિસર્જિત કરવા પાછળ તેનું વૈજ્ઞાનિક કારણ શું છે. વૈજ્ઞાનિક દ્રષ્ટીએ આપણે જોઈએ તો ગંગાજળમાં પારો એટલે કે મરક્યુરી રહેલું હોય છે. જેના કારણે આપણા અસ્થિઓમાં રહેલું ફોસ્ફરસ પાણીમાં જાય છે.જે ગંગામાં રહેતા જીવજંતુઓ માટે એક પોષ્ટિક આહાર સમાન છે. વૈજ્ઞાનિક દ્રષ્ટીએ આપણા અસ્થિમાં સલ્ફર પણ રહેલું હોય છે. મરક્યુરી અને ફોસ્ફરસ મળીને મરક્યુરી સલ્ફાઈડ સોલ્ટ ઉત્પન્ન કરે છે. જે પાણીમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે જેના કારણે તે પાણીને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે.