જાણો એક એવાં બહાદુર રૉ એજન્ટ વિશે જેણે પોતાનું 60 ટકા જીવન પાકિસ્તાનમાં વિતાવ્યું હતું, એકવાર તેનાં કિસ્સા વાંચજો તો ગર્વ થશે….

0
316

આજે આપણે વાત કરીશુ એવા દેશ ભક્તની, જેણે પોતાની જીવ જોખમમાં મૂકી દેશની એવી સેવા કરી જે આમ નાગરિક કરી ન શકે.એક એવા માણસની વાત જેના પિતાએ પોતાનું જીવન ઇન્ડિયન એરફોર્સના નામે કરી દીધુ.આજે અમે તમને કહીશું એક બ્લેક ટાઇગર રવિન્દ્ર કોશિકની એક થિયેટર આર્ટિસ્ટથી લઈને રો એજન્ટ બનવાની કહાની.ચાલો પેલા તમને બતાવુંએ કે જાસૂસી આખરે હોય છે સુ,અને આ સિક્રેટ એજન્સી કેવી રીતે કામ કરે છે.જ્યારે પણ જાસૂસી વાત આવે ત્યારે બધા મોઢે એક જ વાત આવે તે છે રો એજન્સી નામ આવે છે.કેમકે રો એક એવી ભારત ની એવી એજન્સી છે કે જે પોતાના એજન્ટ ને બીજા દેશમાં મોકલી અને ગુપ્ત માહિતી એકઠી કરે છે.જેનાથી એ જાણી શકાય કોઈ દેશ આપણી ઉપર આક્રમણ તો નથી કરી રહ્યો ને,અને કોઈ દેશ આપણી ઉપર પણ જાસૂસી નથી રાખી રહ્યોંને.

આ એજન્સીઓનું કામ ગુપ્ત વાતો ની માહિતી એકઠી કરવાનું,ખાલી રો જ નઈ પણ આખી દુનિયામાં ઘણી એજન્સીઓ છે જે આવી માહિતી એકઠી કરે છે.cia, kgb,mix,isi, વગેરે ઘણી બીજી એન્જસીઓ છે.જે પોતાના એજન્ટને બીજા દેશમાં મોકલે છે. અને ગુપ્ત માહિતી એકઠી કરે છે.અને બધા દેશોની એક શર્ત હોય છે કે જો તમે આમ કરતા પકડાઈ જાવ તો એમાં અમે તમને કોઈ મદદ ના કરી શકીએ.અને જો કોઈ એજન્ટ પકડાઈ જાય તો દેશ નકારી કાઢે છે કે અમે તેને નથી ઓળખતા,આ હોય છે જાસૂસીની જિંદગી જે પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાના દેશ માટે ગુપ્ત માહિતી એકથી કરે છે.જે અલગ અલગ દેશ માં જઈને પોતાનું કામ કરે છે.એમને પણ ખબર હોય છે કે જ્યાં સુધી લોકોને મારી અસલિયત નથી ખબર ત્યાં સુધી જ મારું જીવન છે.જે દિવસે મારી અસલિયત લોકોને ખબર પડી ગઈ તે દિવસ મોત.

તો ચાલો જાણીએ આ રો એજન્ટ રવિન્દ્ર કૌશિક વિશે, ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાની મીડિયા અને કોર્ટે સરબજીતને એક ભારતીય જાસૂસ ગણાવ્યો હતો. જોકે, આ વાતમાં કેટલી સત્યતા હતી તે અંગે હજુ સુધી જાણવા મળી શક્યું નથી. જોકે, આ ઘટનામાં એક વાત એ પણ સામે આવી હતી કે જાસૂસોનીજિંદગી ભારે મુશ્કેલ હોય છે. જે દેશ માટે કામ કરતા કરતા નિપજે, એ જ દેશ તેને સ્વિકારવા તૈયાર નથી થતો. એનો સાથ થોડી દે છે.

હાલમાં ભારતમાં સ્વતંત્રતાના 68માં પર્વની ઉજવણી ચાલી રહી છે. આ અવસરે અહીં એક એવા ભારતીય જાસૂસની વાત રજૂ કરવામાં આવી રહી છે જેની કહાની કોઈ જેમ્સ બોન્ડથી પણ કમ નથી. એક એવો જાસૂસ કે જે ભારતીય હોવા છતાય પાકિસ્તાની સૈન્યમાં મેજર બની ગયો. એ જાસૂસ એટલે રાજસ્થાનના શ્રીગંગાનગરનો સપુત રો એજન્ટ રવિન્દ્ર કૌશિક.

કોણ હતો રવિન્દ્ર કૌશિક અને કઈ રીતે પહોંચ્યો એ પાકિસ્તાનની સૈન્યમાં મેજરના પદ સુધી11 એપ્રિલ 1952માં જન્મેલા રવિન્દ્ર કૌશિક એક થિયેટર કલાકાર હતા. લખનૌના એક કાર્યક્રમ દરમિયાન એની મુલાકાત ભારતીય ગુપ્તચર એજન્સી રો ના અધિકારીઓ સાથે. રવિન્દ્ર કામ જોતા તેને નોકરની ઓફર કરાઈ. રો રવિન્દ્રને પાકિસ્તાનમાં જાસૂસ બનાવી મોકલવા ઈચ્છતી હતી. માત્ર 23 વર્ષની જ ઉમરે રવિન્દ્ર પાકિસ્તાનના મિશન પર મોકલવામાં આવ્યાં.પાકિસ્તાન જતા પહેલા દિલ્હીમાં લગભગ તેને બે વર્ષ સુધી ટ્રેનિંગ અપાઈ. પાકિસ્તાનમાં એને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના નડે એ માતે તેની સુન્નત પણ કરાવામાં આવી. ટ્રેનિંગમા રવિન્દ્રને ઉર્દુ, ઈસ્લામ અને પાકિસ્તાન વિશે જાણકારીઓ અપાઈ. પંજાબી બોલનારા શ્રીગંગાનગરના આ જાસૂસને પાકિસ્તાનમાં વધારે મુશ્કેલીઓ ના નડી.

ઉલ્લેખનીય છે કે ભારત પહેલાથી જ ચીન અને પાકિસ્તાનની આંખમાં કણાની જેમ ખૂંચતું હતું. 1971માં બાંગ્લાદેશના જન્મ બાદ પાકિસ્તાન નવો હુમલો કરવાની તૈયારીમાં લાગ્યું હતું. જેને ધ્યાનમાં લેતા 1975માં રવિન્દ્રને પાકિસ્તાનમાં મોકલવામાં આવ્યા. તેમણે કરાચી યુનિવર્સિટીમાં પ્રવેશ પણ મેળવી લીધો.પાકિસ્તાનમાં રવિન્દ્રએ નબી અહમદ શાકિરના નામે પાકિસ્તાની નાગરિકત્વ મેળવી લીધું અને કાયદાની ઉપાધી હાંસલ કર્યા બાદ પાકિસ્તાની સૈન્યમાં સામેલ થઈ ગયાં. પાકિસ્તાની સૈન્યએ તેને પ્રમોશન આપતા મેજરનો રેન્ક આપ્યો.

આ દરમિયાન એક સ્થાનિક યુવતી અમાનત સાથે તેમને પ્રેમ થઈ ગયો અને બન્નેએ પાકિસ્તાનમાં જ નિકાહ કર્યા. 1979થી 1983 સુધી તેમણે પાકિસ્તાની સૈન્ય અને સરકાર સંબંધીત બધી જ મહત્વની જાણકારી ભારત મોકલાવી. એ સમયના ભારતના ગૃહપ્રધાન એસ.બી. ચ્વહાણે તેમને ‘બ્લેક ટાઈગર’નો ખિતાબ આપ્યો.

રવિન્દ્ર કૌશિકે પોતાના જીવનના લગભગ 30 વર્ષો પરિવારથી દૂર એક એવા દેશમાં વિતાવ્યા કે જ્યાંનો માહોલ એકદમ અલગ હતો. પાકિસ્તાન કેટલીય વખત રાજસ્થાનની સરહદ પર હુમલો કરવાનો મનસુબો બનાવતું હતું પણ આ અંગેની જાણકારી ભારતને પહેલાથી જ મળી જતી અને પાકિસ્તાનનો પ્લાન નિષ્ફળ નિવડતો1983માં રવિન્દ્ર કૌશિકને મળવા માટે રોના એક એજન્ટને પાકિસ્તાનમાં મોકલવામાં આવ્યો. પણ એ પાકિસ્તાનમાં ઝડપાઈ ગયો. લાંબી યાતના અને પૂછપરછ બાદ તેણે રવિન્દ્ર કૌશિક અંગે બધુ જ જણાવી દીધું.

આ અંગેની જાણ થતા જ રવિન્દ્ર કૌશિકે ભારત પરત આવવાનો પ્રયાસ કર્યો પણ ભારત સરકારે તેમા રસ ના દાખવ્યો. રવિન્દ્રની ધરપકડ કરી તેને સિયાલકોટની જેલમાં મોકલી દેવાયાં. પૂછપરછ દરમિયાન લાલચ અને યાતનાઓ આપવા છતા પણ તેમણે પોતાનું મોં ના ખોલ્યું.

1985માં તેમને ફાંસીની સજા સંભળાવાઈ, જેને બાદમાં ઉમરકેદમાં ફેરવી દેવાઈ. મિયાંવલી જેમાં 16 વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ 2001માં તેમનું મોત નિપજ્યું.આ બાજુ, ભારત સરકારે રવિન્દ્ર સંબંધીત બધા જ રેકોર્ડ નષ્ટ કરી નાખ્યા અને રોને પણ ચેતવણી આપી કે આ મામલે ચુપ જ રહે. રવિન્દ્રના પિતા ઈન્ડિયન એરફોર્સમાં અધિકારી હતા. રિટાયર થયા બાદ તેઓ ટેક્સટાઈલ મિલમમાં કામ કરવા લાગ્યાં. રવિન્દ્રએ જેલમાંથી પોતાના પરિવારને કેટલાય પત્રો લખ્યાં. એમા તેમણે તેના પર થનારા અત્યાચારોની દાસ્તાન રજુ કરી હતી.એક પત્રમાં રવિન્દ્રએ પોતાના પિતાને પૂછ્યું હતું કે શું ભારત જેવા દેશમાં બલિદાન આપનારાઓના આવા જ હાલ થાય છે.રવીન્દ્ર કૌશિકને આજે પણ ભારતીય ઇતિહાસનો સૌથી ચાલાક અને જોખમી જાસૂસ કહેવામાં આવે છે. તે એક નાનો એવો નહિ પણ એક એવો જાસૂસ હતો. જે એકલો પાકિસ્તાન ગયો અને પાકિસ્તાન સેનામાં મેજર બની ગયો, પણ કોઈએ જરા પણ ગંધ ન આવી.

કોણ હતા રવિન્દ્ર કૌશિક.રવિન્દ્ર કૌશિકનો જન્મ 1952 માં રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં થયો હતો. તે નાનપણથી જ થિયેટર અને અભિનયનો શોખીન હતો. તેનો શોખ પૂરો કરવા માટે, તે શિક્ષણ પછી થિયેટરમાં જોડાયો. થિયેટર પછી, રવિન્દ્ર કૌશિક બોલિવૂડમાં જઇને અભિનેતા બનવા માંગતો હતો, પરંતુ બની ગયા ભારતીય સૈન્યના જાસૂસ.જાસુસ બનાવવાની વાર્તા ખૂબ જ રસપ્રદ છેખરેખર, વર્ષ 1975 માં, ભારતીય ગુપ્તચર એજન્સીના એક અધિકારીએ રવિન્દ્ર કૌશિકને પ્રથમ વખત નાટક રજુ કરતા જોયો. ત્યાર બાદ તેણે રવિન્દ્રને ‘ભારતીય ગુપ્તચર એજન્સી’ માં જોડાવાની ઓફર કરી, જેનો તે અસ્વીકાર ન કરી શક્યો અને ‘ભારતીય ગુપ્તચર એજન્સી’ માં જોડાઈ ગયો.

રવિન્દ્ર કૌશિક જયારે ‘ભારતીય ગુપ્તચર એજન્સી’ માં જોડાયો, ત્યારે તે માત્ર 23 વર્ષનો હતો. જોડાઈ તો ગયો, પરંતુ જાસૂસી વિશે તેને કોઈ પણ પ્રકારની જાણકારી ન હતી. આ સમય દરમિયાન તેમને ડિટેક્ટીવ બનવાની તાલીમ આપવામાં આવી, ત્યાર બાદ તેણે ‘ભારતીય ગુપ્તચર એજન્સી’ અને ‘રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ’ માટે ગુપ્ત એજન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. અહીંથી, તેના જીવનને તે વળાંક મળ્યો. જેના વિષે તેણે સ્વપ્નમાં વિચાર્યું પણ ન હતું.

આ પછી, ‘ભારતીય ગુપ્તચર એજન્સી’ ના મિશન હેઠળ રવિન્દ્ર કૌશિકને પાકિસ્તાન મોકલવાની તૈયારીમાં શરુ થઇ. આ સમય દરમિયાન, રવીન્દ્રએ ઉર્દૂ બોલવાથી લઈને મુસ્લિમ સંસ્કૃતિ, પુસ્તકો અને પદ્ધતિઓથી પોતાને પરિચિત કર્યા. પાકિસ્તાનમાં તેની કોઈ ઓળખી ન લે, એટલા માટે હિન્દુ હોવા છતાં, તેની સુન્નત કરાવવી પડી. છેવટે, વર્ષ 1975માં તેમને પાકિસ્તાન મોકલવામાં આવ્યા. આ સમય દરમિયાન ભારતમાં તેમના તમામ રેકોર્ડ નાશ કરી દેવામાં આવ્યા. એ વાતના કોઈ પુરાવા ન રહ્યા કે રવિન્દ્ર કૌશિક નામનો વ્યક્તિ અસ્તિત્વમાં પણ હતો.

તે દરમિયાન રવિન્દ્ર કૌશિક પાકિસ્તાન ગયો અને ત્યાં નબી અહમદ શકીર તરીકે રહેવા લાગ્યો. પાકિસ્તાનની ‘કરાચી યુનિવર્સિટી’માં પ્રવેશ લઈને એલએલબીનો અભ્યાસ શરૂ કર્યો. મિશન અનુસાર રવિન્દ્ર કૌશિકનો એકમાત્ર ઉદ્દેશ્ય પાકિસ્તાની સેનામાં ભરતી થવાનો હતો. જેથી ‘ભારતીય ગુપ્તચર એજન્સીઓ’ને ગુપ્ત માહિતી આપી શકે. તે દરમિયાન, તેની પસંદગી પાકિસ્તાન સેનામાં થઇ ગઈ. ત્યાં સુધી કે મેજરના હોદ્દા સુધી પહોંચી ગયા.

તે સમયગાળા દરમિયાન, રવિન્દ્ર કૌશિક વર્ષ 1979 થી 1983 સુધી પાકિસ્તાનની ઘણી મહત્વની માહિતી ‘ભારતીય ગુપ્તચર એજન્સીઓ’ને મોકલતા રહ્યા. પરંતુ પાકિસ્તાન સેનાને તેની ગંધ પણ ન આવી. રવિન્દ્ર કૌશિકને તેની જાસૂસી બદલ તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ‘ધ બ્લેક ટાઇગર’ નામ આપ્યું હતું.

તે સમય દરમિયાન, રવિન્દ્ર કૌશિકે કેટલીક એવી માહિતી પણ આપી હતી, જેનાથી ‘ભારતીય ગુપ્તચર એજન્સીઓને’ ને જાણ થઈ કે દેશની અંદર જ કેટલાક લોકો એવા પણ છે. જે પાકિસ્તાની સેનાને મદદ કરી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે રવિન્દ્ર કૌશિકે તે દરમિયાન પાકિસ્તાનમાં અમાનત નામની એક યુવતીને પસંદ કરવા લાગ્યા હતા અને તેણે તેની સાથે લગ્ન પણ કરી લીધા હતાં. અમાનતથી તેને એક પુત્ર પણ હતો હતો.

વર્ષ 1983 ની વાત છે. બધું ઠીક ચાલી રહ્યું હતું, તે દરમિયાન ભારત સરકારે નબી અહમદ શકિર (રવિન્દ્ર કૌશિક) નો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો. તો તેમણે ઇનાયત મસિહા નામના એક રો અધિકારીને પાકિસ્તાન મોકલ્યો, જે નબી અહમદ પાસેથી કેટલીક માહિતી એકત્રિત કરવા માટે આવ્યો હતો. પરંતુ તેની શંકાસ્પદ હિલચાલ પાકિસ્તાન સેનાને આવી ગઈ અને બંને પકડાઈ ગયા.

તે સમય દરમિયાન, પાકિસ્તાની સેનાએ તેના સૈનિક નબી અહમદ શકિર (રવિન્દ્ર કૌશિક) ની તાત્કાલિક ધરપકડ કરી હતી અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો. તે સમય દરમિયાન પાકિસ્તાન સેનાએ રવિન્દ્ર કૌશિકની વાસ્તવિકતાને બહાર લાવવામાં પાકિસ્તાન આર્મીને પુરા 2 વર્ષ લાગી ગયા, પરંતુ તેમણે જીભ ખોલી નહીં. પાકિસ્તાની સૈન્યમાં 2 વર્ષ સુધી જેલમાં તેમણે અત્યાચારો કરવા છતાં પણ રવિન્દ્ર કૌશિકે પોતાના કે ‘ભારતીય ગુપ્તચર એજન્સીઓ’ વિશે તેમણે કોઈ પણ પ્રકારની માહિતી આપી ન હતી.

તે સમય દરમિયાન, જ્યારે પાકિસ્તાની સેના તેમની પાસેથી કોઈ માહિતી ન કઢાવી શકી. તો વર્ષ 1985 માં મૃત્યુદંડની સજા ફટકારી દીધી હતી. પરંતુ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેની સજાને આજીવન કેદમાં બદલી નાખી. તે દરમિયાન, કૌશિકે મિયાવાલી અને સિયાલકોટ સહિત વિવિધ જેલોમાં તેના જીવનના 16 વર્ષો વિતાવ્યા. થોડા વર્ષો પછી, કૌશિક અસ્થમા અને બીજા ઘણા રોગોથી ગ્રસ્ત હતો. તેની સ્થિતિ દિવસેને દિવસે બગડતી ગઈ, સારવાર અને સુવિધાના અભાવને કારણે તેમને હૃદયરોગ થઇ ગયો.