જાણો દુનિયા ના સૌથી ખતરનાક આ 6 રસ્તાઓ વિશે, જો તમે પણ આ રસ્તા ઉપર થી જવાનુ વિચારી રહ્યા છો તો થઈ જાવ સાવધાન…..

0
258

રસ્તાઓનું નિર્માણ સામાન્ય રીતે લોકોની મુસાફરીને સુવિધાજનક બનાવવા માટે કરવામાં આવે છે. આનું નિર્માણ એટલા માટે કરવામાં આવે છે જેથી મુસાફરીનું અંતર આરામદાયક અને સારું રહે. આમ તો લગભગ દરેક માણસ પોતાના જીવનમાં રસ્તાઓ જરૂર જોયા હશે જે ડામરથી બનેલા હોય છે અને બહુ દૂર દૂર સુધી વિશાળ હોય છે. જોકે આજ કાલ રસ્તાઓના નિર્માણમાં પ્લાસ્ટિક અને બીજા ઘણા પ્રકારના પદાર્થનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. પરંતુ આજે અમે તમને થોડાક એવા રસ્તાઓ વિશે કહેવા જઈ રહ્યા છે જેને આજ સુધી દરેક લોકો એ જોયા પણ નહીં હોય અને તેના વિશે જાણ્યા પછી કદાચ જોવા પણ ન માંગો. આવું એટલા માટે કારણ કે આ રસ્તાઓની ગણતરી દેશના સૌથી ખતરનાક રસ્તાઓમાંથી થાય છે અને અહીં મુસાફરી કરવી મતલબ પોતાની જાન ને હથેળી પર લઈ ને ચાલવું.

ઝોજી લા.સૌથી પહેલા આપણે વાત કરીએ ખતરનાક રસ્તાઓમાંથી એક ઝોજી લા ની. આ રસ્તાઓનું નિર્માણ લેહથી શ્રીનગર જતી વખતે થયું છે. તે દરિયાઈ સપાટીથી લગભગ 11,000 ફીટની ઊંચાઈએ બાંધવામાં આવ્યું છે. ખરેખર જે આ રસ્તાઓ પર જાય છે તેના તો રુવાટા ઉંચા થઈ જાય છે. તમને એ પણ કહી દઈએ કે જ્યારે અહીં બરફ પડે છે એ દરમિયાન આ રસ્તો બહુ જ ખતરનાક થઈ જાય છે.

NH ૨૨.ભારતની તિબેટ તરફ જઈ રહેલો રસ્તો એનએચ 22 છે, જેનું નિર્માણ પહાડોને કાપીને બનાવમાં આવ્યો છે.કહી દઈએ કે આ રસ્તા પરથી પસાર થતી વખતે તમને વચ્ચે ઘણી ગુફાઓ પણ મળશે. આ રસ્તો એટલો ખતરનાક છે કે તેને મોત નો રસ્તો પણ કહેવામાં આવે છે.

કિનોર રોડ.હિમાચલમાં સ્થિત આ રસ્તો સંપૂર્ણપણે ખડકોથી ઘેરાયેલો છે અને આના પરથી પસાર થવા વાળા લોકોના મનમાં દરેક વળાંકમાં મોતનો ખતરો બની રહે છે. ખરેખર, આ રસ્તા પર ખૂબ જ ખતરનાક વળાંક છે, જે આવવા જવા વાળા લોકોનો પરસેવો છુટાવી દે છે.

નાથુ લા પાસ.સિક્કીમમાં આવેલો નાથુ લા રસ્તા પર એક બે નહીં પરંતુ બહુજ બધા વળાંક છે. જ્યાંથી પસાર થવું બહુ મુશ્કેલ છે. તમને આ જાણીને આશ્ચર્ય થશે કે આ રસ્તો આખી રીતે બરફથી બનેલો છે.

કિશ્વર કૈલાશ.કિશ્વર કૈલાશ રસ્તાનો ડરનો અનુમાન આનાથી જ લગાવી શકાય છે કે આની એક બાજુ ભયાનક ખાઈ છે તો બીજી બાજુ પહાડ છે. આ રસ્તાની ચડાઈ પણ બહુજ ખતરનાક છે.

ખર્ડુંગ લા પાસ.ખર્ડુંગ લા પાસ લદ્દાખમાં હાજર છે અને તમારી જાણકારી માટે કહી દઈએ કે આ રસ્તાની ઉંચાઈ 18,380 ફૂટ છે. તમારે આ જરૂર જાણી લેવું જોઈએ કે લદ્દાખ પ્રદેશમાં બનાવેલો આ રસ્તોના આખા ભારતમાં જ પરંતુ આખી દુનિયાની સૌથી ખતરનાક સડકોમાંથી એક છે. આ રસ્તા પર મુસાફરી દરમિયાન ઘણી વખત યાત્રીઓને ઑક્સિજનની કમીનો સામનો કરવો પડે છે.