જાણો ધરતી પર કેવી રીતે થઈ ભગવાન રામ ની ઉત્પત્તિ?, અને કેમ, જાણો એના પાછળ ની કથા….

0
248

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામ વિશે કહેવાય છે કે ભગવાન રામ ભગવાન વિષ્ણુના 7 મા અવતાર હતા એટલે કે, ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર ધર્મની સ્થાપના અને અધર્મને નાબૂદ કરવા માટે ભગવાન રામના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો.

મિત્રો રામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છે અને તે શ્રી રામ અને શ્રી રામચંદ્રના નામથી પણ જાણીતા છે તેમજ રામાયણમાં આવેલા વર્ણન મુજબ અયોધ્યાના રાજા સૂર્યવંશી રાજા, ચક્રવર્તી સમ્રાટ દશરથે પુત્રની ઇચ્છાથી યજ્ઞ કર્યો હતો જેના પરિણામે તેમના પુત્રોનો જન્મ થયો. શ્રી રામનો જન્મ દેવી કૌશલ્યાના ગર્ભાશયથી અયોધ્યામાં થયો હતો.શ્રી રામજી ચારે ભાઈઓ માં મોટા હતા.અને દર વર્ષે શ્રી રામ જયંતિ કે રામ નવમીનો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ચારેય બાજુ ઋષી -મુનિઓની તપસ્યા રાક્ષસો દ્વારા ભંગ થઈ રહી હતી.ત્યારે ચારે તરફ અધર્મ થવા લાગ્યો હતો ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરથી આ અધર્મના સંપૂર્ણ વિનાશ અને ધર્મની સ્થાપના માટે શ્રી રામના રૂપમાં પૃથ્વી પર માનવ સ્વરૂપમાં અવતાર લીધો અને શ્રી રામનો જન્મ અહીં રઘુવંશ કુળના રાજા દશરથના ત્યા થયો હતો અને આ કારણોસર તેમનું જીવન નિર્વાહ અને ખાવાનું પણ રાજવી પરિવાર જેવા હતા.

અને તે સમયે બાળકોને ગુરુ આશ્રમમાં ઋષિ ઓના આશ્રમમાં શિક્ષિત કરવામાં આવ્યા હતા.તમને જણાવી દઇએ કે ષિઓ અને મુનિઓ શાકાહારી હતા. આ માટે તેમના આશ્રમમાં તેમના શિષ્યો પણ આશ્રમના નિયમો નું પાલન કરતા હતા.ઋષિ મુનિઓનો આશ્રમ જંગલોમાં હતો અને તેથી જંગલોમાં ઉપલબ્ધ કંદમુલ-ફળ વગેરે ગુરુ અને આશ્રમના શિષ્યો દ્વારા ખોરાક તરીકે લેવામાં આવતા હતા.અને તેમા ભગવાન રામ પણ આ કંડામુલ-ફલાદીને ભોજન તરીકે લેતા હતા.

મિત્રો ભગવાન રામે પિતાના કહેવાથી તેમણે રાજગાદીનો ત્યાગ કરીને 14 વર્ષ લાંબો વનવાસ ભોગવ્યો. તેઓ તેમના શત્રુ પ્રત્યે પણ કરૂણા ભાવ દર્શાવતા હતા જો કે તેઓ જરૂર પડ્યે શત્રુને મારીને મોક્ષ આપવાની શક્તિ પણ ધરાવતા હતા.તેમણે માત્ર એક જ બાણથી તાડકા નામની વિશાળકાય રાક્ષસીને મારી નાખી. તો બે સમાંતર બાણથી સુબાહુ અને મારીચ નામના રાક્ષસોનો સંહાર કર્યો.

તે જ રીતે સીતાના સ્વયંવરમાં જે શીવ ધનુષ્યને સ્વયંવર સ્થળે લાવવા માટે ઘણા લોકોનો સહારો લેવો પડ્યો હતો તેવી જ રીતે શીવ ધનુષ્યને આસાનીથી ઉપાડી લીધું હતું. ભગવાન રામે ખર, દુષણ અને તેમના સૈન્યનો એકલા હાથે નાશ કર્યો હતો. જો કે પરમ શક્તિશાળી હોવા છતા પણ ક્યારેય તેમણે તેમની શક્તિનો દુરુપયોગ કર્યો નહોતો.જેનું ઉદાહરણ સમુદ્ર પર ગુસ્સે થવાના પ્રસંગમાં મળે છે.

રાવણે સીતા માતાને ત્રીસ દિવસનો સમય આપતા કહ્યું હતું કે, જો સીતાજી તેની સાથે લગ્ન માટે ન માને તો રાવણ તેને મારી નાંખશે તો બીજી તરફ ભરતજીએ પણ ચૌદ વર્ષના વનવાસ પછી જો રામ પરત નહી આવે તો તે પોતાની જાતની આહુતી આપી દેશે એવી પ્રતિજ્ઞા લીધી હતી.ભગવાન રામ અને તેમની સેના જ્યારે દક્ષિણ કિનારે પહોંચી ત્યારે લગભગ ત્રીસ દિવસ જ બચ્યા હતા.

મિત્રો આ ત્રીસ દિવસોમાં તેમને સમુદ્ર ઓળંગીને રાવણનો નાશ કર્યા બાદ સીતાને પરત લાવવાનું હતું તેમજ અયોધ્યા પરત ફરવાનું હતું. પોતાની પાસે સમય બહુ ઓછો હોવાથી લક્ષ્મણે સાગર દેવને રસ્તો આપવા સુચન કર્યુ આ વખતે ભગવાન રામ સમગ્ર માનવજાતિ માટે પ્રશંસનીય અને ઉદાહરણીય છે. તેમની પાસે સાગરદેવને અંકુશમાં રાખવાની સત્તા અને શક્તિ હતી પરંતુ તેમણે ત્રણ દિવસ સુધી સાગરદેવની ઉપાસના કરી તેમને મનાવવાનો પ્રયત્ન કર્યો. ત્રણ દિવસ પછી સાગરદેવને તેમની ફરજ યાદ કરાવવા માટે શ્રી રામે શસ્ત્ર ઉગામ્યુ. તરત જ સાગરદેવ ઉપસ્થિત થયા અને તેમને સાગર પાર કરવા માટેનો ઉપાય બતાવ્યા હતા.

મિત્રો તમને જણાવી દઇએ કે મહર્ષિ વાલ્મિકીએ ભગવાન રામ વિશે ઘણી કથાઓ લખી છે, જે વાંચીને કલયુગના લોકોને શ્રી રામ વિશે જાણવા મળે છે. વાલ્મીકિ ઉપરાંત પ્રખ્યાત મહાકવિ તુલસીદાસે પણ શ્રી રામની ઘણી કવિતાઓ દ્વારા કલયુગના માનવીને શ્રી રામ વિશે જણાવવા નો પ્રયાસ કર્યો હતો ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ભગવાન રામના મંદિરોની સ્થાપના કરવામાં આવી છે. આમાંના ઘણા મંદિરો ઐતિહાસિક રીતે બનાવવામાં આવ્યા છે.

મિત્રો જો આપણે ભગવાન શ્રી રામની મુક્તિ પહેલાં તેમના જીવનકાળ પર નજર કરીએ, તો ભગવાન રામે 10 હજાર વર્ષથી વધુ સમય સુધી પૃથ્વી પર રાજ કર્યું છે. આ લાંબા સમયગાળા દરમિયાન ભગવાન રામે ઘણા મહાન કાર્યો કર્યા છે જેણે હિન્દુ ધર્મને ગૌરવપૂર્ણ ઇતિહાસ આપ્યો છે. પ્રભુ રામ અયોધ્યાના રાજા દશરથના મોટા પુત્ર હતા, જેમણે જનકની રાજકુમારી સીતા સાથે લગ્ન કર્યા હતા. ભગવાન રામે તેની પત્નીની રક્ષા માટે રાક્ષસોના રાજા રાવણને પણ માર્યો હતો.

મિત્રો ભગવાન રામ પોતાના આદર્શ ચારિત્ર્ય માટે ઓળખવામાં આવે છે. ભગવાન રામના જન્મ પહેલા સુર અને અસુરનું જ નામ લેવામાં આવતું હતું. ત્યાં સુધી કે લોકો વચ્ચે માનવતાનું કોઈ મહત્વ જ ન હતું. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ એટલા માટે કહેવામાં આવ્યા કેમ કે તેમણે કોઈપણ પરિસ્થિતિમાં પોતાની મર્યાદા છોડી ન હત પોતાના અલૌકિક સ્વભાવમ અદ્દભુત કાર્ય, ઉત્તમ શીલ, અદ્દ્વિતીય વીરતા, અનુકરણીય સહનશીલતા, વિનમ્રતા, ધર્મ-પ્રિયતા, પરોપકાર, સ્વાર્થ ત્યાગને લીધે લોકોના મનમાં પોતાના પ્રત્યે ઘણો પ્રેમ મેળવી લીધો હતો.