જાણો D-mart નાં માલિક ની અનોખી કહાની,હાલમાં જીવે છે આવું આલીશાન જીવન, પ્રોપર્ટી નો આંકડો જાણી અચક પામી જશો……

0
1007

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે તમને જાણવા મળશે રાધાકિશન દામાણી નુ સંઘર્ષ સાહસ અને સફળતા વિશે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ. ડી માર્ટ ના માલિક રાધાકિશન દામાણીએ ભયંકર રોગચાળા સામે લડત આપવા માટે ભારત સરકાર ને 100 કરોડો રૂપિયાનું દાન કર્યું જે ખૂબ મોટી વાત છે. ઉપરાંત મોટું દિલ રાખીને જુદા જુદા રાજ્યોમાં 55 કરોડ રૂપિયા આપ્યા છે તેમજ ભારત સરકારે પાંચ કરોડ રૂપિયા આપ્યા છે ભારતભર માં ૨૦૦ જેટલા ડી -માર્ટ સ્ટોર્સ ચલાવતા રાજાકીશન દામાણી ની કથા જાણવાથી છે.

હંમેશા બગલાની પાંખ જેવા સફેદ કપડામાં નજર આવે છે અને આ રાજાકિસન દામાણી મિસ્ટર વાઈટ એન્ડ વાઈટ ની છાપ ધરાવે છે જેટલા ઉજળા એના કપડા છે, તેટલું જ તેનું દામન અને પાક સાફ છે. તેમજ રાજાકિસન દામાણી ના વિચાર એવા છે કે નીતિ તેમજ ઈમાનદારીથી ધંધો કરીને એ ગ્રેડ ઉદ્યોગપતિ બની જઈએ ભારતમાં. શિસ્તબદ્ધ અને સાદગીભર્યું જીવન જીવતા અવ્વલ દરજ્જાના ધનિક આના સફેદ કપડામાં પાનની હજી સુધી એક પિચકારી કે દાગ લાગ્યો નથી, લોકડાઉંન ના કારણે ભારતમાં ઉદ્યોગપતિ માં ઘટાડો થયો છે પરંતુ આ એક એવા ઉદ્યોગપતિ જેની સંપત્તિમાં કોઇ ઝાઝો ફરક પડયો નથી, રાજાકિશન 80-90ના દાયકામાં શેરબજારમાં ખૂબ પૈસા કમાયા, રિટેલ બજારમાં ઈન્વેસ્ટ કરતા લાઈન જ હસ્તગત કરી લીધી.2002 માં પાયા નખાયા પહેલા તો અપના બજાર ની ફ્રેન્ચાઇઝી લીધી આમ રાજાકિશન ઘણું બધું શીખી ગયા.

ત્યારબાદ પોતાની રિટેલ ચેનના બિઝનેસ શરૂ કર્યો.એવન્યૂ સુપર માર્ટ એટલે કે ડી-માર્ટનાં સ્થાપક રાધાકિશન દામાણી મુકેશ અંબાણી પછી ભારતનાં સૌથી મોટા બીજા ક્રમનાં ધનિક બન્યા છે. આ અઠવાડિયે જ તેઓ સૌથી મોટા છઠ્ઠા ક્રમનાં અમીર બન્યા પછી ૩ દિવસમાં જ ૪ પગથિયાની છલાંગ લગાવીને બીજા ક્રમ પર પહોંચ્યા છે. ફોર્બ્સની ધનિકોની યાદીમાં એચસીએલનાં સ્થાપક શિવ નાદર. બેન્કર ઉદય કોટક, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને લક્ષ્મી મિત્તલને પછાડીને બીજા ક્રમનાં ધનિક બન્યા છે.ફોર્બ્સ ઇન્ડિયા એ દેશના ધનિકોનું લિસ્ટ બહાર પાડ્યું છે.

આ લિસ્ટમાં સાતમાં ક્રમાંકે જેનું નામ છે તે છે રાધાકિશન દામાણી. આજે ડી માર્ટ ના ફાઉન્ડર રાધાકિશન દામાણીને રીટેઇલ બિઝનેસના કિંગ માનવામાં આવે છે. પરંતુ એક સમયે તેઓએ કેરીયરની શરૂઆત શેર બજારના રોકાણકાર તરીકે કરી હતી. એક આઇડિયાએ તેઓના નસીબને બદલ્યું અને ફક્ત 24 કલાકમાં તેઓની સંપતીને 100 ગણી વધારી દીધી હતી.રાધાકિશન દામાણીએ 1980ની સાલમાં શેરબજારમાં શરૂઆત કરી હતી.

પરંતુ તેઓની કંપની ડી માર્ટનો આઇપીઓ 2017માં આવ્યો ત્યાં સુધી રાધાકિશન દામાણી ફક્ત એક રિટેઇલ કંપનીના માલિક હતી. પરંતુ 21 માર્ચની સવારે જ્યારે તેઓએ બોમ્બે સ્ટોક એક્સચેન્જની ઘંટી વગાડી કે તેઓની સંપતીમાં 100 ગણો વધારો થઇ ગયો.21 માર્ચની સવારે રાધાકિશન દામાણીની કંપનીનો આઇપીઓ શેરબજારમાં લિસ્ટ થયો. દામાણીની કંપની ડી માર્ટનો શેર 604.40ના ભાવે લિસ્ટ થયો, જ્યારે ઇશ્યુ પ્રાઇઝ 299 રૂપિયા રાખવામાં આવી હતી. આ 102 ટકાનું રિટર્ન છે. છેલ્લા 13 વર્ષોમાં લિસ્ટીંગના દિવસે કોઇપણ શેરના ભાવમાં આટલો વધારો થયો નથી.દેશના ટોપ -10 ધનિકો પૈકીના એક બન્યા.

ફોર્બ્સ ઇન્ડિયા તરફથી જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર રાધાકિશન દામાણીની કુલ નેટવર્થ વધઈને 1430 કરોડ ડોલર (અંદાજે 1.01 લાખ કરોડ રૂપિયા)ની થઇ ગઇ છે. આ સાથે દામાણી આ લિસ્ટમાં સાતમાં નંબરે પહોંચી ગયા છે.નફો કરતા પહેલા વેઠ્યું હતું નુકશાન : દામાણીએ શરૂઆતના દિવસોમાં બોલ-બેરીંગના ધંધો કર્યો હતો પરંતુ નુકશાનના કારણે તેઓએ તેને બંધ કરી દીધો હતો. બાદમાં તેમના પિતાના મૃત્યુ બાદ ભાઇ સાથે મળીને સ્ટોક માર્કેટ ટ્રેડિંગની શરૂઆત કરી હતી અને તેઓએ નાની કંપનીઓમાં રોકાણની શરૂઆત કરી હતી.

1990 સુધી તેઓએ રોકાણ કરીને કરોડો રૂપિયા કમાઇ લીધા હતા. બાદમાં તેઓએ રીટેઇલ બિઝનેસમાં ઝંપલાવવાનું નક્કી કર્યું અને ધીરે ધીરે તેઓનો ધંધો વધતો ચાલ્યો. તેઓએ 1999માં રિટેઇલ બિઝનેસની શરૂઆત કરી હતી. આ એ સમય હતો જ્યારે કુમાર મંગલમ બિરલા અને ફ્યુચર ગ્રુપના કિશોર બિયાનીના પગલાઓ આ સેકટરમાં પડ્યા નહોંતા. આજે તેઓની કંપનીની વેલ્યું અંદાજે 1.13 લાખ કરોડ રૂપિયા છે. દામાણી હંમેશા સફેદ કપડા પહેરે છે અને શેરબજારના રોકાણકારો તેઓને “મિસ્ટર વ્હાઇટ એન્ડ વ્હાઇટ”ના નામથી ઓળખે છે.શેરબજારમાંથી આવી રીતે બનાવ્યા કરોડો રૂપિયા.

દામાણી કોઇપણ કંપનીમાં રોકાણ કરતાં પહેલા તેમની આર્થિક હાલતનો અભ્યાસ કરી લેતા.આ સિવાય તેઓ એ વાતની પણ ખાતરી કરતાં કે કંપની પર બહુ બધુ દેવું તો નથી ને. કોઇપણ કંપનીમાં ટૂંકા સમય માટે રોકાણ કરવાથી તેઓ બચતા હતા.કોઇ એક સેકટરને પકડી રાખવા કરતાં દરેક સેકટરની સારી કંપનીઓમાં રોકાણ કરતા.શેર ખરીદતા પહેલા એ વિચારી લેતા હતા કે આને ક્યારે વેચશે. મીડિયાથી દુર રહેતા રાધાકિશન દામાણી આ અઠવાડિયામાં મીડિયામાં ભારે ચર્ચામાં રહ્યાં છે. કારણ કે રાધાકિશન દામાણી ભારતના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. તેમણે અદાણી, ઉદય કોટક અને અઝીમ પ્રેમજીને પાછળ છોડી દીધા છે.

એવન્યુ સુપર માર્કેટના માલિક રાધાકૃષ્ણ દામાણી દેશના બીજા સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. શુક્રવારે દામાણીની સંપતિ 1.27 લાખ કરોડે પહોંચી ગઈ હતી જો કે હવે કંપની શેર વેલ્યુ વધતાં સાથે તેમની અંગત સંપતિમાં પણ વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં તેમના શેરની કિંમત 10 હજાર કરોડ રૂપિયા સુધી વધી છે. દામાણીની સંપતિમાં 800 કરોડ રૂપિયાનો વધારો થયો છે. દામાણી હવે દેશના બીજા શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. એવન્યુ સુપર માર્કેટ 21 માર્ચ 2017ના રોજ લિસ્ટ થઈ હતી. ત્યારે કંપનીની કુલ મૂડી 40 હજાર કરોડ રૂપિયા હતી. અત્યાર સુધીમાં તેના શેરના ભાવમાં 290 ટકાનો વધારો થઈ ગયો છે.

રિટેલ બજારમાં ઉતરતા પહેલા દામાણીની ઓળખ શેરબજારના દિગ્ગજ રોકાણકાર તરીકે થતી હતી. આજે પણ છે. પરંતુ શરૂઆતથી તેઓ સાદાઈપૂર્વક જીવન જીવે છે. શેરબજાર બાદ તેઓ રિટેલ સ્ટોરના બિઝનેસમાં આવ્યા અને 2017માં કંપનીને લિસ્ટિંગ કરી તેમના શેર બહાર પાડ્યા. અને ત્યારબાદ દામાણી એક પછી એક આઉટલેટ બનાવતાં ગયાં. હાલ ડી-માર્ટના 200થી વધારે આઉટલેટ છે. હાલ તેમણે સંપતિના મામલે અદાણી, ઉદય કોટક અને શિવ નાદરને પાછળ છોડી દીધા છે. તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.