જાણો કરોડપતિ બનવાના ચમત્કારી ઉપાયો,એક જ વાર અજમાવો અને જોવો પરિણામ,હંમેશા ભરાયેલી રહશે ઘર ની તિજોરી….

0
326

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે વ્યક્તિ એ ધનવાન બને છે એ પોતાના ભાગ્યના બળ પર અથવા તો તે પોતાના કર્મના બળ પર. તો પણ ક્યારેક ક્યારેક આ બંને બળ એ સમાપ્ત થઈ જાય છે માટે તો કહેવાય છે કે નિર્બળ બળ એ રામ કે ધર્મના કરો કોઈ ઉપાય.

ધન પ્રાપ્તિ માટે કેટલાક ઘણા લોકો લક્ષ્મી માતાનુ પૂજન કરે છે તો કેટલાક ઘણા તુલસીનો છોડ એ ઘરમા મુકીને રોજ સવાર સાંજ એ ઘી નો દીવો પ્રગટાવે છે અને કેટલાક લોકો તો દરેક શુક્રવારે લક્ષ્મી નારાયણ મંદિર જઈને તેને સફેદ રંગની મીઠાઈ એ ચઢાવે છે.મિત્રો આજે તમારા માટે એવા ટોટકા લઈને આવ્યા છે જે તમને ધન પ્રાપ્તિ માટે મદદ કરશે.ઘર અથવા વેપારના સ્થળે રાખેલી તિજોરી લક્ષ્મીનું સ્થાન હોય છે. એટલા માટે જ જરૂરી છે કે આ સ્થાન વાસ્તુના નિયમાનુસાર હોય. વાસ્તુ અનુસાર ઘરના મહત્વના સ્થાનની ગોઠવણ કરવામાં આવે તો તેની સકારાત્મક અસર જોવા મળે છે. જો કે વાસ્તુશાસ્ત્રમાં દિશા સૂચન ઉપરાંત કેટલાક એવા ઉપાયો પણ દર્શાવાયા છે જેને અમલમાં મુકવાથી પણ માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થઈ જશે અને ઘરની આવકમાં ઘટાડો થતો અટકશે.

તિજોરીમાં 10ની નોટનું એક બંડલ રાખો, તેની સાથે થોડા પીત્તળ અને ત્રાંબાના સિક્કા પણ રાખો. આ ઉપરાંત આવા થોડા સિક્કા પર્સમાં પણ સાથે રાખવા.તિજોરીમાં કોર્ટ-કચેરીના દસ્તાવેજ, ધન અને દાગીના એક સાથે ન રાખવા. એક સ્થાન પર રાખવાથી ધન હાનિ થાય છે. દાગીનાને લાલ વસ્ત્રમાં બાંધી અને અલગ બોક્સ અથવા પેટીમાં રાખવા.એક પીપળાનું પાન લેવું તેના પર દેશી ઘી અને લાલ સિંદૂરથી ऊं લખવો. આ પાનને તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય સતત પાંચ શનિવાર સુધી કરવો. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.તિજોરીને ધનથી ભરેલી રાખવા માટે તેમાં કુબેર યંત્ર અવશ્ય રાખવું. કુબેર યંત્રની પૂજા કરી તેને તિજોરીમાં શુભ મુહૂર્તમાં રાખવું. કુબેર યંત્રના કારણે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે.

ખંડિત ન હોય તેવું ભોજપત્ર લઈ તેના પર મોરના પીંછાની મદદથી ચંદન વડે ‘શ્રી’ લખવું. આ ભોજપત્ર તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં લાભની અનુભૂતિ થવા લાગશે.ગણેશ પૂજામાં જે સોપારીનો ઉપયોગ થયો હોય તેની પૂજા કરી અને તેને પણ સિક્કા પર સ્થાપિત કરી તિજોરીમાં પધરાવી શકાય. તિજોરીમાં રાખતી વખતે તિજોરી પર નાડાછડી અવશ્ય બાંધવી.ધન-સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તિજોરીની નીચે અથવા અંદર કાળી ચણોઠીના અગિયાર દાણા રાખવા. તિજોરીમાં રાખતાં પહેલાં તેને ગંગાજળથી પવિત્ર કરી લેવા. તિજોરીમાં લાલ વસ્ત્ર હંમેશા પાથરી રાખવું.

શંખનું હિન્દૂ ધર્મમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે રોજ પૂજા આરતી બાદ શંખનાદ કરવામાં આવે તો તેનાથી ઘરનું વાતાવરણ સારુ રહે છે અને ભગવાનની કૃપા પરિવારના સદસ્યો પર સારી રહે છે. તેની સાથે જ કહેવાય છે કે શંખના અવાજમાં એક અદ્દભૂત શક્તિ હોય છે જે વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક બનાવવામાં મદદરૂપ થાય છે.

શંખ અલગ-અલગ પ્રકારના હોય છે અને આજે અમે તમને ખાસ પ્રકારના મોતી શંખ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. આમ તો મોતી શંખ દેખાવમાં સાધારણ શંખથી અલગ હોય છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ શંખની વિધિ-વિધાનથી પૂજા કરી તેને ઘર કે ઓફિસની તિજોરીમાં રાખવામાં આવે તો વ્યક્તિને ક્યારેય પણ પૈસામાં ઘટાડો થતો નથી. કહેવાય છે આ શંખને તિજોરીમાં રાખતા સમયે ખાસ નિયમોનું ધ્યાન રાખવું જોઇએ.

કહેવાય છે મોતી શંખ પર કેસરથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. તે બાદ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नमः મંત્રનો જાપ કરવો જોઇએ. તેનાથી દરેક કામ સારા થાય છે. મંત્રોચ્ચારની સાથે એક-એક દાણા ચોખા આ શંખમાં રાખો. શંખમાં ચડાવવામાં આવતા ચોખા તૂટેલા ન હોવા જોઇએ અને આશરે 11 દિવસ સુધી નિયમ પૂર્વક આ ઉપાય કરવો જોઇએ. કારણકે આમ કરવાથી દરેક કામ સારા થાય છે. ધ્યાન રહે કે દરેક ચોખાના દાણાને સફેદ રંગના કપડાની થેલીમાં રાખો અને 11 દિવસ બાદ ચોખાની સાથે તે શંખને પણ થેલીમાં રાખીને તિજોરીમાં મૂકી દો. જેનાથી ક્યારેય ધનમાં ઘટાડો થશે નહીં.

ઘરમાં તમે તમારી તિજોરીને હંમેશા પૂર્વ દિશમાં રાખો આ દિશમાં તિજોરીને મૂકવી શુભ મનાય છે. કારણ કે પૂર્વ દિશામાં કુબેરનું નિવાસ સ્થાન મનાય છે.ઘરમાં કયારેય તમારા કિંમતી વસ્તુ કે પૈસાને પશ્ચિમ દિશામાં ન રાખો કારણ કે આમ કરવાથી વાસ્તુશાસ્ત્રમાં સારું મનાતું નથી, તેનથી ઘરમાં નકારાત્મકતા આવે છે.તમારી તિજોરીને ઘરની દિવાલના દક્ષિણ દિશામાં મૂકવી જોઇએ જેથી કરીને તેનું મોં ઉત્તર દિશામાં ખુલે. આમ કરવાથી હંમેશા પૈસા વધશે.સીડીઓ નીચે તિજોરી મૂકવી શુભ નથી. તિજોરીવાળા રૂમમાં કચરો કે કરોળિયાના જાળા થવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.