જાણો ભગવાન શિવને કેમ કહેવાય છે દેવો ના દેવ???, જાણો એનું રહસ્યમય કારણ….

0
475

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.સૃષ્ટિના સંહારક શિવજી ને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે.

શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે. દક્ષિણ ભારતમાં કાર્તિકેયને મુરુગન સ્વામી તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં હનુમાન અને ગણેશનાં અલાયદા મંદિરો પણ જોવા મળે છે પરંતુ કાર્તિકેયનું અલાયદુ મંદિર જોવા મળતું નથી કે નથી તો તે શિવાલય શિવ મંદિર માં જોવા મળતાં, તેનુ કારણ એ છે કે ગુજરાતમાં કાર્તિકેયની દેવ તરીકે પૂજા થતી નથી.ભગવાન શિવશંકરના પ્રચલિત આઠ નામો છે.ભવઃ એટલે જગતનો સર્જનહાર શર્વ એટલે નાશ કરનાર,.રુદ્ર- જે રડાવે તેવું રુદ્ર સ્વરૂપ પણ ધારણ કરનાર.પશુપતિ: જે વાસના પાશથી પર છે. ઉગ્ર- ક્રોધીપણ થઈ શકે છે. સહમહાન બધી મહાનતા સાથેનાં છે મહાદેવ.

ભીમ: અર્થાત મહાકાય વિરાટ સ્વરૂપ પણ ધારી શકનાર.ઇશાન એટલે શાસન કરનાર. મહિન્મસ્તોત્ર માં આ આઠ નામોનું વર્ણન કર્યા પછી પુષ્પદંત કહે છે કે આ બધાય સ્વરૂપને હું મન, વચન અને કર્મથી નમન કરૂં છું. નમસ્યો સિવ ભવતેઆ બધાય નામોમાં મહાદેવ નામ બહુ પ્રચલિત છે. અને આપણે સહુ પણ કહીયે છીએ કે હર હર મહાદેવ હર.સૃષ્ટિનાં આદિદેવ: બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ તેમાં એક વખત બ્રહ્માજી અને વિષ્ણુ વચ્ચે સંઘર્ષ થયો. બન્નેમાંથી કોણ મોટું. શિવપુરાણમાં આ વિવાદ દર્શાવતા કહ્યું છે કે આ વિવાદ યુદ્ધમાં પરિણમ્યો.

બ્રહ્માએ અને વિષ્ણુ એ સામ-સામા મહાસ્ત્રો છોડવાનું શરૂ કર્યું. દેવતાઓ એ ગભરાઈને શિવજીને પ્રાર્થના કરી કે આ પ્રમાણે યુદ્ધથી વિનાશ થતો અટકાવ. ભગવાન શંકર બંન્નેની વચ્ચે એક સ્તંભ બની ઊભા રહ્યા. બ્રહ્મા અને વિષ્ણુ બન્ને આ સ્તંભને જોઈને ચકિત થઈ ગયા અને તેના મૂળની ભાળ લેવા બ્રહ્મા હંસનું રૂપ લઈને ઉંચે સુધી ગયા અને ભગવાન વિષ્ણુ વરાહનું રૂપ લઈ નીચે પાતાળ સુધી ગયા. પરંતુ બન્ને તેના મૂળને કે ઉપરનાં ભાગ સુધી પહોંચવા અસમર્થ રહ્યા.

આમ અસમર્થ થયા પછી ભક્તિ-શ્રદ્ધા અને પાર્શનાથી જાણી શક્યા કે આ તો દેવોનાં દેવ મહાદેવ સ્તંભે રૂપે રહેલા છે. આથી બ્રહ્મા અને વિષ્ણુનો હું મોટો દાવો ખોટો સાબિત થયો.ભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવમંદિર કહેવામા આવે છે. બીજી એક એ પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે. ભગવાન શિવ તો એવા દેવ છે કે જેમણે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે.

તેવીજ રીતે તેમના શિવાલયો પણ જંગલ અથવા તો ગામથી થોડા દુર જોવા મળે છે.મહાદેવનાં શણગાર તથા પૂજનવિધીમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે. જેમાં વનનાં ફુલો ધતુરો, બીલીપત્ર, રૂદ્રાક્ષ શણગાર તરીકે, શરીર ઉપર ભસ્મનું લેપન, વાહનમાં પોઠીયો, વગાડવામાં ડમરૂં, શરીરે જટાજુટ સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે. પૂજનવિધીમાં પાણીનો લોટો અને થોડા બીલીપત્રનાં પાન.

શિવને આમ તો મંદિરની પણ જરૂર નથી, પથ્થરનાં ઓટલે, ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ આ ભોળિયોનાથ બીરાજી જાય છે.આમ શિવજી દેવોનાં દેવ મહાદેવ છે. શિવિલિંગ તેનું પ્રતિક અવ્યક્તને વ્યક્ત કરતું સ્વરૂપ છે. શિવ લિંગમાં અતિ પ્રધાન તત્વ રહેલું છે. એટલી શિવલિંગ ઉપર દુધ- ગંગાજળ કે પાણીની ધારા કરાય છે.આ રીતે મહાદેવ શિવજીનો અનંત મહિમા છે. તેનાં ગુણ-ગાન ગાવા કોઈ સમર્થ નથી આપણે માત્ર નિર્દોષ ભાવે તેને વંદન કરીએ અને તેનાં ગુણોની સ્તુતિ ગાઈએ તેવી જ શિવજીની પ્રાર્થના કરીએ.આપો દૃષ્ટિમાં તેજ અનોખું.

સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું,મારા દિલમાં વસો આવી હૈયે ઠસો.શાંતિ સ્થાપો દયા કરીને દર્શન શિવ આપો.સ્વયંભૂ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં શંકરને સદાશિવ કહેવાય છે. શિવનું મંદિર શાસ્ત્રોકત દ્રષ્ટિએ જીવનમાં માનવદેહ અને મનનું પ્રતીક અને ભાવના બની રહે છે. સર્વનું કલ્યાણ કરનારા શિવનાં શિવાલયમાં વાસ્તુશાસ્ત્ર-શિલ્પકલાવિધાનમાં તેમજ માનવજીવન માટે આશિષ ગણાતી અષ્ટાંગયોગ કલ્પના સાકાર થાય છે.ભગવાન ભોળેનાથ ખુબ જલ્દી પ્રસન્ન થઇ જાય છે, તેવામાં એક વખત તેમને વરદાન આપવું જ ભારે પડી ગયું.

ભગવાન શિવને ભોળેનાથ એટલા માટે કહેવામાં આવે છે, કેમ કે તે ખુબ જ સરળતાથી પ્રસન્ન થઇ જાય છે અને તેમની પાસે આપણી વાત મનાવવી ઘણી જ સરળ છે. દેવતા હોય કે પછી રાક્ષસ કે પછી કોઈ સામાન્ય માણસ જો ભગવાન શિવને પ્રસન્ન કરી લીધા, તો પછી કાંઈ પણ મુશ્કેલ નથી. તે પણ પોતાના ભક્તો સાથે કોઈ ભેદભાવ નથી કરતા.તે તેમના ભક્તોના જીવનું રક્ષણ પણ કરે છે, પરંતુ તેમના જીવનમાં એક સમય એવો આવી ગયો હતો, જયારે તેમને પોતાના જ જીવનું રક્ષણ કરવું પડ્યું હતું.

તમે આ વાર્તા વિષે નથી જાણતા તો જણાવીએ છીએ કે ક્યા કારણે ભગવાન શિવને એવું કરવું પડ્યું હતું.ભસ્માંસુરે શિવજીને કરી લીધા પ્રસન્ન,પુરાણની એક કથા મુજબ એક ખુબ જ ભયંકર રાક્ષસ હતો ભસ્માસુર. તે રાક્ષસ દુનિયાનો સૌથી શક્તિશાળી રાક્ષસ બનવા માંગતો હતો અને તેની ઈચ્છા હતી કે તે દેવતાઓ સાથે સાથે માણસ ઉપર પણ શાસન કરી શકે. પોતાની એ ઈચ્છાને પૂરી કરવા માટે તેણે શિવજીની આકરી તપસ્યા કરી. તેની તપસ્યામાં થોડો સમય તો થયો, પરંતુ તેની ધગશ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થઇ ગયા અને તેની સામે પ્રગટ થઇ ગયા.

પોતાની સામે મહાદેવને જોઈને ભસ્માસુર તેમની સામે નતમસ્તક થઇ ગયા. તેમણે મહાદેવને પ્રણામ કર્યા અને ત્યારે મહાદેવે પૂછ્યું કે ક્યા કારણથી તે મને યાદ કર્યો છે અને તારે શું જોઈએ? ભસ્માસુરે સૌથી પહેલા મહાદેવ પાસે અમરત્વનું વરદાન માગી લીધું. ભગવાન શિવે અમરત્વનું વરદાન આપવાની ના કહી દીધી.તેમણે કહ્યું કે જે પણ આ સંસારમાં આવે છે, તેને એક દિવસ જવાનું છે એટલા માટે અમરત્વનું વરદાન તો તને નથી આપી શકાતું. ત્યારે ભસ્માસુરે પોતાની માંગણી બદલીને એક બીજું વરદાન માગ્યું.

તે જેની પણ ઉપર હાથ રાખે તે બળીને ભસ્મ થઇ જાય.આવી રીતે કર્યો વિષ્ણુજીએ ભસ્માસુરનો વધ,ભગવાન શિવે વરદાન આપી દીધું. આ વરદાન મેળવતા જ ભસ્માસુર સૌથી પહેલા શિવજી ઉપર જ તેનો પ્રયોગ કરવા માટે આતુર થઇ ગયો. મહાદેવ પોતાનું વરદાન પાછું લઇ શકતા નોહતા. તેવામાં પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભટકવા લાગ્યા. કોઈપણ પ્રકારે ભગવાન શિવજીએ પોતાનો જીવ બચાવ્યો અને વિષ્ણુજીને સંપૂર્ણ વાત જણાવી દીધી.

ભગવાન વિષ્ણુએ સંપૂર્ણ વાત સાંભળી અને ભસ્માસુરનો અંત કરવા માટે તેમણે મોહિની રૂપ ધારણ કરી લીધું. ભસ્માસુરની દ્રષ્ટિ મોહિનીના રૂપ ઉપર પડી તો તેને જોઈને મંત્રમુગ્ધ થઇ ગયો. ભસ્માસુરને કોઈ વાતનું ધ્યાન ન રહ્યું. તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર મોહિની ઉપર આવીને અટક્યું હતું. ભસ્માસુરે સુંદર સ્ત્રીને પૂછ્યું કે તારું નામ શું છે? ત્યારે મોહિનીએ જણાવ્યું કે તે મોહિની છે. મોહિનીને જોઈને ભસ્માસુર તેની સુંદરતામાં ખોવાઈ ગયો. મોહિનીએ કહ્યું કે તે નર્તકી છે અને લગ્ન તેની સાથે કરશે, જેને નૃત્ય કરતા આવડતું હોય.

ભસ્માસુરે તેને કહ્યું કે તેને નૃત્ય કરતા તો નથી આવડતું પણ જો તે શીખડાવી દે તો શીખી લેશે. મોહિનીએ કહ્યું ઠીક છે હું તને નૃત્ય કરતા શીખવીશ. તેમ કહી તે તેને નૃત્ય કરવાનું શીખવાડવા લાગી. પ્રેમ આકર્ષણના ડૂબી ગયો ભસ્માસુર ભૂલી ગયો કે તેને શું વરદાન મળ્યું છે. નૃત્ય કરતા મોહીની એ જેવો પોતાના માથા ઉપર હાથ મુક્યો ભસ્માસુરે પણ પોતાના માથા ઉપર હાથ મૂકી લીધો અને તરત જ ભસ્માસુર બળીને રાખ થઇ ગયો. આવી રીતે ભસ્માસુરનો અંત થયો.