જાણો ભગવાન શ્રી રામે હનુમાનજીને જ કળિયુગ પૂરો થાય ત્યાં સુધી પૃથ્વી પર રહેવાનું કેમ કહ્યું??,જાણો કારણ…

0
303

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રામાયણ હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે એના દ્વારા મનુષ્યએ કેવી રીતે જીવવું જોઈએ એ જાણવા મળે છે એમાંથી શીખવા મળે છે કે વ્યક્તિએ શું કરવું અને શું ન કરવું જોઈએ અને આ એક એવો ગ્રંથ છે કે જેની ઘણી ઘટનાઓ આજે પણ ચર્ચાનો વિષય છે તેમાંથી એક છે કે શ્રી રામજીનું મૃત્યુ કેવી રીતે થયું હતું આજે અમે તમને જણાવીશું કે શ્રી રામનું મૃત્યુ કેવી રીતે થયું.

તો મિત્રો તમે રામાયણની એ કથાથી તો પરિચિત હશો જ કે જેમાં રાવણનો વધ કર્યા પછી રામ પોતાના ઘરે એટલે કે અયોધ્યા પાછા આવ્યા હતા અને ત્યારબાદ તે અયોધ્યા નગરીના રાજા બની ગયા અને ત્યાં પોતાના પરિવાર સાથે ખુશીથી રહેવા લાગ્યા જયારે તેઓ અયોધ્યા પર રાજ કરતા હતા ત્યારે ત્યાંના ધોબી સાથે થયેલ એક ઘટનાએ રામજીને ખુબ મોટી સમસ્યામાં મુકી દીધા.

જણાવી દઈએ કે આ ઘટનામાં થયું એવું કે ધોબીની પત્ની એક દિવસ બહાર ગઈ હતી તે રાત્રે ઘરે પાછી આવી નહીં અને બીજા દિવસે સવારે તે પાછી આવી તો ધોબીએ તો પોતાની પત્નીનો સ્વીકાર કર્યો પણ અયોધ્યાના નિવાસીઓએ ધોબીના આ નિર્ણયનો ખુબ વિરોધ કર્યો જયારે આ વાત શ્રી રામની રાજ્યસભા સુધી પહોંચી તો ભરતે જણાવ્યું કે અયોધ્યાના ન્યાય વિધાન અનુસાર ધોબીએ પોતાની પત્નીને ત્યાગવી પડશે કારણ કે તેમની પત્ની હવે અપવિત્ર થઇ ગઈ છે.

એ દરમ્યાન જ એવી વાત નીકળી કે રામના પત્ની સીતા પણ પતિથી દુર રહ્યા હતા માટે એમણે પણ પોતાના પતિનો ત્યાગ કરવો પડશે પણ પ્રભુ શ્રી રામ તો જાણતા હતા કે તેમની પત્ની સીતા અગ્નિની જેમ પવિત્ર છે પણ તેમણે પોતાના રાજધર્મનું પાલન કરવાનું હતું અને તેમણે માત્ર એ ધોબીને જ નહીં પણ આખા અયોધ્યા વાસીઓને એ જણાવાનું હતું કે ધર્મ ઈચ્છાથી પહેલા આવે છે.

અને ધોબીએ પોતાની પત્નીનો ત્યાગ કર્યો ત્યારે ભગવાન રામે પણ સીતાજીનો ત્યાગ કરી દીધો. રામજીએ આવો નિર્ણય લઈને આયોધ્યા વાસીઓને એ જણાવ્યું કે તેમનો પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ અને પોતાની ઈચ્છાઓ અયોધ્યાના ન્યાય વિધાનથી પહેલા આવતી નથી અને તેમણે સીતાજીનો ત્યાગ કરતા ન્યાય વિધાનનું પાલન કર્યુ.

અને આવું થવાને કારણે ભગવાન શ્રી રામના ભાઈ લક્ષ્મણ દેવી સીતાને એક ભયાનક વનમાં છોડી આવ્યા ત્યારે સીતાજીએ તે જ વનમાં રહીને તપ કરવા વાળા મહાઋષિ વાલ્મિકીના આશ્રમમાં નિવાસ કર્યો તેમના આશ્રમમાં રહીને તેમણે પોતાના પુત્રોને જન્મ આપ્ય જયારે દેવી સીતાએ પોતાના બંને પુત્રોને ભગવાન શ્રી રામને આપ્યા ત્યારે દેવી સીતા પોતાની જનની ઘરતી માતા માં સમાય ગયા.

પણ ભગવાન શ્રી રામ ઘણા વર્ષો સુધી પૃથ્વી પર રહ્યા હતા અને શ્રી રામે પોતાના બધા કર્તવ્યને પૂર્ણ કરી લીધા હતા એવામાં એક દિવસ મહાકાલ એક તપસ્વીના રૂપમાં તેમને મળવા આવ્યા અને તેમને જણાવ્યું કે હું તમારી સાથે કંઈક વાત કરવા આવ્યો છું પણ તે પહેલા તમારે એક વચન આપવું પડશે કે જો કોઈ આપણી વાત સાંભળશે તો તમારે તેને મૃત્યુ દંડ આપવો પડશે જો કોઈ આપણને પરસ્પર વાતચીત કરતા જોઈ લે તો તમારે તેનું વધ કરવું પડશે.

અને એ તપસ્વીની આ શરતો માનતા ભગવાન શ્રી રામ તેમને પોતાના કક્ષમાં લઇ ગયા જતા જતા ભગવાન રામે પોતાની પાસે ઉભેલા લક્ષ્મણને જણાવ્યું કે તમે અમારા કક્ષની બહાર રહીને ધ્યાન રાખજો કે કોઈ અંદર આવે નહીં અને કોઈ અમારી વાત સાંભળે નહીં.

પછી એ તપસ્વી અને ભગવાન રામ સાથે એમના કક્ષમાં ગયા અને ત્યાં એમણે રામને જણાવ્યું કે હું મહાકાલ છું અને મને બ્રહ્માજીએ તમારી પાસે મોકલ્યા છે તમારા જેટલા કર્તવ્ય મૃત્યુ લોકમાં છે તે તમે પૂર્ણ કરી ચુક્યા છો તો અમે જાણવા માંગીએ છીએ કે તમે પૃથ્વી પર હજુ પણ રહેવા માંગો છો કે પછી પરમધામ પાછા આવવા માંગો છો.

અને જયારે રામ અને મહાકાલ વાતો કરી રહ્યા હતા તે જ સમયે દુર્વાશા ઋષિ ભગવાન શ્રી રામને મળવા આવ્યા તે મહેલમાં તેમના કક્ષના દ્વાર પાસે આવ્યા ત્યાં લક્ષણજી ઉભા હતા તો તેમણે લક્ષ્મણજીને જણાવ્યું કે શ્રી રામને મારા આવ્યાની સૂચના આપી દો મારે તેમની સાથે ખુબ જરૂરી વાત કરવાની છે.

પણ શ્રી રામના આદેશનું પાલન કરતાં લક્ષ્મણજીએ દુર્વાશા ઋષિને જણાવ્યું કે શ્રી રામ હમણાં વ્યસ્ત છે. હમણાં તમારી જોડે મુલાકાત કરી શકશે નહીં તમે થોડી રાહ જુઓ આ સાંભળીને દુર્વાશા ઋષિને ગુસ્સો આવી ગયો પોતાની અપાર શક્તિઓનું પ્રદર્શન કરતા તેમણે જણાવ્યું કે શ્રી રામને મારા આવ્યાની હમણાં જ સૂચના આપી દો નહીં તો હું શ્રાપ આપીને સમસ્ત રધુ કુલ સહીત આખી આયોધ્યાને આ સમયે જ ભસ્મ કરી નાખીશ.

એ સમયે દુર્વાશા ઋષિની આ વાત સાંભળીને લક્ષ્મણજીને વિચાર આવ્યો કે ફક્ત મારા મૃત્યુથી આખી અયોધ્યા બચી શકે છે તો મારે આ કામ કરવું જરૂરી છે અને આમ વિચારીને લક્ષ્મણ શ્રી રામના કક્ષમાં ચાલ્યા ગયા અને લક્ષ્મણને જોઈને મહાકાલ ત્યાંથી ગાયબ થઇ ગયા.

જેવું અમે આગળ જણાવ્યું કે ભગવાન શ્રી રામે મહાકાલની સામે આ વચન આપ્યું હતું કે જે તમની વાતો સાંભળશે કે વાત કરતા જોશે તો તેમણે તેનું વધ કરવું પડશે પોતાના આ વચનને લીધે ભગવાન શ્રી રામ સમસ્યામાં પડી ગયા કારણકે વચનના કારણે તેમણે તેમના જ ભાઈનો વધ કરવો પડશે આ સમસ્યાનું નિવારણ લાવવા માટે શ્રી રામ વશિષ્ઠ મુનિ પાસે ગયા.

શ્રી રામની આ સમસ્યાનો ઉકેલ જણાવતા વશિષ્ઠજીએ એમને જણાવ્યું કે તમે લક્ષ્મણજીનો ત્યાગ કરી દો. કારણ કે કોઈ પણ મનુષ્યનો ત્યાગ કરવો એ તેમનું વધ કર્યા બરાબર જ હોય છે વશિષ્ઠજીની વાત માનતા શ્રી રામે તેમના ભાઈ લક્ષ્મણનો ત્યાગ કરી દીધો અને ભગવાન શ્રી રામે એમનો ત્યાગ કર્યો એટલે લક્ષ્મણજી ત્યાંથી આંસુ વહાવતા સીધા સરયૂ નદીમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે પોતાની બધી ઇન્દ્રિઓને વસમાં કરીને પોતાનો શ્વાસ રોકી લીધો અને બધા દેવતાઓએ લક્ષ્મણજીને જોઈને તેમના પર ફૂલોની વર્ષા કરી અને છેલ્લે ઇન્દ્રદેવ તેમને લઈને સ્વર્ગમાં ચાલ્યા ગયા.

અને હવે લક્ષ્મણજીના મૃત્યુલોક છોડ્યા પછી ભગવાન શ્રી રામે પણ પૃથ્વીલોક મૃત્યુલોક છોડવાનો નિર્ણય લઇ લીધો ભગવાન શ્રી રામનો આ નિર્ણય જાણીને સુગ્રીવ સેનાએ અને આખી વાનરસેના અને એટલું નહીં અયોધ્યાના ઘણા નિવાસીઓ પણ તેમની સાથે-સાથે આવી ગયા.

પણ તે સમયે ભગવાન શ્રી રામે જામવાંન હનુમાન અને એમના સિવાય બીજા ત્રણ લોકોને મૃત્યુલોક છોડીને આવવાની ના પાડી દીધી ભગવાન શ્રી રામે જણાવ્યું કે, તમે કળયુગ સુધી મારા નામને જીવંત રાખજોછેલ્લે ભગવાન શ્રી રામ અને બીજા બધા લોકોએ નદીમાં પ્રવેશ કર્યો અને જળસમાધિ લીધી.