જાણો બહુચર માતાજીનું વાહન કૂકડો જ કેમ?,જાણો એના પાછળની કથા…

0
230

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પૂર્વે ચુંવાળ પ્રદેશમાં બાળા દંઢાસૂરને હણવા માટે યુદ્ધે ચડ્યા હતા ત્યારે દંઢાસૂર બાળાના પરાક્રમથી ગભરાઈને કૂકવાઈ ગામે ઘણા બધા મરઘાઓની વચ્ચે કૂકડો બની ગયો હતો બાળાએ માયાવી દંઢાસૂરને શોધવા માટે તેમના લલાટનું કંકું લઈને તમામ કૂકડાઓ પર છાંટયું બધા મરધા રંગબેરંગી કૂકડા થઈ ગયા અને દંઢાસૂર પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયો બાળાએ તેની છાતીમાં ત્રિશૂળ મારીને દંઢાસૂરનો વધ કર્યો.તમામ કૂકડાઓએ બાળાને ત્યારે વિનંતી કરી કે હે માં દંઢાસૂરે અમારી જાતિમાં આવીને અમારી જાતિ અભળાવી છે હવે અમારું કોણ અમને કોણ સ્વીકારશે બાળાએ કહ્યું આજથી હું તમારા પર અશ્વાર થઈશ અને કુર્કુટેશ્વરી કહેવાઈશ.

શ્રી બહુચર માતાના સવારી કૂકડાનું મહત્વ જણાવું તો કૂકડો શક્તિ અને સામર્થ્યનું પ્રતિક છે કૂકડો કૂકડે કૂક બોલીને રોજ સવારે જગાડે છે યુદ્ધમાં કુશળતા ધરાવે છે તે એકલો નહી પણ બધાની સાથે જમે છે મુશ્કેલીમાં આવેલી સ્ત્રીની રક્ષા કરે છે કૂકડો જમીન પર ચાલે છે અને હવામાં પણ ઉડે છે આવા અનેક ગુણોનો ભંડાર ધરાવનાર કૂકડો શ્રી બહુચર માતાની કૃપાથી આ બધા ગુણો પામે છે.

પ્રાચીન ગ્રંથોમાં શ્રી બહુચર માતાને કુર્કુટવાહિની તરીકે સંબોધાઈ છે પંજાબ રાજયમાં બહુચર માતાને મુર્ઘેવાલી માતા કહેવામાં આવે છે.સોલંકી કુળના રાજાઓ પોતાના રાજયની ધજામાં કૂકડાનું ચિહ્ન રાખતા હતા એ ધ્વજને તેઓ કૂર્કુટધ્વજ કહેતા હતા કૂર્કુટધ્વજ પરથી ખખડધજ નામનો શબ્દ ઉદભવ્યો જેનો અર્થ શક્તિશાળી થાય તેમ ઈતિહાસના પાનાઓમાં આલેખાયેલું છે.

શ્રી બહુચર માતાનું વાહન કૂકડો આપણને રોજ સવારે ઉંઘમાંથી જગાડે છે તેમ શ્રી બહુચર માતા અજ્ઞાનરૂપી ઉંધમાંથી જગાડીને સાચું જ્ઞાન આપીને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે.મિત્રો હવે આપણે જાણીશું બેચરાજી મંદિર વિશે.ગુજરાતના બહુચરાજી તરિકાએ ઓળખાતા મંદિર વિશે મિત્રો તમને જણાવી દઇએ કે બેચરાજી અથવા બહુચરાજી તરીકે ઓળખવામાં આવતું પવિત્ર યાત્રાધામ ભારતના ગુજરાત રાજ્યના મહેસાણા જીલ્લા માં મૂડી તાલુકામાં આવેલું નગર છે. ગુજરાતમાં પૂજવામાં આવેલા ત્રણ શક્તિપીઠોમાંનું એક છે.

મિત્રો બહુચર માતાનું મંદિર બેચરાજી શહેરના મધ્યમાં આવેલું છે આ મંદિર કિલ્લા અને દ્વારનું નિર્માણ મનાજીરાવ ગાયકવાડ દ્વારા સંવત ૧૭૮૩ અથવા ૧૮૩૯ માં કરવામાં આવ્યું હતું તે સમયે કાદીના સુબા નામના વ્યક્તિએ મંદિરની જાળવણી માટે ૩ ગામો આપ્યા આ ગામોને 10,500 રૃામાં પ્રતિવર્ષ જાળવણી કરવા માટે ચૂકવવામાં આવ્યા હતા અને આ વ્યવસ્થા સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવી હત આ મંદિરના વિકાસ માટે સયાજીરાવ ગાયકવાડે જી.બી.આર રેલવે વિસ્તરણ કર્યુ હતું જે તેમના રાજ્યના નિયંત્રણ હેઠણ બેચરાજી સુધી હતું.

કેન્દ્ર મંદિરનું નિર્માણ મરાઠા દ્વારા કરવામાં આવ્યું હતું. તેનોે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. સંત કપિલદેવ વરખડીએ મંદિરનું નિર્માણ કર્યું હતું, અને ત્યાર બાદ કલરી રાજા તેજપાલ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આ મંદિરનો ફરીથી એકવાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે વિક્રમ સંવત કેલેન્ડર મુજબ મહિના ના ૧૫ દિવસ એટલે કે દરેક પૂનમની રાત્રિએ અને આસો સુદ આઠમના દિવસે તથા ચૈત્રી સુદ ના રોજ પોલીસ માતાજીને સલામી આપે છે તેઓ માટે આ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે બહુચર માતા એક ચારણની પુત્રી હતાં બાપલ અને દેઠા તેમની બહેનો સાથે તે મુસાફરી કરી રહ્યાં હતાં ત્યારે બાપીયા નામના લૂંટારાએ તેમના પર હુમલો કર્યો ત્યાં પ્રથા હતી કે જો શત્રુઓ વધારે હોય તો શરણાગતિ ન સ્વીકારીને મૃત્યુનો સ્વીકાર કરવો કોઇ ચારણનું લોહી વહાવવું તે ગંભીર પાપ માનવામાં આવે છે જ્યારે બાપીયાએ હુમલો કરીને બહુચરાજી અને તેમની બહેનોના સ્તન કાપી નાંખ્યા.

મિત્રો દંતકથા પ્રમાણે બાપીયા શાપિત હતા અને શ્રાપના કારણે તે નપુંસક બન્યા હતા અને તેમના પરથી શ્રાપ ઉઠાવી લીધા બાદ તે બહ્યખરા માતા બની એટલે કે મહિલાનો શણગાર કરતી હતી ભારતના હિજગ્રામ સમુદાય આજે બહુચર માતાની ભક્તિ અને પૂજા કરે છે અને તેમના અનુયાયીઓ અહિંસામાં માને છે શ્રી બહુચર માતાજીનું મંદિર ૫૧ શક્તિપીઠો પૈકીનું એક છે જ્યાં દક્ષ પ્રજાપતિની દીકરી સતીનો હાથ પડયો હતો બહુચર માતાનું મંદિર એક મોટા સંકુલમાં છ તેમાં મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે જેમાં અધ્ય સ્થાન મધ્ય સ્થાન અને મુખ્ય મંદિર મુખ્ય મંદિરમાં સ્ફટિકના બનેલા બાલા યંત્રની સોનાથી પૂજા કરવામાં આવે છે શ્રી બહુચરી એક સિદ્ધ શક્તિ છે.

શ્રી બહુચર માતા કૂકડાની સવારી કરે છે ગુજરાતમાં સોલંકી રાજવંશના સમયગાળા દરમિયાન પાળેલા કૂકડાં રાજ્યના ધ્વજ પ્રતીક હતાં માતાજીના પાદરી સાથે સંકળાયેલા ઘણા ચમત્કારો અને દંતકથા છે માતાજીના ભક્તો તેને પવિત્ર માને છે અને હૃદયપૂર્વક આસ્થા સાથે તેની પૂજા કરે છે હિન્દુ ધર્મ મુજબ ચૌલ ક્રિયા એટલે કે બાબરી માનસરોવર તળાવ નજીક બાળકોના વાળ ઉતારવામાં આવે છે માનવામાં આવે છે કે આ તળાવે શ્રી કૃષ્ણની પણ બાબરી ઉતાવવામાં આવી હતી.

મંદિર સંકુલમાં શ્રી ગણેશ શ્રી નારસંગવીર મંદિર શ્રી નીલંકઠ મહાદેવ શ્રી સાહેરી મહાદેવ શ્રી સિદ્ધાર્થ મહાદેવ શ્રી ગુંટેશ્વર મહાદેવ શ્રી ભુલેશ્વર મહાદેવ શ્રી કાચોલિયા હનુમાન શ્રી ચાચર વગેરેનું મંદિર છે તથા શ્રી ચાચર મંદિરના ની સામે હનુમાન મંદિર હવનનું સ્થાન માતાજી ની બેઠક અને આધારસ્તંભો સાથે મહેમાનને રહેવા માટેની સુવિધા છે પુરાણોમાં વર્ણાવ્યા મુજબ બહુચરાજીની આજુબાજુનો વિસ્તાર દંડસુર રાક્ષસના નિયંત્રણ હેઠળ હતો તેમની રાજધાની રાજપુરા હતી જુનવાણી રૂપમાં બહુચરાજી માતા દંડસુરને માર્યો હતો અને વૈદિક ધર્મ પુનઃસ્થાપિત કર્યો હતોભગવાન કપિલ મુની અને કદમ મુનીની પ્રાર્થના પર તેમણે તેમને દર્શન આપ્યા હતા.

એક રાજકુમારીનો જન્મ સોલંકી રાજા વાજેસિંહના કુળમાં થયો હતો જોકે તેમણે જાહેર કર્યું કે એક પુત્ર જન્મ્યો છે અને તેજપાલ નામ આપવામાં આવ્યું હતું. તેઓ એ તેના લગ્ન પાટણના ચાવડા રાજા સાથે કર્યા હતા ત્યાં તેના સાસુ-સસરાને તેના આ રહસ્યની જાણ થઇ તેથી તે ત્યાંથી ઘોડો લઇને વન તરફ નીકળ્યો ત્યાં બહુચર માતા બેઠા હતાં ત્યાં તળાવમાં ઘોડો ડુબાડવા ગયો ત્યાં તે સ્ત્રીમાંથી તે પુરુષ બની ગયો હતો આમ બોરુવનમાં માતાજી બેઠા હતાં માતાજીએ તેની લાજ રાખી.

વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટને આ બંને ભાઇઓ માતાજીના ભક્ત હત તેઓ બોલી શક્તા ન હતા, માતાએ તેઓને દર્શન આપ્યાં અને સરસ્વતિ દેવી આશીર્વાદ અપાવીને તેમને વાણી આપી હતી અને તે સમયે મોંમાંથી પહેલા શબ્દો જે બોલ્યા તે આનંદના ગરબાના શબ્દો હતા આમ આનંદના ગરબાની રચના થઇ જગત જનની માં બહુચરે પોતાના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ ની સમાજ સમક્ષ આબરૂ જાળવવા માગસર સુદ બીજ ના દિવસે રસ-રોટલી નું જમણ કરાવ્યું હતું બહુચર માતાજી ના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની પરીક્ષા કરવા સમાજ ના લોકો એ શિયાળા ની ઋતુ માં રસ રોટલી નું જમણ માંગ્યું હતું.

પોતાના પરમ ભક્ત ની પરીક્ષા ને પૂર્ણ કરવા માં બહુચર વલ્લભ ભટ્ટ ના સ્વરૂપ માં આવી તમામ લોકો ને રસ રોટલી નું જમણ કરાવ્યું હતું બહુચર માતાજી ના વર્ષો અગાઉ આપેલા પરચા ને આજે પણ તેના પરમ ભક્તો નિભાવી રહ્યા છે દર વર્ષે માગસર સુદ બીજ ના દિવસે મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓ ને રસ રોટલી નો પ્રસાદ આપવા માં આવે છે બહુચર માતાજી ની પરમ કૃપા ને ભક્તો આજે પણ માગસર સુદ બીજા ના દિવસે રસરોટલી ના પ્રસાદ ને આશિર્વાદ સ્વરૂપે મેળવી ધન્યતા અનુભવે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના જાણીતા મંદિર ખાતે ગુજરાત સહિત અનેક સમગ્ર દેશ અને વિદેશમાંથી પણ ભક્તો દર્શને આવી ચડે છે માતાજીને જીભની પ્રતિકૃતિ ચડાવવાનો પણ રીવાજ છે ઘણાં બધા પરિવારના કુળદેવી તરીકે પુજાતા બહુચરાજી માતાના મંદિરમાં પટાંગણમાં કેટલાય પરિવારો પોતાના દિકરાની બાબરી ઉતરાવવામાટે આવે છે.આનંદના ગરબાના રચયિતા ભટ્ટ વલ્લભ જે સ્થેળે બેસીને આનંદના ગરબો રચ્યો તે સ્થળના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અમદાવાદ થી ૧૧૦ કિમી અને મહેસાણાથી ૩૫ કિમી દૂર આવેલ બહુચરાજી જવા માટે અમદાવાદ રણુજા પાટણથી રેલવે મળી રહેશે આ ઉપરાંત બહુચરાજી જવા માટે એસ.ટી બસો તથા ખાનગી વાહનો પણ મળી રહે છે.