જાણો માટેલની માં ખોડિયાર નો રસપ્રદ ઈતિહાસ,આખા વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે આ મંદિર….

0
530

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ ગુજરાતનુ માટેલ ગામ વિશે જે મા ખોડિયાર નુ પ્રખ્યાત મંદિર આવેલુ છે અને જે માટેલની ખોડિયાર ના નામથી પણ જાણીતુ છે તો આવો આજે આપણે જાણીએ માટેલની માં ખોડિયાર વિશે.

મિત્રો તમને જણાવી દઇએ કે મા ખોડિયાર પ્રાગટ્યને લઈને રસપ્રદ કથા છે. લોકવાયકા અનુસાર મા ખોડલનું મૂળ નામ જાનબાઈ હતું. તેમની અન્ય છ બહેનાનાં નામ આવળ, જોગળ, તોગળ, બીજબાઇ, હોલાઇ અને સોસાઇ હતાં. જ્યારે તેમના માતાનું નામ દેવળબા અને પિતાનું નામા મામળિયા હતું મૂળ ભાવનગરના વલ્લભીપુર પાસે રોહિશાળા ગામના ચારણ એવા ખોડલમાતાજીના પિતાને પહેલા કોઈ સંતાન ના હોઈ લોકો વાંઝિયાનું મહેણું મારતા હતા.

આ જ કારણે વલ્લભીપુરના રાજા શિલાદિત્ય સાથેની તેમની મિત્રતા તૂટી ગઈ. આ ઘટનાથી ખૂબ લાગી આવતાં મામળિયા શિવ આરાધના માટે નીકળી પડ્યા મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને વરદાન આપ્યું કે પાતળલોકના નાગદેવતાની સાત પુત્રીઓ અને નાગપુત્ર તમારા ઘરે જન્મ લેશે દંતકથા અનુસાર મહાસુદ આઠમના દિવસ દેવળ બાએ ઘરમાં આઠ પારણાં મૂક્યાં જે સાત પુત્રીઓ અને એક પુત્રથી ભરાઈ ગયાં હતા દંતકથા અનુસાર સાત બહેનાના એકના એક ભાઈ મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો. કોઈએ ઉપાય સૂચવ્યો કે સૂર્ય ઊગે એ પહેલાં પાતળરાજા પાસેથી અમૃતકુંભ લઈને આવો તો જીવ બચી શકે. આવડ માતાની આજ્ઞાથી જાનબાઈ કુંભ લેવા ગયા.

મિત્રો સવારે સૂર્ય ઊગવાની થોડીક જ વાર હતી જાનબાઈ ન આવતાં આવડ માતાથી બોલાઈ ગયું કે જાનબાઈ ક્યાંક ખોડાઈ તો નથી ગયા ને. એટલું બોલ્યા ત્યાં જાનબાઈ આવ્યા ને તેમનો પગ ખોડાઈ ગયો. અને એ રીતે જાનબાઈનું નામ પડ્યું ખોડિયાર. મગરની સવારી કરીને આવેલા ખોડિયાર માતાએ અમૃતકુંભથી ભાઈને સજીવન કર્યો હતો સૌનાં દુ:ખ હરતી અને સૌનું સાંભળતી ખોડિયાર માતાજીને અનેક જ્ઞાતિના લોકો પૂજે છે. લોકો અહીં ચાલીને આવવાની માનતા પણ રાખે છે. અહીં ચૈત્રી અને આસો નવરાત્રિ ઉપરાંત અષાઢી બીજ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

મિત્રો વરખડીના ઝાડ નીચે આવેલું માતાજીનું મંદિર મુખ્ય આકર્ષણ છે. અહીં એક ત્રિશૂલ દર વર્ષે એક ઈંચ જેટલું વધતું હોવાની પણ માન્યતા છે. આ ઉપરાંત માટેલ ગામમાં મંદિરમાં પ્રવેશ થતાં પહેલા માટેલ ધરો આવે છે. ભક્તો દર્શન બાદ ધરાનું પાણી માથે ચડાવવાનું પણ નથી ભૂલતા. માટેલિયા ધરામાં ભરઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. પાણીને ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. લોકવાયકા મુજબ ધરામાં મોતાજીનું સોનાનું મંદિર પણ આવેલું છે.

મિત્રો તમને જણાવી દ મીએ કે કહેવા મુજબ ખોડિયાર માતાજીનું મંદિર 1200 વર્ષ જૂનું છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર માઇભક્તોમાં શ્રદ્ધાની જ્યોત જલાવી રહ્યું છે. ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ મંદિરો છે. જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામે આવેલાં છે. ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલા છે.

મિત્રો માટેલમાં ઊંચી ભેખડ પર વરખડીના ઝાડ નીચે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. થોડોક ઢોળાવ ચડીને મંદિરે જવાય છે. મંદિરમાં માતાજીનાં બે સ્થાનક છે. જૂના સ્થાનકમાં ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના-ચાંદીના છત્ર ઝૂમે છે. બાજુમાં ખોડિયાર માતાજીની આરસ પથ્થરની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં ભક્તો ચાંદલો અને ચૂંદડી અર્પણ કરે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં માટેલ ગામમાં પ્રખ્યાત ખોડીયાર મંદિર આવેલું છે. વાંકાનેર શહેરથી આશરે 17 કિમી દૂર છે.માતાજી મંદિર ઉચ્ચ ખડક પર આવેલું છે. અહીં જૂની ચાર દેવીઓ ની મૂર્તિઓ છે. મંદિર ના કાંઠે શાંત નદી આવેલી છે જે માટેલિયા તરીકે ઓળખાય છે.

માતાજીના પ્રસાદની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે, તમે તીર્થ ધામ સુધી એસટી અને ખાનગી વાહનો દ્વારા ગુજરાતના દરેક જગ્યાએ પહોંચી શકો છો. વાંકાનેર ત્યાં સુધી ટ્રેન આવે છે. રહેવા અને જમવાની ગોઠવણો માટે આ એક સુંદર સ્થળ છે. માતાજીનું માતેલ મંદિર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ છે.

આ ગામ વાંકાનેર થી આશરે ૧૭ કિ.મી.એ આવેલું છે. અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. જે ઢોળાવ ચડીને મંદિરમાં જવાય છે. અહીં જે જુનું સ્થાનક છે, તેમાં ચાર મુર્તિઓ છે. આ પ્રતિમાઓ આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. તેમાં શ્રી ખોડિયાર માતાજીની મુર્તિ ઉપર સોના-ચાંદીનાં છત્ર સતર ઝુમે છે. તેમ જ માતાજીને ચુંદડી ચડાવેલ હોય છે. આ મંદીરની બાજુમાં જ નવું મંદિર બનેલું છે. તેમાં ખોડિયાર માતાજીની આરસની સુંદર મુર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે. તેની નીચે ખોડિયાર માતાજીનાં બહેન એવા જોગડ, તોગડ અને સાંસાઈનાં પાળીયા ઉભા છે.આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ઘુનો આવેલો છે. જે માટેલીયા ધરા તરીકે ઓળખાય છે. આ મીઠા પાણીનાં ધરામાં ઉનાળામાં પણ પાણી ખુટતું નથી. આખુ માતેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે. હાલ પણ આ ધરાનાં પાણીને ગરણામાં ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. આ ધરાની થોડો આગળ એક નાનો પાણીનો ધરો આવેલો છે.

તેને માટલીયો ધરો કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ધરામાં ખોડિયાર માતાજીનું જુનું સોનાનું મંદિર આવેલું છે. જેને જોવા માટે બાદશાહે નવસો નવાણુ કોસ પાણી ખેંચવાનું સાધન ધરે મંડાવ્યા હતાં. ત્યારે ધરાનું પાણી કોસ દ્વારા ખેંચી લેવાતાં, ધરામાં રહેલ મંદિરની ઉપરનું સોનાનું શિખર જોવા મળ્યું હતું. કહેવાય છે કે ત્યારે ખોડિયાર માતાજીએ ભાણેજિયાને પાણીનો હોંકરો ને બોલાવ્યો અને તેમાં એટલું બધું પાણી આવેલ કે ધરે મંડાયેલ નવસો નવાણુ કોસને તાણીને ફરીથી ધરો પાણીથી ભરી દીધો હતો.

આમ માતાજીએ સત દેખાડીને પરચો પુર્યો હતો. આ વાતનો ઉલ્લેખ.ખોડિયાર માતાજીનાં ગળધરે થી માજી નિસર્યા ગરબામાં જોવા મળે છે. અહીં મંદિર પાસે અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે.હાલ, અહીં માતેલ તિર્થધામ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે જે માટેલ ખોડિયાર માતાજીએ દર્શને આવતા યાત્રિકોને સારી એવી સગવડ પુરી પાડે છે. અહીં તેઓએ મોટી ધર્મશાળાઓ બંધાવેલ છે. જેથી અહીં રાત્રિ રોકાણ માટે ખુબ જ સુંદર સગવડ વિના મુલ્યે ઉપલબ્ધ છે.

આ મંદિરે વર્ષ દરમિયાન લોકો ખુબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. ઘણા લોકો દુર દુરથી માતાજીની પગપાળા માનતા ચડાવવા પણ આવે છે. અહીં માતાજીની લાપસી નો પ્રસાદ ધરવામાં આવે છે. તેમ જ આ મંદિરે અન્નક્ષેત્ર પણ કાર્યરત છે, જેમાં દરેક માણસોને વિનામુલ્યે ત્રણેય ટાઈમ જમવાનું પ્રસાદ આપવામાં આવે છે. જેમાં લાપસી, શાક, રોટલી, દાળ અને ભાત પ્રસાદ તરીકે પિરસવામાં આવે છે. અહીં આવવા માટે એસ.ટી બસ તેમજ પ્રાઈવેટ વાહન દ્વારા આવી શકાય છે.

તેમજ વાંકાનેર સુધી ટ્રેન પણ આવે છે લોક વાયકાઓ અનુસાર એ સમયમાં અહીં રાક્ષસો વસવાટ કરતા હતા, જેનો સંહાર ખોડિયાર માતાજી અને તેમની બહેનોએ ખાંડણીમાં ખાંડીને કર્યો હતો. આ પછી માતાજીએ પોત મનુષ્ય દેહને ધરામાં ગાળી દીધો હતો. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહી ગયો હતો તેથી આ સ્થાનને ગળધરા કહેવામાં આવ્યું. કહેવાય છે કે કેટલાય સંતોને અહીં માતાજીએ બાળકીના સ્વરૂપમાં દર્શન આપ્યા છે.આ મંદિરનો ઇતિહાસ લગભગ 1600 વર્ષ જૂનો માનવામાં આવે છે.

પૌરાણિક કથાઓ અનુસાર, જૂનાગઢના રાજા રા’નવધણને માતાજીએ સાક્ષાત દર્શન આપ્યા હતા. જુનાગઢ નાં રાજા રા’નવઘણનાં માતા સોનલદેને ખોડિયાર માતાજી ઉપર ખૂબજ શ્રધ્ધા હતી અને કહેવાય છે કે, ખોડિયાર માતાજીનાં આશિર્વાદથી જ રા’નવઘણનો જન્મ થયો હતો. આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસદાર આપનાર ખોડિયાર માતાજી ત્યારથી ચૂડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજાવા લાગ્યા હતા.રાનવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો.

કહેવાય છે કે, જયારે રાનવઘણ તેની માનેલી બહેન જાસલ જાહલ ની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે 200 ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી. જે સ્થળ હાલ ઘૂનાથી ઓળખાય છે. આ ખોડિયાર માતાનું પ્રથમ સ્થાનક માનવામાં આવે છે.આ મંદિર માતાજીના ભક્તોને સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 7:30 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું હોય છે.

નવરાત્રી દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો અહીં માતાજીના દર્શને આવે છે. સામાન્ય રીતે અહીં દિવસમાં બે વાર આરતી થાય છે એક મંગલા આરતી સવારે 5:30 વાગે અને બીજી આરતી સાંજે 7:30 વાગે. પણ નવરાત્રી દરમ્યાન અહીં ત્રણ વાર આરતી થાય છે, ત્રીજી આરતી રાત્રે 12 વાગ્યે થાય છે.અહીં આવેલો ધરો અહીંનું મુખ્ય આકર્ષણ છે. ચોમાસામાં અહીંનું દ્રશ્ય માણવા લાયક હોય છે. ખોડિયાર માતાજીના મંદિરની દીવાલો કાચથી મઢવામાં આવી છે.