જાણો લો પથરી ની દેશી દવા,આ દેશી થી તમે મેળવી શકશો પથરી માંથી છુટકારો, ખૂબ કામ ની છે આ માહિતી,જાણીને શેર જરૂર કરો….

0
884

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુ.પથરી એટલે સ્ટોન ની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે, કેમ કે આજકાલ આપણું ખાવા પીવાનું ખુબ જ બદલાઈ ગયું છે, આમ તો આ રોગ કોઈ પણ ને કોઈપણ ઉંમરમાં થઇ શકે છે પણ મહિલાઓને આ રોગ પુરુષો કરતા ઓછી શક્યતા રહે છે. પથરીના ઘરેલું ઉપચારના માધ્યમથી ઠીક કરી શકાય છે. સ્ટોનની બીમારી સામાન્ય રીતે ત્રીસ થી સાઈઠ ના ઉમરના લોકોમાં જોવા મળે છે અને સ્ત્રીઓની ગણતરીએ પુરુષોમાં ચાર ગણી વધુ જોવા મળે છે. આ બીમારીમાં ઘણી વાર દુઃખાવો એટલો થાય છે કે તેને માત્ર તે જ વ્યક્તિ જાણે છે, જેને તે થઇ રહ્યો હોય. પથરીનો જો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તેનાથી આપણેને ઘણા જ ખરાબ પરિણામ જોવા મળે છે.

આજ ની દોડભાગ ની જીંદગી માં પથરી ની સમસ્યા સામાન્ય થઈ ગયી છે અને વધતી રહી છે. અનિયમિત અને અયોગ્ય આહાર , અપૂરતા પ્રમાણ માં પાણી પીવું, જેવી જીવનશૈલી ને કારણે પથરી નું પ્રમાણ વધી રહ્યું છે. તો આવો જોઈએ કેટલાક પથરી મટાડવાના દેશી ઉપચાર.પથરી થયા બાદ તેનું દર્દ કેવું હોય તે તો એ પથરીનો દર્દી જ બતાવી શકે, ભલભલાને રડાવી નાખતા પથરીના પથ્થરો જો શરીરમાં કિડની, મૂત્રાશય, મૂત્રનળી કે પિત્તાશયમાં જામ્યા હોય તો તે વ્યક્તિનું જીવવું દુષ્કર બની જાય છે

પથરી મટાડવાના દેશી ઉપચાર

પથરી માટે સૌથી પ્રથમ વાત છે કે વધારે માં વધારે પ્રમાણ માં પાણી પીવું. એ ઉપરાંત છાસ , લીંબુપાણી નું સેવન વધારવું. તરબૂચ માં પોટેશિયમ ની માત્રા વધારે હોય છે જે પેશાબ માં એસિડ ની માત્રા ટકાવવા માં મદદરૂપ થાય છે. પોટેશિયમ ની સાથે તરબૂચ માં પાણી પણ ભરપૂર માત્રા માં હોય છે જે પથરી ને શરીર ની બહાર નીકળવા માં મદદ કરે છે.આંબળા ના પાવડર ના નિયમિત સેવન થી પથરી ની સમસ્યા દૂર થયી શકે છે. રોજ સવારે એક-એક ચમચી આંબળા નો પાવડર લેવો જોઈએ. ગોખરુ નું ચૂર્ણ મધ સાથે ચાટવાથી પથરી ઓગળી જાય છે.

કાળી દ્રાક્ષ નો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.જુનો ગોળ અને હળદર છાસ માં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.કાંદા ના 20 ગ્રામ રસ માં 50 ગ્રામ ખાંડેલી મિસરી ભેળવીને ખાવાથી પથરી તુટી ને પેશાબ દ્વારા નીકળી જાય છે.પાલક ની ભાજી નો રસ પીવાથી પથરી મટી જાય છે.નારિયેળ ના પાણી માં લીંબુ નો રસ મેળવી રોજ પીવાથી પથરી મટે છે.ગાય ના દૂધ ની છાસ માં સિંધવ મીઠું નાખીને ઊભા ઊભા રોજ 21 દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

કારેલા આમતો ખુબ કડવા હોય છે પણ પથરીમાં રામબાણ ની જેવું કામ કરે છે. કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ નામના તત્વ હોય છે, જે પથરીને બનતા રોકે છે. પથરી થયા પછી બે નાની ચમચી કારેલા નો રસને સવાર સાંજ 8-10 દિવસ પીવો તેનાથી નાના નાના કણોમાં પથરી તૂટીને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે

કારેલાં નો રસ છાસ સાથે પીવાથી પથરી મટી જાય છે.

ડુંગળીના રસમાં ખાંડ મેળવીને શરબત બનાવો અને પથરીના દર્દીને પીવડાવો. આ રસ ખાલી પેટે જ પીવો. મૂત્રાશય વાટે પથરી નાના-નાના કણ રૂપે બહાર નિકળી જશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આ રસનું સેવન વધુ ન કરવું.કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છેકળથીનો બીજો ઉપાય છે જેમાં કળથી 50 ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.

લીલા નારિયેળને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને પથરીના દુખાવામાં લીલા નારિયેળનું પાણી પીવું. જેથી તમને થોડાક દિવસમાં રાહત મળી શકે છે.કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોવાથી તેનો રસ છાશ સાથે પીવાથી પથરી મૂત્ર વાટે બહાર નીકળી જાઈ છે.પથરી મટાડવા માટે દૂધી ના બી રામબાણ ઈલાજ છે. તેના થી પેશાબ સાફ આવે છે. અને પથરી નીકળી જાઈ છે.મોટી એલચી, તજબૂચના બીજનો પાવડર, બે ચમચી સાકરને એક કપ પાણીમાં મેળવી અને સવાર-સાંજ પીવાથી પથરી નીકળી જાય છે. આ ઉપાય 15 દિવસ સુધી સતત કરવાથી લાભ થાય છે.મકાઇ ના ભોડકા ને બાળી તેની રાખ સવારે અને સાંજે પાણી સાથે પીવાથી પથરી નીકળી જાઈ છે અને પેટ માં દુખાવો થતો નથી.

ખાંરો નાખી ને ઘઉં અને ચણાને ઉકાળીને પીવાથી પથરી ભાંગીને મૂત્ર વાટે નીકળી જાઈ છે.લીંબુ નો રસ નારિયેળના પાણીમાં નાખી ને પીવાથી પથરી મટી જાઈ છે. રિંગણાનું શાક ખાવાથી પણ પથરી નીકળી જાય છે.તે સિવાય પાકેલા કાળા જાંબુ પથરીમાં ખાવા હિતાવહ છે. જાંબુ ખાવાથી પથરીની સમસ્યા જડમૂળથી ગાયબ થાય છેઅતિશય પથરીનો દુખાવો થઇ રહ્યો છે તો જીરું અને સાકરને સમાન માત્રામાં લઈ અને વાટી લેવા. તેના પાવડરને ઠંડા પાણી સાથે દિવસમાં ત્રણ વાર લેવાથી લાભ થાય છે.

સાકર, વરિયાળી, સુકા ધાણાને 50-50 ગ્રામ લેવા અને તેને પાણીમાં પલાળી રાખવા. 6થી 7 કલાક પછી આ પાણીને ગાળીને પી જવું. આ પાણી પીવાથી તમને પથરીના દુખાવાથી રાહત મળી શકે છે.બીલીપત્રમાં થોડું પાણી ઊમેરીને તેની પેસ્ટ બનાવો તેમાં થાડા કાળા મરી ઉમેરી અને ખાવું. રોજ કાળા મરીની સંખ્યા થોડી વધારી દેવી. સાત દિવસ આ પ્રયોગ કરવાથી પથરી મુત્રવાટે નીકળી જશે.

અજમો :


પથરી થાય તો અજમાનું વધુમાં વધુ ઉપયોગ કરો. અજમાનું સેવન બમણો લાભ કરે છે. તેનાથી પેશાબ વધુ આવે છે અને અજમો પથરીના ઉત્પતિનો નાશ કરે છે, એટલે કે પથરી ફરી વખત નહી બને. રોજ સવારે એક ચમચી અજમાને ગરમ પાણી સાથે લો. તેનાથી એક મહિનામાં પાથરીમાંથી છુટકારો મળે છે.

તુલસી :
સુદ્ધ તુલસીનો રસ લેવાથી પણ પથરીના યુરીનને રસ્તે નીકળવામાં મદદ મળે છે. ઓછામાં ઓછું એક મહિનો તુલસીના પાંદડાનો રસ સાથે મધ લેવાથી ખુબ લાભ મળે છે. તુલસીના તાજા પાંદડા પણ રોજ ચાવવા જોઈએ.
લીંબુનો રસ અને જેતુન (ઓલીવ ઓઈલ) ના તેલનું મિશ્રણ : તે કીડની ની પથરી માટે સૌથી સારો કુદરતી ઉપચારમાં નો એક છે. પથરીના દર્દી થયા પછી 60 મી.લી. લીંબુના રસમાં તેટલી જ માત્રામાં કુદરતી જેતુનનું તેલ ભેળવીને સેવન કરવાથી તરત જ રાહત થઇ જાય છે. લીંબુનો રસ અને જેતુન નું તેલ સ્વાસ્થ્ય માટે પણ ખુબ સારું રહે છે.

બેલ પત્થર (કોઠા ):
બેલ પથ્થર ઉપર થોડું પાણી નાખીને ઘસી લો. તેમાં એક આખું કાળા મરી નાખીને સવારે કાળા મરી ખાવ. બીજા દિવસે કાળા મરી બે કરી દો અને ત્રીજા દિવસે ત્રણ એમ સાત કાળા મરી સુધી પહોચો. આઠમાં દિવસે કાળા મરીની સંખ્યા ઘટાડવાનું શરુ કરી દો અને પછી એક સુધી આવી જાવ. બે અઠવાડિયાના આ પ્રયોગ થી પથરી દુર થઇ જાય છે. યાદ રાખો એક બેલ પથ્થર(કોઠું) બે ત્રણ દિવસ સુધી ચાલશે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..