જાણી લો ડાર્ક સર્કલ અને પીંપલ્સ નો એક માત્ર સરળ અને સહેલો ઉપાય,જાણી લો ફટાફટ…..

0
77

દરેક ગૃહિણી પોતે રસોઈમાં આ એક સામગ્રીનો ઉપયોગ ખાસ કરતી હોય છે. જે વાનગીઓની મીઠાશ માટે ખૂબ અગત્યની ભૂમિકા ભજવતી આવી છે. જેને નાનાથી લઈ મોટા દરેકને અનેક રીતે ગુણકારી છે. બારે માસ દરેક ઋતુમાં વિવિધ રીતે ઉપયોગમાં લેવાતી આ સામગ્રીના ફાયદા તમારા ચેહરા અને સુંદરતા સાથે ઘણા છે. તો શું તમે જાણો છો આ એક ખાસ સામગ્રી વિશે? તમને એમ થશે કે આ એક કઈ સામગ્રી હશે? તો આવો તેના વિશે થોડું જાણ્યે. ભારતમાં તેનું ૭૦%થી વધુ ઉત્પાદન થાય છે. તેવી આ એક સામગ્રી જેમાથી ખાંડ બનાવામાં આવે છે તે આ ગોળ. હા,આ સામગ્રી તે અનેક રીતે ઉપયોગમાં લેવાય તે દરેકને ખબર હશે જ. ત્યારે આજે એક મસ્ત ચેહરા અને સુંદરતા વધારવા માટેની આ એક ટીપ તમને ૧ મહિનામાં ધારો તેવી સુંદરતા આ ગોળ આપી શકે છે. તો આજથી આ રીતથી ગોળનો ઉપયોગ કરો. ગોળમાં ખૂબ સારા એવા પ્રમાણમાં એન્ટિઓક્સિડેંટ તેમજ વિટામિન-સી હોય છે જે ત્વચા અનેક ફાયદા આપે છે.

તો આજથી નિયમિત ગોળનો ભોજન સાથે આ રીતે ઉપયોગ કરો.સૌ પ્રથમ એક વાટકામાં દેશી ગોળ લઇ તેને એકરસ કરોતેમાં એક ચમચી શુદ્ધ મધ ઉમેરો.આટલું કર્યા બાદ તેમાં ૨ ટીપાં લીંબુના રસના ઉમેરો.આ તમામ સામગ્રીને ચમચીથી હલાવી સ્મૂધ પેસ્ટ તૈયાર કરો.ફેસપેક લગાવવાની રીત.હવે આ પેસ્ટને આંખમાં ના જાય તેનું ધ્યાન રાખી તમારા ફેસ પર લગાવો.આ પેસ્ટને ફેસ પર લગાવ્યા બાદ ચેહરા પર ૧૫ -૨૦ મિનિટ રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાખો. ખાસ ધ્યાન રાખો કે ચેહરાને ધોયા બાદ સાબુથી ધોવો નહી.

ફેસપેક લગવવાના ફાયદાઓ…

આ ફેસપેક લાગવવાથી તમારી ત્વચા મુલાયમ થશે સાથે ડાર્ક સર્કલ દૂર થાય છે. ખીલની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.આ સિવાય બીજા પણ ઉપાય છે એ પણ તમે અજમાવી શકો છો..સૂતી વખતે કુણા પાણીથે એમોઢુ ધોવુ, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવીને સૂઈ જવુ. સવારે સાબુથી મોઢુ ધોવુ. આ પ્રયોગથી ખીલ મટે છે.

કાચા પપૈયાને કાપવાથી તેમાંથી જે દૂધ જેવો પદાર્થ નીકળે તેને મોઢા પર રોજ નિયમિત લગાડવાથી ખીલ કાયમ માટે જડમાંથી મટી જાય છે. ખીલ મટી ગયા પછી મોઢા પર રહેલા ખીલના ડાધ દૂર કરવા માટે પાકેલા પપૈયાના ગૂદાને છૂંદીને તેની માલિશ મોઢા પર કરવી. પંદર વીસ મીનિટ પછી તે સુકાય જાય ત્યારે પાણીથી મોઢુ ધોઈ નાખવુ અને રુંવાટીવાળા ટુવાલથી મોઢાને સારી રીતે લૂંછી લેવુ. પછી મોઢા પર કોપરેલ લગાડવુ. એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરશો તો મોઢા પરના ખીલના ડાધ મટી જશે.

મોઢા પરના કાળા ડાધ દૂર કરવા માટે તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડી દેવો અને સુકાય જાય કે મોઢુ પાણીથી ધોઈ નાખવુ. આ રીતે 15 દિવસ કરવાથી મોઢા પરના કાળા ડાધા દૂર થઈ જશે.મોઢા પર મૂંળાના પાનનો રસ ચોપડવાથી પણ ખીલ અઠવાડિયામાં મટે છે.

એલોવેરા જેલ

એલોવેરામાં એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટી મોજૂદ હોય છે. સાથે સાથે તે ડેડ સ્કિન હટાવવામાં પણ મદદ કરે છે. એલોવેરાના બહારના ભાગને છીણીને જેલ કાઢી લો. ડાઘવાળા એરિયા પર સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. 30 મિનિટ બાદ તેને ધોઇ લો, તેને ક્યારેય ખુલ્લા ઘા પર ના લગાવો.

લીંબુ.

લીંબુંમાં અલ્ફા-હાઇડ્રોક્સી એસિડ મોજૂદ હોય છે, જે ડાઘ-ધબ્બાને ખતમ કરવામાં અસરદાર હોય છે. આ સિવાય તે ડેડ સ્કિન સેલ્સને હટાવીને નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે. સમાન માત્રામાં લીંબુંનો રસ, ગુલાબજળ અથવા વિટામિન E ઓઇલ મેળવીને ડાઘવાળા એરિયા પર લગાવો. 10 મિનિટ બાદ ગરમ પાણીથી ધોઇ લો. આવું કરવાથી થોડાં કલાકો બાદ જ તડકામાં નીકળો. ફાયદો – લીંબુંમાં અલ્ફા-હાઇડ્રોક્સી એસિડ મોજૂદ હોય છે, જે ડાઘ-ધબ્બાથી છૂટકારો અપાવે છે.

વિટામિન E કેપ્સ્યૂલ .

વિટામિન E સ્કિનને હાઇડ્રેટ કરે છે અને ડેમેજ ટિશ્યૂને રિપેર કરીને ડાઘથી છૂટકારો અપાવે છે. તેના ઉપયોગ પહેલાં ગરમ પાણીની વરાળ લેવાનું ના ભૂલો. તે ચહેરાના પોર્સ ખોલવામાં મદદ કરે છે. વિટામિન E કેપ્સૂલને કાપીને તેના ઓઇલને કાઢી લો. હવે ડાઘવાળા એરિયા પર તેનાથી 10 મિનિટ સુધી મસાજ કરો, ત્યારબાદ 15થી 20 મિનિટ સુધી આમ જ છોડી દો અને ત્યારબાદ હળવા ગરમ પાણીથી ચહેરો ધોઇ લો. ફાયદો – વિટામિન E ડેમેજ ટિશ્યૂને રિપેર કરીને ડાઘથી છૂટકારો અપાવે છે.

એસ્પ્રિનની મદદ લો

એસ્પ્રિનમાં મોજૂદ એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટી અને સેલિસિલિક એસિડ ડાઘને ખતમ કરવામાં મદદ કરે છે. 2 એસપ્રિન ટેબલેટ્સ લો અને તેને પાણીમાં યોગ્ય રીતે મિશ્રણ કરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટમાં મધ મેળવીને ડાઘવાળી જગ્યા પર લગાવો અને 15 મિનિટ બાદ ધોઇ લો. ફાયદો – એસ્પ્રિન, પાણી અને મધનું મિશ્રણ તૈયાર કરો.

આંબળાની પેસ્ટ

આંબળામાં રહેલું  વિટામિન C ડાઘથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. આંબળા પાઉડર અથવા પેસ્ટ અને પાણી મેળવીને ડાઘવાળા એરિયા પર લગાવો. તમે ઇચ્છો તો પાણીને બદલે ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો. ફાયદો – આંબળામાં મોજૂદ વિટામિન C ડાઘથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે.