IMD ની ચેતવણી / ખેડૂતોને રડાવશે આ હવામાન,અહીં 11 જાન્યુઆરી સુધી રહેશે વરસાદ..

0
104

રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે.ગુજરાતમાં ફરી એકવાર માવઠુ પડશે.રાજ્યમાં ફરી એકવાર ભર શિયાળે કમોસમી વરસાદ ખાબકશે.એક તરફ ઉત્તર ભારતમાં વરસાદે તબાહી મચાવી છે.તો હવે બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે 11 જાન્યુઆરી સુધી ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ ચાલુ રહેશે. વરસાદ ઉપરાંત ગાઢ ધુમ્મસ પણ લોકોની મુશ્કેલીઓમાં વધારો કરશે.ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદનો મારો ચાલુ રહેશે.રવિવારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશે.

જો કે આ પછી વરસાદની અસર ઓછી થઈ જશે. બીજી તરફ મધ્યપ્રદેશ, વિદર્ભ, પૂર્વ ભારત અને છત્તીસગઢમાં 11 જાન્યુઆરી સુધી વરસાદ ચાલુ રહેશે.નોંધનીય છે કે વરસાદની સાથે લોકોને ગાઢ ધુમ્મસનો પણ સામનો કરવો પડશે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 24 કલાક સુધી ધુમ્મસ છવાયેલ રહેશે.આ વખતે દિલ્હીમાં જાન્યુઆરીમાં પડેલા વરસાદે 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 41 મીમી વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં શુક્રવાર રાતથી પડી રહેલા અવિરત વરસાદને કારણે દિલ્હીના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ થઈ ગયો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ થઈ ગયો છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગહી અનુસાર આજ થી સમગ્ર રાજ્યમાં હાડ થીજવાદી તેવી ઠંડીનો ત્રીજા દૌરની શરૂઆત થઈ ચુકી છે. તેમજ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં આવી જ કાતિ લ ઠંડી પડવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તો વળી રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસો સુધી કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

ભર-શીયાળે વરસી રહેલા વરસાદે રાજ્યના ખેડુતોની ચિંતામાં વધારો કર્યો છે. આ કમોસમી વરસાદ કચ્છના વિસ્તારોમાં બંધ થવાનુ નામ જ નથી લઈ રહ્યો.આજે કચ્છના ખીરઈ ગામે કરાનો વરસાદ પડ્યો છે..રાપરના ખીરઈ ગામે પવન સાથે કરાનો વરસાદ પડતાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે.તમને જણાવી દઈયે કે, કચ્છમાં સતત ત્રણ દિવસથી માવઠાની અસર જોવા મળી રહી છે..ત્યારે રાપરના ખીરઈ ગામે કરા સાથે વરસાદ વરસતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. પુર્વ કચ્છના ભચાઉમાં સતત દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો છે.ભચાઉના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડતાં ઠંડીનુ મોઝુ ફરી વળ્યુ છે.આ કમોસમી વરસાદથી રવિ પાકને નુકશાન થવાની શક્યતા જોવા મળી રહી છે