હોઠ કાળા પડી ગયાં હોય તો કરો આ ઉપાય, માત્ર 15 જ મિનિટમાં કાળાશ થઈ જશે દૂર…..

0
286

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને તેમજ આ લેખમાં હું તમને કાળા હોઠ ચહેરાની સુંદરતાને ઝાંખા કરે છે જેના વિશે હું તમને જણાવવાનો છું.છોકરીઓ તેમના હોઠની કાળાશ દૂર કરવા માટે લિપસ્ટિકનો આશરો લે છે પણ છોકરાઓને તેમના કાળા હોઠને કેવી રીતે ગુલાબી બનાવવા તેમજ કેટલાક લોકો હોઠની લાલાશ પાછી લાવવા માટે હોઠ મલમ અને બ્યુટી ક્રીમનો ઉપયોગ પણ કરે છે અને તેમજ હોઠનો કાળાશ દૂર કરવા માટે ઘરેલું ઉપાય અને ટિપ્સ અપનાવીને આપણે તેને ઘરે સરળતાથી સારવાર કરી શકીએ છીએ.અને હોઠ ને લાળ બનાવી શકીએ છીએ.

હોઠની કાળાશનું કારણ ઘણી વસ્તુઓ બને છે. તડકો, હાઈડ્રેશનની ખામી, સ્મોકિંગ, ટૂથપેસ્ટ, લિપ બામ કે લિપસ્ટિક કે કેફીનનું વધારે સેવન. કેટલાક લોકોને હોઠ ચાવવાની પણ ટેવ હોય છે જેના કારણે હોઠ કાળ પડવા લાગે છે.મેલાનિન જ ત્વચાની કાળાશનું કારણ હોય છે. તેથી રોજ રાત્રે સૂતા પહેલા લીંબૂ કાપી તેનો રસ હોઠ પર લગાવવો. થોડીવાર મસાજ કરી અને તેને રાત્રે તેમ જ રહેવા દો. આ ઉપાય 30 દિવસ સુધી કરવાથી હોઠ પિંક થઈ જશે.

એક ચમચી બીટનો રસ લઈ તેમાં 1 ચમચી મલાઈ ઉમેરો. તેનાથી હોઠ પર હળવા હાથે 10 મિનિટ સુધી મસાજ કરો. આ ઉપાય પણ રોજ રાત્રે કરવો તેનાથી થોડા જ દિવસમાં ફરક જોવા મળશે.એલોવેરા જેલને હોઠ પર લગાવી તે સુકાઈ જાય ત્યાં સુધી રાહ જોવી. હોઠ સુકાઈ જાય ત્યારબાદ હુંફાળા પાણીથી તેને ધોઈ લો. રોજ હોઠ પર તાજું જેલ જ લગાવવું. તેનાથી પણ મેલાનિનનું સ્તર ઘટે છે.

તેમજ આગળ આ વિશે વાત કરતા એવું પણ કહેવામા આવ્યું છે કે પછી ભલે તે શિયાળો હોય કે ઉનાળો, હવામાનના પરિવર્તનને કારણે હોઠ મા વારંવાર તિરાડ પડે છે પણ જો કે લિપસ્ટિક હોઠોને સુંદર દેખાડી શકે છે અને તેમજ તેના વધુ ઉપયોગથી હોઠની પ્રાકૃતિક સુંદરતા નિસ્તેજ થવા લાગે છે. જો તમને હોઠ અને સુંદર ગુલાબી હોઠની સારવાર પછી પણ ફાયદો નથી મળી રહ્યો, તો પછી અહીં જણાવેલ અસરકારક ટિપ્સ આ છે આ તમારા હોઠની સુંદરતા વધારવામાં મદદ કરશે.

દૂધની ક્રીમ હોઠોને નરમ અને લાલ બનાવવાની એક કુદરતી રીત છે તેમજ તમે 1 ચપટી હળદર થોડી ક્રીમ સાથે મિક્સ કરો અને હોઠ ઉપર હળવી મસાજ કરો. આ ઘરગથ્થુ ઉપાયને થોડા દિવસ સતત રાખવાથી હોઠ ગુલાબી થાય છે સાથે હોઠની શુષ્કતા પણ દૂર થાય છે.ગુલાબી હોઠ ના ઉપચાર માટે ગુલાબના ફૂલની પાંખડીઓ ખૂબ અસરકારક છે. ગુલાબની પાંખડી લઈ તેમાં થોડુ ગ્લિસરિન ઉમેરો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટ દરરોજ રાત્રે ઊંગ તા પહેલા હોઠ પર લગાવો અને સવારે ધોઈ લો.

હોઠનો કાળાશ દૂર કરવા માટે ઘરેલું ઉપાયમાં કાચુ દૂધ એ રામબાણ સારવાર તરીકે માનવા માં આવે છે. કેસરને પીસીને કાચા દૂધમાં મિક્સ કરો અને તમારા હોઠ ઉપર હળવા મસાજ કરો. આ ઉપાય થી , હોઠ નરમ અને સુંદર હશે.નારંગી ને હોઠ પર ઘસો નારંગીનો રસ કાળા ઘેરા હોઠને નરમ અને સુંદર બનાવે છે.તમે ગુલાબી હોઠ મેળવવા માટે અનાર (દાડમ) જ્યુસનો ઉપયોગ કરી શકો છો. કાળા હોઠને સુંદર બનાવવા માટે, અનાર ના રસમાં થોડો ગાજરનો રસ મિક્સ કરીને હોઠ પર લગાવો. આ ઉપાયથી હોઠ નરમ બને છે.

બદામનું તેલ.

દરરોજ સૂતા પહેલા તમારા હોઠ પર આંગળીથી બદામના તેલની માલિશ કરો. તેને આખી રાત છોડી દો. બદામનું તેલ બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે. આ તમારા હોઠને નરમ રાખશે અને તેના કાળાપણને પણ ઘટાડશે.

સુગર સ્ક્રબ.

1 ચમચી ખાંડમાં 1 લીંબુનો રસ ઉમેરો અને તેને હોઠ પર 3-4-. મિનિટ માટે સ્ક્રબ કરો. તે પછી તેને પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે આ પદ્ધતિ અઠવાડિયામાં 2-3 વાર કરો. સ્ક્રબિંગ તમારા હોઠની ડેડ ત્વચાને દૂર કરે છે અને કાળા ફોલ્લીઓ ઘટાડે છે. તે નવા કોષો પણ બનાવે છે.

લીંબુ અને મધ.

લીંબુના રસના 1-2 ટીપાં મધના 1 -2 ટીપાં સાથે ભેળવીને હોઠ પર લગાવો અને 10 મિનિટ માટે રહેવા દો. તે પછી તેને પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે દિવસમાં બે વાર આ કરો. લીંબુ અને મધ બંનેમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો અને વિરંજન એજન્ટો હોય છે. તે તમારા હોઠને સુરક્ષિત કરે છે સાથે સાથે ફોલ્લીઓ સરળતાથી દૂર કરે છે.

કાકડીનો રસ.

કાકડીનો રસ હોઠ પર લગાવો અને તેને 10-15 મિનિટ માટે મૂકો. તે પછી તેને પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે આ પદ્ધતિ દિવસમાં બે વાર કરો. કાકડીમાં બ્લીચિંગ અને હાઇડ્રેટિંગ ગુણધર્મો પણ છે. આ શ્યામ ફોલ્લીઓ ઘટાડે છે અને હોઠને મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે.આ પદ્ધતિઓને તમારી રૂટિનમાં લાવો અને પછી ધીમે ધીમે તમને તમારા હોઠના રંગમાં પરિવર્તન જોવા મળશે.