હવસ નો ભૂખ્યો પતિ પોતાની જ પત્ની સાથે રોજ મરજી વિરુદ્ધ એવી રીતે શારીરિક સંબંધ, બાંધતો હતો કે મહિલાની હાલત રોજ ખરાબ થઈ જતી,પણ એક દિવસ…

0
1126

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.

મિત્રો આ કિસ્સા મા બન્યુ છે એવુ કે મહારાષ્ટ્રની આ નિમિશા (નામ બદલ્યું છે) ના ત્રણ વર્ષ પહેલા વડોદરામાં મેડિકલ સ્ટોરમાં હેલ્પર તરીકે કામ કરતાં ભાવિન (નામ બદલ્યું છે) ની સાથે લગ્ન થયા હતા અને બંને એકબીજાને પસંદ કરતાં હતાં પણ કહેવાય છે કે આ લગ્ન પછી ભાવિનના શંકાશીલ સ્વભાવના કારણે અવાર નવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા આમાં નિમિશાનો કોઈ વાંક ન હતો કારણ કે ભાવિન ના અડપલાના કારણે તેની પત્ની રોષે ભરાઈ હતી જોકે છેલ્લા ત્રણ મહિનાથી તેનો ત્રાસ વધી ગયો હતો અને આમ જ ભવિનની પત્નીએ છૂટાછેડા કરવાનું નક્કી કરી લીધું હતું આથી તેણે અભયમમાં પણ ફરિયાદ કરી હતી.

મિત્રો જણાવવામાં આવ્યું છે કે અભયમની હેલ્પલાઇનની ટીમે નિમિશા અને તેના પતિનું કાઉન્સેલિંગ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી પણ આ વાત જાણીને તમને પણ નવાઈ લાગશે મે પતિની હાજરીમાં કાઉન્સેલર સાથે વાત કરવામાં અચકાતી નિમિશાને અંગત પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી તેનો પતિ પરાણે સેક્સસંબંધ બાંધે છે અને તેની પત્નિ નિમિશા પર તે અવાર નવાર શક કરે છે અને તેની પત્નિને તે ગમે તે રીતે ખોટી પાડે છે.

મિત્રો આટલું જ નહીં પણ એવું તેના અન્ય સાથે સેક્સસંબંધ હોવાની શંકાથી તે દરરોજ શારીરિક ચેકઅપ પણ કરે છે અને બધો દોષ તેની પત્નિ નિમિશા પર નાખે છે અને તે તેના પતિના શંકાશીલ સ્વભાવથી કંટાળી ગઈ છે અને તેણે પણ એવું જણાવ્યું હતું કે તે એક હાઉસ વાઇફ છે અને તે તેના કામ પ્રત્યેજ ધ્યાન આપે છે.અને તે શાકભાજી કે કરિયાણું લેવા જવા શિવાય ઘરની બહાર ક્યાંય જતી નથી અને તેને આવા કોઈ જાતના વિચાર મનમાં નથી પણ આમ છતાં તેનો પતિ શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે અને દરરોજના માટે ઝગડો કરે છે આથી તેને પતિ સાથે રહેવું નથી અને છૂટાછેડા લેવા છે તેવું તેની પત્નિ દ્વારા જણાવામાં આવ્યું છે.

મિત્રો હાલમાં જ કહેવાય છે કે નિમિશા પોતાના પિયર જતી રહી છે અને તેના પતિને જણાવ્યા વગર તે ત્યાંથી તેના પિયરમાં ગઈ છે તેણે પતિ સાથે છૂટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી પણ કરી છે અને કહેવાય છે કે કાઉન્સેલરે ભાવિનનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું તેમજ તેને પત્ની પર શંકા ન કરવા સમજાવ્યો હતો પણ તે તેની પત્નિ વિશે જ ખરાબ બોલ્યા કરતો હતો અને ભાવિન સાથે તેનો મિત્ર પણ આવ્યો હતો.

પણ હાલમાં ભાવિનને એસએસજી હોસ્પિટલના સાઇકિયા ટ્રિસ્ટનો સંપર્ક કરાવી તેની સારવાર શરૂ કરાઇ છે અને તેને એક માનસિક બીમારી છે તેવું ડોકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જ્યા કાઉન્સેલિંગ દરમિયાન નિમિશાની બોડી લેંગ્વેઝમાં કાઉન્સેલરને ગડબડ લાગતી હતી તેમ કહેવાય છે અને એટલું જ નહીં પણ તે ઓછું ભણેલી હોવાથી તે કમ્ફર્ટેબલી કાઉન્સેલર સાથે વાત કરી શકતી નહોતી અને તેથી જોકે નિમિશા ને વિશ્વાસમાં લઈને કાઉન્સેલરે વાતચીત કરતાં ઉપર પ્રમાણેની વિગતો સામે આવી હતી.

મિત્રો આજકાલ આવા કિસ્સા થવા એ એક સામાન્ય વાત થઈ ગઈ છે અને તેથી જ કાયમ માટે આવા કિસ્સા આપણ ને જાણવા મળે છે અને આજ કારણે લોકો ને એકબીજા પ્રત્યે નફરત થવા લાગી છે મિત્રો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જે ઉત્તર પ્રદેશ ના આઝમગઢ મા જોવામાં આવ્યો છે જેના વિશે હુ તમને જણાવવા જઈ રહ્યો છુ મિત્રો આ કિસ્સા મા પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરી દીધો છે મિત્રો આ કિસ્સાઑ થી તમે પણ વિચાર કરવા પર મજબુર બની જશો તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

દોસ્તો ઉત્તર પ્રદેશ ના આઝામગઢ મા એક પતિને તેની પત્ની એ શારિરિક સબંધ બનાવવાની ના પાડી તો તે પતિ એ તેની પત્નીની હત્યા કરી દીધી અને આટલુજ નહી પરંતુ આ ઘટના પછી આરોપીએ પત્ની ની હત્યાને આત્મહત્યા નુ રૂપ આપવા તેના શવ ને ફાસી ના ફંદા ઉપર લટકાવી પોલિસને ગુમરાહ કરવાની પણ કોશિશ કરી પરંતુ પોલિસ ની તપાસ દરમિયાન આરોપીની ચતુરાઈ કામે ના આવી અને તેની ધરપકડ કરી લીધી

મિત્રો રાજુ આઝમગઢની કોઇ પ્લાસ્ટીકની કંપનીમાં નોકરી કરતો હતો. લગ્નના થોડા સમય સુધી પતિ પત્ની વચ્ચે બધુ બરાબર ચાલતું હતું. પરંતુ લગ્નના થોડા સમય બાદથી રાજુ વારંવાર તેની પત્ની પર વહેમ રાખી અવાર નવાર મારઝૂડ કરતો હતો આઝમગઢ જિલ્લા ના મેહનાઝ પોલિસ સ્ટેશન ના એક ગામમા બે દિવસ પેહલા શંકાસપ્દ પરિસ્થિતિ મા એક મહિલાનું મૃત્યુ થયુ હતુ અને પોલિસ ની શરુઆતની તપાસમા મહિલા ના પરિવારો તેને આત્મહત્યા બતાવી રહ્યા હતા પરંતુ શવ ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આવવા થી સાચી હકીકત બધાની સામે આવીજ ગઈ.

મિત્રો આઝમગઢ ના એસપી ત્રિવેણી સિંહે મામલા ની તપાસ કરતા કહયુ કે આરોપી રાજુ ની પત્ની નો કોઈ બીજા વ્યક્તિ સાથે ગેર કાયદેસર ના સબંધ હતા અને આજ કારણો થી તેમની બંન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા પણ થતા હતા અને આજ કારણ થી તેની પત્ની તેના પતિ સાથે શારિરિક સબંધ બનાવવાની ના પાડતી હતી છેલ્લા દિવસે જ્યારે રાજુએ તેની પત્ની સાથે શારિરિક સબંધ બનાવવાનું કહયુ તો તેની પત્ની એ તેને ના પાડી દીધી તો રાજુ એ ગુસ્સામા આવી ને તેની પત્ની ની હત્યા કરી દીધી.

પોલિસે તપાસ દરમ્યાન જણાવ્યુ કે પત્નીની હત્યા કર્યા પછી રાજુએ પોલિસ ને ગુમરાહ કરવાના ઇરાદા થી હત્યા ને આત્મહત્યા નુ રૂપ આપવાની કોશિશ કરવામા આવી તેણે પોતાની પત્નીની હત્યા કર્યા બાદ શવ ને ફાસી ના ફંદા સાથે લટકાવી દીધુ અને ત્યારબાદ પોલિસ ની તપાસ દરમિયાન તેમણે પન એવુ જ જણાવ્યુ કે તેમણે આત્મહત્યા કરી છે પરંતુ શવ ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ થી તેના પતિ ની ચતુરાઈ નો પર્દાફાશ થઈ ગયો અને ત્યારબાદ પોલિસે આરોપી ની ધરપકડ કરી ને મામલા ને યોગ્ય રીતે તપાસ કરવાનો આદેશ આપ્યો છે

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા મિત્રો તમને જણાવી દઈએ કે બોપલમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. ફોન પર વાત કરતી પત્નીને કાપડના વેપારી પતિએ અટકાવી હતી. જેથી પત્નીના પ્રેમીએ ઘરે આવી પતિને માર મારી ધમકી આપી હતી કે, તારી પત્ની સાથે ત્રણ વર્ષથી પ્રેમ સબંધ છે આડો આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. વેપારીને માર મારતા સોસાયટીના સેક્રેટરી વચ્ચે આવતા તેને પણ માર માર્યો હતો. બોપલ પોલીસે ગુનો નોધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

બોપલ ઘુમા વિસ્તારમા રહેતા અને સ્ટેડીયમ નજીક કાપડની દુકાન ધરાવી વેપાર કરતા મૌલીન શાહ (ઉ.45) પત્ની રીના (નામ બદલેલા છે) સાથે રહે છે. ૩ માર્ચના રોજ રાત્રે સાત વાગ્યાની આસપાસ રીના કોઇના સાથે ફોન પર વાત કરતી હતી આ સમયે પતિ મૌલીને કહ્યુ કે, કોના સાથે વાત કરે છે. જેથી તેને કહ્યુ કે, મિત્ર છે શું કામ છે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રિનાએ તેના પ્રેમી વિનય રાજેશ સિંધી (રહે. વસ્ત્રાપુર) ને ફોન કરી કહ્યુ કે, તુ અહી આવ મને મારા પતિ મારી સાથે ઝઘડો કરે છે.

જેથી સાડા આઠ વાગ્યાની આસપાસ વિનય સિંધી આવી ગયો અને તેણે મૌલીનને ઘરમાંથી કાઢી ગડદા પાટુનો માર માર્યો હતો. મૌલીને બુમો પાડતા સેક્રેટરી આવી ગયા હતા અને તેમણે સેક્રેટરીને પણ માર માર્યો હતો. વિનયે ધમકી આપી કે, મારે તારી પત્ની સાથે બે-ત્રણ વર્ષથી પ્રેમ સબંધ છે અને જો તુ આડો આવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પત્નિએ જણાવ્યુ હતુ કે, મારે વિનય સાથે અનૈતિક સબંધ છે અને તુ મને રોકીશ તો હુ તારા વિરુધ્ધમાં કેસ કરીશ. પોલીસે જણાવ્યું હતું કે, વિનયના પિતા ગાંધી રોડ પર ઇલેકટ્રીકની દુકાન ધરાવે છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. ઇન્દોરની લસૂડિયા થાના વિસ્તારમાં એક મહિલા તેના વિવાહિત પ્રેમીની સાથે જેએમસી હોટલ પહોંચી હતી. ત્યારે યુવકની પત્ની પણ તેનો પીછો કરતા હોટલના બીજા માળે રૂમ નંબર 208માં પહોંચી ગઇ હતી.ઇન્દોરના લસૂડિયા થાના વિસ્તારમાં તે સમય સનસની ફેલાઇ ગઇ જ્યારે એક યુવતી હોટલના બીજા માળેથી બારીમાંથી કુદકો માર્યો. ગંભીર હાલાતમાં યુવતીને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મામલો પતિ, પત્નિ ઓર વોનો છે. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

આ ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે ઇન્દોરની લસૂડિયા થાના વિસ્તારમાં એક મહિલા તેના વિવાહિત પ્રેમીની સાથે જેએમસી હોટલ પહોંચી હતી. ત્યારે યુવકની પત્ની પણ તેનો પીછો કરતા હોટલના બીજા માળે રૂમ નંબર 208માં પહોંચી ગઇ હતી. પોતાના પ્રેમીની પત્નીને જોઇ મહિલા ગભરાઇ ગઇ અને તેણે ઉતાવળમાં બારીમાંથી કૂદકો મારી દીધો, ત્યારબાદ ત્યાં હાજર લોકો મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા બોમ્બે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં મહિલાની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવી રહ્યાં છે.

પોલીસે જણાવ્યું કે, યુવક અને યવુતી બંને વિવાહિત છે અને ખોટા આઇડી કાર્ડ દ્વારા હોટલમાં પહોંચ્યા હતા. પોલીસે મહિલાના પ્રેમી રૂપેશની ધરપકડ કરી લીધી છે. પોલીસે હોટલ માલિકની સામે બેદરકારીનો કેસ દાખલ કર્યો છે.લસૂડિયા ટીઆઇ સંતોષ દૂધીએ જણાવ્યું કે, રૂપેશની પત્ની પ્રિયાને તેના પતિનો કોઇ અન્ય મહિલા સાથે સંબંધ હોવાની શંકા હતા. તે રૂપેશને રંગે હાથ પકડવા માગતી હતી. જેના કારણે તેનો પીછો કરતી તે પણ હોટલ સુધી પહોંચી ગઇ હતી. જણાવી રહ્યાં છે કે મહિલા પણ વિવાહિતા છે અને બે વર્ષ પહેલા તેના છૂટાછેડા થઇ ગયા છે.