હવસની ભૂખી યુવતીને સંભોગ કરવાની તીવ્ર ઈચ્છા થતા બહેનપણીના પતિ સાથે બાંધ્યા શારીરિક સંબંધ અને પછી થયું એવું કે…..

0
350

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં આવેલા છે.મિત્રો આ કિસ્સામાં યુવતીને સંભોગની એટલી તડપ ઉપડી કે તેને તેની બહેનપણીના પિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

સવાલ: હું ૨૦ વરસની છું. અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી. પરંતુ હમણા મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે. આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે.

જવાબ: જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે. પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી. પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત છે એ વાત સાચી છે. પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે. સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.

સવાલ: મારો છ મહિનાનો પુત્ર અંધારાથી ઘણો ગભરાય છે. લાઇટ બંધ કરતા જ તે રડવા માંડે છે. અને લાઇટ ખોલીએ નહીં ત્યાં સુધી શાંત થતો જ નથી. તેનો આ ડર દૂર કરવા અમારે શું કરવું?

જવાબ: દિવસ-રાતનું ચક્ર અથવા તો પ્રકાશ અને અંધારાનું ભાન થતા શિશુને વાર લાગે છે. આથી તમારા પુત્રનું આ વર્તન અસ્વાભાવિક છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. લાઇટ બંધ કરતા પૂર્વે તેને બાથમાં લઇ વહાલ કરો. અને તેની સાથે વાત કરો. તમારા શિશુને બીજી કોઇ સમસ્યા નથી તેની તપાસ કરો. શક્ય હોય તો કોઇ સારા બાળરોગ નિષ્ણાતની સલાહ લો. ડૉક્ટરોએ જણાવ્યા પ્રમાણે ડર જેવી લાગણીઓ શિશુઓમાં નવ કે દસ મહિના પછી જન્મે છે. આ પૂર્વે શિશુના રડવા પાછળ કોઇ દુ:ખાવો હોવાની શક્યતા છે.

સવાલ: હું ૨૧ વરસનો છું. મને ૧૯ વરસની એક યુવતી સાથે પ્રેમ છે. મને મળ્યા પૂર્વે તે એક યુવકના પ્રેમમાં હતી એ હું જાણું છું. અને મને એનો વાંધો પણ નહોતો. પરંતુ મને મળ્યા પછી પણ તેણે તેના એક કઝીન સાથે સંબંધ બાંધ્યો હતો આ કારણે મેં તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. પરંતુ હું તેના વગર રહી શકતો નથી. મારે તેને પાછી મેળવવી છે. તો મારે શું કરવું?.

જવાબ: તેને પાછી મેળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે. અને આ પછી તમે તેને મેળવશો તો પણ પાછી આ જ સમસ્યા હાઉ બનીને તમારી સામે આવવાની છેે. આ છોકરી તેનું ધાર્યું કરનારી હોય એમ લાગે છે. ભવિષ્યમાં પણ તે તમારો વિશ્વાસઘાત કરે એવી શક્યતા છે. આથી જે પગલું ભરો તે બધુ વિચારીને તમારા ભવિષ્યનો વિચાર કર્યાં પછી જ ભરજો. શરૂઆતમાં તેને ભૂલવાનું કામ જરા મુશ્કેલ લાગશે. પરંતુ દિવસો પસાર થતા જશે તેમ તમે એને ભૂલી જશો. બીજી પ્રવૃત્તિઓ કરો તેમજ તમારા મિત્રો સાથે સમય પસાર કરો. મન વ્યસ્ત રહેશે તો એ યુવતીને ભૂલવાનું આસાન થઇ જશે.

સવાલ: હું ૨૫ વરસની શિક્ષિક અને નોકરિયાત મહિલા છું. હજુ સુધી મારા લગ્ન થયા નથી. મારી બહેનપણીના પિતા સાથે મારે શારીરિક સંબંધ છે. આ ઉપરાંત બીજા કેટલાક યુવકો સાથે પણ મારા શારીરિક સંબંધો છે. હવે મને આની નફરત થઇ ગઇ છે. લગ્ન પછી શું થશે એનો ડર લાગે છે. હું હવે પૂર્વે સ્થિતિમાં આવવા માગું છું તો હવે મારે શું કરવું તે જણાવશો. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ: તમે શિક્ષિત અને નોકરિયાત હોવા છતાં નારીત્વની ગરિમા સમજી શક્યા નથી. તમે તમારા માર્ગમાંથી ભટકી ગયા છો. હાથે કરીને તમે તમારી ખાસ બહેનપણીના સંસારમાં આગ ચાંપી રહ્યા છો. તમે સેક્સ મેનિયાક હો એવું લાગે છે. કોઇ મનોચિકિત્સકની સલાહ લો. તેઓ તમારો ઇલાજ કરી શકશે. જાગ્યા ત્યારથી સવાર સમજી તમારી ખરાબ આદત છોડી દો. મનોચિકિત્સકની સલાહ મુજબ ઉપચાર કરી કોઇ યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લો અને ભૂતકાળ ભૂલી ગૃહસ્થી જીવન જીવો. લગ્ન જ તમારી સમસ્યાઓનો અંત છે.

સવાલ: હું ૨૫ વર્ષની પરિણીતા છું. લગ્નને ૨ મહિના થયા છે. મારા પતિ મને બહુ પ્યાર કરે છે. હું એક અંગત સમસ્યાથી હેરાન છું. સુહાગરાતે સહવાસમાં મને બહુ પીડા થઈ. હજુ પણ હું સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી. મને બહુ પીડા થાય છે. પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે. મારા પતિ મારા કરતાં ૧૦ વર્ષ મોટા છે. શું શારીરિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય?
એક યુવતી (નવગઢ).

જવાબ: સહવાસ, ખાસ કરીને સુહાગરાતે પ્રથમ સહવાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે. થોડાં સમય પછી આ રીતની સ્થિતિ નથી રહેતી. એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા. તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહવાસ સુખદ થશે. પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે. આ કારણે તમે હેરાન થાઓ છો, એ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાંખો.

સવાલ. હું ૪૦ વર્ષની પરિણીતા છું. સંયુક્ત પરિવારમાં રહું છું. દેરાણી નોકરી કરે છે. લગ્નને ૨ વર્ષ થવા આવ્યાં છે છતાં પણ ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતી. ઘરનો બધો આધાર અમો પતિપત્ની પર છે. આમ છતાં સાસુના મોંમાંથી ક્યારેય પ્રશંસાના બે શબ્દો પણ નથી નીકળતા. પતિને કહું છું તો કહે છે કે કોઈ ફેર નથી પડતો. કોઈ પ્રશંસા કરે કે ન કરે તું તારી ફરજ પૂરી કરતી રહે. પતિ પોતાના ઘરનાં સભ્યો વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નથી કરતા. વધારે કશું કહું તો ગુસ્સે થઈ જાય છે. હું શું કરુ.એક સ્ત્રી (ઉમરકોટ).

જવાબ: તમારી દેરાણીએ ઘરપરિવારની જવાબદારી સમજવી જોઈએ. લાગે છે કે કોઈએ તેને ક્યારેય અહેસાસ નથી કરાવ્યો કે ભલે તે નોકરી કરે છે છતાં પણ ઘરની જવાબદારીઓ પણ નિભાવવાની જરૂર છે. હજુ પણ કંઈ નથી બગડયું. તમે મોટાં છો, તેને કહી શકો છો. જો કહેવા છતાં પણ તે કોઈ રીતે ધ્યાન નથી આપતી તો તમે કોઈ નોકર રાખી શકો છો. આથી તમને કામમાં ઘણી રાહત મળશે. પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દાને લઈને પતિ સાથે ન ઝઘડો, નહીં તો કારણ વિના તાણ ઊભી થશે.

સવાલ.હું ૨૫ વરસની પરિણીત યુવતી છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને બે વર્ષની એક પુત્રી પણ છે. મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહવાસ સુખ માણ્યું નથી. અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ. પરંતુ અમને આમા સફળતા મળી નથી. સમસ્યા એ છે કે સહવાસ દરમિયાન  મને ઘણું દર્દ થાય છે. અને મારા પતિનું લિંગ સખત થતું નથી. અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે. અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. એક યુવતી (અમદાવાદ).

જવાબ.તમારે નિરાશ થવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી. ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે. આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે. આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે. તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.

સવાલ.હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (ભાવનગર)

જવાબ.નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે. નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.

સવાલ: હું ૪૨ વર્ષની મહિલા છું. બે યુવાન દીકરીઓ છે. શરૂથી તે ઘણાં વર્ષો સુધી મારું લગ્નજીવન સુખદ રહ્યું, પરંતુ એકાએક મને જાણ થઈ કે પતિને કોઈ છોકરી સાથે સંબંધ છે. શરૂઆતમાં તો હું શરમના કારણે બધું સહન કરતી રહી કે કદાચ તે જાતે જ સુધરી જશે, પરંતુ દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ હોવા છતાં પણ તે પોતાની ખરાબ ટેવ નથી છોડતા. લડીઝઘડીને પણ જોઈ લીધું, પણ કોઈ અસર નથી થઈ. શું કરું, જેથી તે વ્યભિચાર છોડી દે.એક સ્ત્રી (ચેન્નાઇ).

જવાબ: તમે માનો છો કે શરૂઆતનાં વર્ષોમાં તમારું લગ્નજીવન સુખદ હતું એટલે કે તમારો પતિ પૂરી રીતે ઘરપરિવાર પ્રત્યે સમર્પિત હતો. તો પછી એવું શું કારણ બન્યું કે તે તમારી વિરુદ્ધ થઈને બહાર સુખની શોધ કરવા લાગ્યો? ક્યાંક તમારી ઉદાસીનતાના કારણે તો તે બહાર પ્યાર નથી શોધતાને? જો તમે સાચું કારણ જાણીને તેનો ઉપાય કરત, તો તમે તેમને બહાર રખડતાં અટકાવી શકત. હજુ પણ કશું નથી બગડયું. તેમની સાથે ઝઘડો નહીં, તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરો. કોઈ પણ સમયે જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને સમજાવો કે દીકરીઓ લગ્ન કરવા લાયક થઈ રહી છે. આપણે આપણી ખુશીઓ કરતાં વધારે તેમની દરકાર રાખવાની હોય. જો તમારા વ્યભિચારની વાત જાહેર થઈ ગઈ તો દીકરીઓનો સંબંધ નક્કી કરવાનું અઘરું થઈ જશે.

સવાલ:હું ૨૬ વર્ષની યુવતી છું. લગ્નને ૬ મહિના થયા છે. પતિ ખૂબ પ્રેમ કરે છે અને જરૂર કરતાં વધારે વિશ્વાસ પણ, જ્યારે હું વિશ્વાસ કરવા યોગ્ય નથી. લગ્ન પહેલાં હું એક યુવકને પ્રેમ કરતી હતી. અમારી વચ્ચે અનૈતિક સંબંધ પણ હતા. આંતરજ્ઞાાતીય હોવાથી લગ્ન ન થઈ શક્યાં. હું આજે પણ તેના સંપર્કમાં છું. મારા પતિને આ વાતની કોઈ જ જાણ નથી. ક્યારેક ક્યારેક મને અપરાધની લાગણી થાય છે કે હું ખોટું કરી રહી છું, પણ પછી ભૂલી જાઉં છું. તેનો સાથસંગાથ મને ખૂબ ગમે છે. શું તેનાથી હું કોઈ મુશ્કેલીમાં આવી શકું છું?
એક યુવતી (વલસાડ)

જવાબ:તમે અબુદ્ધ બાળક નથી, પરિપક્વ મહિલા છો. જાણીજોઈને તમે આવું આચરણ કરી રહ્યા છો જેનાથી તમારું દાંપત્યજીવન બરબાદ થઈ શકે છે. તમે તમારા પ્રેમીનો સાથ મેળવીને વધારે કમ્ફર્ટેબલ અનુભવી શકો છો તો તમારે તેની સાથે જ લગ્ન કરી લેવા જોઈતાં હતાં, પણ હવે જ્યારે તમારા લગ્ન થઈ ગયાં છે ત્યારે તમારે તમારા પતિ સાથે વિશ્વાસઘાત ન કરવો જોઈએ. કોઈને તમારા દુરાચારનો અણસાર આવે તે પહેલાં તમારે સાવચેત થઈ જવું જોઈએ, નહીં તો તમારી બરબાદી માટે તમે પોતે જ જવાબદાર હશો.

સવાલ : હું ૨૩ વર્ષની યુવતી છું. એક યુવક સાથે મારે છેલ્લાં ૩ વર્ષથી અફેર ચાલી રહ્યો હતો. અમે લગ્ન માટે તો કોઈ કમિટમેન્ટ નહોતું કર્યું પણ મને ૬ મહિના પહેલાં ઝાટકો લાગ્યો, જ્યારે મારી જ એક સાહેલીએ વિશ્વાસઘાત કર્યો. બંનેનો પ્રેમસંબંધ ખૂબ જોરશોરથી ચાલી રહ્યો હતો. મને દુ:ખ તો થયું પણ મેં માંડ મારી જાતને સંભાળી લીધી.
હવે જ્યારે મારી સગાઈ થઈ ગઈ છે, તેને ખૂબ પસ્તાવો થાય છે અને તે મને એક તક આપવાનું કહી રહ્યો છે. લગ્નની દરખાસ્ત પણ મૂકી રહ્યો છે. હું મૂંઝવણમાં છું. એક બાજુ મારાં માતાપિતાની પ્રતિષ્ઠા છે તો બીજી બાજુ મારો પહેલો પ્રેમ, જેને હું દફનાવી ચૂકી હતી. મારે શું કરવું જોઈએ?
એક યુવતી (વડોદરા)

જવાબ: તમારો પ્રેમી એક વાર તમને છેતરી ચૂક્યો છે. હવે તેનું તમારી સાહેલીથી મન ભરાઈ ગયું છે તો તે તમારી પાસે પાછો આવવા માગે છે. તમે તેને સ્પષ્ટ કહી દો કે તમે તમારા જીવનનો નિર્ણય લઈ લીધો છે તેથી હવે તે તમારા રસ્તામાં અવરોધક ન બને. તમારા માટે તે જ યોગ્ય રહેશે કે તમે તેની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક ન રાખે.

સવાલ: હું ૨૪ વર્ષની યુવતી છું. લગ્નને ૨ વર્ષ થઈ ગયાં છે. હજી સુધી મને સંતાનસુખ મળ્યું નથી. હકીકતમાં મારા પતિ સેક્સ ઉપરાંત હસ્તમૈથુન પણ કરે છે, કદાચ એટલે તેમનામાં કમજોરી આવી ગઈ છે અને તેઓ પિતા બનવા લાયક નથી રહ્યા. મારી એક સાહેલીએ જણાવ્યું કે વધારે સેક્સ કરવા અથવા હસ્તમૈથુન કરવાથી પુરુષોમાં પ્રજનનક્ષમતા સમાપ્ત થઈ જાય છે. શું હું ક્યારેય મા નહીં બની શકું?
એક મહિલા (રાજકોટ)

જવાબ: આ કોલમમાં ઘણીવાર એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હસ્તમૈથુનથી શરીર પર કોઈ ખરાબ અસર નથી થતી એટલે ન તો હસ્તમૈથુનથી કોઈ કમજોર બને છે, ન સંતાનપ્રાપ્તિ માટે અક્ષમ. તેથી કોઈની સાંભળેલી સંભળાવેલી વાતો પર વિશ્વાસ ન કરો. જો કોઈ શંકા હોય તો તેના સમાધાન માટે તોઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રમાં જઈને સ્ત્રીરોગ વિશેષજ્ઞાની સલાહ લો.

સવાલ: હું ૪૫ વર્ષની પરિણીત અને ૨ યુવાન બાળકોની માતા છું. અમારું સુખી દાંપત્યજીવન ચાલી રહ્યું હતું. પતિ બાળકો અને મારી પર જીવ આપતાં હતાં, પણ આજકાલ તેઓ પોતાની કોઈ સહકર્મચાકીને વધારે સમય આપી રહ્યાં છે. દરરોજ મોડાં ઘરે આવે છે. ક્યારેક તેના માટે ફ્લેટ શોધવા માટે તો ક્યારેક અન્ય જરૂરિયાતોને લઈને ચિંતિત રહે છે, જ્યારે શરૂઆતમાં જ ઘરપરિવારની તમામ જવાબદારીથી મેં તેમને મુક્ત રાખ્યા છે.પહેલાં મને ક્યારેય રંજ નથી થયો કે તેઓ ઘર તરફ બેફિકર રહે છે, પણ હવે ખરાબ લાગે છે, જ્યારે તેઓ પોતાની સહકર્મચારી માટે એટલી મહેનત કરે છે. ઠપકો આપું તો કહે છે કે તેમાં ખોટું શું છે. તે આ શહેરમાં નવી છે. માનવતાના સંબંધે આપણી ફરજ છે કે તેને મદદ કરીએ. મને ડર લાગે છે કે મદદ કરતાં કરતાં તેઓ તેની મોહમાયામાં ન ફસાઈ જાય. તે યુવાન છે અને કુંવારી છે. શું કરું?

જવાબ: તમે ઈર્ષાજન્ય લાગણીથી પીડાઈ રહ્યા છો. એટલે જ પતિ દ્વારા પોતાની સહકર્મચારીને આપેલા સહકારને ખોટા અર્થમાં લઈ રહ્યા છો. પતિની તે સહકર્મચારીને તમે પણ મુક્તમને હળોમળો તો સારું રહેશે, તેની સાથે સદ્ભાવથી વર્તો. તેનાથી તમને કોઈ પ્રકારનું સંભવિત જોખમ નહીં રહે. સાવધાની સારી વાત છે પણ પોતાના સંબંધોને લઈને શંકાશીલ બનવું સારું નથી. તમે તમારા પતિની પરિણીતા અને તેનાં બાળકોની માતા છો અને પછી એક પરિણીત અને બાળબચ્ચાંવાળા પુરુષને યુવતીઓ વધારે સમય સુધી ભાવ નથી આપતી.