હવસ સંતોષવા વેસ્યા પાસે ગયો યુવક અને થઈ ગયો પ્રેમ, બધું છોડી કર્યા લગ્ન પરંતુ થયું એવું કે જાણી ચોંકી જશો…..

0
1036

પ્રેમ એ સ્નેહ અને આસક્તિની તીવ્ર વૃત્તિ સંબંધિત ઘણી બધી લાગણીઓ અને અનુભવો પૈકીની એક છે. શબ્દને સામાન્ય આનંદથી માંડીને તીવ્ર આંતરવૈયક્તિક આકર્ષણ જેવી વિવિધ લાગણીઓ, સ્થિતિઓ અને અભિગમોના સંદર્ભમાં ટાંકી શકાય છે શબ્દ પ્રેમ ક્રિયાપદ અને નામ બંને છે.પ્રેમ એ એક જ લાગણી નથી, પરંતુ બે કે બેથી વધારે લાગણીઓમાંથી નીપજેલું સંવેદન છે.પરંતુ આ પ્રેમ આવું પણ કરાવી શકે છે મિત્રો એક યુવકને એક સેક્સ વર્કર સાથે પ્રેમ થઈ ગયો હતો તો ચાલો જાણીએ આ સમગ્ર ઘટના વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે કોલકાતાની છોકરીની જેને ન ઇચ્છતા હોવા છતાં પણ જબરજસ્તી દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી. પણ તે છોકરીને એવા છોકરાનો સાથ મળ્યો જે ન ફક્ત તેને દિલથી પ્રેમ કરે છે, પણ તેણે છોકરીના ભૂતકાળને ભુલાવીને તેની સાથે લગ્ન પણ કરી લીધા છે. બંનેએ ભેગા મળીને એક ઘર પણ લઈ લીધું અને એક નવો બિઝનેસ પણ શરૂ કરવાના છે.એક એનજીઓએ આ છોકરીને દેહ વ્યાપારના ધંધામાંથી બહાર કાઢી હતી. એનજીઓએ છોકરીનું નામ બદલીને સુલેખા રાખ્યું.

સુલેખાને હંમેશાથી આશા હતી કે તે આઝાદ થઈ શકશે અને એક નવું જીવન શરૂ કરી શકશે.જણાવવામાં આવી રહ્યું છે કે, સુલેખા અને તેનો પરિવાર હલ્દિયામાં રહેતો હતો. ત્યાં તેઓ ગુજરાન ચલાવવા માટે મમરા વેચતા હતા. સુલેખા ફક્ત 15 વર્ષની હતી, જયારે તેની દાદીએ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. તેણે પોતાના પિતાને બાળપણમાં જ ખોઈ દીધા હતા અને તેની માં પણ તેના પર થવા વાળા અત્યાચારને રોકી શકી નહિ.

સુલેખાએ એક અંગ્રેજી ન્યુઝ પેપરને જણાવ્યું કે, ‘એક દિવસ, મારી દાદીએ મને ઘરની બહાર કાઢી મૂકી અને મારી ગરીબ માં કાંઈ કરી ન શકી. હું મેચાડા રેલવે સ્ટેશન પર પહોંચી. હું સ્ટેશન પર બેસીને કામ માટે ભીખ માંગવા લાગી. ત્યારે બે માણસો મારી પાસે આવ્યા અને કહ્યું કે, એક ઘરમાં કામ કરવાનું છે જેના માટે મને પૈસા અને ખાવાનું બંને મળશે.સુલેખાએ આગળ જણાવ્યું, ‘આ સાંભળીને મેં તેમની વાત પર ભરોસો કરી લીધો. તે લોકોએ મને ખાવા માટે કાંઈક આપ્યું. એ પછી જયારે બીજા દિવસે મારી આંખ ખુલી તો શું એક વૈશ્યાલયમાં હતી.

સુલેખાએ કહ્યું કે, ‘ત્યાં વૈશ્યાલયના માલિકે ખરાબ રીતે મારી સાથે મારઝૂડ કરી અને સેક્સ વ્યાપાર માટે મજબુર કરી. મેં ત્યાંથી ઘણી વાર ભાગવાનો પ્રયત્ન કર્યો પણ હંમેશા પકડાઈ ગઈ અને મને પાછી ત્યાં જ લાઈ જવામાં આવી.જાણકારી અનુસાર તે 18 વર્ષની હતી ત્યારે તે વૈશ્યાલય પર છાપો મારવામાં આવ્યો હતો. આંતરાષ્ટ્રીય ન્યાય મિશન નામના એનજીઓએ તસ્કરી કરવા વાળા લોકો પાસેથી છોકરીઓને બચાવી અને તેમનો પુનર્વાસ કરવામાં આવ્યો.

એ પછી, સુલેખાને નરેન્દ્રપુરના એક ઘરમાં કામ શીખવા માટે મોકલવામાં આવી. એ પછી સુલેખાએ સૌથી પ્રસિદ્ધ વિરાસત કંદોઈની દુકાનના બ્રાન્ડની બેકરીમાં ટ્રેનિંગ લીધી, જેથી તે પોતાના દમ પર આવનારા સમયમાં પોતાનું કામ શરૂ કરી શકે.સુલેખાએ જણાવ્યું કે, જો કે હું રસોઈનું કામ સારી રીતે શીખી રહી હતી, પણ થોડા દિવસોમાં ત્યાં નજીકમાં એક બેગ-સિલાઈ કરવા વાળી યુનિટમાં કામ કરવાવાળા યુવક સાથે મને પ્રેમ થઈ ગયો.

તેણે મને પોતાની સાથે કામ કરવા માટે પ્રોત્સાહિત કરી. તેણે મારી દેખરેખ રાખી અને થોડા દિવસો પછી લગ્નનો પ્રસ્તાવ રાખ્યો. મેં મારા ભૂતકાળને તેનાથી સંતાડ્યું નહિ. મને આજે પણ લાગે છે કે હું સપનું જોઈ રહી છું.સુજોય (બદલેલું નામ) એક હસમુહો વ્યક્તિ છે. તેણે કહ્યું કે, તેની પાસે એટલા પૈસા બચાવવાનું સપનું છે કે, તે પોતાની પત્ની માટે કેક બનાવવાની દુકાન ખરીદી શકે.