હાથ પગ અને ચહેરા ની કાળાશ હમેશ ના માટે દૂર કરી દેશે આ ઉપાયો,જાણી લો ફટાફટ…..

0
557

ભારતીય સમાજમાં ગોરા હોવું જ સુંદરતાની નિશાની માનવામાં આવે છે અને જે છોકરા કે છોકરી શ્યામ રંગ ના છે તેમનું એવું સ્વપ્નું હોય છે કે કદાચ એમનો ચહેરો પણ ગોરો હોય. તેમના મનમાં એવો સવાલ થાય છે કે ચહેરો, ગરદન, હાથ કે પગ નો રંગ ગોરો કેવી રીતે કરીએ અને ગોરા થવાની રીત કે ઉપાય શું હોઈ શકે છે. આમ તો બજારમાં ગોરા થવાની ક્રીમ, બ્લીચ અને ઘણી બ્યુટી પ્રોડક્ટ મળી રહે છે જે ઘણી ખર્ચાળ હોય છે અને તેને બનાવવા માટે ઘણી જાતના કેમિકલનો ઉપયોગ થાય છે જે આપની સ્કીન માટે નુકશાનકારક હોય છે.

અને ગરમીમાં વધારે આ સમસ્યા થાય છે પરંતુ અત્યારે ગરમીની ઋતુ પૂર્ણ થઇ ગઇ છે. રાજ્યમાં ચોમાસાનું વાતાવરણ છે તેમ છતા હજુ પણ શરીર પરથી સનટેન દૂર થતુ નથી. તેને જવામાં સમય લાગે છે. પણ અમે આપને કેટલીક આસાન ટિપ્સ બતાવીશું જે શરીર પર જામેલી કાળાશ દૂર કરશે અને તમને આપશે ગ્લોઇંગ સ્કિન. શરત માત્ર એટલી છે કે આ ઉપાય તમારે નિયમિત કરવાનો છે. અમે અહીં આપને પાંચ ટિપ્સ આપીએ છીએ. આપ આપનાં સ્કિન ટોન પ્રમાણે કોઇપણ ટિપ્સ અજમાવી શકો છો. મિક્સ સ્કિનમાં પાંચેય ટિપ્સ યુઝ કરી શકાશે. જો આપની ઓઇલી સ્કિન હોય તો ટામેટુ અને પપૈયાની ટ્રિક યુઝ કરી શકો છો.અને આપની સ્કિન ડ્રાય હોય તો આપ દૂધ, લીંબુ અને દહીંની ટ્રિક યુઝ કરી શકો છો.ઓઇલી સ્કિન માટે-ટામેટાને કાપીને તેને છીણી લો. તેનો પલ્પ તૈયાર થઇ જશે. હવે આ પલ્પને શરીરનો જે ભાગ કાળો છે ત્યાં એટલે કે હાથ, પગ, ચહેરા, ગરદન પર લગાવી શકો છો. તે સૂકાઇ ગયા પછી તેને ધોઇ લો. આ ઉપાય કરવાથી સ્કિન પર જામેલી કાળાશ દૂર થઇ જશે.

પપૈયા.

ગ્લોઇંગ સ્કિન અને સનટેનને ઓછું કરવા માટે પપૈયાને મેશ કરીને તેને શરીરનાં પ્રભાવિત ભાગ પર રગડી લો. જે બાદ તેને સાદા પાણીથી ધોઇ લો. આ ઉપાય કરવાથી પણ ફાયદો જણાશે.ડ્રાય સ્કિન માટે- દૂધ- ચાર મોટી ચમચી કાચુ દૂધ લો, એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ મિક્સ કરીને 15 મિનિટ સુધી પ્રભાવિત જગ્યા પર લગાવીને રાખો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લો. આ ઉપાયથી સનટેનની સમસ્યાથી છૂટકારો મળે છે.

દહીં.

સનટેનને દૂર કરવા માટે ચણાનો લોટમાં દહીં અને લીંબુના રસ થોડોક રસ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. ત્યાર પછી તે સૂકાઇ જાય એટલે તેને સાદા પાણીથી ધોઇ લો. તે સિવાય તમે દહીમાં ચપટી હળદર મિક્સ કરીને હાથ, ગરદન અને ચહેરા પર 20 મિનિટ સુધી સતત લગાવી રાખો. આ ઉપાય કરવાથી સનટેનની સમસ્યા દૂર કરી શકાય છે.લીંબુ અને ખાંડ- જો ટેનિંગની સમસમ્યા આકરી હોય તો લીંબુ અને ખાંડને મિક્સ કરીને આ મિશ્રણ ટેનિંગની જગ્યા પર ઘસો તેનાંથી ફાયદો થશે.

ચણાનો લોટ અને દહીં

ચણાના લોટ અને દહીંની પેસ્ટ ખૂબ અસરકારક છે અને તેને લગાવવાથી સ્કિન સાફ થાય છે. ચણાના લોટ અને દહીંની પેસ્ટ બનાવવા માટે, તમે ત્રણ ચમચી દહીંની અંદર એક ચમચી ચણાનો લોટ નાંખો અને તેને બરાબર મિક્સ કરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્ષ કર્યા પછી આ પેસ્ટને ચહેરા પર કે જ્યાં ત્વચા કાળી છે ત્યાં લગાવો સુકાઈ જાય પછી તેને પાણીથી સાફ કરી લો.1 ચમચી કાચી હળદરનો રસ, 2 ચમચી બેસન, 1 ચમચી દહી તેમજ 1 ચમચી લીંબુનો રસ બધાને ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને શરીરના ખુલ્લા ભાગ- ચહેરો, ગળુ, ગરદન, હાથ અને પગ પર લગાવી દો. જ્યારે થોડુક સુકાઈ જાય ત્યારે ઉબટનની જેમ ઘસીને કાઢી નાંખો. એક જ અઠવાડિયામાં ત્વચાની રંગત બદલાઈ જશે.પીસ્તાને રાત્રે પલાળીને રાખો અને સવારે તેમાં સાકરીયા ભેળવીને પીસી લો. તેમાં થોડીક મલાઈ ભેળવીને ચહેરા પર ધીરે ધીરે રગડો અને સુકાઈને જ્યારે તે સંપુર્ણ રીતે ઉતરી જાય ત્યારે ચહેરાને ધોઈ લો. ચહેરાની કાળાશ દૂર થઈ જશે અને ગુલાબીપણું આવી જશે.

દૂધ અને મધ

કુદરતી રીતે જ ચહેરો ગોરો કરવા માટે દૂધ ખુબ અસરકારક છે દૂધથી આપણી ત્વચાને તમામ પોષક તત્વ મળે છે અને રંગ ચોખ્ખો થાય છે. એક ચમચી મધ અને એક ચમચી દૂધ યોગ્ય રીતે ભેળવો. હવે આ પેસ્ટને પોતાના ચહેરા ઉપર હાથથી ફેરવીને મસાજ કરો તેને પગ પર અને હાથ ઉપર પણ લગાવો અને ૧૫ મિનીટ સુધી રહેવા દો અને ચોખ્ખા પાણીથી ધોઈ લો.

કેસર અને ચંદન

કુદરતી સુંદરતા અને ગોરાપણું મેળવવા માટે કેસર એક સારી આયુર્વેદિક ઔષધી છે. એક વાટકા માં થોડા દુધમાં ૮-૧૦ કેસરનાં રેસા એક કલાક માટે પલાળી દો. અને તેમાં એક ચમચી ચંદન પાવડરને ભેળવવાથી એક ઘરેલું ફેસ પેક તૈયાર થઇ જશે. તે તમારા શામળા ચહેરા ઉપર લગાવીને ૧૫ મિનીટ સુધી સુકાવા દો પછી પાણીથી ધોઈ લો.

બદામનો ફેસ માસ્ક

ચહેરામાં ચમક અને નિખાર લાવવા માટે બદામનો ફેસ માસ્ક અસરકારક નુસખો છે. રાત્રે સુતા પહેલા દુધમાં થોડી બદામની ગીરી પલાળી દો. આ પલાળેલી બદામને પીસી લો અને આ પેસ્ટ થી પોતાનો ચહેરાની મસાજ કરો. થોડી વાર પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. ઝડપથી અને સારું પ્રણામ મેળવવા માટે રોજ આ ફેસ માસ્ક ૭ દિવસ સુધી લગાવો.

તડકામાં વધુ સમય રહેવાથી દુર રહો. બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવી લો. ગોરા રંગ માટે અડધી ચમચી મધમાં થોડો મીઠો લીમડાનો પાવડર ભેળવીને ચહેરા ઉપર લગાવો. કુદરતી રીતે જ ગોરા થવા માટે કાચા બટેટાનો રસ કાઢીને ચહેરા ઉપર લગાવો.