હાર્ટ એટેક મોટાભાગે આ જ સમયગાળામાં સૌથી વધુ આવે છે,જરૂર જાણી લો…

0
163

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ ૬૦ ટકા નિવારી શકાય.દુનિયામાં વિવિઘ રોગોને કારણે લોકોની સંખ્યામાં હૃદય રોગથી મૃત્યુ પામતાં લોકોની સંખ્યા વધારે છે. અંદાજે એક તૃતિયાંશ લોકો હાર્ટ એટેક અથવા તો પક્ષઘાતના હુમલાના ભોગને કારણે મૃત્યુ પામે છે. સવાલ એ થાય છે કે હાર્ટ એટેક શાને કારણે થાય છે ?૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે.

હૃદય એક પંપ છે અને આપણા જીવનકાળ દરમ્યાન ર૦ કરોડ લીટર લોહીનું શરીરમાં પપીંગ કરે છે. દિવસ-રાત કોઈપણ વિરામ કર્યા વગર આ એક જ અંગ શરીર માટે કાર્યરત રહે છે. તેને પોતાને કાર્યરત રહેવા માટે ઓક્સિજન અને ગ્લુકોઝની જરૂર પડે છે. જે હૃદયની સપાટી ઉપર આવેલી રકતવાહિનીઓ ઘમની દ્રારા પહોચે છે. ઉંમર વધવાની સાથે દરેક વ્યકિતની આ ધમનીઓમાં કોલેસ્ટેરોલ ચરબી ની જમાવટ થતી જાય છે અને નળીઓ સાંકળી થતી જાય છે. આ કારણે વ્યકિતને શ્રમ કરતી વખતે હૃદયનો દુખાવો છહખ્તૈહટ્ઠ અનુભવાય છે.

આ  દુખાવો ક્ષણીક હોય છે અને ર થી પ મીનીટ આરામ કરવાથી કે નાઈટ્રોગ્લીસરીનની ગોળી ચૂસવાથી દુખાવો બંઘ થઈ જાય છે.હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪ કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ માત્રામાં અસર હોય છે.

એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી સરકો વિનેગર જેવી વાસ આવે છે.બીજી વાત જે દરેકને મદદરૂપ થશે બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.આ છહખ્તૈહટ્ઠ નો દુખાવો છાતીની ડાબી બાજુ કે ડાબા હાથમાં જ થાય તેવી સામાન્ય માન્યતા પણ સાચી નથી.

આ દુખાવો જમણા હાથમાં કે ખભામાં, ગળામાં, નીચેના જડબામાં,પેટમાં, વાંસામાં કે છાતીના મધ્યમાં પણ થઈ શકે છે. ૨૦% લોકોને તો કોઇ દુઃખાવાનો અનુભવ થતો જ નથી. જયારે આ સાંકળી નળી ઓચીંતી બંધ થઈ જાય છે ત્યારે હૃદયના અમુક ભાગમાં લોહીનો પૂરવઠો તદ્‌ન બંઘ થઈ જાય છે અને તે હૃદયરોગના હુમલામાં હાર્ટ એટેક પરિણમે છે. તમને ખબર છે કે ૬૦% પુરૂષો અને પ૦% સ્ત્રીઓમાં હૃદયની બિમારીની ચેતવણી જ મળતી નથી અને સૌથી પહલા લક્ષણ રૂપે સીધોે હાર્ટ-એટેક જ આવે છે.

અને અત્યંત ગંભીર બાબતતો એ છે કે હાર્ટ-એટેક દરમ્યાન રપ % લોકો તો ઘરેથી ડોકટર પાસે પહોચતાં પહેલા જ મૃત્યું પામે છે, વિશ્વની કોઈપણ બિમારીમાં આટલો ઉંચો અને આટલો ઝડપી મૃત્યુ-દર નથી. અને કરૂણતા તો એ છે કે વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં હૃદયરોગની બિમારીનું પ્રમાણ પ થી ૧૦ ગણું વઘારે છે અને ભારતને હૃદયરોગોની રાજધાની કહેવાય છે.તમે કયારેય સાંભળ્યું છે કે હાથીને હાર્ટ-એટેક આવ્યો કે ઘોડાને લકવા પક્ષઘાત થયો ? અરે આજની તારીખે આફ્રીકા અને દક્ષિણ અમેરીકામાં જીવતા કેટલાક આદીવાસીઓ ને પણ હાર્ટ-એટેક કે લકવો થતો નથી.

તો પછી આપણને શું કામ આવે છે? આનું કારણ એ છે કે સસ્તન પ્રાણીઓ અને પેલા આદીવાસીઓના લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ૧૦૦% દ્બખ્ત અને ન્ડ્ઢન્ સૌથી ઘાતક કોલેસ્ટેરોલ)નું પ્રમાણ પ૦ % થી પણ ઓછું છે. આપણા જન્મ વખતે આપણું પ્રમાણ પણ તેટલું જ હતું. આ બઘાની લોહીની ઘમનીઓમાં આટલા ઓછા કોલેસ્ટેરોલના કારણે ચરબી જામતી જ નથી અને આ કારણે હાર્ટ-એટેક કે લકવા પક્ષઘાત થતો જ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી જીવનશૈલી તદ્‌ન બદલાઈ ગઈ છે.

તનાવ-યુકત જીવન, ખોરાકમાં ઘી, તેલ, ફરસાણ,મીઠાઈનો વધુ પડતો ઉપયોગ, તમાકુનું સેવન, વઘુ પડતું વજન અને શરીરની મેદસ્વીતા, કસરતનો અભાવ, ડાયાબીટીસ-બીપી જેવા રોગનું વઘતું પ્રમાણ અને આધુનિક જીવનની દોડઘામ, હરીફાઈ, અને ટૂંકા ગાળામાં વઘુ પૈસા કમાઈ લેવાની આપણી વૃતીના કારણે આપણું કોેલેસ્ટેરોલ અને ન્ડ્ઢન્ નું પ્રમાણ લોહી ર ગણાથી પણ વઘી ગયું અને તેનું રકતવાહીનીઓમાં જામી જવાનુુંં શરૂ થયું જેના કારણે હૃદયરોગનો હુમલો કે લકવાના રોગનો જન્મ થયો.

ભારતના વડા પ્રઘાન મનમોહનસિહ હોય કે અમેરીકાના ભુતપુર્વ રાષ્ટ્રપતિ બિલ કલીન્ટન હોય, આ રોગ કોઈને છોડતો નથી.શું આપણે આનાથી બચી શકીએ?ફકત જીવનશૈલી બદલવાથી જ આ જોખમ ૬૦% જેટલું ઓછું થઈ શકે છે. વઘુ પડતી જીવનની ભાગ-દોડ થી દૂર રહીએ અને તનાવથી દૂર રહેવા માટે યોગ- ધ્યાનની સહાય લઈએ, વઘુ પડતા ચરબી યુકત  તૈલી પદાર્થોનો ખોરાકમાં ઉપયોગ ઓછો કરીને લીલાં શાકભાજી, ફળ ફળાદીનો ઉપયોગ વઘારીએ, કોઈપણ પ્રકારના તમાકુંના સેવન થી દૂર રહીએ.

પ્રમાણીત વજન જાળવી રાખીએ અને રોજ ૪પ થી ૬૦ મીનીટ નો સમય વ્યાયામ-કસરત માટે ફાળવીએ. જો તમારૂ લોહીનું દબાણ (બીપી) વઘું હોય તો જીવનશૈલી થી અને જરૂર પડેતો દવાઓથી તેના નોર્મલ લેવલમાં લઈ આવીએ. કોઈપણ ઉંમરે આપણું ૧૩૦ થી ૮૦ ૐખ્ત થી નીચે હોવું જોઈએ. જો લોહીમાં ચરબીનું પ્રમાણ વઘુ હોય તો તેને પણ ખોરાક-કસરત અને જરૂર પડેતો ડોકટરની સલાહ પ્રમાણેની દવાથી નીચે લાવી શકાય છે ગૃપની દવા આમાં અત્યંત ઉપયોગી સાબિત થયેલી છે.

અને તેનાથી હાર્ટ-એટેક,લકવા અને મૃત્યુનો દર ૩૦% થી વઘુ નીચે લાવી શકાય. ભારતીયોમાં ચરબીનું પ્રમાણ બાજુમાં દર્શાવેલ કોઠા પ્રમાણે રાખવું જોઈએ. જો તમને ડાયાબિટીસ હોય તો નિયમીત રીતે ૩ મહીનાનું સરેરાશ લોહીની શર્કરાનું પ્રમાણ ૬ થી ૭ ની વચ્ચે રાખવું જોઈએ. અને સૌથી મહત્વની વાત, જો તમને વારસામાં હૃદયની બિમારી હોય તો તમને પણ આ રોગ આવવાની પુરેપુરી શકયતા છે. અને તેનાથી બચવા માટે ,ચાલો આજ થી જ પ્રયત્નો શરૂ કરીએ.