હનુમાનજી ને ખુશ કરવા હોઈ તો મંગળવારે કરો આ ઉપાય,દરેક મનોકામના થઈ જશે તરત જ પૂર્ણ….

0
207

હનુમાનજીને ખુશ કરવા મંગળવારે કરો આ વિશેષ ઉપાય , દરેક મનોકામના થશે પૂર્ણ..હિન્દુ ધર્મમાં દરેક દેવતાની ઉપાસના માટે એક વિશેષ દિવસ વર્ણવવામાં આવ્યો છે. તેવી જ રીતે મંગળવારને હનુમાનની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. બજરંગબલી તેમના ભક્તોની દરેક ઇચ્છા પૂરી કરે છે.

મંગળવારે બજરંગબલીની પૂજા કરનારા લોકોના જીવનમાં કોઈ પ્રકારનો ડર રહેતો નથી. આ સાથે, એવું પણ કહેવામાં આવે છે કે જીવનમાં આવતી સમસ્યાઓ માટે, આ દિવસે કેટલાક ઉપાય કરવાથી, તે દૂર થઈ શકે છે. આ ઉપાય કરવાથી તમને તમારા જીવનમાં કોઈ પણ કાર્યમાં સફળતા મળશે સાથે જ તમારું ભાગ્ય પણ ચમકશે.

એવું કહેવામાં આવે છે કે મંગળવારે હનુમાનના મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ પછી, બજરંગબલીની સામે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. નિષ્ઠાવાન મનથી આ ઉપાય કરવામાં આવે તો, તેઓ ખુશ થાય છે. આ ઉપાય હનુમાનજીને પ્રસન્ન કરવા માટે છે…

મંગળવારે રામ મંદિરમાં જરૂર જવું જોઇએ. હનુમાનજીના શ્રી રૂપના મસ્તક નું સિંદૂર જમણા હાથના અંગૂઠાથી લઈને સીતા માતાના શ્રી રૂપના ચરણો પર લગાવો અને તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો.શનિવાર અને મંગળવારની સવારે, ચાર મરચાંને નીચે અને ત્રણ મરચાં ઉપર અને મધ્યમાં, લીંબુને દોરામાં પરોવીને ઘર અને ધંધાના દરવાજે લટકાવવું જોઈએ. આ કરવાથી, ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉંર્જા ઉત્પન્ન થાય છે.

મંગળવારે કાળા તલ, જવનો લોટ અને તેલ નાંખીને કણક બાંધો. આ લોટથી રોટલી બનાવો અને તેના ઉપર તેલ અને ગોળ લગાવીને, જેને નજર લાગી છે તેની ઉપર 7 વાર વારીને ભેંસને ખવડાવો. આ ઉપાય તમે શનિવારે પણ કરી શકો છો.

 

દરેક લોકો પોતાના ઘરના વાસ્તુ દોષોના કારણે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે અને ઘરમાં વાસ્તુ દોષને કારણે તમામ પ્રકારની સમસ્યાઓ આવે છે અને જો તમારા જીવનમા વાસ્તુ દોષ તમારા ઘરની પ્રગતિમાં એક મોટી અવરોધ છે તો આવી સ્થિતિમાં વાસ્તુ દોષોની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મંગળવારે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ જેનાથી તમારા ઘરનો વાસ્તુ દોષ દુર થાય છે.

હનુમાન કવચ ધારણ કરો
હનુમાન કવચને શોક નાશં પણ કહેવાય છે. આ કવચમાં એટલી શક્તિ હોય છે કે તેને ધારણ કર્યા બાદ મનુષ્ય સકારાત્મક ઉર્જાથી ભરેલો અનુભવે છે. સાથે જ તેના પ્રભાવથી તમામ દુખ, કષ્ટ અને રોગમાંથી મુક્તિ મળે છે. મંગળવારના દિવસે બજરંગબલીની આરાધના કરીને તેના મૂળ મંત્ર “ॐ श्री हनुमंते नमः”નું 108 વાર જાપ કરીને તેના કવચને શુભ મુહૂર્ત પર ધારણ કરવું.

હનુમાન યંત્રની સ્થાપ્ના
હનુમાન યંત્ર અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે, તેમાં પવનપુત્રનો વાસ હોય છે, અને વિધિપૂર્વક તેની પૂજા કરવાથી મનુષ્યને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સાથે જ તમારા ઘર પરિવાર પર આવનારી તમામ આપત્તિઓને બજરંગબલી દૂર કરી શકે છે. આ યંત્રને તમારા ઘરના પૂજા સ્થળ પર સ્થાપિત કરીને દર મંગળવારે તેની પૂજા અવશ્ય કરો, ફાયદો થશે.

મિત્રો જો તમારી નોકરી કે વ્યવસાય મા કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ આવે છે અને તેનાથી તમે ખુબજ પરેશાન થાવ છો તો બજરંગ બાણનો પાઠ કરવાથી નોકરીમાં આવતી તમામ પ્રકારની અવરોધો દૂર થાય છે તેમજ આ ક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓ ને દૂર કરવા માટે બજરંગ બાણના જાપને શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે અને મંગળવારે સાચા મનથી તેનો જાપ કરવો જોઈએ.

બજરંગબલીને સિંદુર બહુ જ પ્રિય હોય છે, તેથી દર મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવતા તેઓ પ્રસન્ન થાય છે. તમે મનોકામના પૂરી કરવા માંગો છો, તો બજરંગબલીના માથાનું સિંદૂર લઈને માતા સીતાના ચરણોમાં લગાવી દો, તેનાથી તમારી ઈચ્છાપૂર્તિ જલ્દી થઈ જશે.પીપળાના 11 પાન પર હળદર કે ચંદનથી શ્રી રામનું નામ લખીને હનુમાન મંદિરમાં અર્પિત કરવાથી પણ ફાયદો મળશે.

મંગળવારના દિવસે દાનનું મોટું મહત્ત્વ છે. આ દિવસે મધ, સિંદુર, લાલ ફુલ, મસૂરની દાળ, લાલ મરચી, ઘઉં, કેસર, તાંબુ વગેરેનું દાન કરવાથી મનુષ્યને દરેક પ્રકારના શારીરિક અને માનસિક રોગોમાંથી છુટકારો મળે છે અને તેઓ શાંતિનો અનુભવ કરે છે.