હંમેશા કાબુ માં રાખવો હોઈ ડાયાબિટીસ તો કરો આ નાનકડું કામ,તમારી આ સમસ્યા માંથી મળી જશે છુટકારો…..

0
640

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અગત્યની માહિતી જણાવા જઇ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.હાલમાં ડાયાબીટીસનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે.નાના બાળકો થી લઈને મોટા વુદ્ધ લોકો ને પણ આ બીમારી થાય છે. ડાયાબીટીસ એટલે લોહીમાં સુગરનું પ્રમાણ વધી જવું. સામાન્ય રીતે લોહીમાં રહેલી સુગર કોષોને શક્તિ પહોંચાડવાનું કામ કરે છે.

પણ ડાયાબીટીસના કારણે આ પ્રક્રિયા બરાબર થઈ શકતી નથી. જેનાથી શરીર ના અંગોને નુકસાન પહોચે છે. અને શરીર માં યોગ્ય પ્રમાણમાં લોહી પહોંચી શકતું નથી.ભારતમાં મધુપ્રમેહના દરદીઓનું પ્રમાણ ખૂબ વધી રહ્નાં છે એની પાછળ ખોટી લાઇફ-સ્ટાઇલ જ કારણભૂત છે. બ્લડ-શુગરને કન્ટ્રોલમાં રાખવા માટે ખાવા-પીવામાં શું કાળજી રાખવી એ જાઈએ.ભારતમાં ડાયાબિટીઝના દરદીઓનું પ્રમાણ જે હદે વધી રહ્નાં છે એ ચિંતાજનક છે.

આમ તો આ અમીરોનો રોગ કહેવાય છે, કેમ કે આપણી ખોટા એશઆરામવાળી લાઇફ-સ્ટાઇલનું જ એ પરિણામ છે.ડાયાબિટીઝ મૉડર્ન મેડિસિનની ખોજ છે. બાકી આયુર્વેદમાં આ રોગને પ્રમેહ કહે છે.આપણે એવું માનીએ છીએ કે ખુબ જ ગળ્યું ખાવાથી ડાયાબીટીસ થાય છે. પરંતુ વાસ્તવમાં એવું નથી વધુ પડતું સ્ટ્રેચ અને ચિંતા ને કારણે ડાયાબીટીસ થાય છે. અને ઘણીવાર આનુવંશિક પણ હોઈ શકે છે જેનાથી આંખોની રોશની કે કીડની જેવા ખુબ જ મહત્વ ના અંગો પર અસર થાય છે.

કદાચ આપણી લાઇફ સ્ટાઈલ પણ આના માટે જવાબદાર છે. તેવું પણ કહી શકીએ.આપણે ત્યાં આજેય લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે વધુ ગળ્યું ખાશો નહીં, ડાયાબિટીઝ થઈ જશે. ભલા માણસ, સાજા-સમો માણસ ગળ્યું ખાય કે વધુ ગળ્યું ખાય તો તેને પ્રમેહ થઈ જાય છે એવું નથી હોતું. એક સ્વસ્થ વ્યક્તિ ગળ્યું ખાય તો તેનું બ્લડ-શુગર વધી જતું નથી. જ્યારે આપણા શરીરમાંના ગ્લુકોઝનું એનર્જીમાં રૂપાંતર કરવાની ક્ષમતામાં ખોટ આવે ત્યારે ગ્લુકોઝ વપરાયા વિનાનો લોહીમાં પડી રહે છે અને આપણને બ્લડ-શુગર વધેલું જણાય છે.

શુગર એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણમાં રાખવાનું કામ ઇન્સ્યુલિન કરે છે. આપણા શરીરમાં નાના આંતરડાની બાજુમાં ડાબી તરફ આવેલી સ્વાદુપિંડ નામની ગ્રંથિમાંથી સ્રવતું ઇન્સ્યુલિન હૉર્મોન લોહીમાંના ગ્લુકોઝનું નિયંત્રણ કરે છે. શરીરમાં ગ્લુકોઝના પ્રમાણનું નિયંત્રણ કરતા ઇન્સ્યુલિન હૉર્મોનનો સ્રાવ ઓછો થાય, સદંતર બંધ થઈ જાય અથવા તો પછી આ હૉર્મોનનો સ્રાવ થવા છતાં બરાબર કામ ન કરી શકે ત્યારે શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે.

લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ૮૦થી ૧૨૦ યુનિટની વચ્ચે રહે એ સામાન્ય ગણાય છે.મૉડર્ન સાયન્સ પ્રમાણે ડાયાબિટીઝના બે પ્રકાર છે, પણ આયુર્વેદમાં પ્રમેહનાં લક્ષણો પરથી એનાં વીસ જેટલા પ્રકાર છે. લક્ષણો અનુસાર કફજ, પિત્તજ અને વાતજ પ્રમેહને વર્ગીકૃત કરવામાં આવે જેથી એની સારવાર સરળ બને. જાકે આજકાલ જે લક્ષણો હોય છે એ મોટા ભાગે કફજ પ્રમેહનાં હોય છે.અપચન, બેઠાડુ જીવન, વધુપડતી ઊંઘ, સ્ટ્રેસ અને મેદસ્વિતા એ મુખ્ય કારણો હોય છે.

રોગનાં લક્ષણો અને વ્યક્તિગત તપાસના આધારે ઔષધ સારવાર આપવામાં આવે છે, પણ કેટલીક સામાન્ય કાળજી ડાયાબિટીઝના દરદીએ કઈ રાખવી એ જાેઈ લઈએ.ડાયાબિટીસનાં બે પ્રકાર હોય છે.ટાઈપ-1 અને ટાઈપ-2 ટાઈપ-1માં ઇન્સ્યુલિન બનવાનું ઓછું કે બંધ થઈ જાય છે.ટાઈપ-2માં શુગરનું સ્તર વધી જાય છે.જેને કાબુમાં કરવું મુશ્કેલ હોઈ છે. ડાયાબિટીસનું જોખમ ઘટાડવા આટલા ઉપાયો જરૂર કરો.ઘઉં નહીં, ચોખા ખાઓ લોકો માને છે કે ડાયાબિટીઝ થાય એટલે ચોખા ન ખવાય. આ સૌથી મોટી અને ખોટી માન્યતા છે.

ખરેખર ઘઉં કરતાં ચોખા પચવામાં હલકા અને પૌષ્ટિક છે. એ કઈ રીતે ખાવા એ નોંધી લો.ડાયાબિટીઝના દરદીઓએ ઓછામાં ઓછા એક વર્ષ જૂના, અનપૉલિશ્ડ સાઠી ચોખા વાપરવા. સાઠી એટલે સાઠ દિવસમાં ઊગેલા હોય એ. ચોખામાંનું વધારાનું સ્ટાર્ચ બાળી નાખવા માટે એને પહેલાં કડાઈમાં ધીમી આંચે હલાવીને શેકવા. હળવા બ્રાઉન રંગના થાય એટલે એમાંનો સ્ટાર્ચ બળી ગયો સમજવો. આ ચોખા ભરી રાખવા. એને રાંધતી વખતે ઓસાવીને કાંજી કાઢી નાખવી અને પછી ખાવા.

આ ચોખામાંનું લાયસિન ખોરાકમાંથી વિટામિન બી અને કૅલ્શિયમને શોષવામાં મદદ કરે છે.પહેલા તો તમને ડાયાબિટીસ છે કે નહિ એ જાણવા લોહીની તપાસ કરાવો. નિયમિત પૌષ્ટિક ખોરાક લેવો. નિયમિત કસરત કરો.ડાયાબિટીસની સારવારમાં ખોરાકનું નિયંત્રણ ખુબ અગત્યનું છે. ડાયાબિટીસનો દર્દી એક તંદુરસ્ત વ્યક્તિની જેમ જ કામ કરતો હોય છે. અને તેમનો ખોરાક સમતોલ અને પુરતા પોષક તત્વોથી ભરપૂર હોવો જરૂરી છે.

ડાયાબિટીસમાં આહાર વ્યક્તિની જીવનશૈલી, દર્દીની ઉંમર, વજન, તેમની દૈનિક પ્રવૃતિ, રોજીંદી કેલેરીનો તેમની જરૂરિયાત જેવા સિધ્ધાંતોને ધ્યાન માં રાખીને નક્કી કરવો જોઈએ.મેદ ઘટાડવા જવ ખાઓ ઘઉંને બદલે જવ ખાઓ. આયુર્વેદમાં જવને સ્થૂલવિલેખનમ કહ્ના છે. ડાયાબિટીઝના દરદીઓ મેદસ્વી હોય છે અને તેમના માટે મેદ ઘટાડવો ખૂબ જ આવશ્યક છે. ઘઉં કરતાં જવમાં અનેકગણું ફાઇબર હોવાને કારણે કબજિયાત દૂર થાય છે.

જવ ધીમે-ધીમે પચે છે એટલે એનાથી લોહીમાં અચાનક જ શુગર નથી વધતી. રોજ ભોજનમાં જવની રોટલી કે ભાખરી બનાવીને લઈ શકાય. જવથી લીવરનું ફંક્શન પણ સુધરે છે અને શરીરમાં ભરાઈ રહેલો યુરિક એસિડ પણ ઘટે છે.ડાયાબિટીઝને કારણે કિડનીમાં થતી તકલીફોનું રિસ્ક ઘટે છે.આહાર-વિહારની કાળજી,આંબા હળદર, લીલી હળદર અને એમાં બે-ત્રણ કાચરી આદું નાખી લીંબુ નિચોવીને રોજ જમતાં પહેલાં ખાવી.રોજ સવારે આમળાં અને લીલી હળદરનો વીસ મિલીલિટર જૂસ પીવો.

આનાથી લોહી શુદ્ધ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.રોજ સવારે અથવા સાંજે ૪૫ મિનિટ ચાલવું અત્યંત આવશ્યક છે.જમ્યા પછી તરત જ સૂઈ જવું નહીં. રાતે જમ્યા પછી ઓછામાં ઓછાં સો ડગલાં ચાલવું.લાંબો સમય ભૂખ્યા રહેવું નહીં અને ભૂખ કરતાં વધુ કદી ખાવું નહીં.આંખનું ચેક-અપ નિયમિત કરાવતા રહેવું.મીઠી વસ્તુ જેમકે, ખાંડ, સાકર, ગોળ, મધ, ગ્લુકોઝ, મીઠાઈ, ચોકલેટ, બદામ, કાજુ, અખરોટ, પીસ્તા, કોપ, ચીઝ, ક્રીમ, ડેઝર્ટસ, મીઠા પીણા, ક્ધડેન્સ્ડ મિલ્ક, ફરસાણ એટલે કે તેલમાં તળેલી વસ્તુઓ, અથાણા, સોસ, સૂપ, મેંદો, કોર્ન, ફલાવર, કસ્ટર્ડ, પેસ્ટ્રીકેડ, જામ, જેલી, ગળ્યા બિસ્કિટ, આઈસક્રીમ, ઘી, માખણ, વનસ્પતિ ઘી, પામ ઓઈલ, કોપરેલ, બેકરીની વસ્તુઓ, આલ્કોહોલ, તેલવાળા અથાણા ન લેવાય.

કેળા, દ્રાક્ષ, આમળા, તરબુચ અને મીઠા ફળ ન ખાવા.ડાયાબીટીસ દર્દીએ શું ખાવું,લીલા પાંદડાવાળા શાકભાજી, આમળા, હળદર, કાંદા, લસણ, લીંબુ, મરચા, મોળી પાતળી છાસ, ઉગાવેલા કઠોળ, સફરજન, દાડમ, સંતરા, મોસંબી, ટેટી જેવા ફળો કાચા ટમેટા, કાકડી, મુળા, ગાજર, કોબીચ, ક્રીમ વગરનો વેજીટેબલ સુપ, ટમેટાનો રસ, સોડા, લીલા નારિયેળનું પાણી, ખાંડ વગરના પીણા, મલાઈ વગરનું દૂધ, ચણાના લોટની બનેલ વસ્તુ, વગેરે જેવી વસ્તુ ખાય શકાય છે.

ડાયાબીટીસ માટે દેશી નુસખા અજમાવો.ડાયાબીટીસ ને કાબુ માં કરવા માટે જામફળના પાનને ઉકાળી તે પાણી પીવાથી ફાયદો થાય છે. જાંબુની ગોટલીનો પાવડર સવારે ખાલી પેટે હુંફાળા પાણી સાથે પીવો. તજના પાવડરને ગરમ પાણી સાથે પીવાથી ફાયદો થાય છે. સવારે ઉઠી ખાલી પેટ તુલસીના પાન ચાવો તમે તુલસીનો રસ પણ પી શકો છો.કારેલા અને લીંમડાના પાન પણ ડાયાબિટીસને કાબુમાં કરે છે.