હજુ આ તારીખ ભારે, આજે અહીં પડ્યો જોરદાર વરસાદ પડ્યો…ખેડૂતો ને નુકશાન…

0
364

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે. તેમજ કાલે વરસાદ વરસી શકે છે. ત્યાર બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે. તેમજ અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. તેમાં કમોસમી વરસાદથી રવિપાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.ગીરસોમનાથ અને દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે સતત કમોસમી વરસાદ થયો છે.કોડીનાર શહેર અને આસપાસના વિસ્તારોમાં કમોસમી છાંટાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો આ તરફ દ્વારકાના ખંભાળિયા પંથકમાં કમોસમી વરસાદ યથાવત છે. આ કમોસમી વરસાદથી રવિ પાકને વ્યાપક નુકસાન થવાનો ભય છે. યાત્રાધામ દ્વારકામાં પણ વહેલી સવારથી ઝરમર વરસાદ થઇ રહ્યો છે.સાબરકાંઠા, અરવલ્લી અને હિંમતનગરમાં પણ માવઠું.

રાજ્યમાં કમોસમી વરસાદે મુશ્કેલી વધારી છે. સાબરકાંઠા, અરવલ્લી અને હિંમતનગર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હિંમતનગર તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા છે. આ કમોસમી વરસાદથી રવિ પાકમાં નુકસાન થવાની ભય છે. ઘઉં, બટાકા, ચણા, જીરુ સહિતના પાકોને નુકસાન થવાની ભય. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને ઇડર, વડાલી, ખેડબ્રહ્મા માં વરસાદ થયો છે. અને પાકમાં નુકસાનની ભીતિ છે. તો આ તરફ મોડાસા, શામળાજી, ભિલોડા, માલપુર વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો છે.

તેમજ હિંમતનગર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે.હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આ આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર, મહાસાણાના વાતવરણમાં પલ્ટો આવ્યો છે. અમદાવાદમાં ભરશિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો આ તરફ અમદાવાદના પૂર્વ, પશ્ચિમ અને મધ્ય વિસ્તારમાં સવારથી સતત વરસાદ થયો હતો. તો પાટનગરના સરગાસણ, મહાત્મા મંદિર અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તો આ તરફ મહેસણામાં જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

ખેરાલુ વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર વરસાદ થયો હતો. તો વડનગર તાલુકામાં પણ સામાન્ય વરસાદ થયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહીતના વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી છે. રાજ્યમાં ફરીથી ઠંડીનુ મોઝુ ફરી વળવાની સંભાવના છે. રાજ્યભરમાં કમોસમી વરસાદને લઇ હવામાન વિભાગનુ વેધર બુલેટીન જાહેર કર્યું છે. જેમાં રાજ્યમાં આગામી ત્રણ દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેતા ખેડૂતોને સતર્ક કરવામાં આવ્યાં છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર કાલે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, દીવ-દમણ, કચ્છ મોરબી અમરેલી જામનગર રાજકોટ સહિતના જિલ્લાઓમાં 2 દિવસ વરસાદી માહોલ રહેશે. જ્યારે આવતી કાલે અમરેલી, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ, કચ્છ, દીવમાં વરસાદી માહોલ રહેશે. તેમજ આવતી કાલે ઉત્તર ગુજરાતના મહેસાણા, દાહોદ, પંચમહાલ, અરવલ્લીમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને હજુ વરસાદી માહૌલ જારી છે. દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર આજે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે આવતીકાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર ફરી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની આગાહી છે.

જેના પગલે આવતીકાલે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, બોટાદ, ભાવનગર, અમરેલી તથા સુરત, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, મહેસાણા, મિીસાગર, અરવલ્લી, દાહોદ, મહીસાગર એમ રાજ્યના મોટાભાગના જિલ્લામાં આવતીકાલે પણ વરસાદની આગાહી છે. કાલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદી માહૌલ જારી રહેશે અને ૯ તારીખથી ખરાબ હવામાનમાં રાહત મળે તેવી શક્યતા છે.