ગુજરાતનુ ગૌરવ સમુઆ તીર્થધામ એટલે શામળાજી મંદિર,જાણો મંદિરનો ભવ્ય ઇતિહાસ…

0
418

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ ગુજરાતનુ ગૌરવ સમુઆ તીર્થધામ એટલે શામળાજી મંદિર વિશે અને જાણો આ મંદિરના ભવ્ય ઇતિહાસ વિશે.શામળાજી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ છ તાલુકાઓ પૈકીના એક એવા ભિલોડા તાલુકા માં આવેલું એક મોટું ગામ અને પ્રાચીન યાત્રાસ્થળ છે.

 

અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે. આ ઉપરાંત શામળાજી રાજ્ય ધોરી માર્ગ દ્વારા પણ આસપાસનાં મહત્વનાં સ્થળો સાથે જોડાયેલું છે અરવલ્લી જિલ્લાની ઇશાન દિશામાં અરવલ્લીની ગીરી માળામાં મેશ્વો નદીના કાંઠે ભરપુર વનરાજાથી સંતૃપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે. આ સ્થળ અતિ પ્રાચિન છે. મંદિરની સ્થાપત્ય કલા અનોખી છે. પ્રાચીન સમયમાં આ સ્થળે નગરી હોવાના અગણીત અવશેષો નજરે પડે છે. આ મંદિર કોણે બંધાવ્યુ તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી.

પરંતુ 1500 વર્ષ પહેલા આ નગરી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે ગુજરાતનુ ગૌરવ સમુઆ તીર્થધામ એટલે શામળાજીના આ સ્થળે પ્રાચિનકાળની હરી ચંદ્રપરી નગરી શોભતી હતી. મેશ્વો નદી પર શામળાજી પાસે બંધ બાંધવામાં આવેલો છે યાત્રિકો અહી કાર્તિકી પૂનમ દેવોની દીપોત્સવી મહોત્સવ ઉજવવામાં આવે છે. દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર રહેછે. કાર્તકી પૂનમે અહી મોટો મેળો ભરાય છે.તેમાં મોટી સંખ્યામાં માણસો આવે છે.

પહાડોની વચ્ચે અને પહાડોથી ઘેરાયેલું અને આજુ બાજુ સોલંકી યુગની અનેક ઐતિહાસિક ઇમારતો -ખંડેરોને સાચવતું ગામ એટલે શામળાજી. મેશ્વો નદીને કિનારે વસેલું આ ગામ અને મંદિર એની પછીતે આવેલાં મેશ્વો ડેમ અને અને એના ડેમ સરોવરને કારણે અતિસુંદર લાગે છે. એમ કહેવાય કે શામળાજીની સુંદરતામાં વધારો કરે છે. શાંતિ અને નિરવતા એ શામળાજી મંદિર અને શામળાજી ગામના દર્શનીય સ્થાનોની આગવી વિશેષતા છે.

આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે અને તેની ચારે તરફ હરિયાળી છે. આ પવિત્ર યાત્રાધામમાં શ્રી દેવગદાધર શામળાજી ભગવાનનું ખુબ જ સુંદર અને વર્ષો જુનુ મંદિર છે. તેની સાથે સાથે અહીંયા શંકર ભગવાન અને સુમંગલા દેવીના મથકો પણ છે.આ મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું તેના વિશે કોઈ જ ઇતિહાસ ઉપલબ્ધ નથી. પરંતુ એવું કહેવાય છે કે આ મંદિર પંદરસો વર્ષ પહેલા જ્યારે આ નગરી અસ્તિત્વમાં આવી તે સમયે એટલે કે દસમી કે અગિયારમી સદીમાં બંધાયાનું માનવામાં આવે છે.

શામળાજી ખાતે આવેલ આ રક્ષિત સ્મારકનાં અગ્રભાગે કલાકારીયુક્ત પ્રાચીન તોરણ આવેલ છે અને આ તોરણ દસમી સદીનું હોવાનું મનાય છે અહીંયા મંદિરની અંદર ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેમને શામળીયા પણ કહેવામાં આવે છે. તેના વિશાળ પટાંગણમાં જ પ્રવેશદ્વાર પર બે ખુબ જ મોટા હાથીઓની પ્રતિમાઓ છે. મંદિરની ઇમારત પરના ભોગાસન શિલ્પો ખુબ જ સુંદર રીતે કંડારાયેલ છે. અહીંયાની નગરી ખુબ જ પ્રાચીનકાળની છે

એટલે કે રાજા હરિશ્ચન્દ્રની નગરી માનવામાં આવે છે અહિંયા કારતકી પૂનમના દિવસે ખુબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય છે અને તેની અંદર જાતજાતના પશુઓની લે-વેચ થાય છે. દર પૂનમે હજારો યાત્રાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે. માહી પૂનમે અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે. હિંમતનગરથી તે નજીક છે અને અમદાવાદથી 130 કિ.મી.ના અંતરે આવેલ છે.

ત્યાં જવા માટે સડક માર્ગે ગુજરાત ગર્વમેંટની બસ દ્વારા અમદાવાદ થઈ હિંમતનગર બાય પાસ થઈને જઈ શકાય છે ગુજરાતમાં પંદરમી સદીમાં બંધાયેલાં મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે. ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવામાં આવ્યાં છે પણ તે મૂળને અનુરૂપ હોઈ તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે. આ મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જળવાયેલી છે. જયારે ગુજરાતીઓ ભેગા મળે ત્યારે વાત વાતમાં કહે છે કે.

રાજા હરિશ્ચન્દ્રનો અવતાર પણ રાજા હરિશ્ચન્દ્રની નગરી વિશે તેઓને જ્ઞાન કદાચ નહીં હોય. હરિશ્ચન્દ્રની પ્રાચીન નગરીને આજે લોકો શામળાજી તરીકે ઓળખે છે. તેમજ જેઓના અનેક પરચા પણ થયેલા છે સાબરકાંઠા જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર ગુજરાતનાં ત્રણ મહત્વનાં વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે. શામળાજી એક પ્રસિદ્ધ વૈષ્‍ણવ તીર્થ છે. અહીં અન્ય દેવી-દેવતાના મંદિરો આવેલાં છે. શામળાજી મંદિર વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે.

૧૧મી સદીમાં નિર્માણ પામેલું આ મંદીર સ્થાપ્ત્ય કળા-કારીગીરીનો ઉત્તમ નમૂનો છો. મંદિર સુંદર કલાકૃતિઓ અને ચતુર્ભુજ વિષ્ણુની મનોરમ્ય મૂર્તિના કારણે પ્રસિદ્ધ છે. અહી ભગવાન શામળાજી બિરાજમાન છે. મંદિર શિલ્પકળા અને સૌંદર્યની દૃષ્ટિએ અતિસુંદર છે તેમજ શિલ્પ સ્થાપત્યયુક્ત રચનાઓ ઘરાવે છે. ત્યારે અહીં આવેલ ગદાધરની નયનરમ્ય મૂર્તિ સૌ કોઈ માટે ખૂબ આકર્ષણ ખડુ કરે છે. આ મંદિરની અંદર-બહાર દીવાલ પર રામાયણ-મહાભારતનાં દૃશ્યો તેમજ હાથીઓ ચીતરેલા છે.

જ્યારે મુખ્ય મંદિર પાસે રણછોડરાય અને કાશી વિશ્વનાથનું મંદિર છે. તેમજ ભાઈ બહેનનું મંદિર અને ગાંધારીના એકસો એક બાળકો સાથેની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત નજીકમાં કર્માભાઈએ બનાવેલું એક મોટું તળાવ છે વૈષ્ણવો માટે એક તીર્થસ્થાન જેવું શામળાજી તેના ભવ્ય મંદિરને કારણે ભક્તોમાં આકર્ષણ જન્માવે છે. મંદિરના પ્રવેશદ્વાર પાસે પૂરા કદની બે હાથીઓની પ્રતિમા છે. મદિર પાસેના વિશાળ ચોકને રત્ન ચોક કહે છે. ત્યાં પથ્થર પર નકશીકામ કરેલો હાથી મહાવત સાથે કંડારેલો છે.

જ્યારે મહત્વની ધાર્મિક માન્યતા છે કે બ્રહ્માજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે એક હજાર વર્ષ સુધી અહીં તપ કર્યું હતું અને શિવ પ્રસન્ન થયા પછી અહીં યજ્ઞ કરવાની પરવાનગી આપી ત્યારે ભગવાન શામળાજી વૈષ્ણવ વાણિયાના ઇષ્ટ દેવ ગણાય છે. તેથી આ તીર્થને ગદાધરપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે શામળાજીના મેળાની ઉજવણી દર વર્ષે કાર્તિક પૂનમે કરવામાં આવે છે. બે સપ્તાહ સુધી ચાલનારો આ મેળો નવેમ્‍બર મહિનામાં યોજાય છે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં લગભગ બે અઠવાડિયા સુધી ઉજવાતા આ ભવ્ય મેળાનું આયોજન પ્રસિદ્ધ શામળાજીના મંદિર ખાતે કરવામાં આવે છે આ પ્રદેશમાં વસતી જનજાતિ, ગરાસિયા, ભીલ જાતિના જનસમુદાય ભક્તિ-આનંદ ઉલ્લાસથી ભક્તિ, મેળાનો આનંદ લે છે. તીર્થયાત્રીઓ મેશ્વો નદીમાં સ્‍નાન કરે છે. આ આદીવાસી જનસમૂહ આ તીર્થમાં ભક્તિ ગીતો ગાઇ, પરંપરાગત ભજન-નૃત્યો અને તેમની ધાર્મિક આસ્થાને રજૂ કરે છે. ભગવાન શામળાજી શ્રી કૃષ્ણનું જ સ્વરુપ છે.

શામળાજીમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણને એક દેવતાના રુપમાં નહીં પરંતુ તેમના સખા, મિત્ર, સહોદરના રુપમાં પૂજે છે. ભીલ જનજાતિમાં, શામળાજી ખૂબ જ સમ્‍માનીત છે અને લોકપ્રિય છે. જે કાલિયો ભવજી ના રૂપમાં જાણીતા છે શામળાજીનો મેળો નાગઘારા કુંડમાં સ્‍નાન અને વર્ષો જુની પરંપરાની ઉજવણી માટે જાણીતું છે.ગુજરાતમાં પંદરમી સદીમાં બંધાયેલાં મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે. જોકે અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે પણ મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે.

ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવામાં આવ્યાં છે પણ તે મૂળને અનુરૂપ હોય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જળવાયેલી છે. રાજસ્થાન સરહદે સાબરકાંઠા જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર ગુજરાતનાં ત્રણ મહત્વનાં વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે. મંદિર સુંદર કલાકૃતિઓ અને ચતુર્ભુજ વિષ્ણુની મનોરમ્ય મૂર્તિના કારણે પ્રસિદ્ધ છે. શામળાજી મંદિર શિલ્પકળા અને સૌંદર્યની દ્રષ્ટિએ અસાધારણ અને અવલોકનીય છે.