ફુંફાડો / ગુજરાતમાં કોરોના કેસ તો વધ્યા પરંતુ સૌથી ખરાબ સમાચાર એ કે ઓમિક્રોનના કેસમાં ચોંકાવનારો વધારો નોંધાયો..

0
214

ગુજરાતમાં કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.રાજ્યમાં એકજ દિવસમાં કોરોનાનાં નવા 177 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 66 દર્દીઓ સાજા થયા હતા.અત્યાર સુધીમાં કુલ 8,18,298 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.67 ટકાએ પહોંચી ચુક્યો છે.જો કે સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે.રાજ્યમાં આજે 41,031 દર્દીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. જો જિલ્લા વાઈઝ ઓમિક્રોન કેસો પર નજર કરીએ તો અમદાવાદમાં 13 કેસ ગાંધીનગરમાં 4 કેસ, રાજકોટમાં 3 તો વડોદરા,અમરેલી,આણંદ અને ભરૂચમાં એક-એક ઓમિક્રોનનો કેસ બહાર આવ્યો છે.સારી વાત એ છે કે ઓમિક્રોન વેરિયન્ટને માત આપીને 17 દર્દીએ આજે ડિસ્ચાર્જ લીધું છે.

પણ ખતરા રૂપ માહિતી એ છે કે અમદાવાદ અને રાજકોટ મળીને ઓમિક્રોન ગ્રસ્ત કુલ 6 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નથી જે તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયું છે.દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો સતત વધી રહ્યો છે.ગુજરાતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઇ ચૂકી છે. ત્યારે ઓમિક્રોન વેરિઅન્ટ મુદ્દે નિષ્ણાત ડોકટરોનું માનવું છે કે ઓમિક્રોનના દર્દીઓમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે.જેથી ઓક્સિજન-વેન્ટિલેટરની જરૂર પડતી નથી. નવો ઓમિક્રોન વેરિઅન્ટ કોરોના જેવો છે.

ઓમિક્રોનથી ડરવાની નહીં સાવચેત રહેવાની જરૂર છે.ઓમિક્રોનમાં મોટેભાગે દર્દીઓને સામાન્ય લક્ષણો જોવા મળે છે. સારવાર ચાલી રહી હોય તેવા દર્દીમાં પણ સામાન્ય લક્ષણો છે.દર્દીમાં ખાસ કોઇ તકલીફ જોવા મળી નથી.દર્દીને શરીરનો દુ:ખાવો,તાવ,માથુ દુ:ખવું જેવી તકલીફ જોવા મળે છે.લોકોને ફરીથી કોરોના નિયમનું પાલન કડક કરવા તેમજ માસ્ક પહેરવાનો આગ્રહ રાખવા ડોકટરો અને સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.ગુજરાતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે કોરાનાના વધુ 204 કેસ પોઝિટિવ મળ્યા છે.

કોરોનાને માત આપીને 65 દર્દી ડિસ્ચાર્જ થતાં રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1086 સુધી પહોંચી ગઈ છે. કોરોનાગ્રસ્ત 14 દર્દી વેન્ટિલેટર તો આજે કોરોનાને કારણે જામનગરના એક દર્દીનું મૃત્યુ પણ નીપજ્યું છે.અમદાવાદમાં આજે સૌથી વધુ 100 કેસ નોંધાતા ફરી બીજી લહેર વાળી થવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે.રાજકોટમાં 36 કેસ,સુરતમાં 23 કેસ,વડોદરામાં 17 કેસ ગાંધીનગરમાં 5 કેસ,ખેડામાં 4 કેસ,મહીસાગરમાં 3 કેસ,આણંદમાં 2 કેસ, ભરૂચ અને કચ્છમાં 2-2 કેસ તો સુરેન્દ્રનગર,વલસાડ,મહેસાણા,નવસારી,પંચમહાલ,બનાસકાંઠા ભાવનગરમાં એક- એક કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 3ને પ્રથમ 92 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1472ને પ્રથમ અને 8355 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 5597ને પ્રથમ અને 25512ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 41,031 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,81,96,230 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.