ગુજરાતમાં ડેલ્મીક્રોન વેરિઅન્ટનો ભય, રાજ્ય સરકારે આપ્યા ખાસ આદેશ…

0
151

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા ગુજરાતમાં ડેલ્મીક્રોન વેરિઅન્ટ અંગે જીનોમ સિક્વન્સિંગ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. રાજ્ય સરકારના આદેશ બાદ ગુજરાત બાયોટેક રિસર્ચે તપાસ શરૂ કરી છે. રાજ્યમાં હાલ પ્રતિ માસ 640 જીનોમ સિક્વન્સિંગ કરાય છે. હાલ રાજ્યમાં ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ જ તપાસ દરમ્યાન સામે આવ્યાં છે. ત્યારે ડેલ્મીક્રોન વેરિઅન્ટની દહેશત વચ્ચે સરકાર દ્વારા તપાસની શરૂઆત કરવામાં આવી છે.ગુજરાતમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન કહેર મચાવી રહ્યો છે ત્યાં હવે ગુજરાતમાં ડેલ્મીક્રોન નામના નવા વેરિઅન્ટને લઇ ઉચાટ શરૂ થઇ ગયો છે. અત્યાર સુધી ડેલ્ટાના કેસ જોવા મળતા હતા. ઓમિક્રોન વેરિઅન્ટના કેસ જોવા મળતા હતા. જો કે આ બંનેનું મિક્સચર ડેલ્મિક્રોન વેરિઅન્ટ સામે આવ્યું છે. તેવા સંજોગોમાં હવે ગુજરાત સરકાર વધુ ગંભીર બની ગઇ છે.

ગુજરાતમાં ડેલ્મીક્રોન વેરિયન્ટ અંગે જીનોમ સિક્વન્સીંગ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. રાજ્ય સરકારના આદેશ બાદ ગુજરાત બાયોટેક રિસર્ચે તપાસ શરૂ કરી દીધી છે. કોરોના અને ઓમિક્રોન કેસ વચ્ચે તંત્ર એ કવાયત હાથ ધરી છે. રાજ્યમાં હાલ પ્રતિ માસ 640 જીનોમ સિક્વન્સિંગ કરાય છે. હાલ ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટના સિકવન્સિંગની પ્રક્રિયા થતી હતી.જો કે ગુજરાતમાં હવે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, કોરોનાના કેસનો રાફડ્યો ફાટ્યો છે, ત્યારે ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે.

અત્યારે હવે લોકોને ડર સતાવી રહ્યો છે કે ગુજરાતમાં ડેલમિક્રોન આવે તેવી સંભાવના છે.ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આ બાબતે ધ્યાનમાં રાખીને ગુજરાત બાયોટેક રિસર્ચને તપાસ શરૂ કરવાનું કહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જીનોમ સિક્વેન્સિંગ માટે વધુ એક મશીન અમેરિકાથી મંગાવામાં આવ્યું છે. જેની કિંમત અંદાજે 15 કરોડ રૂપિયા છે. ઓમિક્રોન માટે જીનોમ સિક્વેસિંગ વધુ સરળ થશે. હાલ ઓમિક્રોન ડેલ્ટા માટે જીનોમ કરાય છે. તો આ નવું મશીન આવતા લગભગ 1500 જેટલા જીનોમ સિક્વેસિંગ થઇ શકશે.હજુ સુધી દુનિયા ઓમિક્રોનથી છૂટકારો મેળવી શકી ન હતી કે કોરોનાના અન્ય નવા વેરિઅન્ટ ‘ડેલ્મીક્રોન’એ દરેકની ચિંતા વધારી દીધી છે.

યુરોપ અને અમેરિકામાં કેસ વધવા પાછળ ડેલ્મીક્રોન વેરિઅન્ટનો હાથ છે.વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટના મ્યુટેશનથી નવો વેરિઅન્ટ ડેલ્મીક્રોન બન્યો છે. આ પ્રકાર અમેરિકા અને યુરોપમાં તબાહી મચાવી રહ્યો છે. AIIMS ના પ્રોફેસર ડૉ. સંજય રાયે ડેલ્મીક્રોન અંગે વાત કરતા જણાવ્યું કે હજુ સુધી એવા કોઈ પુરાવા નથી કે ડેલ્ટા અને ઓમિક્રોને મળીને ડેલ્મીક્રોન વેરિઅન્ટ બન્યો હોય. અત્યાર સુધી જે ડેટા પ્રાપ્ત થયો છે તેમાં ઓમિક્રોન વેરિઅન્ટનો ખુલાસો થયો છે.

સંશોધન દર્શાવે છે કે તે ઘણો સંક્રામક છે.તેમણે કહ્યું કે કોરોનાના વેરિઅન્ટ સતત મ્યુટેશન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, બે કે તેથી વધુ વેરિઅન્ટ ભેગા થઈને એક નવો વેરિઅન્ટ બનાવી શકે છે. અત્યાર સુધીમાં 30 થી વધુ મ્યુટેશન સામે આવી ચુક્યા છે. ડૉક્ટરે એમ પણ કહ્યું કે અમે અત્યારથી એ પણ ન કહી શકીએ કે કોઈ વેરિઅન્ટ કેટલો ખતરનાક હોઈ શકે છે. આ માટે આપણે રાહ જોવી પડશે. કોરોનાનો કયો વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ ઘાતક સાબિત થઈ શકે છે તે તો સમય જ કહેશે.

કોરોનાનો કહેર હાલ થોભવાનું નામ જ નથી લઇ રહ્યો. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 5396 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. આજે 1,158 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં માત્ર બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ અને પોરબંદર એમ ચાર જ જિલ્લા કોરોનામુક્ત છે. હાલ સૌથી વધુ 2281 કેસ અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કેસ નોઁધાયા છે તો સુરત શહેરમાં પણ કોરોના વિસ્ફોટ થતાં નવા 1350 કેસ સામે આવ્યાં છે.રાજ્યમાં ધીમે-ધીમે કોરોનાનો કહેર વધતો જ જાય છે. એક બાજુ રાજ્યમાં જ્યાં હવે પ્રતિબંધો લગાવાના શરૂ થયાં છે. મોટી મોટી ઈવેન્ટો કેન્સલ કરવામા આવી રહી છે. સરકાર હવે મોડે-મોડે પણ જાગી છે. ત્યારે હવે આજના કોરોનાનો આંક જોતા વધું ફફડાટ ફેલાઈ રહ્યો છે કારણકે, ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે.

નવા કેસો પૈકી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 2 હજાર 281 કેસ નોંધાયા છે જ્યારે કે સુરતમાં 1 હજાર 350 કેસ સામે આવ્યાં છે. બીજી તરફ રાજકોટમાં 203, વડોદરામાં 239, આણંદમાં 133 કેસ નોંધાયા છે. તો ગાંધીનગરમાં 91, કચ્છમાં 92, ખેડામાં 104, વલસાડમાં 142, નવસારીમાં 49, ભરૂચમાં 50, ભાવનગરમાં 51, જામનગરમાં 40 અને જૂનાગઢમાં 19 કેસ નોંધાયા છે. બીજી બાજુ સાબરકાંઠામાં 28, મહેસાણામાં 48, દેવભૂમિ દ્વારકામાં 10, મોરબીમાં 34 અને પંચમહાલમાં 16 કેસ તો સુરેન્દ્રનગરમાં 9 કેસ અને અમરેલીમાં 20 કેસ નોંધાયા છે. એમ રાજ્યમાં કુલ 18 હજાર 583 એક્ટિવ કેસ છે. જે પૈકી 19 દર્દીઓ વેન્ટિલેટર પર છે.