ગુજરાત ના આ ગામમાં નથી રહેતું કોઈપણ માણસ તેની પાછળ નું કારણ એવું છે કે જાણી ને……

0
217

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આમ તો આપણા ભારત દેશ માં ઘણા બધા ગામ ઉજ્જડ જોવા મળે છે જેની પાછળ કઈક ને કઈક કહાનીઓ સાંભળવા મળે છે એવો જ એક બનાવ ભાવનગરના ગામનો છે મિત્રો ગામ ટીંબો થઈને ખાલી થઈ ગયાની ઈતિહાસમાં ઘણી બધી વાતો છે પરંતુ આવું આપણી આસપાસમાં તેવા ઉદાહરણો ઓછાં જોવા મળે છે આ ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા અને અગિયાળી ગામ વચ્ચે આવું જ એક ટીંબો થઈ ગયેલું ગામ રતનપર મળી આવ્યું છે.

અગિયાળી ગામના તલાટી મંત્રી ભાસ્કરભાઈ લાધવા અને ગામના ગૌતમ ગૌસ્વામીએ જણાવ્યું કે રતનપરમાં કોઈના મકાન નથી હાલ ચોપડા ઉપર ગામનો રેવન્યુ વિસ્તાર છે અને તેમાં જમીનનાં 126 ખાતેદારો પણ છે તેનું દફતર ટાણા ગામની પંચાયતમાં છે ટાણાનાં સરપંચ કિરીટભાઈ મનજીભાઈ ગોધાણીએ જણાવ્યું કે ભાવસિંહજી મહારાજે ભાવનગરના તોરણ બંધાવ્યા ત્યારે આસપાસમાં 12 જેટલા ટીંબા જેવા નાના ગામ હતા જેમાંથી 11 ગામો આસપાસની ગ્રામ પંચાયતમાં ભળી ગયા હતા. જ્યારે રતનપર ટીંબો જ રહ્યો અને તે અલગ ગામ ચોપડા ઉપર છે પરંતુ ત્યાં કોઈ વસ્તી આજ દિવસ સુધી રહેતી નથી આમ ભાવનગર જિલ્લામાં ટાણા અને અગિયાળી વચ્ચે આવેલું રતનપર ગામ તદ્દન વસ્તી વગરનું છે પરંતુ માત્ર એક સર્પનું મંદિર આવેલું છે.

અગાઉના 11 ટીંબા હતા.કાંગસડું ખારડી નેસડો બુઢણ મેઘનાથ વડિયુ કાટોડ આંબલિયું દોળ મહાદેવિયું અને રંગવડ એમ અગાઉ ત્યાં ટાણા તેમજ અગિયાળી આસપાસ 11 ટીંબા હતા જોકે તે બધાં ટાણામાં ભળી ગયા છે જ્યારે રતનપર એક જ ટીંબો હાલ પોતે ગામ તરીકેનું અસ્તિત્વ ધરાવે છે જે ટાણા સાથે જૂથ ગ્રામ પંચાયત છે પરંતુ ત્યાં કોઈ રહેતું નથી માત્ર રેવન્યુ જમીન છે.જૂના અવશેષો જમીનમાંથી મળે છે.150 થી 200 વીઘા જમીન રતનપરમાં છે કોઈ રહેતું ભલે ન હોય પણ હજુ ય જમીનમાંથી ક્યારેક ઈંટો મકાનોના જૂના અવશેષો મળે છે તેનો મતલબ એવો કે અગાઉ અહીં ઘણા ઘર હશે નાગદેવતાનો પ્રભાવ નિયમિત જોવા મળે છે.

મિત્રો હવે આપણે જાણીશું બીજા એક એવા ગામ વિશે જ્યાં ફક્ત 27 લોકોજ રહે છે અને ટાઈમ પસાર કરવા માટે કરે છે આવું કામ તો ચાલો મિત્રો જાણીએ આ ગામ વિશે.વિશ્વનું એક ખાસ ગામ છે જ્યાં ફક્ત 27 લોકો વસે છે આ અનોખા ગામમાં ઘણા ઓછા લોકો હોવાથી અહીંના મોટાભાગના વિસ્તારો ખાલી રહે છે અને લોકોને ખૂબ એકલતાનો અનુભવ થાય છે.પરંતુ આ અનોખા ગામના લોકોએ તેમની એકલતાને દૂર કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે એ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીંના લોકો તેમના એકલતાને દૂર કરવા માટે ઘરની બહાર પુતળા રાખે છે.

હકીકતમાં અમે જાપાન વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે શહેરોથી લઈને ગામો સુધી, દરેક જગ્યાએ વસ્તી ઓછી થઈ રહી છે જાપાનમાં એક એવું ગામ છે જ્યાં ફક્ત 27 લોકો રહે છે ચાલો તમને જણાવી દઈએ કે આ વિચિત્ર ગામ પશ્ચિમ જાપાનના શિકોકુ ટાપુ પર સ્થિત છે જેનું નામ નાગોરો ગામ છે અહીં એક પણ બાળક નથી તેથી અહીંના લોકોએ બાળકોના પૂતળાં બનાવીને વર્ગખંડમાં રાખ્યા છે.

નાગોરો ગામમાં રહેતી સુકીમી અયનો નામની 69 વર્ષીય મહિલાએ માણસો જેટલા મોટા પુખ્ત બનાવવાનું શરૂ કર્યું. તેઓ કહે છે કે આ ગામમાં ફક્ત 27 લોકો જ વસવાટ કરે છે પરંતુ અહીંના પૂતળાઓની સંખ્યા 270 છે.નાગારોના ગામમાં આશરે 16 વર્ષ પહેલાં પૂતળાં બનાવવાની શરૂઆત થઈ હતી. સુકીમિએ પહેલો પુતળું બનાવ્યું અને તેને તેના પિતાના કપડા પહેરાવી દીધા. આ પૂતળાં બનાવવાનો હેતુ બગીચાના છોડને બચાવવાનો હતો. સુકિમીએ પુતળું બનાવ્યું અને તેને બગીચામાં રાખ્યું જેથી કોઈ પક્ષીઓ પાક બગાડે નહીં.

આ પૂતળાંઓ ની તૈયારી વિશે ખુલાસો કરતાં તેણે કહ્યું કે તે તેમને લાકડીઓથી બનાવે છે અને અખબારના કાગળથી શરીર ભરે છે તથા સ્થિતિસ્થાપક ત્વચા બનાવે છે ફેબ્રિક અને વાળથી ત્વચા બનાવે છે આ પૂતળાં માણસો જેવા દેખાવા માટે તેણી તેના ગાલ અને હોઠ પર ગુલાબી રંગથી રંગ કરે છે.આ પુતળાઓ દરેક ગલીના ખૂણામાં અને ઘરની બહાર રાખવામાં આવે છે સુકીમીએ આગળ સમજાવ્યું કે આ ગામમાં કોઈ સંતાન નથી અહીંનો સૌથી નાનો માણસ 55 વર્ષનો છે આ ગામના લોકો શહેરોમાં સ્થળાંતર કર્યું હતું આને કારણે ફક્ત આ પૂતળાં બધા જ લોકોની એકલતા દૂર કરે છે.

સુકીમીએ કહ્યું કે આ પુતળાઓ ઢીંગલીઓ ના કારણે પ્રવાસીઓ નાગોર્નો ગામ આવવા લાગ્યા છે હું આશા રાખું છું કે ટૂંક સમયમાં આ ગામ ફરીથી વાસ્તવિક માણસોથી ભરાઈ જશે આ પુતળાઓને લીધે હવે આ નાગોનો ગામ ભરાઈ ગયું છે અને લોકોને અહીં એકલું ન લાગે અહીંના પુતળાઓ જોવા માટે પર્યટકો આવતા હોવાથી થોડી હલચલ જોવા મળી રહી છે.